અનંત અને આરાધના એકબીજાના નાનપણથી જ પાક્કા મિત્રો.હવે, બન્ને ને એકબીજાની પસંદ,નાપસંદ ની ખબર છે.આરાધના ખૂબ સમજુ ,ડાહ્રયી છોકરી છે.નાની ઉંમર માં જ સંબંધોની કદર અને કિંમત કરતી આરાધનાનુ અનુમાન લગભગ સાચુ જ હોય કે અનંત આ પરિસ્થિતિમાં હોય તો શું વિચારે અને શું નિર્ણય લે.અને આવુ જ અનંત આરાધના માટે સમજી શકે.અનંત હંમેશા કહ્યા કરે કે આરાધના તારા જેવી મારી મિત્ર મારી સાથે હોય તે મારા માટે ખરેખર ગવૅની વાત છે.બે વિજાતીય મિત્રો જ એકબીજાને સારી રીતે સમજી શકે.આરાધના આ વાત માની પણ જતી.કોલેજના વર્ષૉ પણ ધીમે ધીમે વિતતા જાય.કોલેજ સમયમાં થયેલો પ્રેમ લગભગ કોલેજ પૂરી થતા થતા પૂરો પણ થઈ જાય છે.હંમેશા સાથે જીવવાની કમીટમેન્ટ આપનાર જ કોલેજ ખતમ ,પ્રેમ ખતમ જેવો સીન ઉભો થતો હોય છે.એવા પ્રેમથી તો આરાધનાને સખત નફરત છે.પરંતુ એક છોકરી તરીકે તમારા વિચાર કદાચ ગમે તેટલા સાચા કે સારા હોય,તેના વિચાર સાથે જીવવુ અઘરુ અથવા અશક્ય જ હોય છે.દિકરો કે દિકરી ની યોગ્ય ઉંમર થાય એટલે તેના લગ્નની વાતો થાય.બસ, એવોજ માહોલ આરાધનાના ઘરમાં પણ છે.આરાધનાના મમ્મી આરાધનાના શ્યામ રંગને લઈને ચિંતા કર્યા કરે.ધણીવખત તેણે વાતો માં ને વાતોમાં બધાને કહી જ નાખ્યુ છે કે મારી દિકરી કદાચ સર્વગુણ સંપન્ન હશે તો પણ તેના શ્યામ રંગ ને કારણે તેને કોઈ સારો છોકરો ગમાડશે નહી અને આ વાત સાંભળી આરાધના પણ દુઃખી થઈ જતી.આરાધનાને પણ મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી કે તેના શ્યામ રંગ ને લીધે કોઈ સારો છોકરો તેની સાથે લગ્ન નહી કરે.આરાધના અનંતને હંમેશા કહે કે તુ લગ્ન કર તો કોઈ તને સમજે તેવી છોકરી શોધજે, બાકી તારી આજુ બાજુ જે આ ઉડ્યા કરે છે , એ તો બધી સાવ ખોટી જ છે.તો, તું સાચી છોકરી બતાવને એમ અનંત કહેતો.અરે અનંત ,હું પોતે કેટલી શ્યામ છુ,અને મારી સામે કોઈ જોવા તૈયાર થતુ નથી,હુ ક્યાં શોધવા જઉ તારા માટે તારી રાઈટ પાટૅનર .મને ખબર જ હતી કે તારી વાત તારા આ શ્યામ રંગ પર આવીને અટકશે,પણ આરાધના હું એવુ જરાય નથી માનતો કે કોઇ છોકરાને છોકરી ત્યારે જ ગમે ,જો તે દેખાવમાં સુંદર હોય.કોઈ વ્યકિત ની સુંદરતાની ઓળખ તેનો ચહેરો જ માત્ર કઈ રીતે હોઈ શકે! ,જ્યારે અનંત આવુ કહેતો ત્યારે આરાધના બે ઘડી વિચારમાં પડી જતી અને મનમાં ને મનમાં ધણીવખત માત્ર છોકરીઓ નો ચહેરો જોઈ પ્રેમમાં પડનારા ની લગ્ન પછીની હાલત જોઈ હસી પડતી. હા, અનંતની વાતો આરાધનાને મનના ક્યાંક ને ક્યાંક સાચી લાગતી અને તેની વાતોથી આરાધનાને પોતાના વિચાર જીવંત હોય તેવો અહેસાસ થતો છતા અનંતને કહેતી કે ,અરે, મને મારામાં ક્યાંય આત્મવિશ્વાસ દેખાતો નથી અને તુ કહે છે હું તારા માટે છોકરી શોધુ એમ.અને લગ્ન એ કાંઈ રમત નથી, કોઈને પરણીને લાવો છો, કોઈ વસ્તુ ખરીદીને નથી લાવતા કે ગમતી હતી, એટલે ખરીદીને લઈ લીધી.અને પછી તમે જેમ કહો એમ કર્યા કરે.....અનંત આરાધનાની આ વાતો સાંભળતો જ રહી જતો.અને મનમાં વિચારતો કે આરાધનાના વિચાર અને વાતો કેટલા પરિપક્વ છે.માત્ર પોતાના રંગને લીધે તેણે જીવવાનુ જ છોડી દીધુ છે.હું તો કહી કહીને થાક્યો કે તુ પોતાની જાતને ક્યારેક તો પ્રેમ કર, પણ અંદરથી પથ્થર બની ગયેલી આરાધના કશુ સમજવા જ માંગતી નથી.હે....ભગવાન હવે તમે જ આ છોકરીને મદદ કરો...શું થશે આગળ અંશ અને આરાધનાની આ મૌન સફરમાં તમારે પણ જાણવુ છે તો વાંચતા રહો..શ્યામ રંગ...લગ્ન ભંગ....5