लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।
तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ॥
ભાવાર્થ:
લોભથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે, લોભ અતૃપ્ત તૃષ્ણાને જન્મ આપે છે. અને એ તૃષ્ણાથી પીડાતા દુ:ખનો સહભાગી બને છે
નદીના મીઠાં પાણીમાં એક હાથીનું શબ તણાતું ચાલી રહ્યું હતું. આ શબ જોઇને એક કાગડો આનંદિત થયો; તે તરત જ તેની ઉપર બેસી ગયો અને આ નવાં મળેલાં સૂત્રને પોતાની મોજમસ્તીના માધ્યમ તરીકે જોઈને આનંદમાં મગ્ન થયો. શબ પર બેસીને કાગડાએ પૂરતું માંસ ખાધું અને નદીનું મીઠું પાણી પીધું. કાગડાના મનમાં એવું વિચાર આવ્યુ કે, "આ તો બહુ જ સરસ વ્યવસ્થા છે, ખોરાક, પાણી બધુંજ અહીં જ છે. હવે આ નદી પરના મોજાં મારું ઘર છે. બીજી કોઈક જગ્યાએ ખાવા માટે ભટકવાની તો જરૂર જ નથી."
કાગડો આનંદથી છલકાતો એ હાથીના શબ પર અહી-ત્યાં કૂદતો રહેતો. તેની બધી જરૂરિયાતો જેમ કે ખાવું, પીવું, આરામ કરવો, બધુંજ તેને ત્યાં મળી ગયું હતું. આ જીવનને તેણે કાંઇક પોતાના સ્વર્ગ જેવું સમજ્યું. સમય પસાર થતો રહ્યો, અને કાગડો આ જીવનનો ખૂબ જ આભારી બન્યો. તે સમજી બેસ્યો કે આ નદી તેની સાચી સંજીવની છે. હાથી પર બેઠો બેઠો કાગડો નદી કિનારેના જીવનના દ્રશ્યો જોતો જતો હતો. નદી ના તટ પર બાળપણ જતું જોયું. વહેણમાં આગળ વધતાં જુવાની ગઈ. કાગડો તો ખાવામાં મશગુલ હતો. વિતતા સમયનું ભાન ન રહ્યું. ક્યાં દિવસ ગયા ને ક્યાં રાત ગઈ બસ જીવન સપનામાં વહી ગયું.
यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र वै।
આ સંસ્કૃત ઉક્તિ વેદાંત દર્શનનો મહત્વપૂર્ણ ઉદ્ધરણ છે. તેનો અર્થ છે, "જ્યાં-જ્યાં તૃષ્ણા હોય છે, ત્યાં-ત્યાં સંસાર (બંધન અને પીડા) હોય છે."
પરંતુ, નદીનું પોતાનું સફર હતું, પોતાનો અંતિમ ધ્યેય સમુદ્ર સાથે મંજિલ સુધી પહોંચવાનો હતો. એક દિવસ, નદી સમુદ્રમાં મળી. એ નદી, જેને કાગડાએ પોતાનું ઘર બનાવી લીધું હતું, હવે વિહંગમ સમુદ્રના ખારા પાણીમાં ભળી ગઈ. કાગડાને હવે ફકત ખારું પાણી જ દેખાતું હતું. ખોરાકનો એક ટુકડો નહોતો, પીવાનું મીઠું પાણી નહોતું, અને કોઈ આશરો દેખાતો નહોતો. જ્યાં સુધી નદી હતી, ત્યાં સુધી કાગડાનું જીવન મોજમસ્તી ભર્યું હતું, પણ હવે આ સમુદ્રમાં માત્ર ખાલીપો અને અજંપો હતો.
કાગડો આશ્ચર્યમાં પડ્યો. સમુદ્રના અંતનો કોઈ છેડો દેખાતો ન હતો. કિનારા પર ફેલાયેલું કુદરતનું સૌંદર્ય હવે ગાયબ થઈ ગયું હતું, અને તે સમુદ્રના અહોભાવમાં અદ્રશ્ય થતો રહ્યો. એ વિચારતો રહ્યો કે, "હું નદીના મીઠા પાણીમાં ચરચરાવાથી અનુકૂળ હતો, પરંતુ આ અસીમ સમુદ્રના ખારા પાણીમાં હું કેવી રીતે ટકીશ?"
હવે કાગડો ભય અને થાકથી ઘેરાઈ ગયો. પોતાની મીઠી મોજવાળી છીછરી સુખદ્રષ્ટિ હવે નિરર્થક બની ગઈ હતી. આ અનંત સમુદ્રમાં કાગડાનું અહંકાર અને મોજ આખરે બિખેરાઈ ગયો. દુ:ખથી છલકાતો તે અહીંથી ભાગવાનો માર્ગ શોધતો રહ્યો. દિવસો સુધી પાંખો ફફડાવી, પરંતુ અંતે તેના મિથ્યા મોજે બંધાયેલી જિંદગીનો અંત આવ્યો; એ સમુદ્રની મોજામાં ડૂબી ગયો, જ્યાં એક ગગનચુંબી વહેલ માછલીએ તેને ગળી લીધો.
આ વાર્તા આપણા જીવન સાથે ટકી છે. આપણી જિંદગીમાં અનેક વસ્તુઓનો મોહ અને મોજ આપણને એ જ ફલકને છીંટી રહી છે, જેનું અંતમાં કોઈ અર્થ નથી. આપણો સાચો ધ્યેય તો ભગવાન છે, પરંતું આપણે અન્ય વસ્તુઓમાં પોતાનો અર્થ શોધી શકતા નથી.
જીત કોના માટે, હાર કોના માટે,
જીવનભર આ તકલીફ કોના માટે?
જે આ વૈશ્વમાં આવ્યું છે તે જશે એક દિવસે,
ફરી આટલો અહંકાર કોના માટે?
પકડ આ વિશ્વકર્તા ને, જીત તેને માટે
હાર થશે તો અફસોસ નહિ મારી માટે
કર્મ કરતો જા તારું તેને માટે
બંધાઇસ નહિ ફરી ક્યારેય તૃષ્ણા માટે
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम्।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्।।14.7।। श्रीमद भगवद गीता
'निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा'
અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છાનું નામ તૃષ્ણા છે અને પ્રાપ્ત થયેલ વિષયોમાં મનની પ્રેમરૂપ ભાવનાનું નામ આસક્તિ છે. આ તૃષ્ણા અને આસક્તિનું કારણરૂપ રજોગુણને રાગરૂપ સમજવો. રાગનો અર્થ એ છે કે જેમ ગેરૂ વગેરે રંગો સાથે પદાર્થને રંગવામાં આવે છે, તેમ આ ગુણ પુરુષને વિષયોમાં આકર્ષિત કરીને તે પદાર્થરૂપ કરે છે. હે કુંતિપુત્ર, એ રજોગુણ આ શરીરધારી ક્ષેત્રજ્ઞને કર્માસક્તિથી બાંધે છે. દ્રષ્ટ અને અદ્રષ્ટ ફળ આપનારા જે કર્મો છે, તેમાં આસક્તિ અથવા તેની પ્રત્યક્ષતા - તેનો અર્થ છે કર્મમાં પ્રીતિ અને તે અંગેની તત્પરતા, જેના દ્વારા તે કર્મમાં બાંધે છે.
અને જ્યારે તે પ્રાપ્ત-અપ્રાપ્ત, દ્રષ્ટ-અદ્રષ્ટ, આઇહિક-પારલૌકિક, શ્રુત-અશ્રુત તમામ પદાર્થો અને ભોગોમાંથી નિષ્પૃહ બની જાય છે, એટલે કે તેને કોઈ પણ પદાર્થના ભોગ પ્રત્યે રત્તી એટલી પણ ચિંતાની ભાવના બાકી નથી રહેતી, તે સમયે તે 'યોગી' કહેવાય છે.