Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 6

વહીદા : શ્રેષ્ઠ અભિનેત્રી

ગાઇડ, પ્યાસા, ચૌધરી કા ચાંદ, મુજે જીને દો જેવી ફિલ્મોને પોતાની પ્રતિભાશાળી એકટિંગથી અમર કરનાર વહીદા રહેમાન હતા. તેમણે હંમેશા દર્શકોને પસંદ પડે તેવી ફિલ્મોમાં કામ કામ કર્યુ હતુ. 

ગુરુદત્ત હંમેશા પોતાના પરફેક્શનને લઇને ગંભીર રહેતા હતા. તે કયારેય એક શોટથી સંતોષ માનતા ન હતા. તેમને હંમેશા મનમાં એવો જ વિચાર આવે કે હજુ બીજો શોર્ટ કરીશું તો વધારે સારુ લાગશે. એક વાર એક કિસ્સો એવો બન્યો હતો જે મને અત્યારે પણ યાદ છે. મને તેમણે અચાનક ફોન કરીને જણાવ્યુ કે વહીદા તું સ્ટુડીયોમાં આવી જા તને એક સરસ સીન બતાવવો છે. પરંતુ મેેં જણાવ્યુ કે મારો કોઇ સીન એવો નથી. તેમ છતાં પણ હું તેમના આવકારને માન આપીને સ્ટુડીઓમાં ગઇ હતી. મેં જોયુ કે ગુરુદત્ત સાહેબ, માલા સિંહા અને રહેમાન પર સીનનું ફિલ્માંકન કરવામા આવે છે. વારં વાર સીનમાં કોઇ મુશ્કેલી આવતી હતી. કયારેક માલા સિંહા પોતાના સંવાદ ભૂલી જતા તો કયારેય ગુરુદત્ત, કોઇ વાર સીનની વચ્ચે માઇક આવી જતુ આ સીન પૂરુ કરતા કરતા ૭૨ રીટેક કરવા પડયા હતા. જયારે આ સીન તૈયાર થયો ત્યારે અમે બધાએ ખૂબ જ તાળીઓ પાડી હતી.

ગાઇડ ફિલ્મના કો-સ્ટાર દેવ સાહેબ મને પ્રથમ વાર સીઆઇડીના સેટ પર મળ્યા હતા. જયારે મેં તેમને જોયા ત્યારે જોતી જ રહી ગઇ. તે કયારેય સીનિયર - જુનિયરમાં ભેદભાવ રાખતા ન હતા. તે સમયે અમે કોઇને નામથી બોલાવતા ન હતા પરંતુ દેવ સાહેબે મને જણાવ્યુ કે તું ફકત મને દેવ કહીને બોલાવીશ તો મને ખોટું નહીં લાગે. જયારે પણ હું તેમને દેવ સાહેબનુ સંબોધન કરતી ત્યારે તે મારી વાત સાંભળતા ન હતા. તેથી તેમને મારે દેવ કહીને જ બોલાવવા પડતા હતા. બીજા બધા એકટરોને હું ગુરુદત્તજી, અમિતાભજી, સુનીલ જી કહીને બોલાવતી હતી. 

જયારે મને પ્રથમ વખત સાઉથમાં મુંબઇ ફિલ્મ માટે બોલાવામા આવી ત્યારે હું મારી મમ્મી સાથે ગઇ હતી. ત્યાં મારા ફોટોશૂટ કરવામા આવ્યા અને કહેવામા આવ્યુ કે ફોટોજેનિક ફેસ સારો છે પરંતુ તમારા નામમાં ફેરફાર કરવો પડશે. કારણ કે તમારુ નામ લાંબુ છે અને સારુ લાગતુ નથી.

 જયારે તેમણે કહ્યુ કે તમારુ નામ સારુ નથી ત્યારે મને ખોેટુ લાગ્યુ મેં વિચાર કર્યો કે મારા માતાપિતાએ જે નામ રાખ્યુ છે તેને તમે કઇ રીતે ખરાબ કહી શકો. તે સમયે હું કોેઇની વાત માનવા માંગતી ન હતી. મારી વાત પર અડગ રહેવાની મને ટેવ હતી. મેં તેમને સ્પષ્ટ જણાવી દીધુ કે ફિલ્મ કરીશ પરંતુ હું મારા નામમાં કોઇ ફેરફાર કરવાની નથી. તેમણે મને સમજાવી કે અત્યારે ફિલ્મોમાં આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મીના કુમારી, દિલીપ કુમાર, મધુબાલા વગેરે ઉદાહરણ મને જણાવ્યા. આ વાત પર રાજ ખોસલા સાહેબ નિરાશ થઇ ગયા તેમણે કહ્યુ કે નવા લોકોને કામ આપીએ છે ત્યારે અમારી વાત માનવા માટે તૈયાર નથી. મેં તેમને કહ્યુ કે ગિવ એન્ડ ટેક હોવુ જોઇએ. ૩ દિવસ પછી તેમણે મને ફોન કરીને જણાવ્યુ કે અમે તમારુ નામ બદલવાના નથી. તમે ફિલ્મોમાં તમારા નામથી જ આગળ વધી શકો છો. ફિલ્મોમાં શૂટિંગ સમયે હંમેશા મારી પાસે નાનોે અરીસો રાખતી હતી. જયારે બીજા કલાકારો મોટા અરીસાનો ઉપયોગ કરતા હતા. સૌથી મોટો અરીસો ચીન્ટુ પાસે હતો. યશ ચોપરા મારા નાના અરીસાને પસંદ કરતા ન હતા. તે મને કહેતા કે તુ આ નાના અરીસામાં શું જોઇ શકુ છું ?હું તેમને કહેતી હતી કે એક વાર નાક,બીજી વાર હોઠ, ત્રીજી વાર માથુ આ રીતે વારંવાર હું એક પછી એક અંગ જોઇ લેતી હતી. ત્યાર પછી તે મને હસીને કહેતા હતા કે તારો અરીસો હું શીશ હોલ ઓેફ ફેમમાં લગાવીશ. 

હું એવુ કયારેય કહેતી નથી કે અમારો સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગોલ્ડન પીરિયડ હતો. પરંતુ હું માનુ છું કે આવનાર સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણ યુગ સાબિત થશે. 

આજની ફિલ્મોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામા આવે છે. ફિલ્મો અલગ અલગ વિષય પર બની રહી છે. પહેલાંની ફિલ્મોમાં એક હીરો, એક હીરોઇન, એક વિલનની ભૂમિકા જોવા મળતી હતી. પરંતુ અત્યારની ફિલ્મો મલ્ટીસ્ટારર બની ગઇ છે. જેમાં એક સાથે અનેક કલાકારોને આપણે ફિલ્મમાં જોઇ શકીએ છે. આજે દરેક વિષય પર ફિલ્મ બનાવામા આવે છે. નાયિકા પ્રધાન ફિલ્મોને પણ દર્શકો પસંદ કરે છે. 

મને મારી બધી જ ફિલ્મો પસંદ છે. પરંતુ સૌથી વધારે મનપસંદ ફિલ્મ ગાઇડ છે. તે સમય પ્રમાણે આ ફિલ્મ બોલ્ડ અને પ્રોગ્રેસિવ હતી. મને ગાઇડ ફિલ્મ એટલા માટે પસંદ છે કે મને ખબર છે કે તેમાં ત્રણ સામાન્ય લોકોની વાત છે. ત્રણેય વ્યકિત પોતાની જાત માટે જ જીવતા હોય છે.  આ સિવાય પ્યાસા, સાહબ બીબી ઔર ગુલામ, મુજે જીને દો, રેશમા ઔર શેરા મારી મનપસંદ ફિલ્મો છે. 

વર્સટાઇલ અભિનેતા એટલે સંજીવ કુમાર

હિન્દી ફિલ્મોમાં વર્સેટાઇલ શબ્દનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. વર્સટાયેલ શબ્દનો અર્થ જોઇએ તો તેનો સીધો અર્થ એવો કરી શકાય કે એવો કલાકાર કે જે દરેક પ્રકારની ભૂમિકાઓ ખૂબ સહજતાથી કરી શકતો હોય.અત્યારે પણ બોલીવુડમાં પ્રયોગો ખૂબ ચાલતા નથી અને ઘણા ઓછા કલાકાર એવા છે કે જેઓ પ્રયોગ કરવામાં માને છે અને પ્રયોગ કરે છે. એક્શન ફિલ્મો ચાલતી હોય તો સૌ કોઇ એક્શન જ કરતુ હોય, જો કોમેડીનો દોર ચાલે તો સૌ કોઇ કોમેડી જ કરવા લાગી પડે. આ  બોલીવુડની વાસ્તવિકતા છે અને તેઓ પણ પોતાની ફિલ્મ સફળ બનાવવા માટે જે ઘરેડમાં ચાલતુ હોય તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરે તે સ્વભાવિક છે. પરંતુ આ સૌ સફળતા માટે અથવા તો ફેંકાઇ ન જાય તે માટે પ્રયોગો કરતાં હોય  છે. આ સૌને વર્સટાયેલ અભિનેતા ન કહી શકાય. બોલીવુડમાં જો કોઇ વર્સેટાયેલ અભિનેતા થયો હોય તો તે  છે સંજીક કુમાર. વિશેષજ્ઞ પણ આ વાતને અનુમોદન આપે છે કે સંજીવકુમારે જેે પ્રકારે અલગ અલગ ભૂમિકા કરી છે તે અન્ય કોઇ કલાકાર કરી શકે તેમ ન હતો. તે સમયે તો દરેક જણની ઇમેજ નક્કી હતી કે અમિતાભ તો એગ્રી યંગ મેન, શશી કપૂર તો રોમેન્ટીક, ધર્મેન્દ્ર તો એક્શન, દિલીપ કુમાર તો ટ્રેજડી કિંગ, મનોજ કુમાર તો દેશભક્તિ વગેરે.  પરંતુ માત્ર સંજીવ કુમાર એક માત્ર એવો અભિનેતા  હતો કે જેની આગળ આવો કોઇ ટેગ ન હતો. તે દરેક પ્રકારની ભૂમિકા ખૂબ જ સહજતાથી કરી શકતા હતાં. સંજીવ કુમારને ક્યારેય કોઇ ઇમેજમાં બાંધી શકાયા ન હતાં. જાણીને નવાઇ લાગશે પરંતુ તેઓએ જેટલી ફિલ્મો કરી અને તેમાં જેટલી ભૂમિકાઓ કરી તે સૌ એકબીજાથી અલગ હતી. ક્યારેય કોઇ ભૂમિકા રીપીટ થઇ નથી. પ્રયોગ કરવાથી આ મહાન અભિનેતા ક્યારેય ગભરાયા ન હતાં. જ્યારે તેઓ એક યુવાન હતાં ત્યારે તેઓએ એક વૃદ્ધની ભૂમિકા કરી હતી.

ભારતીય સિનેમાજગતમાં સંજીવકુમારને એવા કલાકાર તરીકે ઓળખાય છે કે જેઓએ નાયક, સહનાયક, ખલનાયક, હાસ્ય, રોમાન્સ, એક્શન અને ચરિત્ર ભૂમિકાઓ દ્વારા લોકોને પોતાની પાછળ ગાંડા કર્યાં હતાં. સંજીવ કુમારની સૌથી મોટી વિશેષતા તે હતી કે તેઓ હંમેશા દરેક પ્રકારની ભૂમિકાઓ માટે તૈયાર  રહેતા હતાં. ફિલ્મ  કોશિશમાં તેઓએ એક ગૂંગાની ભૂમિકા ભજવી હતી તો શોલેમાં તેઓએ ઠાકુરની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. તો વળી તેઓએ સીતા ઓર ગીતા અને અનામિકામાં લવર બોયની ભૂમિકા પણ ભજવી હતી. આજ સુધી કોઇ પણ કલાકારે એક સાથે નવ ભૂમિકાઓ કરી ન હતી માત્ર સંજીવ કુમાર એવા કલાકાર છે જેઓએ આ રીતે નવ ભૂમિકાઓ કરી હતી. થોડા વર્ષ પહેલા આવેલ ફિલ્મ વોટ્‌સ યોર રાશિમાં પ્રિયંકાએ પ્રયત્ન કરેલો પરંતુ પ્રિયંકા ચોપડા સંજીવ કુમારને આંબી શકે. એક સાથે આટલા રોલ કરવા માટે કેટલી વિશાળ રેન્જ જોઇએ ત્યારે તમે તે કરી શકો. પ્રિયંકાની ફિલ્મ એટલા માટે જ દર્શકોને પસંદ પડી ન હતી કે તે તમામ રોલમાં એક સરખી જ લાગતી હતી. જ્યારે તમે સંજીવ કુમારની નયા દિન નઇ રાત જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ માણસ પાસે કેટલી વિશાળ રેન્જ હતી. તમામ ફિલ્મમાં તેના નવ પાત્ર એક બીજાથી અલગ છે. અને વળી તમામે તમામના હાવભાવથી બોલીથી માંડીને અભિનય પણ અલગ અલગ.  આ ફિલ્મની નવે નવ ભૂમિકા વાસ્તવિકતામાં સંજીવ કુમારની અભિનય ક્ષમતાનો પરચો છે.

 આ ફિલ્મમાં તેઓએ આંધળા, વૃદ્ધ, બિમાર, કોઢી, હિજડાનો, ડાકુ, યુવાન, અને પ્રોફેસરના રોલ કર્યા હતાં.મુંબઇમાં ૧૯૩૮ જુલાઇમાં ગુજરાતી પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનુ વાસ્તવિક નામ હતું હરિહર જરીવાલા. તેઓને બાળપણથી જ ફિલ્મો પ્રત્યે લગાવ હતો. તેઓનું અભિનેતા બનવાનુ સ્વપ્ન હતું. શરૂઆતમાં તેઓએ સ્કૂલ, કોલેજોમાં નાટકમાં અભિનય કર્યો.

 ત્યાર બાદ તેઓ ગુજરાતી રંગમંચ સાથે જોડાઇ ગયાં. ત્યાર બાદ તેઓએ ફિલ્માલય સ્ટૂડિયોની એક્ટીંગ સ્કૂલમાં દાખલ થઇ ગયાં. વર્ષ ૧૯૬૦માં તેઓને ફિલ્માયલ બેનરની હમ હિન્દુસ્તાનીમાં એક નાનકડી ભૂમિકા કરવાની તક મળી. ત્યાર બાદ તેઓએ વર્ષ ૧૯૬૨ માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ આરતી માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો પરંતુ તેઓ સફળ થયાં ન હતાં. ત્યાર બાદ ૧૯૬૫માં ફિલ્મ નિશાનમાં તેઓને મુખ્ય ભૂમિકા કરવાની તક મળી. ત્યાર બાદ તેઓ ૧૯૬૮માં શિકારમાં દેખાયા. જો કે આ ફિલ્મ સંપૂર્ણ પણે ધર્મેન્દ્ર આધારિત હતી તેમ છતાં તેઓ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં. ૧૯૬૮ માં તેઓની ફિલ્મ સંઘર્ષ આવી. ત્યાર બાદથી તેઓના સંઘર્ષના દિવસો દૂર થયા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દિલીપ કુમાર હતાં. એવુ કહેવાય છે કે જ્યારે આ ફિલ્મ દિલીપ કુમારે જોઇ ત્યારે તેઓ પણ સંજીવ કુમારના અભિનયથી ગભરાઇ ગયાં હતાં. કેમ કે સંજીવ કુમારે આ ફિલ્મમાં ખૂબ સરસ અભિનય કર્યો હતો. આ ફિલ્મ દ્વારા સમગ્ર સિનેજગતનુ ધ્યાન સંજીવ કુમાર તરફ ખેંચાયું. ત્યાર બાદ તેઓએ આશીર્વાદ, રાજા ઓર રંક, સંત્યકામ, અને અનોખી જેવી ફિલ્મો કરી. જે રીતે તેઓ ફિલ્મો કરતાં જતાં ત્યાં જ તેઓની લોકપ્રિયતા વધવા લાગી હતી. હવે તેઓ એવી પરિસ્થિતિમાં પહોંચી ગયાં હતાં કે જ્યાં તેઓ પોતાની પસંદથી પોતાની ભૂમિકા પસંદ કરી શકતાં હતાં. ફિલ્મ ખિલોનામાં જ્યારે તેઓએ અભિનય કર્યો ત્યારે સમગ્ર સિનેજગત મ્હોમાં આગંળી નાખી ગયું હતું. આ ફિલ્મ આજે પણ જોવાલાયક છે. તેજ વર્ષ તેઓની અન્ય એક ફિલ્મ દસ્તક આવી હતી. આ ફિલ્મ પણ ખૂબ સફળ થઇ હતી અને સંજીવ કુમારના અભિનયની ખૂબ પ્રસંશા થઇ હતી. આ ફિલ્મ માટે તેઓને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો. ત્યાં સુધી તો સંજીવ કુમાર પોતાની વિવિધ ભૂમિકાઓ માટે લોક્પ્રિય થઇ ચૂક્યા હતાં. સંજીવ કુમાર કોઇ પણ ભૂમિકા હોય, નાની હોય કે મોટી પંરતુ તેઓ પોતાના અભિનય દ્વારા તેને જીવંત બનાવી દેેતા હતાં. ફિલ્મ પરિચયમાં પણ તેઓએ જયા ભાદુરીના પિતાની નાનકડી ભૂમિકા કરી હતી. આ ભૂમિકાને પણ ખૂબ સરાહના મળી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં તેઓની ભૂમિકા માત્ર દશ મિનિટની હતી.  સંજીવ કુમારે ુપોતાના કેરિયર સમયે એટલી વિવિધ ભૂમિકાઓ કરી છે કે તે સૌનો ઉલ્લેખ શક્ય નથી  પરંતુ  સંજીવ કુમારે દરેક પ્રકારની ભૂમિકા સહજતાથી કરી. પછી તે અનામિકામાં લવર બોયની ભૂમિકા હોય કે શોલેમાં ઠાકુરની. આ સિવાય સંજીવે જાની દુશ્મન, દેવતા, ત્રિશૂલ, સ્વંયવર, વિધાતા અને શ્રીમાન શ્રીમતી જેવી ફિલ્મો કરી હતી.  આ સૌ સિવાય સંજીવકુમારે સફળતા પૂર્વક કોમેડી પણ કરી હતી. ફિલ્મ પતિ પત્ની ઓર વો તથા અંગૂરમાં તેઓએ ખૂબ સહજતા પૂર્વક કોમેડી કરી હતી અને સૌ કોઇએ તેને પસંદ પણ કરી હતી. ગુલઝાર સંજીવકુમારના પસંદગીના નિર્દેશક હતાં તેઓની મોટા ભાગની ફિલ્મોમાં સંજીવે કામ કર્યુ હતું. ૧૯૭૭માં શતરંજ કે ખેલાડી દ્વારા તેઓને સત્યજીત રે સાથે કામ કરવાની તક મળી.સંજીવ કુમારેને બે વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. એક તો આંધી માટે અને બીજો અર્જુન પંડિત માટે. પ્રેમ બાબતે સંજીવ કુમાર ભાગ્યશાળી રહ્યાં ન હતાં અને તેથી જ તેઓ અવિવાહીત રહ્યાં હતાં. વર્ષ ૧૯૮૫ની ૬ નવેમ્બરના રોજ તેઓ આ દુનિયાને છોડી ચાલી ગયાં હતાં.