Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-129 (છેલ્લું પ્રકરણ)

પ્રેમ સમાધિ 
પ્રકરણ-129

 શંકરનાથ બાંકડે બેઠાં દરિયાદેવને જોઇ સ્તુતિ કરી રહેલાં. છોકરાઓ મંદિરનાં પગથીયા નીચે ઉતરી ગયાં પછી સીક્યુરીટીને કહ્યું “તમે ધ્યાન રાખજો હું સામે દરિયે જળનું અર્ધ્ય આપીને આવું છું આટલે આવ્યો છું તો દરિયાદેવ પાસે જઇ પ્રાર્થના કરી જળનું અર્ધ્ય આપી આવું" એમ કહી ધીમે રહીને ઉઠ્યાં રોડ ક્રોસ કરીને દરિયાતરફ પ્રયાણ કર્યું ત્રણ સીક્યુરીટી ત્યાં મંદિર આસપાસ ચોકી કરી રહેલાં ચોથો ત્યાં એકાંત જગ્યા શોધી રહેલો..
 કાવ્યા અને કલરવ ખૂબ ખુશ હતાં. ગર્ભગૃહમાં જઇને શાસ્ત્રીજીએ આપેલી સોપારી દ્રવ્યની પોટલી ઇશ્વર પાસે મૂકવા અંગે પહેલાં એ સ્તુતિ કરવા લાગ્યો.. ભૂદેવ દરિયે પહોંચી ગયાં. દરિયા દેવનાં ધૂઘવતાં મોજાનાં અવાજમાં બધો અવાજ શમી જતો હવે એ એકચિત્તે ધ્યાનથી સ્તુતિ ગાઇ રહ્યાં હતાં....
************
 વિજયે સુમનનાં બંધન છોડયાં... મોઢે બાંધેલા ડુચો કાઢ્યો એને ખાંસી આવી ગઈ. વિજયે એની કારમાંથી પાણીની બોટલ કાઢી એને પાણી પીવરાવ્યું... સુમનની ચકોર આંખ સતિષ તરફ હતી સતિષ સમજી ગયો કે આ હવે કંઇ બબડાટ કરશે એ કંઇ વિચાર કર્યા વિના ગાડીમાં બેસીને ત્યાંથી નાઠો. વિજયે આશ્ચર્યથી રાડ પાડી "સતિષ..”. ત્યાં સુમને કહ્યું "મામા સતિષ પેલાં લોકો સાથે ભળેલો છે મને લાગે છે એમાં મધુઅંકલ પણ હતાં એમને પાટાપીંડી કરેલાં એ બધાનો મંદિર જવાનો પ્લાન હતો અને ત્યાં..."
 વિજય બધી બાજી સમજી ગયો... એણે સુમનને તરતજ ગાડીમાં બેસવા કીધુ અને મશીનગન રાખવા કીધું સાદી સમજ આપી કે કેવી રીતે ચલાવવાની... સુમને કહ્યું “મામા નો વરીઝ.. ભાઉ સરે બધુ શીખવ્યુ છે.”. વિજયે મારતી કારે સતિષની પાછળ હતો એણે સુમનને કહ્યું એની કાર પર ગોળીઓ વરસાવ સાલાને રસ્તામાં પતાવી દઇએ હવે મંદિર નજીકજ છે.. સુમન અડધો વીન્ડોમાંથી નીકળીને સતિષની કાર ઉપર ગોળીઓ વરસાવવા લાગ્યો. મંદિર હવે નજીક હતું.. સતિષ હવે મંદિર તરફ ગયો આગળ ઝાડી હતી ત્યાં રહેલાં સીક્યુરીટી એલર્ટ થયાં એલોકો જે બાજુથી ગોળીઓ છૂટવાનો અવાજ આવી રહેલો બધાં એક સાથે એ તરફ દોડ્યાં.. એ બાજુ બીજા રસ્તેથી મધુટંડેલની મેટાડોરવાન મંદિર પાસે આવી ગઇ. મધુએ કહ્યું "યુનુસ સતિષ અને વિજય વચ્ચે ગોળીઓ ચાલી રહી છે આ તકનો લાભ લઇ હું શંકરનાથ અને એનાં છોકરાને પતાવી દઊં છું... યુનુસે કહ્યું મંદિર ઊંચું છે એનાં પગથિયા જુઓ ઉતરવાનાં છે હુંજ જઊં છું પતાવી દઊં છું”. મધુએ કહ્યું “મશીનગન લઇ જા જે હોય બધાને પતાવી દેજો... “
 યુનુસ મશીનગન સાથે ગાડીમાંથી ઉતર્યો આજુબાજુ જોતો સાચવીને મંદિરની અંદર સરકી ગયો. સામે ઝાડી આવતાં સતિષ ભરાયો એણે કાર ઝાડીમાં ભીડાવી કારમાંથી ઉતરી દોડવા ગયો અને સુમનની ગોળીઓથી વિંધાઇ ગયો. એની ત્યાં ઝાડીમાંજ લાશ લટકી ગઇ.
*****************
 કલરવ કાવ્યા બંન્ને સ્તુતિ કરી શાસ્ત્રીજી આપેલી પોટલી વિષ્ણુજીનાં ચરણોમાં મૂકવા જાય છે ત્યાં કલરવની છાતીમાંથી ગોળી પસાર થઇ મંદિરની દિવાલમાં પેસી ગઇ લોહીનો ફુવારો ઉડ્યો અને ઇશ્વરનાં ચરણો લોહીથી ભીંજાઇ ગયાં.. સનન કરતી બીજી ગોળીઓ આવી હાથમાંથી પોટલી છૂટી ગઇ કલરવ ધડામ કરતો ગર્ભગ્રૃહમાં પડ્યો. પછી કાવ્યા આખી વિંધાઇ ગઇ એ કલરવની બરાબર બાજુમાં પડી એનો હાથ કલરવનાં હાથ પર પડ્યો બંન્નેનાં જીવ એક સાથે નીકળી ગયાં. 
 યુનુસે પિશાચી હાસ્ય કર્યુ અને મધુશેઠ બોલવા જાય છે ત્યાં એની છાતી ચીરતી ગોળીઓ નીકળી ગઇ એ બહાર લાશ થઇને પડ્યો સુમનની ગોળીઓથી વિંધાઇ ગયો. સતિષનાં મૃત્યુ પછી વિજયે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું “સુમન જા મંદિરમાં આ પિશાચો અહીં આવી ગયાં છે. “ સુમન મંદિરમાં દોડયો અહીં બહાર ગોળીઓની રમઝટ જામી.. વિજયનાં હાથે મધુ વિંધાઇ ગયો બીજા ગુર્ગા ફોલ્ડરો વિધાઇને પડ્યાં અને વિજયને પણ હાથમાં અને પગમાં ગોળીઓ વાગી હતી એ પણ ત્યાં બેસી પડ્યો.. એણે વિવશ આંખે જોયું મંદિર તરફ ત્યાંથી ગોળીઓનાં અવાજ આવી રહેલાં.. એને અમંગળ થયાનો આભાસ થઇ ગયો આંખમાંથી આંસુ નીકળી ગયાં બોલ્યો "મારી કાવ્યા... ભૂદેવ તમારો કલરવ... અહીં લોહીની હોળી ખેલાઇ ગઇ”. સીકીક્યુરીટી દોડતી આવી એલોકોને ખબર પડતાં મધુની ટોળકીને ઉઠાવી દીધી બધાને બાંધીને વિજય પાસે આવ્યાં.. વિજય અર્ધબેભાન અવસ્થામાં બબડી રહેલો “કાવ્યા.. ભૂદેવ..” અને ત્યાં દરિયેથી શંકરનાથ પાછા ફર્યા એમણે જોયું વિજય લોહીથી લથપથ છે એમનાંથી દોડાયુ નહીં હોય દોડ્યાં વિજય પાસે આવ્યાં "વિજય આ શું ?” વિજય અશક્ત હાથ ઉઠાવી મંદિર તરફ આંગળી કરી ત્યાં જવા કહ્યું.
 શંકરનાથ હાંફતા હાંફળા મંદિર તરફ ગયાં ત્યાં સુમન ઉપર આવી રહેલો એ ખૂબ આક્રંદ કરી રહેલો એણે શંકરનાથને ઇશારાથી સમજાવવા પ્રયત્ન કર્યો કે “કાવ્યા, કલરવ બંન્ને હવે નથી રહ્યાં પેલાં પિશાચની ગોળીથી વિંધાઇ ગયાં છે. “
 શંકરનાથ ત્યાંજ બેસી પડ્યાં.... ખૂબ રડયાં પણ વિવશતા દૂર ના કરી શક્યાં.. સીક્યુરીટીવાળા દોડી નીચે ગર્ભગૃહમાંથી કાવ્યા કલરવનાં શબ ઉપર લઇ આવ્યાં બધાની આંખોમાં આંસુ હતાં. 
 ત્યાં ભાઉ અને અન્ય સીક્યુરીટી ત્યાં આવી ગઇ.. ભાઉએ આવીને બધુ જોયુ અને જોરથી બૂમ પાડી ઉઠ્યાં "વિજય આ શું થઇ ગયું કાવ્યા દીકરી... શું થયું ? આ બધુ ?” સુમન કંઇ બોલી ના શક્યો ભાઉને વળગીને ઘ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો ભાઉએ મોબાઇલ કાઢી એમ્બ્યુલન્સને તાત્કાલીક બોલાવી અને સ્વસ્થ થઇ સીક્યુરીટીને બધી સૂચના આપી. 
 થોડા સમયમાં એમ્બ્યુલન્સ આવી ગઇ.. વિજય કાવ્યા, કલરવને લઇને હોસ્પીટલ જતી રહી બાકી બધાનાં શબ ત્યાંજ રહેવાં દઈ બધાં ત્યાંથી નીકળી ગયાં. 
*******************
 કલરવ કાવ્યાનું પોસ્ટમોર્ટમ થઇ ગયું... વિજય બચી ગયેલો.. એલોકોના શબને લઇને બંગલે આવ્યાં.. વિજયે શાસ્ત્રીજીને કહ્યું "શાસ્ત્રીજી બોલો મારી દીકરી અને જમાઇ આવી ગયાં છે ભલે કલાકો નીકળી ગયાં છે પણ કઇ દિવાલે હાથની છાપ કરાવવી છે ?” એમ કહી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો. શંકરનાથે કહ્યું “પુરી થયેલી જીંદગી ઇશ્વરે લાંબી કરી આપીં વધુ પીડા સહેવા વધુ દુઃખ સહેવા હવે જીવીને શું કરું ?”

 સમય જતાં... બધાં મૃત્યુ પછીનાં વિધિ વિધાન થયાં શાસ્ત્રીજીએ શંકરનાથને સ્પષ્ટ કીધું “આ બંન્ને જુવાન જીવો હજી જીવંત છે આત્માથી નશ્વર શરીર નાશ પામ્યું છે પરંતુ તેઓ આત્માથી અહીંજ છે મારું તમને નમ્ર સૂચન છે પવિત્ર જગ્યાએ એમની ખાંભી સમાધિ ઉભી કરી પૂજા કરાવો... એમની ઇચ્છાથીજ એમની ગતિ થશે અને આવતે જન્મે એકબીજાનાંજ હશે... એવો એમનો અમર પ્રેમ મેં એ લોકોની આંખોમાં જોયો છે.”
 શંકરનાથ અને વિજયે શાસ્ત્રીજીનાં કહેવાં પ્રમાણે નદીનાં કિનારે પવિત્ર સ્થાને કાવ્યા કલરવની ખાંભી સમાધિ કરાવી ત્યાં પૂજા અર્ચન કર્યા..અને કાવ્યા કલરવનાં "પાળીયા" તરીકે પ્રસિદ્ધ થયો. 
******************
 કાવ્યા અને કલરવનાં પ્રેમાળ પવિત્ર આત્મા પાળીયામાં રહીને ઇશ્વરનાં આશીર્વાદથી ઇચ્છાશક્તિ મેળવી શકેલાં એકબીજાનો સ્પર્શ, સ્પંદન, સંવાદ કરી શકતાં હતાં.. બધીજ જીવનની આ પ્રેમાળ છતાં કરુણ કથની વાગોળ્યાં પછી બંન્ને જણાં એકબીજાનાં જીવમાં પરોવાયાં એક સાથે સંકલ્પ કરી નવા જન્મમાં ફરીથી મળવાં ગતિ કરી ગયાં....
 પાળીયાનાં ટુકડે ટુકડાં થઇ ગયાં ત્યાંની ઘરતી જાણે પુણ્યશાળી થઇ ગઇ ત્યાં આવનાર માનતા માનનાર કે પ્રેમી જીવોનાં મનની વાત પુરી થતી આશીર્વાદ મળી જતાં. પ્રેમ અમર છે એને કોઇ રૂંધી અટકાવી ના શકે.. ના આયુષ્ય ના દુનિયા ના સમાજ ના કોઇ જ્ઞાતિ… બસ સાચો પ્રેમ અમર છે. 

દક્ષેશ ઇમાનદાર....

-: સમાપ્ત :-


પ્રિય વાંચકો,

 આપને નવલકથા કેવી લાગી ? આશા રાખું ખૂબ પસંદ આવી હશે. આપનો અમૂલ્ય અભિપ્રાય નીચે કોમેન્ટમાં આપવા વિનંતી હવે આગળ નવી પ્રણય કથા આવી રહી છે તમારાં પ્રેમ અને સહકાર અંગે ખૂબ ખૂબ આભાર... નમસ્કાર.. 

દક્ષેશ ઇનામદાર