ईर्ष्यी घृणि न संतुष्टः क्रोधिनो नित्यशङ्कितः |
परभाग्योपजीवी च षडेते नित्य दुःखिता ||
- विदुर नीति
ईर्ष्या कलहमूलं स्यात्क्षमा मूलं हि सम्पदां |
ईर्ष्यादोशाद्विप्रशापं अवाप जनमेजयः || - महासुभषितसंग्रह
ભાવાર્થ: હે જનમેજય! ઈર્ષ્યાની ભાવના લોકોમાં ઝગડાનું મુખ્ય કારણ બને છે. પરંતુ, જો લોકોમાં ક્ષમાની ભાવના હોય, તો તે તેમની ધન-સંપત્તિમાં વૃદ્ધિનું કારણ બને છે. ઈર્ષ્યાના દોષ અને બ્રાહ્મણો દ્વારા અપાયેલ શ્રાપને કારણે લોકોને ખૂબ કષ્ટ સહન કરવા પડે છે.
(મહાભારતના કથાનકમાં પાંડવોના પ્રપૌત્ર રૂપે જનમેજયનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પિતા પરિક્ષિતના તક્ષક નાગ દ્વારા મૃત્યુ થતાં, જનમેજયે "નાગયજ્ઞ"નું આયોજન કર્યું હતું, જેનાથી બધા નાગોને તે યજ્ઞમાં નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉપરોક્ત શ્લોક એક ઋષિ દ્વારા આપવામાં આવેલા ઉપદેશનો એક અંશ છે.)
“समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ।।”
– गीता 9.29
અર્થાત - હું સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન વ્યવહાર કરું છું! હું કોઈ સાથે દ્વેષ કરતો નથી અને કોઈના પ્રત્યે ભેદભાવ અથવા પક્ષપાત કરતો નથી. પરંતુ જે ભક્તો પ્રેમપૂર્વક મારી ભક્તિ અને આરાધના કરે છે, તે મારો ભાગ બને છે અને હું પણ એ ભક્તજનોમાં સમાયેલો છું.
श्री गीता जी के अध्याय-12 के श्लोक 13-14 के अनुसार-
“अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥”
– गीता 12.13
“सन्तुष्टः सततं योगी यतात्मा दृढ़निश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥”
– गीता 12.14
અર્થાત - મારો જે ભક્ત કોઈ પણ જીવંત પ્રાણી પ્રત્યે દ્વેષભાવ રાખતો નથી, પણ બધાના કરુણાસભર મિત્ર તરીકે વર્તે છે! જે પોતાને સ્વામી નથી માનતો અને ખોટા અહંકારથી દૂર રહે છે! અને જે સુખ-દુઃખ જેવી તમામ પરિસ્થિતિઓમાં સમતા રાખે છે.
સામેવાળી વ્યક્તિ થી નફરત કરનાર, ઈર્ષ્યા કરનાર, હંમેશા અસંતુષ્ટ રહેનાર, ગુસ્સાવાળો, હંમેશા શંકાશીલ સ્વભાવનો, જે બીજા પર આશ્રિત છે, આવા છ પ્રકારના વ્યક્તિઓ હંમેશા દુખી રહે છે.
ગણા જુના સમયની વાત છે. કાશીમાં ઘણાં વર્ષો સુધી સાથે રહીને બે પંડિતોએ ધર્મ અને શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. શિક્ષણ પૂરું થયા પછી બંને વિદ્વાનો પોતપોતાના ગામ તરફ જવા લાગ્યા. ત્યારે વાહનવ્યવહારના સાધનો ન હતા, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘણા દિવસો લાગતા હતા. લોકો દિવસે ચાલતા હતા અને રાત્રે આરામ કરતા હતા, આ બંને પંડિતો પણ એવું જ કરતા હતા. તે કાળ હજુ રામકાળ જેવો હતો. તે વખતે રહેવાની સરાઈ (હોટેલ) કે જમવાની વ્યવસ્થા ન હતી. લોકોને ગામ ના શ્રીમંત શેઠ ને ત્યાં મહેમાન ઘર માં ઉતારો મળતો. આમ તેઓ બન્ને બંને શહેરના સૌથી ધનિક માણસ સાથે રોકાયા. શેઠે તેમના રહેવાની વ્યવસ્થા કરી અને પછી પોતાના લોકોને કહ્યું કે બંને મહાનુભાવો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે.
દરમિયાન, સમય મળતાં, ધનિક વ્યક્તિ બંનેની નજીક ગયો અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યો. ધનવાન અનુભવી હતો. તેને ખબર પડી કે બંને પંડિતોમાં ઘણો ઘમંડ છે, સાથે જ બંને એકબીજાને મૂર્ખ માને છે. તેણે બંને સાથે અલગ-અલગ ઓરડામાં બોલાવી વાત કરી અને એકબીજા વિશે પણ પૂછ્યું. જે જવાબો મળ્યાં એ ધનિક માણસને દુઃખી કરી નાખ્યો. તેણે મનમાં વિચાર્યું, કે બંને વર્ષો સુધી ભણીને કાશી જેવી જગ્યાએ આવ્યા છે. પણ એકબીજાને પરસન્માન આપતા શીખ્યા નહીં.
જોકે જમવાનો સમય થઈ ગયો હતો. શ્રીમંત માણસે આદરપૂર્વક બંનેને ભોજન ખંડમાં બોલાવ્યા. એક થાળીમાં ઘાસચારો અને બીજી થાળીમાં ભૂસું પીરસવામાં આવતું. આ જોઈને બંને પંડિતો ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને કહેવા લાગ્યા કે શું આપણે પશુઓ છીએ જે આ ચારો ખાઈશું અને ભૂખ્યા રહીશું? તમે અમીર બનીને અમારું અપમાન કરો છો. આ લક્ષ્મી દ્વારા સરસ્વતીનું અપમાન છે! આના પર તેણે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, ‘ એકને થાળીમાં ચારો પીરસવામાં આવ્યો છે અને બીજાને ભુશું, તે મારી ભૂલ નથી.
જ્યારે મેં તમારામાંથી એકને બીજા વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તેતો બળદિયો છે. બીજી તરફ, જ્યારે પ્રથમને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેતો ગધેડો છે. તમે બંનેએ એકબીજાને બળદ અને ગધેડો કહ્યું, તેથી મેં તે મુજબ થાળીમાં ચારો અને ભૂખ્યાઓને પીરસ્યા. આ સાંભળીને બંને જ્ઞાનીઓની આંખો ખુલી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.
માણસ ને જેટલી આત્મ સન્માનની ભૂખ હોય છે તેટલુંજ પર સન્માન બીજા માટે હોવું જોઈએ. આત્મસન્માન અને પરસન્માન મળી મનુષ્યનું ગૌરવ નિર્માણ થશે. ત્યારબાદ જ ઈર્ષા નું નિર્મુલન થશે.
અને પરસન્માન ત્યારે થશે જયારે તેની સાથે મારૂ દૈવી સગપણ થશે.
કોઈની ઈર્ષ્યા કરવાથી, વ્યક્તિ તેને નુકસાન પહોંચાડી શકતો નથી, પરંતુ તે ચોક્કસપણે તેની ઊંઘ અને તેની ખુશી અને સંતોષ ગુમાવે છે.
ઈર્ષા પર કેટલીક શાસ્ત્રીય અને નૈતિક શિક્ષણ આપતી 10 સુભાષિતો અહીં આપવામાં આવી છે:
इर्ष्यायाः परमो दुःखम्।
ઈર્ષા સૌથી મોટું દુઃખ છે. (ઈર્ષા કરી એ વ્યક્તિને માત્ર દુઃખ અને અસંતોષ જ મળે છે.)
इर्ष्यायाः परनाशाय स्वनाशाय च शत्रवे।
ઈર્ષા અન્યના નાશ માટે હોય છે, પણ અંતે પોતાનાં નાશનું કારણ બને છે.
यथा दीपो विनाशाय स्नेहस्य कृमिराशये। तद्वद् विनाशकारणं लोभः स्नेहश्च।
જેમ માટીનો દીવો તેલને નાશ પામે છે, એમ જ ઈર્ષા મમતા અને પ્રેમને નાશ પામે છે.
परस्य दुःखस्य सुखं येषां, ते जनाः परपीडनं प्रियं।
જેઓ બીજા ના દુઃખમાં આનંદ મેળવે છે, તે લોકો પાપના માર્ગે ચાલે છે.
असन्तोषः परं दुःखं यः तु संतोषतः सुखं। इर्ष्यायाः विपरीतं तु यत्।
અસંતોષ એક મહાન દુઃખ છે, સંતોષમાં સુખ છે. ઈર્ષા ત્યાગવામાં આનંદ છે.
अभीष्ट वस्तु प्राप्तेषु न स्वार्थो न परः सुखः। इर्ष्यालुः केवलं कष्टं नित्यमेव प्रकर्षति।
ઈર્ષાળુ વ્યક્તિને પોતાના કામનું સુખ પણ નથી મળતું; તેને હંમેશાં દુઃખ જ પ્રાપ્ત થાય છે.
परस्पर इर्ष्यया सर्वे नष्टाः।
પરસ્પરની ઈર્ષા તમામનો નાશ લાવે છે.
इर्ष्यां त्यज, संतोषं वर्धय, समत्वं पालय।
ઈર્ષા છોડી સંતોષ અને સમતા બનાવો; આ જીવનમાં આનંદ લાવે છે.
संतोषे वर्धते सुखं, इर्ष्यायाः नाशो जायते।
સંતોષમાં સુખ વધે છે અને ઈર્ષા નાશ પામે છે.
इर्ष्यालुः स्वयमेव विनाशाय।
ઈર્ષાળુ પોતાનો નાશ પોતે જ કરે છે.
આ સુભાષિતો આપણને સમજાવે છે કે ઈર્ષા અસંતોષ અને દુઃખનો કારણ છે, અને આપણે ઈર્ષાને દૂર રાખવી જોઈએ.
· ચાણક્ય: "ઈર્ષા એવી આગ છે કે જે પહેલા ઈર્ષા કરનારને જ ભસ્મ કરે છે."
· એલબર્ટ આઈન્સ્ટાઈન: "અમે બધાના માટે જે થાય છે તેમાં આનંદ માણીએ અને જીવવા માટે ખાલી એકવાર મળેલા સમયનો લાભ ઉઠાવીએ. ઈર્ષા માત્ર વેર અને દુઃખનું કારણ છે."
· વિલિયમ પેન: "ઈર્ષા પોતાને જ ઘાયલ કરે છે, તેનાથી બીજાને કંઇ નુકસાન થતું નથી."
· બુદ્ધ: "તમે ઈર્ષા અને ઘૃણા વિના પૂર્ણ હૃદયથી ખુશી પામો, તે સૌથી મોટું આનંદ છે."
· મહાત્મા ગાંધી: "ઈર્ષા વ્યક્તિને અંદરથી ખાઈ જાય છે, તે એવા ઝેર જેવી છે જે તમે જ પીતા હો અને આશા રાખતા હો કે બીજાને નુકસાન થશે."
· એલિઝાબેથ I: "ઈર્ષા તણાવ અને દુઃખને મજબૂત બનાવે છે, અને પ્રેમ અને મિત્રતાને નબળા કરે છે."
· ઓસ્કાર વાઈલ્ડ: "દરેક માણસ ઈર્ષા અને કળેશથી પીડાય છે, પરંતુ કોઈને એના વિરુદ્ધ કામ કરવું નથી ગમતું."
· એલેન્ડર પોપ: "ઈર્ષાળુ વ્યક્તિ માટે અન્યના સુખનો આનંદ માફક દુઃખ છે."
· હેન્રી ફોર્ડ: "ઈર્ષા અને વિદ્વેષ જેવી નબળાઈ વ્યક્તિને આગળ વધતી રોકી શકે છે."
· એપિકટેટસ: "ઈર્ષા એ તે છે કે જ્યારે તમે બીજાની સંપત્તિ અને સુખ જોઈને દુઃખી થાવ. તમારા જીવનને તમારી રીત મુજબ જીવવાનું શીખો."