સમસ્યા અને સમાધાન Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમસ્યા અને સમાધાન

 

 

ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ અંદરના ભાગ માં રહેતા હતા. તે લોકોની વચ્ચે રહીને કંટાળી ગયા હતા. કારણ દરેક વખતે લોકો જ્ઞાન લેવાને બદલે કાઈ ને કાઈ માંગવાનું જ ચાલુ રાખતા. કોઈને છોકરો જોઈએ, તો કોઈ લગ્ન માટે,..... ને પૈસા માટે તો બધાજ.

તેથી હવે ભગવાનની ભક્તિ કરીને સાદું જીવન જીવવા માંગતા હતા. પરંતુ તેમની ખ્યાતિ એટલી હતી કે લોકો દુર્ગમ પહાડો, સાંકડા રસ્તાઓ, નદી-ધોધ પાર કરીને પણ તેમને મળવા માંગતા હતા, તેઓ માનતા હતા કે આ વિદ્વાન સિદ્ધ પુરુષ  તેમની દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેમના આશીર્વાદ મળે કે બેડો પાર. અથવા કોઈ માર્ગ દેખાડે એટલે સમસ્યા નું સમાધાન મળે.

ગણી જગ્યા બદલાવ્યા પછી આ વખતે પણ કેટલાક લોકો તેને શોધતા શોધતા તેની ઝૂંપડીમાં આવ્યા હતા. સિદ્ધ પુરુષે તેમને રાહ જોવા કહ્યું. ત્રણ દિવસ વીતી ગયા, બીજા પણ ઘણા લોકો ધીરે ધીરે ત્યાં પહોંચી ગયા. આમ જ્યારે લોકો માટે જગ્યા ઓછી પાડવા લાગી, ત્યારે મહાત્માએ કહ્યું, "આજે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, પરંતુ તમારે વચન આપવું પડશે કે અહીંથી ગયા પછી તમે કોઈને આ સ્થળ વિશે કહેશો નહીં. જેથી આજ પછી હું એકાંતમાં રહીને મારો ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ કરી શકું…..ચાલો તમે તમારી સમસ્યાઓ કહો.”

સંસ્કૃત માં એક શુભાષિત છે

सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्

આપણે જે દુઃખ અનુભવીએ છીએ તે આપણા હાથમાં નથી. પરંતુ સુખ મેળવવું હંમેશા આપણા હાથમાં છે

        આપણું સુખ અને દુખ આપણા હાથમાં છે. જે સમાધાન થી બહાર આવી શકીએ છીએ.

 

ત્યાર બાદ  બધાએ પોત પોતાની સમસ્યા કહેવાનું શરૂ કર્યું, એક એક કરીને બોલવાની સરુઆત કરી. પરંતુ એક માણસ થોડા જ શબ્દો બોલ્યો કે વચ્ચે કોઈ અન્ય વ્યક્તિએ તેની વાત કહેવાનું શરૂ કર્યું. બધા જાણતા હતા કે આજ પછી તેને ક્યારેય પંડિતજી સાથે વાત કરવાનો મોકો નહીં મળે; તેથી જ તેઓ બધા શક્ય તેટલી વહેલી તકે તેમની વાત કરવા માંગતા હતા. થોડી જ વારમાં ત્યાંનું દ્રશ્ય માછલી બજાર જેવું બની ગયું અને અંતે સિદ્ધ પુરુષે બૂમ પાડવી પડી, “કૃપા કરીને શાંત થાઓ! તમારી સમસ્યા એક પત્રિકા પર લખો અને મને આપો.

દરેકે પોતપોતાની સમસ્યાઓ લખી અને આગળ વધ્યા. સિદ્ધપુરુષે બધાના પરચા લીધા અને એક ટોપલીમાં ભેગા કરી કહ્યું, "આ ટોપલી એકબીજાને પરસ્પર લઇ જાઓ. દરેક વ્યક્તિ એક કાપલી ઉપાડીને વાંચશે. તે પછી તેણે નક્કી કરવાનું છે કે શું તે તેની પોતાની સમસ્યાને આ કાગળમાં લખેલી બીજાની સમસ્યાથી બદલવા માંગે છે?”

દરેક વ્યક્તિ કાગળ ઉપાડતો, બીજાની સમસ્યા વાચતો અને ડરી જતો. એક પછી એક બધાએ કાપલીઓ જોઈ, પણ કોઈ પોતાની સમસ્યાના બદલામાં બીજાની સમસ્યા લેવા તૈયાર નહોતું. દરેક વ્યક્તિ વિચારતો હતો કે પોતાની સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, પરંતુ તે અન્ય લોકોની સમસ્યા જેટલી ગંભીર નથી. બે કલાક પછી દરેક જણ તેમની કાપલી હાથમાં લઈને પાછા ફર્યા, ખુશ હતા કે તેમની સમસ્યા એટલી મોટી નથી જેટલી તેઓ વિચારતા હતા.

આજે રામાયણ વાચતા સીતામાતા નો રામ માટેનો પ્રેમ અનુભવે તો જ્ઞાન થાય કે આપણે ૧૪ વરસનો વનવાસ તો નથી. જીવનમાં સંગર્ષ આવ્યા પછી પણ માણસ આંનદ થી રહી સકે છે. જો તે સાચી ભક્તિ સમજ્યો હોય તો. જેમ રડતું છોકરું માં મળતા તેનું રુદન શાંત થઇ જાય છે તેમ માણસ પ્રભુ ના સાનિધ્યમાં આવતા તેની સાથે સંબંધ બાંધતા તેનું રુદન પણ આંનદ માં પરિવર્તન થાય છે. 

આ આત્મજ્ઞાન સાથે બધાની સમસ્યાઓ ખતમ થઇ ગઈ.

સુખ છે એક ઝરમર લહર,
દુઃખ છે વહેતો માવઠું ભર.
એક બીજાના અંગમાં વણાયેલા,
જીવનના તાણે છે જડાયેલા.

સુખ આવે તો ગર્વ થાય,
દુઃખ આવે તો મન હચમચાય.
પણ બંને છે આ જીવનું આભરણ,
સમજવું છે તેનું ગૂઢ સમાધાન.

સુખની પળો છે શાંતિનો શ્વાસ,
દુઃખ એ જીવનના પાઠનો વાસ.
બંને છે गुरુ, સાહસ શિખવાવે,
વિશ્વાસમાં ડૂબીને જીવન ચલાવાવે.

હવે નયન ખોલી જોવાનું છે,
સુખ-દુઃખને સમાન માનવાનું છે.
આવેગથી દૂર એક તટ પર,
સમાધાન મળે અંતરમાં નિશ્ચિતતામાં સર.

યહ મીઠું શીખણું જીવનનું,
સુખ-દુઃખને જોવું સમમાનથી,
તમે કદી હારશો નહીં આશાથી,
મોક્ષ છે તમારું જીવનનું માનથી.