શ્યામ રંગ....લગ્ન ભંગ....5 Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામ રંગ....લગ્ન ભંગ....5

ભાગ-5

કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત તો દરેક દિવસ છેલ્લો દિવસ હોય એ રીતે આ દિવસો નો આનંદ લે.દરેક દિવસ ને દિલથી જીવે,મનમા ભરીને નહીં.આરાધના એ પણ હવે તો પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી દીધી છે.ગમતી પ્રવૃત્તિઓ માં જોડાતા ક્યારેક ક્યારેક થોડુ થોડુ હસ્યા કરે.ખરેખર, આરાધનાનો હસતો ચહેરો જાણે પૂનમના ચાંદ જવો ચળકતો અને શીતળતા આપતો હોય તેવો લાગે.આરાધનાને નાનપણમાં ગાયન અને વાદન નો ખૂબ શોખ હતો પણ ભણવામાં ધ્યાન દેવાના ચક્કરમાં છોડી દીધેલુ.અનંતના સાથથી આરાધનાએ ફરી સંગીત ને હાથ અડાડ્યો હતો.સંગીત માણસના મન અને આત્મા માટે એક દવાની જેમ કામ કરે છે એ વાત આરાધનાની સાથે સાચી પડી હતી.સંગીતે ફરીથી આરાધના અને તેના હ્રદય ને ધબકતા શીખવ્યુ હતુ.આ બધુંજ જોઈ અનંત પણ ખુશ હતો કે ચલો, તેની દોસ્તે ફરીથી શ્વાસ લેવાનુ શરૂ તો કર્યુ.કઈક ગમતુ કામ કરશે તો તે ઓટોમેટિકલી ખુશ રહેશે અને પોતાની કરીયર વિશે પણ થોડુ વિચારતી થશે.તેના શરીરની ચામડીના રંગને લીધે તેણીએ તેના મગજમાં અમુક વિચારોને જકડી રાખ્યા છે તેને કારણે તેનુ જીવન જાણે થંભી ગયુ હોય તેવા હાલ કરી નાખ્યા છે પોતાના. લોકોને મળશે તો વિચારોમાં પણ વૈવિધ્ય આવશે.આરાધનાનુ પરફોર્મન્સ મ્યુઝિકમા ખૂબ જ સારુ હતુ.હવે મ્યુઝિક તેની આત્માનો ખોરાક બની ગયો હતો.
            એવામાં નવલા નોરતાના દિવસો આવ્યા. રંગબેરંગી ચણિયાચોળી અને ઝભ્ભાઓએ તો આખી કોલેજને રંગીન બનાવી હતી અને આરાધના પણ ખૂબ ઉત્સાહિત હતા. આરાધના તો સંગીતની જ માણસ હતી .કોલેજ કેમ્પસમાં બધા કોલેજીયન રાત્રે માતાજીના ગરબા ગાવા અને રમવા ભેગા થાય.બધાજ યુવા હૈયાઓ પોતાના મિત્રો સાથે માતાજીની આરાધના ગરબાની મજા માણે અને તેમાથી અનંત અને આરાધના પણ બાકાત ન હતા.
            આમ, તો આખી કોલેજ આરાધનાને મજાકમા "Black cat" કહીને બલાવતા પરંતુ આ નવલા નોરતા ના પહેલા જ દિવસથી અનંતે એક વાત ધ્યાને આવી હતી, કોઈ -અમન - નામનો કોલેજ સ્ટુડન્ટે આરાધનાની આજુબાજુ ચક્કર મારવાનુ શરૂ કર્યુ હતુ . અમન આરાધનાની નજીક આવવાની પૂરી કોશીશ કરતો.ક્યારેક તે આરાધનાને ખૂબ અજીબ રીતે જોયા કરતો અને આરાધનાને પોતાની તરફ ખેંચવાની કોશીશ પણ કરતો.રાતના અંધકારનો તે ફાયદો ઉઠાવતો , કોઈ જોઈ પણ ન જાય એ રીતે આરાધનાને પરેશાન કરવાની કોશીશ કરતો.પણ, અનંત આરાધનાનો પડછાયો બની ધ્યાન રાખતો.
              એક વખત અનંતે આરાધના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે તેણીએ અમનથી દૂર
રહેવુ જોઈએ.આરાધનાને ઘણી વખત સમજાવવાની કોશિશ પણ કરી કે ,અમન એક બિગડે બાપ કી બિગડી ઔલાદ છે.આવા છોકરાઓ સીધી સાદી અને ભોળી છોકરીઓ ને પોતાની જાળમા ફસાવે અને પછી તેનો ફાયદો ઊઠાવાની કોશિશ કરે .આવા છોકરાઓ ની વિચાર સરણી પણ નિમ્ન કક્ષાની હોય છે. આરાધનાએ અમન વિશેની હકીકત જાણ્યા વગર તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં.આ વિશ્વાસ અને પ્રેમ ખરેખર આંધળા જ સાબિત થાય છે.

        અનંતની આવી વાત સાંભળતા જ આરાધનાએ અનંત પર ગુસ્સો કરવાનુ શરૂ કરી દીધુ.આરાધનાએ અનંતને ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે તે હવે મોટી થઈ ગઈ છે અને અનંતે તેણીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાંભળી અનંતને દુઃખ થયુ.પણ અનંતે વિચાર્યુ કે તે હવે માત્ર દુરથી આરાધનાને અમન કોઈ હાની ન પહોચાડે તેનુ ધ્યાન રાખશે કારણ કે આરાધના સાવ ભોળી છોકરી હતી.કોઈ આરાધના ના ભોળપણનો ફાયદો ઊઠાવી ન જાય તેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી હત઼ુ.જો તે ,આરાધનાને કઈ કહેશે તો આરાધના ઊંધુ જ સમજશે.
       બન્ને મિત્રો વચ્ચે હવે અબોલા છે, આરાધના અનંતની વાતને સમજી શકી નથી...આગળ આ મિત્રતા શું વળાંક લે છે, એ તમારે પણ જાણવુ છે તો વાંચતા રહો....શ્યામ રંગ...લગ્ન ભંગ......ભાગ 6