Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જીવન એ કોઈ પરીકથા નથી - 6 ( છેલ્લો ભાગ )

"જીવન એ કોઈ પરીકથા નથી"
( સાત હપ્તાની ટુંકી ધારાવાહિક)
( ભાગ -૬ છેલ્લો ભાગ)

મમ્મી કાયમ કહેતી હતી કે જીવન એ કોઈ પરીકથા નથી.
જીવનની વાસ્તવિકતા સ્વીકારવી પડે.
હા..સ્વપ્નો જોવા જ જોઈએ.
સ્વપ્ન ક્યારેક હકીકત બની જતા હોય છે.

મમ્મીએ કહ્યું કે પરીકથા લખાય. લખવામાં વાંધો નથી.પણ ખોટા સ્વપ્નમાં વિહાર કરાય નહીં.

બસ પરીકથા લખતો હતો. જીવનને સમજવાની કોશિશ કરતો હતો.

મમ્મીના મૃત્યુને ત્રણ વર્ષ વિતી ગયા.

મમ્મીના ફોટા સામે જોઈને મમ્મીની શીખામણો યાદ કરતો હતો. એમણે કહેલી શીખામણ મુજબ જીવવા કોશિશ કરતો હતો.

એટલામાં મધુર અવાજ આવ્યો.

મમ્મીને યાદ કરો છો? યાદ આવે જ. મમ્મી એટલે મમ્મી.

હા.. કાવ્યા.. મમ્મી એટલે મમ્મી. યાદ આવે જ ને.

કાવ્યા એટલે મારા જીવનમાં આવેલી પરી.
અરે પરી કરતા પણ વિશેષ.
એ આવી અને મારું જીવન બદલાઈ ગયું.
જે દિવાલો મને ખાવા દોડતી હતી એ મને આજે હસતી દેખાય છે.
પરીનું એક સ્મિત મારા જીવનમાં પરિવર્તન લાવ્યું.

મેં કાવ્યાને કહ્યું.. તું મારા જીવનમાં આવી એટલે મારામાં પરિવર્તન આવ્યું. દુઃખના દહાડા ઓછા થયા ને સુખના દહાડા શરૂ થયા.

કાવ્યા પણ ઓછી નહોતી.
સ્મિત કરતા બોલી.. વડિલોના આશીર્વાદના કારણે જ. ખાસ કરીને મમ્મીના. 

હું બોલ્યો.. હા તારી વાત સાચી છે. મને ખબર છે કે મમ્મીના મૃત્યુના ત્રણ મહિના પુરા થયા હતા. એ રવિવારનો દિવસ હતો. હું મમ્મીના ફોટાને જોઈને એમની વાતો અને શીખામણો યાદ કરતો હતો. એ દિવસે જ તું મારા ઘરે પહેલી વખત આવી હતી.

તરતા જ કાવ્યા બોલી.. તમે ભૂલી જાવ છો. એ આપણી પહેલી મુલાકાત નહોતી પણ બીજી મુલાકાત હતી. તમને પહેલા પણ કહ્યું હતું. એ દિવસે હું હેમા દીદી સાથે તમારા ઘરે આવી હતી. હેમાએ પહેલા મને વાત નહોતી કરી કે તમારા ઘરે જવાનું છે. પણ પછી રસ્તામાં કહ્યું કે રમા આંટી ના મૃત્યુ પામે ત્રણ મહિના થયા હશે. મારો સમીર એકલો છે. એનું દર્દ ઓછું કરવા માટે જવું છે. તું મારી સાથે આવ. પણ એ વખતે સમીર કોણ એ મને ખબર નહોતી. મેં કહ્યું કે તારા ઓળખીતા હોય એને હું ના ઓળખું. તો હેમાએ કહ્યું કે એક વખત મળ એટલે આપોઆપ ઓળખાણ થશે. બહુ સારો છોકરો છે. તારા લાયક પણ છે. તું નાની હતી ત્યારે એને મળી હતી ‌ એ વખતે કેટલો ક્યૂટ લાગતો હતો. મને યાદ નહોતું પણ પછી હેમા દીદી એ યાદ કરાવ્યું હતું.

મને યાદ આવી ગયું..

મારા ઘરે હેમા સાથે એક સુંદર છોકરી આવી હતી. હેમાએ પરિચય કરાવ્યો હતો કે આ કાવ્યા છે. કોટા, રાજસ્થાનમાં રહેતી મારી માસીની છોકરી. હવે મારા માસી પણ આ શહેરમાં રહેવા આવી ગયા છે. ને તને યાદ હોય તો બચપણમાં ઉનાળાના વેકેશનમાં આ કાવ્યા માસી સાથે મારા ઘરે આવી હતી પછી તારા ઘરે રમવા માટે એને સાથે લાવી હતી.

મને યાદ આવી ગયું હતું.. એ વખતે કાવ્યા લોલીપોપ ખાતા ખાતા આવી હતી. બહુ નાનકડી અને બટકી હતી.

હેમાએ કહ્યું કે એ મારાથી એક વર્ષ નાની છે. પણ હવે એની હાઈટ મારા જેટલી જ છે.

પછી શું હેમાએ મને પ્રોમિસ આપ્યું હતું.
એણે મારા માટે એક સુંદર પરી કાવ્યા શોધી કાઢી.

હેમાએ જ બધો કારભાર સંભાળી લીધો. માસા માસીને રાજી કરી લીધા. કાવ્યા તો તૈયાર જ હતી.
એક વર્ષમાં મેરેજ કરી લીધા.

કાવ્યા બોલી.. તમને બધું યાદ છે.પણ એટલું જાણજો કે જીવન એ કોઈ પરીકથા નથી. હું પરી નથી. હાઉસ વાઈફ છું.
સાંજે હેમા દીદી અને ધર્મેશ જીજાજી આવવાના છે તો શું જમવાનું બનાવું?

ઓહ્.. સારું થયું તેં યાદ કરાવ્યું. આપણે સાંજે હોટલમાં જમવા જઈએ તો.

ના..ના.. તમને હોટલનું જમવાનું ફાવતું નથી. પછી તમારું પેટ બગડે એટલે હું હેરાન થવાની. હું જ બનાવીશ. હેમા દીદી મને મદદ કરશે. હેમા દીદી ટેસ્ટી જમવાનું બનાવે છે.

હા.. આપણે એમના ઘરે જમી આવ્યા છીએ.

તો બોલો આજે તમે કોઈ પરીકથા લખવાના છો? સોમવારે સુધીમાં મોકલી દેવાની હશે.

હા.. સાંજ સુધીમાં લખીને ઈમેલ કરીશ. જીવન એ કોઈ પરીકથા નથી.
- કૌશિક દવે