જીવન એ કોઈ પરીકથા નથી - 1 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

જીવન એ કોઈ પરીકથા નથી - 1

જીવન એ કોઈ પરીકથા નથી 
( ટુંકી ધારાવાહિક)

આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે.
સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો.
એની આંખોમાંથી આંસુની ધાર આવવા લાગી.પણ એ આંસુ લુછનાર બીજો કોઈ નહોતો.‌આખરે એણે હાથ રૂમાલ લીધો અને આંસુ લુછી નાંખ્યા. દિલાસો આપનાર કોઈ નહોતું. સગાંવહાલાં પણ મમ્મીના ગયા પછી એક પછી એક ભૂલતા ગયા.

સમીર સોફા પર બેસીને મમ્મીને યાદ કરે છે.
મમ્મી કહેતી હતી કે સમીર બેટા,જીવનને સિરિયસ લે. જીવન એ કોઈ ખેલ નથી. આ જમાનામાં જીવવું અઘરું છે.એ પણ એકલા જ. આ તારા પપ્પાને ગયે ત્રણ વર્ષ થઈ ગયા. તારા પપ્પા ના સગા પહેલા આપણા ઘરે નિયમિત આવતા હતા પણ હવે ધીરે ધીરે બધાએ ઓછું કરી દીધું હતું. પપ્પાની કાકાની દીકરી દર રક્ષાબંધન પર ઘરે રાખડી બાંધવા આવતી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી એ પણ આવતી નથી. તારા પપ્પા ના ગયા પછી એ ફક્ત બે વખત જ આપણા ઘરે આવી હતી.
આપણી સાથે લોકો જે વ્યવહાર કરે છે એ સમજવો જરૂરી છે. ઘરની એક વ્યક્તિ પણ ઓછી થઈ જાય તો ઘર સુનું સુનું લાગે છે. હવે હું કેટલો વખત જીવવાની છું. મને લાગતું નથી કે હું વધુ દિવસો કાઢી શકું. હવે તારે તારા જીવન પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. તું ૩૦ વર્ષ નો થયો પણ હજુ સુધી તું લગ્ન કરવા તૈયાર નથી. તને માંડ માંડ સમજાવ્યો હતો પણ નિષ્ફળતા. હવે તું તારી પરીકથામાંથી બહાર આવ. ખોટા સ્વપ્નમાં ના રહે. તું નાનો હતો ત્યારે તને પરીકથા કહેતી હતી પણ એમાં પણ છેલ્લે એક શીખ જેને તું મેસેજ કહે છે એ આવતો હતો છતાં તું કંઈ શીખી ના શક્યો. તું વેળાસર લગ્ન કરી લે. એકલું જીવવું કઢીન છે.

સમીરને મમ્મીની ઘણી વાતો યાદ આવવા લાગી.

મમ્મી સાચું કહેતી હતી. પણ હજુ સ્થિર થવું છે.પગભર થવું છે એવું કહીને લગ્ન માટે છોકરી જોવાનું ટાળતો હતો.
હા.. મને લખવું બહુ ગમે છે. એમાં પણ પરીકથા લખવી ગમતી હતી.પણ એમાં કોઈ શીખ તો લખતો નહોતો. સાવ મનોરંજન મળે એ રીતે. ને ન્યૂઝ પેપરમાં પણ એ વાર્તા છપાઈને આવતી હતી.

ના..ના.. હવે આ પરીકથામાંથી બહાર આવવું જોઈએ.
પણ કેવી રીતે? હવે પરીકથા લખું તો છેલ્લે એક શીખ લખું. જે મેસેજ વાંચીને જીવનને હળવાશમાં ના લે.

મમ્મી કહેતી હતી કે તું હવે પરીકથામાંથી બહાર આવ.હવે તું નાનો નથી. ત્રીસ વર્ષનો છે. હજુ સુધી તું લગ્ન કરવા માટે તૈયાર થયો નથી. અમારા ગયા પછી તારું ધ્યાન રાખનાર કોણ? તને જીવનમાં સાથ આપનાર કોણ? જલ્દી જલ્દી પણ‌ તું કોઈ છોકરી શોધી કાઢ. 

મમ્મી કહેતી હતી કે તારા માટે છોકરીઓ જોઈ હતી પણ તું જ ના પાડતો હતો.

પણ એક દિવસ મમ્મીએ કહ્યું કે તારા માટે એક સુંદર છોકરી જોઈ છે. તું એક વખત એને જોઈ લે. તને ગમે તો ઠીક છે. હવે મારી તબિયત સારી રહેતી નથી. જિંદગીનો ભરોસો શું? જિંદગી કોઈ પરીકથા નથી. કાલ્પનિક જીવનમાં જીવવાનું ના હોય. વાસ્તવિક જીવન જ માણસને સારું નરસું શીખવે છે. આ રવિવારે છોકરી તને જોવા આવવાની છે. મેં હા પાડી દીધી છે. જો તારા બાપુ રહ્યા નથી. મારા જીવતા જીવ તારી વહુનું મોઢું જોઈ લઉં તો મને શાંતિ મળે.

ને મમ્મી ની મરજી વગર મારું ચાલે નહીં.
કહે છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલે નહીં.
બસ મારા જીવનમાં માતાનું સ્થાન ઈશ્વર સમકક્ષ છે ‌
એટલે આ સમીર છોકરી જોવા માટે રાજી થઈ ગયો.

મમ્મીએ એમના મોબાઈલમાંથી છોકરીનો ફોટો દેખાડ્યો.

ઠીક લાગ્યો. મમ્મીને થોડું એવું કહેવાય કે છોકરી ગમતી નથી. પહેલી વખત કોઈ છોકરી મને જોવા માટે આવતી હતી.
આમે ય મમ્મી એ કહ્યું હતું કે ના ગમે તો ના પાડજે. જોવામાં શું વાંધો. ઘણી વખત ફોટા કરતા નજર સમક્ષ જોઈએ તો સારા દેખાતા હોય છે.

બસ પછી શું..
આપણે રવિવારે તૈયાર થઈ ગયા. પહેલી વખત ઈન્ટરવ્યુ આપવાનો અને લેવાનો.
કહેવાય છે કે અનુભવથી માણસ ઘડાઈ જાય છે. પણ મારા માટે પહેલો અનુભવ.
છોકરીનું નામ નમિતા હતું.
મને એમ કે એ નમણી નાજુક નાગરવેલ જેવી હશે. ફોટા પરથી જજ થતું નહોતું.
જોઈએ હવે આપણું શું થાય છે? 
મારો પહેલો અનુભવ 
અને નમિતાનો?
ભગવાન જાણે..
રૂબરૂ મુલાકાત વખતે ખબર પડી જશે..
સંધ્યા ટાણે આવવાના હતા.
મમ્મી પણ એમની રાહ જોઈ રહી હતી.
ને મમ્મીના ફોન પર કોલ આવ્યો.
બસ અમે પહોંચવા આવ્યા.

એ વખતે પરીકથાઓ લખવાની શરૂઆત જ કરી હતી.
લેખન ક્ષેત્રે પાપા પગલી..
હા.. જોબ તો ચાલું જ હતી..
જોઈએ હવે જીવન પરીકથાથી વિશેષ તો હશે જ..
( ક્રમશઃ)
- કૌશિક દવે