क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा।
क्षमा वशीकृते लोके क्षमयाः किम् न सिद्ध्यति॥
ક્ષમા નબળાઓનું બળ છે, ક્ષમા શક્તિશાળીઓનું આભૂષણ છે, ક્ષમાએ આ જગતને વશમાં કર્યું છે, ક્ષમાથી કયું કાર્ય સિદ્ધ નહીં થઈ શકે?
ક્ષમા માંગે છે બધાં, નથી જાણતું હું શા માટે આજ.
કરે છે નિત્ય પ્રતિ બધાં, સારા-મંદ બધા કાજ.
જો આ જ છે નિયમ તો, હું પણ કરી રહ્યો છું પ્રાર્થના.
ક્ષમા યાચના કરી રહ્યો, ભાવોથી ભરપૂરના.
અજાણ્યામાં બોલી દીધા, જો કડવા શબ્દો હોય.
માફ કરી દેજો હવે, દિલ ખોલીને કોઈ.
હંમેશા પ્રેમ અને સ્નેહનો, પાઠ શીખ્યો છે જીવનમાં.
નૈતિકતા એવી કે, કરું ન કોઈ પર અત્યાચારમાં.
તોય ભૂલથી થઈ જાય, જો તમને થઈ હોય ઠેસ.
સમજો હું નિર્દોષ છું, રાખશો ન મનમાં ક્લેશ.
દુખ પહોંચાડવાનો, નથી કર્યો વિચાર.
સ્નેહ અને સન્માનનો, રાખ્યો છે વ્યવહાર.
નાનકડું છે કામ એ, રાખવું દિલને સ્વચ્છ.
ભૂલ થાય તો માફ કરવું, રાખવું બધાને ક્ષમાસિદ્ધ.
જંગલમાં એક તોફાની વાંદરાની સાથે એક ભેંસ રહેતી હતી. દરરોજ, વાંદરો તેની પૂંછડી ખેંચીને, તેના માથા પર ઠુંડીયા ફેંકીને અથવા ઝાડ પરથી તેની પીઠ પર કૂદીને ભેંસને હેરાન કરતો હતો. ભેંસ વાંદરાની મસ્તીથી કંટાળી ગઈ હતી, પરંતુ તેમ છતાં તેણે ધીરજથી કામ કર્યું. જંગલના અન્ય પ્રાણીઓએ આ જોયું અને વિચાર્યું કે ભેંસ શા માટે વાંદરાને આટલો બધો સહન કરે છે. હાથી ભેંસ પાસે ગયો અને પૂછ્યું, "તું વાંદરાને તેના દુષ્કૃત્યો માટે પાઠ કેમ નથી ભણાવતી?" ભેંસે હાથી તરફ સ્મિત કર્યું અને જવાબ આપ્યો, “મને કેવી રીતે ધીરજ રાખવી તે શીખવવા બદલ હું વાંદરાની આભારી છું. જયારે પાણી માથા પરથી જશે ત્યારે હું તેની નાની યાદ કરાવી દઈશ. હમણાં પણ હું ધારું તો વાંદરાને પાઠ ભણાવી સકું છુ, મારા પણ જંગલમાં ગણા બધા મિત્રો છે.
बंधनं मरणं वापि जयो वापि पराजयः।
उभयत्र समो वीरः वीरभावो हि वीरता।।'
અर्थ એ છે કે બંધન હોય કે મરણ, હાર હોય કે જીત, સચ્ચો વીર તે જ હોય છે જે દરેક પરિસ્થિતિમાં પોતાની વીરતા જાળવી રાખે છે.
ઝાડની ટોચ પર બેઠેલા વાંદરાએ આ સાંભળ્યું અને શરમ અનુભવી અને ડરી પણ ગયો. વાંદરો તરત જ ભેંસ પાસે આવ્યો અને કહ્યું, "માફ કરશો, મારા પ્રિય મિત્ર, મેં તમને જે તકલીફ આપી તે માટે." ભેંસ વાંદરાને જોઈને હસી પડી અને તેઓ સારા મિત્રો બની ગયા.
વાંદરાને ખબર પડી ગઈ કે જો હું કઈ વધારે કરીશ તો મારી ખેર નથી કારણ આ ભેસ ના મિત્રો તેની માટે કશું પણ કરી છુટવા તૈય્યાર છે.
ખુમારી એ નહિ કે તમે બીજાને એના ગુનાહ માટે છોડી દો, ખુમારી એટલે તમારી પાસે તાકાત છે પણ બીજાને તેની બાલીશતા માટે અણ દેખ્યું કરો છો.
સંસ્કૃત માં કહ્યું છે
"वीर भोग्या वसुंधरा"
"વીર ભોગ્યા વસુધરા" નો અર્થ છે કે પૃથ્વી પરના સુખો અને સંપત્તિનો ભોગ કે લાભ માત્ર વીર પુરુષો જ ઉઠાવે છે.
આથી અર્થ થાય છે કે આ દુનિયામાં સફળતા અને વૈભવ મેળવવા માટે સાહસ, શૌર્ય અને સાહસની જરૂર છે.
કાયર અને નિષ્ક્રિય લોકો માટે આ સર્વસાધન ઉપલબ્ધ નથી.
ક્ષમા વીરોનું આભૂષણ છે.
ક્ષમા પવિત્રતાનો પ્રવાહ છે.
ક્ષમા શીલવાનનું શસ્ત્ર અને અહિંસકનું અસ્ત્ર છે.
ક્ષમા પ્રેમનો પહેરવેશ છે.
ક્ષમા વિશ્વાસનો નિયમ છે.
ક્ષમા સર્જનનો સન્માન છે.
ક્ષમાથી વધુ કોઈ પણ વાતમાં પાપને પુણ્યમાં પરિવર્તિત કરવાની શક્તિ નથી.
ક્ષમા દંડ કરતા વધુ પુરુષાર્થ છે.
ક્ષમા કરી દેવું દુશ્મન પર વિજય મેળવવા જેટલું છે.
ક્ષમા મનુષ્યનો અધિકાર છે, તે પ્રાણીઓમાં જોવા મળતી નથી.
સમજવું એટલે છે ક્ષમા કરી દેવું, પોતાને પણ અને બીજાને પણ.
માફ કરવું બહાદુરોનો ગુણ છે.
બદલો લીધા પછી દુશ્મનને ક્ષમા કરવી વધુ સરળ લાગે છે.