દામ્પત્ય જીવનની મીઠાસ Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દામ્પત્ય જીવનની મીઠાસ

દામ્પત્ય જીવનની મીઠાસ

 

जायेदस्तं मधवन्त्सेदु योनिस्तदित्वा युक्ता हरयो वहन्तु। ऋग्वेद ३- ५३ -४

ઘર એ ઘર નથી, પણ ગૃહિણી એ જ ઘર છે. ગૃહિણી દ્વારા જ ઘરનું અસ્તિત્વ છે.

 

અહીં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પતિ-પત્નીનો સંબંધ ફક્ત રામ અને સીતા જેવા હોવા જોઈએ. તેને માટે સામે વાળા પાસે કોઈ અપેક્ષા નહિ પણ પોતાનો વિનય દેખાડવો જરૂરી છે. આવા એક દામ્પત્યની વાત છે.

નવા નવા દંપતી હતા. તેમાંના એક પત્ની તેના પતિને પોતાની છ ખામીઓ દેખાડવા વિનંતી કરે છે. તેણીએ પતિ ને કહ્યું  કે “મારી છ ખામીઓ બતાવો જેથી હું તેને સુધારી સારી પત્ની બની સકું.” આ સાંભળીને પતિ આશ્ચર્યચકિત થઈ ગયો અને મૂંઝવણમાં પડી ગયો. તેણે વિચાર્યું કે હું તેને સરળતાથી 6 વસ્તુઓની સૂચિ આપી શકું છું જેમાં તેને સુધારાની જરૂર છે અને ભગવાન જાણે છે કે તેણીએ મને 60 ખામીઓની સૂચિ આપી શકી હોત જેમાં મને મારી જાતને સુધારવાની જરૂર પડત. આમ તેની ખામીઓ દેખાડવી વ્યર્થ છે.

પરંતુ પતિએ તેમ ન કર્યું અને કહ્યું - 'મને તેના વિશે વિચારવાનો સમય આપ, હું તને સવારે જવાબ આપીશ.’

પતિ બીજા દિવસે વહેલી સવારે ઓફિસે ગયો અને ફૂલવાળાને બોલાવ્યો અને તેની પત્ની માટે છ ગુલાબની ભેટ મોકલવા કહ્યું, જેની સાથે આ પત્ર જોડાયેલ હતો, " જેને સુધારવાની જરૂર હોય તેવી હું તારી છ ખામીઓ જાણતો નથી. તું જેવી છે તે હું પ્રેમ થી સ્વીકારું છુ અને જેવી છો          એવી મને તું ગમે છે."

તે દિવસે સાંજે જ્યારે પતિ ઓફિસેથી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની દરવાજા પર ઉભી તેની રાહ જોઈ રહી હતી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, કહેવાની જરૂર નથી કે તેના જીવનની મીઠાશ કંઈક અંશે વધી ગઈ હતી. પતિ પણ ખૂબ જ ખુશ હતો કે તેની પત્નીના આગ્રહ છતાં તેણે તેની છ ખામીઓની યાદી આપી ન હતી.

પતિએ તે ક્ષણે જ વિચાર્યું હતી હું કદાચ તેની ખામી દેખાડત તો તે જરૂર સુધારત ને મારી પાસે પણ તેવી વળતા અપેક્ષા રાખત. ભવિષ્યમાં વાત વધતીજ જાત. અંત હીન વાત બની જાત.

જેવું છે તેવું સ્વીકારવાની વાત.  

તેથી જીવનમાં શક્ય તેટલી પ્રશંસા કરવામાં કંજૂસાઈ ન કરો અને ટીકાથી દૂર રહેવામાં જ શાણપણ છે. જીવનની આ આવડત નો પ્રયત્ન કરવો જોઈએ. જો યુદ્ધ તમારા પ્રિયજનો સાથે છે, તો પછી તમારે ગુમાવવું પડશે.

હમસફર શું છે, એ વૃદ્ધાવસ્થાએ સમજાવ્યું,
જ્યારે સમયના પડછાયા સાંજમાં સમાયું.
જિંદગીની ગલીઓમાં ક્યાંક એક સાથ મળ્યો,
વરસે ત્યાગનો વરસાદ અને પ્રેમ ઝળહળ્યો.

જવાનીએ જોતી મીઠી સપનાની કથા,
પણ વૃદ્ધાવસ્થાએ બતાવી સહેજ સહાનુભૂતિની ગથા.
હાથમાં હાથ રાખી ચાલતાં રહેવું શીખાવ્યું,
હમસફર એ સાથ છે, એમ અંતે સમજાયું.

વાતો નહીં, શાંતિનો એક મૌન ભાષ્ય,
હૃદયનું એકમેક માટે હોય અભ્યાસ.
સુખમાં હાસ્ય અને દુઃખમાં શ્રદ્ધાનો આભાસ,
સાચો હમસફર જીવનનો સાદ છે ખાસ.

જે ના જુએ રૂપ કે ધનનો આકાર,
પણ દિલથી જોડે સંબંધનો તાર.
જ્યાં બધા સંબંધો થઈ જાય સૂનાનાં સાથી,
હમસફર એ છે, જે રહે હંમેશાં નઝદીક.

વૃદ્ધાવસ્થાની નિષ્કળંક આભા,
હમસફર છે ત્યાગની અને શ્રદ્ધાની માળા.
જીવનભરનો સંગાથ છે જેમાં મીઠો ઠાર,
હમસફર શું છે, હવે ખબર આવે પણ સાથ છે બીજું કુછ નહીં જોવાલાયક સાર.

 

यत्र नार्यास्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रा फला: क्रिया: ॥ मनु. ३-५६

 

જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં તેનું સન્માન ન થાય ત્યાં પ્રગતિ અને પ્રગતિની તમામ પ્રવૃત્તિઓ નિરર્થક બની જાય છે.