મારો પહેલો પ્રેમ , શું તે ડાકણ છે? kayal King દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પહેલો પ્રેમ , શું તે ડાકણ છે?

       કાળી રાત અને આકાશ માં દેખાતા તારાઓ સાથે શ્રાપિત જગ્યા ઉપર રખડતા , હેરાન કરતા પ્રેતો , જીન , સુડેલ અને અદ્રશ્ય શક્તિઓ નો પ્રભાવ જ્યાં ત્યાં જોવા મળતો હોય છે .


     આજના સમયમાં તંત્ર , મંત્ર , ળી વિદ્યા નો વધારે પ્રયોગ થાય છે, તેના કારણે આ દ્રશ્ય આત્માઓ તે સ્થળ કે સમય માં બંધાઈને રહી જતિ હોય છે.


   આજથી થોડા વર્ષો પહેલા હું કાયલ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો , અમારી સ્કૂલમાં ઘણા સમય માટે નિમંત્રણ પત્ર આવ્યો , અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને રણ ઉત્સવ કચ્છ 2019 માં ભાગ લેવા જવાનું થયું .

   

     અમારા સ્કૂલમાંથી એક સાહેબ અને 20 વિદ્યાર્થી જવાના હતા , તેમાં હું અને મારા ત્રણ મિત્રો અજય યોગેશ નીતિન પણ હતા . અમે ભાવનગર થી પહેલી વાર કચ્છ જવાના હતા , સવારમાં અમે બસમાં ભાવનગર થી રવાના થયા અને સાંજ સમયમાં ત્યાં કચ્છ ના એક રહેવાના સ્થળે પહોંચી ગયા .

તે સ્થળ ખૂબ જ વિચિત્ર હતું. આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ રહેવા લાયક સ્થળ ન હતું, તે હોટેલની બાજુમાં એક નાનો એવો બગીચો હતો , તેમની બાજુમાં એક કબ્રિસ્તાન અને શમશાન હતું જે અત્યારના સમયમાં બંધ હતું.


   બસમાંથી નીચે ઉતરતા તે બગીચામાં એકલી બેઠેલી , મારી સામે જોતી એક છોકરીને મેં ત્યાં જોઈ , તેમના હાથમાં એક ગુલાબનું ફૂલ અને બીજા હાથમાં કોઈ લાકડાની સોટી હતી. 


   તે છોકરી કોઈ જન્નતની પરી જેવી દેખાતી હતી , તેમણે કપડા પણ સફેદ જ પહેર્યા હતા સુંદર અને નમણી તે છોકરી આકર્ષણ કેન્દ્ર બની ગઈ હતી , જાણે ખરેખર મને પહેલી નજરમાં જ તેમની સાથે પ્રેમ થઈ ગયો. 


   તેમની નાની નાની આંખો , ગોળ મટોળ ચહેરો અને કાળા - લાંબા કમર સુધી પહોંચતા વાળ , તેમની લંબાઈ પણ એવરેજ હતી.


  હું તેમની સામે જોતો એવું ન હતું  તે પણ મારી સામે જોતી હતી , મેં તેમની સામે જોયું તો તેમણે થોડી સ્માઈલ કરી , મારે મોડું થતું હતું એટલા માટે હું ત્યાંથી નીકળી ગયો .

 આકાશમાં ચંદ્ર ચમકતો હતો , તેમને જોઈને મને પેલી છોકરી યાદ આવી ગઈ જેમણે સફેદ કપડાં પહેર્યા હતા. મનમાં તેમને મળવાનું વિચાર કરીને હું સાંજે સુઈ ગયો .


  રણઉત્સવ જવાનો પહેલો દિવસ હતો મેળાઓ થી ભરેલો તે ઉત્સવ મને ખાલી તળાવ જેવો લાગતો હતો જેમાં જરા પણ પાણી ન હોય અને તળાવ તેમની બધી જ સુંદરતા ત્યાગી દીધી હોય એવો જ આ ઉત્સવ લાગતો હતો .


 અમે સૌવ એ રણ ઉત્સવમાં ભાગ લીધો ત્યાર પછી હું તે છોકરીને શોધતો હતો .

 સુરજ ના તડકાથી બચાવનાર એક નાનકડું વૃક્ષ દેખાણું , તે વૃક્ષની નીચે કોઈ મને આકર્ષિત કરતું હોય તેમ લાગ્યું , મેં મારા મિત્ર દ્વારા સાહેબ પાસેથી પાણી પીવાની રજા લેવરાવી .


  સાહેબ દ્વારા મને અડધી જ કલાકની રજા અપાઈ , હું તે વૃક્ષ તરફ ચાલ્યો જતો હતો નજીક પહોંચતા તે છોકરી ત્યાં બેઠી હતી. 


  મેં ત્યાં પહોંચીને તેમને તેમનું નામ પૂછ્યું તેમણે મારા પ્રશ્નના ઉત્તરમાં ત્રણ શબ્દો કીધા :  સ્વતંત્રતા , સુરક્ષા અને પૂર્ણતા , 

તેમણે એટલો જવાબ આપીને ત્યાંથી જવાનું નક્કી કર્યું તેમણે કહ્યું કે આપણે સાંજે 9 વાગે બગીચામાં ભેગા થઈએ.


અમારે હોટેલમાં સાંજે 8 વાગે જમવાનું શરૂ થઈ જતું હતું , જમતા જમતા મેં મારા મિત્રોને આ ત્રણ શબ્દો કહ્યા જે  ઉપરથી કોઈ એક છોકરી નું નામ શોધવા નું હતું .

   યોગેશ આ શબ્દોને ફરીવાર બોલીને વિચારવા લાગ્યો , થોડીવાર પછી યોગેશ બોલ્યો " અદિતિ "

   નીતિન પણ કહેવા લાગ્યો શું અદિતિ ?

યોગેશ ફરી બોલ્યો : કાયલ દ્વારા આપવામાં આવેલા ત્રણ શબ્દો ને એક જ માળામાં બાધવા માં આવે તો કોઈ છોકરીનું નામ અદિતિ થાય.

   ના શબ્દ સાંભળીને હું ત્યાંથી મારા રૂમમાં જતો રહ્યો કારણ કે થોડીવારમાં જ 9 વાગવાના હતા , મારે અદિતિને મળવા જવા હતો, 


  મેં મારા મિત્રોને કહ્યું કે હું થોડીવારમાં આવું છું , 9 મા થોડી જ વાર હતી ને હું ત્યાંથી નીકળી ગયો . બગીચામાં પહોંચીને મેં જોયું તો , ચંદ્રના સફેદ પ્રકાશમાં ચમકતી સફેદ વસ્ત્રો ધારણ કરેલી તે પરી જેવી દેખાતી હતી .


  મેં કહ્યું આદિતિ , આ શબ્દ સાંભળ્યા તેમણે મારી સામે જોયું . તેમનો રહસ્યમય ચહેરો હું જોતો જ રહી ગયો. તેમણે મને એક સ્થળે બેસવાનું કહ્યું , તે પણ મારી બાજુમાં આવીને બેસી ગઈ.

  તેમણે મારું નામ પૂછ્યું , મેં મારું નામ તેમને જણાવ્યું , હું ક્યાં રહું છું , મારા શોખ શું છે , અમે અહીંયા શા માટે આવ્યા , તે બધી જ વાત મેં દીધી ને કહી.

  મેં તેમને પૂછ્યું કે તું ક્યાં રહે છે ? તેમણે કહ્યું અહીંયા જ.

મેં ઉદગાર સાથે કહ્યું અહીંયા ક્યાં ?

તેમણે મહિને કહ્યું હું અહીંયા મારા માસીને ઘરે આવેલી છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે તે જૂનાગઢમાં રહેતી હતી. અને કોલેજ કરવા માટે તેમને અહીંયા શામજી કૃષ્ણ વર્મા કચ્છ  યુનિવર્સિટીમાં આવવું પડ્યું .

  રાતના 10 વાગવા આવ્યા હતા , મેં તેમને જવા માટે કહ્યું કારણ કે મારે પણ ખૂબ જ મોડું થતું હતું . તે પણ એકલી જ હતી , તેમણે મને કહ્યું મને અંધારી રાત અને આકાશમાં ચમકતા અંધારી રાતના તારાઓ ખૂબ જ ગમે છે.

 મેં તેમને જણાવ્યું મને પણ આ બંને વસ્તુ ખૂબ જ ગમે છે .

તે બગીચાની બહાર નીકળીને તેમના ઘર તરફ જવા લાગી , હું પણ ત્યાંથી મારા હોટેલમાં પાછો ફર્યો.

આજે બીજો દિવસ હતો, રણ ઉત્સવમાં ભાગ લીધા પછી અમે સૌવ લોકો કચ્છનું સફેદ રણ જોવા માટે નીકળી ગયા , હોટેલે પરત ફરતા અમને સાંજ પડી ગઈ હતી.


થોડીવારમાં અમે સૌ કપડાં બદલાવીને નીચે જમવા પહોંચી ગયા , 

મારા ત્રણેય મિત્રો એકબીજા સાથે વાતો કરતા હતા અને હું મારી પ્રિય તમાના વિચારોમાં ખોવાયેલો હતો . આજે પણ મારે તેમને મળવા જવાનું હતું. 

 ઘડિયાળના નવ ના ટકોરા સાથે હું ત્યાંથી નીકળી પડ્યો , આજે અમાસનો દિવસ હતો એટલા માટે આકાશમાં ચંદ્ર ચમકતો ન હતો , અંધારી રાતમાં હું તે બગીચામાં પહોંચી પડ્યો , પણ અદિતિ હજુ પણ ત્યાં આવી ન હતી. મેં તેમની ઘણી વાટ જોઈ પણ તે આવી નય .

  આજે ત્રીજો દિવસ હતો અને છેલ્લો પણ , સવારના નાસ્તામાં હું એકલો મારા મિત્ર સાથે બેઠેલો વિચારોમાં ખોવાયેલો હતો. અજયને દાળમાં કશું કાળું લાગયું

કારણકે જે વ્યક્તિ કોઈપણ સ્થળ કે સમય શાંત ન હતો તે કોઈના વિચારોમાં છે ,

  અજય બોલ્યો શું વિચારે કાયલ ? કોઈ ની યાદ આવે ? કચ્છમાં આવ્યા પછી તું કશું બોલતો પણ નથી અને અમારી સાથે રહેતો પણ નથી , આ વાત સાંભળીને કહ્યું .

ચાલો રણ ઉત્સવમાં જવાનો મોડું થઈ જશે , અમે ત્યાંથી નીકળી ગયા , રણ ઉત્સવ પૂરો થયો ત્યાર પછી અમે એક મેળામાં ગયા. 

  મેળામાં ઘણી બધી દુકાનોમાં સુંદર સુંદર આભૂષણો વેચાતા હતા મને અદિતિ માટે કશું લેવાનું મન થયું. 

મેં નીતિન ને પૂછ્યું કે કોઈ છોકરીને કોઈ આભૂષણ આપવું હોય તો શું આપો. નિતીન બોલ્યુ કઈ છોકરી ? તારે કોને શું આપવું છે ? 


મેં કહ્યું કોઈને કશું પણ નથી આપવું પણ આ તો હું તને પૂછું છું. નિતીન બોલી તો ઠીક છે. તેમણે કહ્યું તારે કોઈ છોકરીને કોઈ આભૂષણ આપવું હોય અને તે સુંદર છે તો તારે તેમને ઝાંઝર ભેટ આપવા જોઈએ.

 મેળામાં રખડતા રખડતા અમને સમયનું ધ્યાન ના રહ્યું . સાંજ થવા આવી હતી. અમે હોટેલ તરફ નીકળ્યા મારે આજે ફરીથી અદિતિને મળવા જવાનું હતું. 


   હોટેલે પહોંચીને જમ્યા ત્યાં તો 9 વાગવા આવી ગયા હતા .મનમાં શંકા હતી કે અદિતિ આજે આવશે કે નહીં .

હું ત્યાં બગીચા માં પહોંચ્યું અદિતિ બેઠી બેઠી એક જુના ફિલ્મનું ગીત ગાતી હતી . ગીતના શબ્દો હતા ए राते , ए मौसम , नदि का किनारा  , ए संचल हवा ।

  તેમની પાસે પહોંચીને મેં તેમને કહ્યું અદિતિ હું તારા માટે કશું લાવ્યો છું. 

તે પણ બોલી હું પણ , તેમણે મને બેન્ચ પર એક બોક્સ બતાવ્યુ. એ બોક્સ ખોલીને જોયું તો તેમાં એક કડું હતું , એકડું મિશ્રીત ધાતુ નું બનેલું હતું.

અદિતિ બોલી શું લાવ્યો છે તું મારા માટે ?

મેં તમને કહ્યું , ડાબો પગ આગળ કર . તે શાંત ઉભી રહી . તેમણે મારી વાત સાંભળી જ ન હોય તેવી રીતે તે ઉભી  રહી.

મેં તે વાત ઉપર જોર મુકતા ફરીથી એકવાર કહ્યું , અદિતિ તારો ડાબો પગ આગળ લાવ. તેમણે તેમનો ડાબો પગ આગળ કર્યો. 

મેં તેમના પગ તરફ નજર કરે તો તેમનો પગ પાછળની તરફ મરડાયેલો હતો. અચાનક મારા મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા. 

જેમ કે , અદિતિ રાતે કેમ મળવા આવે છે ? તે અમાસના દિવસે કેમ ના આવી ? અને તેમના પગ ....શું તે ડાકણ છે ?