કર્મ
गर पग चले नित सत पथ , और सच बोले मुख ।
हस्त करे सत्कर्म सब , तो मिले शास्वत सुख ।
જે મળ્યું છે તને આ સુધી, તે તારા કર્મના ફળ.
જો સારું ફળ જોઈએ, તો સારા કર્મ કર દર પળ.
કર્મ વિશે આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે આપણો દરેક ક્રિયા એક બીજ રોપે છે, જેનો ફળ આપણને જ મળવાનો છે. આ વાતને સમજાવતી એક સુંદર વાર્તા છે.
એક વાર, એક રાજાએ પોતાની પ્રજાની ભલાઇ માટે એક વિધિ ગોઠવી. તેણે પોતાના રાજ્યના ત્રણ મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું, “મારે તમારે પર એક નાનું કામ સોંપવું છે. તમે બધા જાઓ અને રાજમહેલના બગીચામાંથી સારા-સારા ફળોનો એક કોથળો ભરી લાવો. એ ફળો હું પ્રજાના હિત માટે વાપરીશ.”
પ્રથમ મંત્રી, પોતાના મંતવ્યોમાં, વિચારીને અંતે નિષ્કર્ષે આવ્યો કે રાજા ફક્ત ભરેલો કોથળો જ જોવાના છે; કોથળામાં શું છે એ તો તેમને જોવું જ નથી. એણે આમધામના ફળો, ઘાસ, અને કચરો ભરી દીધો.
બીજા મંત્રીએ વિચાર્યું, “મારે મહેનત કરવા શું જરૂર છે, આ ફળો તો પ્રજામાં વેંચી દેવાના છે; મારે તો રાજા માટે સાચું કંઈ લાવવું નથી.” એણે સરળતાથી મલતા ઝાડ નીચે પડેલા સડેલા ફળો ભરી લીધા.
ત્રણમાં મંત્રી એ પોતાની રાજાના આદેશમાં શ્રદ્ધા રાખી પ્રજા માટે શ્રેષ્ઠ ફળ એકઠા કરવાનો નક્કી કર્યો. એણે બગીચાના કોણે કોણે ફરીને મીઠા અને તાજા ફળો જ એકઠા કર્યા. તેને પોતાના ધર્મમાં માનીને શ્રેષ્ઠ જ કરવાનું નક્કી કર્યું.
ત્રણે મંત્રીઓ પોતપોતાના કોથળાઓ ભરીને દરબારમાં પાછા આવ્યા. રાજાએ હૂકમ કર્યો, “હવે તમને તમારા કોથળા સાથે અલગ અલગ ઓરડામાં એક મહિના માટે બંધ કરવામાં આવશે, અને તમને ખાવા માટે કંઇ જ નહીં અપાયું. એ ફળો જે તમે ભેગા કર્યા છે, હવે તમારું ભોજન એ જ બનશે.”
કર્મ કોઈને છોડતું નથી, ગાય ના ધણ માં જેમ વાછરડું પોતાની માં ને ગોતી લે છે તેમ કર્મ તેના માલિકને શોધી લે છે.
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्।
नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि॥
અર્થ: પોતાના દ્વારા કરવામાં આવેલા શુભ કે અશુભ કર્મનો ફળ અવશ્ય ભોગવવો જ પડે છે. કરોડો કલ્પો (અતિ લાંબા સમય) સુધી પણ, વગર ભોગવેલા કર્મ નષ્ટ થતા નથી.
પ્રથમ મંત્રી, જે ઘાસ-કચરાથી પોતાનો કોથળો ભરીને લાવ્યો હતો, તરત જ પોતાની ભૂલને સમજવા માંડ્યો. બીજી બાજુ, બીજા મંત્રીએ સડેલા ફળો એકઠા કર્યા હતા, અને તેનાથી બદી ગંધ ફેલાઈ, જે એને ખાવાની ઇચ્છા પણ ન રહી. અને ત્રીજો મંત્રી, જેમણે શ્રેષ્ઠ ફળ ભેગા કર્યા હતા, એ આરામથી અને સંતોષથી જીવ્યો, કારણ કે તે જાણતો હતો કે તેણે કરમ પ્રમાણે શ્રેષ્ઠ જ ભેગું કર્યું હતું.
परोपकाराय सतां विभूतयः.
માણસ આખી જીંદગી ભેગા કરે છે સ્વાર્થ થી પૈસા અને સાથે લઇ જાય છે કર્મ. જે ભેગું કર્યું છે તે અહી જ રહી જવાનું છે સાથે આવશે તો ફક્ત કર્મ. સત્કર્મ એટલે સત (ભગવાન) માટે કરેલું કર્મ.
આ વાર્તાથી આપણને સમજવું પડે છે કે આ જીવતરનું બગીચું આપણને આપવામાં આવ્યું છે અને જેણે શ્રેષ્ઠ કરમના ફળો એકઠા કર્યા છે, તે જ અંતે સાચા સંતોષનો આસ્વાદ કરી શકે છે.
यद्दददाति पुरुष: तत्तप्राप्नोति केवलम्। नानुप्तं रोहते सस्यं तद्वद्दानफल़ं विदु।।
મનુષ્ય જે આપે છે, તે જ એને ફળરૂપે પાછું મળે છે. જેમ વાવ્યા વિના અનાજ નહીં ઉગે, એમ જ દાનનું ફળ પણ વિના આપ્યા પ્રાપ્ત નથી થતું.
Harshad Ashodiya K-8369123935