લવ યુ યાર - ભાગ 67 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 67

સાંવરીના મમ્મી સોનલબેન સાંવરીને સમજાવી રહ્યા છે કે, "ધંધામાં પૈસાની જરૂર હોય તો અલ્પાબેન તેમના પોતાના દાગીના હોય તે ગિરવે મૂકી દે તારા દાગીના તારે ગિરવે મૂકવાની શું જરૂર? કાલે ઉઠીને ધંધામાં બહુ મોટું નુક્સાન જશે તો તું તો સાવ હાથે પગે થઇ જઈશ અને હજુ તો તારે આ છોકરાને મોટો કરવાનો છે અને ભણાવવા ગણાવવાનો છે તને લાગે છે તેટલું આ બધું સહેલું નથી બેટા તું મુશ્કેલીમાં મુકાઇ જઈશ મારા દિકરા."હવે સાંવરી પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે કે પોતાની મમ્મીના કહેવા પ્રમાણે પોતાના દાગીના ગીરવે મૂકવા તૈયાર નથી થતી..??હવે આગળ...સાંવરીને પોતાની મોમની કડવી પણ સત્ય વાત ગળે ઉતરતી નથી તે પોતાના પતિને અને તેના બિઝનેસને પૂરેપૂરો સપોર્ટ કરવા ઈચ્છે છે તેથી તે પોતાની મોમને સમજાવે છે કે, "શું મોમ તું પણ! આવું બધું વિચારે છે? નાણાવટી પરિવારે કોઈ દિવસ કોઈપણ ધંધામાં નુકસાન કર્યું છે ખરું? અને મિતાંશ તેમજ શ્રી કમલેશભાઈની ગણત્રી ટોપના બિઝનેસ મેનમાં થાય છે અને મોટા મોટા બિઝનેસમેન પણ તેમની સલાહ લેવા માટે આવે છે એટલા તો તે બંને ધંધામાં પાવરધા છે તેમની ગળથૂથીમાં બિઝનેસ છે અને તેમનાં લોહીમાં પૈસા કઈરીતે કમાવવા તે જાણે વણાઈ ગયું છે એટલે તું જે વિચારે છે તે બિલકુલ ખોટું છે.સોનલબેન: તું ગમે તે કહેતી હોય બેટા પણ મને તો એટલી ખબર પડે છે કે, ધંધો તે ધંધો છે તેમાં ક્યારેય પણ કંઈપણ થઈ શકે છે મેં તો સારા સારા બિઝનેસમેનોને ધંધામાં પછડાટ ખાતાં જોયા છે અને તેમનું બધુંજ ધૂળધાણી થતું જોયું છે માટે તને કહું છું.સાંવરી: એવું ના હોય મોમ બધાની સાથે એવું ન થાય..."પણ ક્યારે કોની સાથે શું થાય તે થોડું નક્કી હોય છે બેટા?" સોનલબેન પોતાની દીકરીના ભવિષ્યની સતત ચિંતામાં હતાં અને તેની સાથે કંઈ ખોટું ન થાય અને તે હાથે પગે ન થઈ જાય માટે તેને ચેતવી રહ્યા હતા અને પોતાને મળેલા દાગીના આ રીતે ગિરવે મૂકવાની ચોખ્ખી "ના" પાડી રહ્યા હતા. પરંતુ સાંવરી વિચારી રહી હતી કે, બિઝનેસ છે તો બધું જ છે બિઝનેસમાં કમાઈશું તો અત્યારે છે તેના કરતાં વધારે મેળવી શકીશું માટે જો પૈસાને કારણે બિઝનેસ જવા દેવો પડતો હોય તો તે શું કામનું અને આમ વિચારીને જ તેણે પોતાના બિઝનેસ માટે પોતાનું બધું જ ગોલ્ડ ગીરવે મૂકવાનું નક્કી કરી લીધું હતું અને મિતાંશને પણ જણાવી દીધું હતું કે તું અહીંનું તારું ઓફિસનું જે પણ કામ બાકી હોય તે બધુંજ પતાવી દે અને પછી લંડન ચાલ્યો જા અને ત્યાંના આ મોટા ઓર્ડરની તૈયારી કરવા લાગી જા. પૈસા પણ હું તને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. આમ સાંવરીએ પોતાના અને પોતાની સાસુના દાગીના ઉપર ગોલ્ડ લોન કરાવી દીધી હતી અને સારુ એવું ફંડ ભેગું કરી લીધું હતું.એકાદ મહિનાની અંદર અંદર આ બધીજ પ્રોસેસ પૂરી થઈ ગઈ એટલે મિતાંશની લંડન જવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી. મિતાંશને એકલો લંડન મોકલવા માટે અલ્પાબેનનું મન માનતું નહોતું એટલે તે પોતાના પતિ કમલેશભાઈને મિતાંશની સાથે લંડન જવા માટે સમજાવવા લાગ્યા પરંતુ શ્રી કમલેશભાઈના કહેવા પ્રમાણે અત્યારે સાંવરી પણ નથી એટલે અહીંની ઓફિસને સંભાળવાવાળું પણ કોઈ નથી તેથી તે મિતાંશની સાથે લંડન જઈ શકે તેમ નહોતા. અલ્પાબેન મિતાંશને સાવચેત રહેવા અને કોઈ આડાઅવળા વ્યસનમાં કે કોઈ આડીઅવળી સોબતમાં નહીં ફસાવા ટકોર કરી રહ્યા હતા અને સમજાવી રહ્યા હતા. મિતાંશ પણ પોતાની મોમને પ્રોમિસ આપી રહ્યો હતો કે તે કાંઈજ વ્યસન નહીં કરે અને કોઈ એવી ખરાબ સોબત પણ નહીં કરે જેની અસર પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ ઉપર પડે.સાંવરીને હવે સવા મહિનો થઈ ગયો હતો એટલે તે પોતાના નાના બાળકને લઈને ગોયણી કરવા માટે પોતાની સાસરીમાં આવવાની હતી. મિતાંશે પોતાના દીકરાના આગમનની ખૂબજ સુંદર તૈયારી કરી હતી..પોતાનું આખું ઘર ફૂલોથી અને દિવડાથી શણગાર્યું હતું અને તે સાંવરી અને તેના નાના બચ્ચાંની ઘરે આવવાની ખુશીમાં સરપ્રાઈઝ કેક પણ લઈ આવ્યો હતો.સાંવરીને તેડવા માટે કમલેશભાઈના નાના ભાઈનો દિકરો રોનક અને અલ્પાબેનના ભાઈની દીકરી ખુશી બંને સમયસર સોનલબેનના ઘરે પહોંચી ગયા હતા. સોનલબેને પ્રેમથી બંનેને જમાડ્યા અને પછી પોતાની દીકરીને અને પોતાના નાના લાડકવાયા ભાણીયાને વિદાય આપી. તેમને વિદાય આપતાં આપતાં સોનલબેન ભાવ વિભોર બની ગયા હતા અને ખૂબ રડી રહ્યા હતા એટલે સાંવરી તેમને સમજાવીને કહી રહી હતી કે, હજુ તો અમે હમણાં ગોયણી કરીને એક રાત ત્યાં રહીને આવતીકાલે અહીં પાછા જ આવવાના છીએ તો તું કેમ રડે છે મોમ ત્યારે સોનલબેન તેને જવાબ આપી રહ્યા હતા કે, દીકરીને ખોળો ભરીને લાવ્યા પછી તેના માતા પિતાને એક ચિંતા હોય છે કે તે ભર્યે ખોળે પોતાના ઘરે જાય એટલે માતા પિતાને સંતોષ અને સુખ મળે છે ખુશી મળે છે અને તે આ ખુશીના આંસુ છે બેટા. જા તારા ઘરે શાંતિથી જા અને વિધિ પૂરી કરીને શાંતિથી પાછી આવ બેટા અને આટલું બોલતાં બોલતાં સોનલબેનની આંખો છલકાઇ આવી હતી...અને સાંવરીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. સાંવરી પોતાના પિતાને મળવા ગઈ તો તેમની આંખમાં પણ આંસુ આવી ગયા...અને સાંવરી પોતાને તેડવા માટે આવેલા દિયર અને નણંદ સાથે પોતાના સાસરે.. પોતાના લાડકવાયા દિકરાને લઈને પોતાના પતિના ઘરે આવી પહોંચી હતી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ   31/10/24