પ્રેમ સમાધિ - પ્રકરણ-127 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-127

પ્રેમ સમાધિ 
પ્રકરણ-127

 શાસ્ત્રીજી બોલી રહેલાં એ એક એક શબ્દ સતિષ ચાવીને સાંભળી રહેલો એણે અને દોલતે એકસાથે એકબીજાની આંખમાં જોયું કંઇક વાત કરી લીધી અને સતિષ બબડ્યો" ઇશ્વરે અમને અમારી પળ આપી દીધી હવે એ ઓળો મારોજ હશે" એમ કહી મનમાં ને મનમાં બિભત્સ હસ્યો. એણે મોંઢા પર મ્હોરું પહેર્યુ હસતાં મોઢે એણે કાવ્યા કલરવની પાસે જઇને અભિનંદન આપ્યાં... કલરવનો હાથ પકડી કહ્યું "વાહ કલરવ તેં તો ટંડેલોની દક્ષિણાં જાતેજ લઇ લીધી” ને જોરથી હાથ પકડ્યો.. કલરવે કહ્યું "હાં અમે બ્રાહ્મણ છીએ દક્ષિણા અમારો હક્ક છે” આવું સાંભળી સતિષનો ચહેરો પડી ગયો એણે કાવ્યાનો હાથ પકડી લીધો અને અભિનંદન આપતાં કહ્યું "તારી પસદંગીની દાદ આપવી પડે... ટંડેલો જોતાં રહી ગયાં અને બામણ દક્ષિણા લઇ ગયાં" એમ કહી કલરવની સામે ગુસ્સાથી જોયું પછી પાછો ચહેરો બદલી, વિજય પાસે ગયો અને બોલ્યો "વિજયકાકા હું રજા લઊં પાપાને ખબર લેવા મોકલ્યો હતો.. ત્યાં માયા દવાખાનામાં છે અહીં બધુ સમુસૂતરું ઉતર્યું છે જોઇ આનંદ થયો રજા લઊં"
 વિજયે કહ્યું "અરે ભલે તારે જવું હોય તો જજે પણ હવે આવ્યો છે તો શુભપ્રસંગે જમીને જજે કંઇ નહીં મોઢું મીઠું કરતો જા "એમ કહી સેવક પાસે મીઠાઇ મંગાવી એક બોક્સ એનાં હાથમાં આપ્યું અને મીઠાઇ બંન્નેનાં મોઢામાં સીધી ખવરાવી. પછી કહ્યું "પાપાને કહેજે શાંતિથી મળે.... માયાની ખબર પૂછજે અને શાંતિથી નીકળો" ના રોકાણ કે જમવાનો આગ્રહ કર્યો ના કંઇ હીજી વાત... કોઇ કંઇ બોલ્યુંજ નહીં સતિષ અને દોલત ત્યાંથી અપમાનિત થઇને સીધા બંગલાની બહાર નીકળી ગયાં.. 
****************
 વિજયે કહ્યું "ભૂદેવ આ બંન્ને છોકરાઓને મંદિર લઇ જવાનાં છે તેઓ પાસે શાસ્ત્રીજીએ કહ્યું છે એ બધું કરાવવાનું છે પછી સલામતિપૂર્વક ઘરે લઇ આવવાનાં છે આપણે પણ સાથે જઇએ આપણી જોડે સીક્યુરીટી પણ લઇએ ભાઉ રાજુ અહીં જોશે”. ત્યાં શાસ્ત્રીજીએ અકળ અવાજે એવું કીધું “તમે જાવ તમે પાછા ના આવો ત્યાં સુધી અમે અહીં રોકાઈએ છીએ વરવધુ પાછા આવે ત્યારે એમની હાથની છાપ દિવાલે લઇશું આશીર્વાદ આપી પછી જઇશું.”
 વિજયે કહ્યું "ભલે એમ કરીએ ભાઉ તમે અહીં ધ્યાન રાખો અમે દર્શને જઇને આવીએ છીએ." કાવ્યાએ ભગવાનને અર્પણ કરવા મીઠાઇ, ફળફળાદી, સૂકોમેવાં બધુજ સાથે લીધું શાસ્ત્રીજીએ એકશ્રીફળ કલરવને આપીને કહ્યું કે “આ શ્રીજી ચરણોમાં રમતું મૂકી દેવાનું ઇશ્વર તમારી રક્ષા કરે સારું જીવન ફળ મળે. “
 શંકરનાથ અને વિજય બંન્ને કારમાં બેઠાં વિજયે કહ્યું “હું ડ્રાઇવ કરી લઊં છું તમે બન્ને જણાં પાછળ બેસો “ અને સીક્યુરીટીની ગાડી સાથે રાખવા સૂચના આપી. વિજયની ગાડીમાં રીવોલ્વર હતીજ તથા એણે રાજુનાયકાને સીક્યુરીટી સાથે આવવા કહ્યું... વિજયે તરતજ ભાઉને ફોન કર્યો.. “ભાઉ આ બધી વાતમાં ભૂલાઇ ગયું કે સુમન ક્યાં છે ? આખો પ્રસંગ પતી ગયો સુમન ના યાદ આવ્યો ના દેખાયો એ ક્યાં છે ?"
 ભાઉએ કહ્યું "સોરી વિજય હું તને કહેવું ભૂલ્યો એણે જ્યારે જાણ્યું કે કાવ્યા અને કલરવનો આજે વિવાહ ચાંદલા થવાનાં છે એ દમણ માર્કેટ થઇને ઘરે આવવાનો હતો એને કાવ્યા તથા કલરવ માટે ગીફ્ટ લેવી હતી એને સમજાવેલો હમણાં શીપ પરથી આવ્યાં છીએ પ્રસંગ પૂરો થતાં લઇને આવજે પણ ના માન્યો હવે આવોતજ હશે હું એને સીધો મંદિરે મોકલુ ત્યાંજ મલી ગીફટ આપી દેશે.. પણ એને વાર લાગી હજી કેમ નાં આવ્યો ?”
 વિજયે કહ્યું "મને અમંગળ વિચારો આવે છે ભાઉ... હું આ છોકરાઓને મંદિર ઉતારી માર્કેટ તરફ આંટો મારી આવું ભૂદેવ તથા રાજુ અને સીક્યુરીટી તો એમની સાથે હશેજ તમે બંગલે જોઇ લેજો.. આ છોકરાએ ચિંતા કરાવી... મને પણ કેમ યાદ ના આવ્યો ? ઓહ.. મારી પણ ભૂલ થઇ આ પ્રસંગ ઓચિંતો ઉભો કર્યો પછી.. મારાંથીજ ભૂલાઇ ગયું....."
 ભાઉએ કહ્યું “વિજય અફસોસ ના કર જુવાન લોહી છે આનંદનાં સમાચાર છે ગીફ્ટ લેવા રહ્યો હશે આવતોજ હશે હું એને ફોન કરુ ..ઉભા રહો પછી નીકળો. ભાઉએ તરત જ સુમનને ફોન કર્યો... પણ એનો ફોન નોટ રીચેબલ બતાવે... ભાઉએ કહ્યું ટાવરમાં નથી નોટ રીચેબલ બતાવે... વિજય એવું હોય તો હું માર્કેટ જઇ આવું ?” વિજયે કહ્યું "ના ભાઉ તમે થાકીને આવ્યો છો હું પોતેજ જઉં છું આ લોકોને મંદિર ઉતારી લઊં છું "જય ટંડેલ" અમે નીકળીએ” એમ કહી ગાડી સ્ટાર્ટ કરી..... 
***************
 સતિષ અને દોલત બંગલાની બહાર નીકળ્યાં.. બંન્ને જણાં એમની કારમાં બેઠાં ગાડી થોડે આગળ ગઇ સતિષ બરાડી ઉઠ્યો" જોયું દોલત ધોખો.. પાપા મને શું સમજાવતા હતાં કે પેલો બામણે ટંડેલમાં સંબંધ નહીં કરે કાવ્યા તારીજ.. જો અહીં બંન્ને જણાંનાં ઘડીયા લગ્ન ચાંદલા થઇ ગયાં હું બધી રીતે લટક્યો હું નહીં છોડું પેલા મધુકાકાને છૂટો દોર આપી દઇએ એમની મદદ લઇ આખાં ખાનદાનને ખલાસ કરી દઊં... સાલો વિજય..” એણે ગાળો બોલવાનું શરૂ કર્યું.. એની અધૂરી બોટલ સીધી મોઢે માંડી અને બોલ્યો “હું ફોન લગાડું છું. મધુઅંકલ ક્યાં છે એમને બધી વાત કરીને આ બામણ અહીં મંદિર આવવા નીકળ્યાં છે કહી દઊં..."
 સતિષે નીટ બે ઘૂંટ માર્યા પછી મધુટંડેલને ફોન લગાવ્યો અને ઇર્ષ્યા અને ગુસ્સાથી સળગતો થરથરતો બોલ્યો “મધુકાકા બધુ લૂંટાઇ ગયું....કાવ્યા અને કલરવનો વિવાહ ચાંદલા થઇ ગયાં બેઉ બાપ દિકરો અહીં બનીઠનીને મ્હાલે છે એમને જાણે કોઇ ડર ભય નથી એ લોકો ભભકામાં છે તમે અહીં દરિયાં કિનારે ટંડેલજીનું મંદિર છે ત્યાં પહોંચી જાવ બધાં ત્યાંજ મળી જશે હું પણ ત્યાં પહોચુ છું..." સામેથી મધુટંડેલ એટલુંજ બોલ્યો" એ બામણનો આજે છેલ્લો દિવસ..સા..લો.. “.. અને ફોન કપાયો...
 યુનુસ બોલ્યો "શેઠ તમે એ કહ્યું નહીં ? એનો ભાણો આપણાં કબજામાં છે હવે વિજય ટંડેલ ફસાયો ?....” એણે ક્રૂર રીતે હસી સુમનની સામે જોયું સુમનનું મોઢું બાંધેલું હતું હાથ પગ બાંધી છેક છેલ્લી સીટ પર રાખેલા હતો. મધુ ટંડેલે કહ્યું “હમણાં બધાં પત્તા ખોલવાની ક્યાં જરૂર છે ? બાજી હમણાં બ્લાઇન્ડમાંજ રમવાની છે છેલ્લે "શો" કરીશું "એમ કહી હસ્યો. 
 મધુએ આગળ પ્લાન સમજાવતાં કહ્યું "ગાડી દરિયા કિનારે ટંડેલજીનું મંદિર છે એ તરફ લે છેક મંદિર સુધી વાહનોના લેશો થોડે દૂર ઉભી રાખ પહેલાં બધાં ખેલ જોઇએ... કોણ કોણ આવે છે ? કેટલી ગાડીઓ છે સીક્યુરીટી નું જોઇએ પછી એ પ્રમામે પ્લાન બનાવીએ.” યુનુસે કહ્યું "ઓકે સર... “ ગાડી આગળ વધારી સુમન પાછળ બેઠો પોતાને છોડાવવા ધમપછાડા કરતો હતો પણ ખૂબ મજમૂતીથી બાંધેલો હતો.. 


વધુ આવતા અંકે ---- પ્રકરણ-128