પ્રામાણિકતાનો પાઠ Munavvar Ali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રામાણિકતાનો પાઠ

હોનેસ્ટી એટલે પ્રામાણિકતા. હોનેસ્ટી અથવા ઓનેસ્તી. મારા ફેમિલીમાં જ ઓનેસ્તીના જુદા જુદા બનાવ બન્યા છે.

૭-૮ વર્ષ પહેલાં, મારા પપ્પા ભારત મેડીકલમાં કામ કરતાં'તા. ત્યાં એક વાર ધન્નાશેઠ આવેલા. તેમની પાસે પૈસાનું પાઉચ હતું. જેમાં રોકડ ૪૫૦૦૦ હતા.  

 બન્યું એવું કે તેઓ ઉતાવળમાં હતા. તેઓ વાલિયા ગામમાં ગોડાઉન ચલાવતેલા. તેથી તેઓ તેમનું પાઉચ ભારત મેડિકલમાં જ ભૂલી ગયા. તેમણે પપ્પાને ફોન કર્યો કે તેઓ તેમનું મહત્વનું પાઉચ છે તે ત્યાં જ ભૂલી ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે, "તમે તે પાઉચ ચોકડી પર આપી જાઓ" તેથી, પપ્પા તેમને ચોકડી પાસે આપવા ગયા. પપ્પાએ કિધેલ, "આ પાઉચ જેમ તમે મૂકી ગયા'તા તેમ નું તેમ પડેલું લાવ્યો છું." ધન્ના શેઠે પાઉંચમાંથી પૈસા કાઢીને ચેક કર્યા. સાચી મૂડી જોતા જ તેઓ બોલી ઉઠ્યા, "હનુભાઈ તમને તમારી ઓનેસ્તીનું ફળ મળશે. બોલો કે તમારે શુ જોવે સે?" જવાબમાં પપ્પાએ કીધું,"મારી ખુશી તમારી ખુશીમાં છે. મારે કંઈ નથી જોઈતું, આભાર" એમ કહીને મારા પપ્પા ત્યાંથી પરત દુકાને આવી ગયા.

*  *  *

એક વાર મારા મધરને તેમની શેઠાણીએ ૪૦૦૦૦૱ આપ્યા. એમાંથી એમણે ૨૫૦૦૦૱નું લાઇટબીલ ભરવાનું હતું અને ૧૫૦૦૦રૂ શેઠાણીના સ્ટેટબેકના ખાતામાં જમા કરાવવાના હતા. તેથી, મમ્મીએ ૨૫૦૦૦ ગણ્યા અને લાઇટબીલ ભરી દીધું. કચેરીમાં બિલ ભરવાની લાંબી કતાર હતી. એટલે એમણે ઉતાવળે બાકીના પંદર હજાર એમના નાના બટુવા/પર્સમાં નાખી દીધા. બિલ પતાવીને તેઓ જ્યારે બેંકમાં ગયા. ત્યારે તેમણે સાહેબે જણાવ્યું કે કમ્પ્યુટર બન્ધ છે એટલે રોકડા જમા થતા નથી. મમ્મીના હાથમાંથી પર્સ છૂટી ગયું. તેઓ શેઠના ઘરે પહોંચ્યા ત્યારે શેઠાણી દ્વારા પૂછવામાં આવતા તેમને ધ્યાન આવ્યું કે તેમનું પાકીટ ગુમ થયું છે. મમીએ શેઠાણીને કહ્યું,"મારા ખાતામાં ૧૦૦૦૦રૂ છે તે લયલો  બાકીના મારા મિસ્ટરના ખાતામાંથી ઉઠાવી લેશે અને તમને આપી દેશે."

શેઠાણી બોલ્યા, "એની જરૂર નથી." મમ્મીના ધ્યાનમાં આવ્યું કે શેઠાણીને ત્યાં જે ધોબી કપડાં લય જાય છે તેનો સોકરો તે જ બેંકમાં કેશયર છે. તેમણે ભીકુ ધોબીને સોકરા મુકાને ત્યાં ફોન લગાવ્યો,"મારુ પાકીટ હું ત્યાં ભૂલી ગઈ હોવ એવું લાગે કે?"  મુકાએ કીધું,"હા એમાં શેઠાણીનો રેશનકાર્ડ મળી આવ્યો છે તે જ ને?"

'તમે તે મને આપી જાવો છો?'

'સારું હું સાંજે ૬ વાગે આપી જવા.'

સાંજે ૬:૩૦એ એ રોકડા લઈ આવ્યો ત્યારે શેઠાણીએ તેનો આભાર માન્યો અને ૫૦૦રૂ બક્ષીસ આપી.

*  *  *

આ બધુ મને ત્યારે જાણવા મળ્યું જ્યારે સુંદરમ માસીના ૬૦૦૦રૂ ગુમ થયા અને તેમણે શકના કુંડાળામાં મારી મમ્મીને લીધા. મારા પપ્પાએ ઘરની ચાવી ઉપરાંત કબાટની ચાવી સુંદરમ માસીને આપતા કહ્યું, "આ લો ચાવી તમે મારા ઘરની છાણબિન કરી લો."

*  *  *

એક નાના ગામમાં, એક બાળક હતું જેને લોકો ખૂબ જ પ્રેમ કરતા હતા. તેનું નામ રવિ હતું. રવિનો સ્વભાવ ખૂબ જ મીઠો અને દયાળુ હતો. તે હંમેશા સત્ય બોલતા અને ન્યાય માટે લડતા રહેતો. એક દિવસ, ગામમાં એક મોટું સંઘર્ષ થયું. ગામના લોકોના વચ્ચે એક વિવાદ થયો હતો, જેમાં કેટલાક લોકો કહેતા હતા કે રવિએ એક મહત્વપૂર્ણ વસ્તુ ચોરી લીધી છે.

રવિ તો સત્યને સમજતો હતો અને તે જાણતો હતો કે તે નિર્દોષ છે. પરંતુ ગામના લોકોની માન્યતા તેને ન્યાય માટે લડવા માટે પ્રેરણા આપી. તેણે નક્કી કર્યું કે તે પોતાની નિર્દોષતાને સાબિત કરવા માટે કઠોર પ્રયત્ન કરશે. તે ગામના સભ્યોને એકઠા કરીને એક બેઠકનું આયોજન કર્યું. રવિએ સૌને કહ્યું, "મને સત્ય કહેવા માટે એક તક દો. હું તમને સાબિત કરીશ કે હું નિર્દોષ છું."

બેઠકમાં, રવિએ પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું, "હું જાણું છું કે ઘણા લોકો મને શંકા સાથે જોઈ રહ્યા છે, પરંતુ હું તમને ખાતરી આપી શકું છું કે હું આ કેસમાં કોઈપણ રીતે સામેલ નથી. હું હંમેશા સત્યને મહત્વ આપું છું અને હું તમને આ વાતનો પુરાવો આપવાનો પ્રયત્ન કરીશ." રવિએ પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને કહ્યું કે તેઓ તેના સાથમાં રહે.

તેના મિત્રોએ રવિની વાતને સમર્થન આપવા માટે આગળ આવ્યા. તેઓએ જણાવ્યું કે રવિ ક્યારેય આવી કૃત્યમાં સામેલ નથી રહ્યો. રવિએ કહ્યું, "હું જ્યારે પણ કોઈને મુશ્કેલીમાં જોઉં છું, ત્યારે હું મદદ કરવા માટે તૈયાર રહેવું છું. અને હું ક્યારેય કોઈની ચોરી કરતો નથી." 

આ વાત સાંભળી, ગામના લોકોના મનમાં રવિની નિર્દોષતા અંગેના શંકા ધીમે ધીમે દૂર થવા લાગી. રવિએ એક મહત્વપૂર્ણ મુદ્દો રજૂ કર્યો, "અમે બધા જાણીએ છીએ કે સત્યનો માર્ગ ક્યારેક કઠોર હોય છે, પરંતુ તે જ રસ્તે ચાલવાથી જ આપણને સાચા મૂલ્યો અને ન્યાયની પ્રાપ્તી થાય છે."

આ સમયે, એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, "રવિ, તું સાચા અર્થમાં એક પ્રેરણા છે. તું હંમેશા સત્યને મહત્વ આપતું રહે છે અને આ અમને શીખવે છે કે પ્રામાણિકતા કેટલાં મહત્વપૂર્ણ છે." 

અંતે, ગામના લોકોએ રવિની વાતને માન્યતા આપી અને તે નિર્દોષ હોવાનું સ્વીકાર્યું. રવિને આ પ્રસંગે એક મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યો: "પ્રામાણિકતા અને સત્યનું મહત્વ ક્યારે પણ ઓછું નથી થતું." 

આ રીતે, રવિએ માત્ર પોતાની નિર્દોષતા જ સાબિત કરી નહીં, પરંતુ તેણે ગામના લોકોમાં સત્ય અને ન્યાયના મૂલ્યોને પણ વધુ મજબૂત બનાવ્યા.

* * *

મારા માટે આ હોનેસ્ટી નવીનતા હતી એટલે મેં તમારી સમક્ષ રજુ કરી. વાંચવા બદલ આભાર.