પ્રેમ સમાધિ - પ્રકરણ-122 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-122

પ્રેમ સમાધિ 
પ્રકરણ-122

 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યું..... “ભૂદેવ હવે તમે શાંતિથી આરામ કરો.. કલરવ સાથે વાત કરો હું અને કાવ્યા મારાં રૂમમાં સૂઇ જઇશુ....”. કલરવે કહ્યું “અંકલ હું પાપાને મારાં રૂમમાં લઇ જઊ છું પાપા સાથે ઘણાં સમયે શાંતિથી સમય પસાર કરીશ”. અત્યાર સુધી લગભગ મૌન રહેલાં શંકરનાથે કહ્યું "વિજય.... તેં મારી સાથે સાચી દોસ્તી નિભાવી... આ બ્રાહ્મણની ઝોળી વિશ્વાસ અને વફાદારીથી ભરી દીધી....” એમની આંખોમાં ભાવ સાથે જળ ઉભરાયાં એમણે હાથ પહોળાં કરી વિજયને જાણે આહવાન કર્યું વિજય પણ એમની પાસે દોડી આવ્યો બંન્ને મિત્રો સાથેજ હતાં પણ અત્યારે ખૂબ પ્રેમભાવથી ભેટયાં.. શંકરનાથે કહ્યું “મારાં નસીબ મહાદેવે જાણે ઉજાગર કર્યા મને પુત્ર અને પુત્રવધુ બંન્ને એક સાથે મળી ગયાં.. હવે ઇશ્વર આ સુખ ઉપર કોઇની નજર ના લગાડે એ લોકો શતાયું થઇ ખૂબ સુખ આનંદમાં જીવન ગૂજારે...."
 વિજયે શંકરનાથને કહ્યું "ભૂદેવ ચોક્કસ આપણાં કોઇ ઋણાનુબંધ છે એજ આપણને ફળ્યાં છે ઇશ્વર એમને ખૂબ સુખ આનંદમાં રાખશેજ હવે બધી બલા ટળી છે.. મધુને તો હું જોઇ લઇશ ભાઉ પણ સવારે આવી જશે કોઇ ચિંતાનું કારણ નથી."
 કલરવ અને શંકરનાથ..... કલરવનાં રૂમમાં આવ્યાં.. કાવ્યા પણ સાથે આવેલી એણે બેડ પર ઓશીકા તકીયા સરખા મૂક્યાં શંકરનાથને પકડી સરખાં બેસાડ્યાં એમને પગે લાગી આશીર્વાદ લઇને વિજયનાં રૂમમાં જતી રહી શંકરનાથે કલરવનને કહ્યું “રૂમનો દરવાજો આડો કરીને આવ મારી પાસે બેસ...”
 કલરવ રૂમનો દરવાજો આડો કરી શંકરનાથની પાસે આવીને બેઠો... બંન્ને બાપ દીકરો ક્યાંય સુધી એકબીજાને પ્રેમભાવથી જોઇ રહેલાં... કલરવે કહ્યું "પાપા આપણી સાથે બહુ બધું ખરાબ બની ગયું.. એક માણસની ઇર્ષ્યાએ આપણું ઘર બરબાદ કરી દીધું.. તમે એ દિવસે પોસ્ટ ઓફિસથી ઘરે આવેલા બધી વાત કરી હતી.. પૈસા આપી સુરત જવા રાત્રે નીકળ્યાં પછી.....” 
 "પાપા પછી જાણે આપણાં ઘરને શ્રાપ લાગ્યો જીવતી વીજળી પડી.... તમારાં કહેવાં પ્રમાણે શ્રીફળ મહાદેવે મૂકવા જઊં છું એવું બહાનું કરી ઘરેથી નીકળ્યો પણ એ કારમી શ્રાપિત ક્ષણો યાદ આવે છે ચીસાચીસ મેં સાંભળેલી દોડતો ઘરે આવેલો મારી આંખો ઘરે આવી દ્રશ્ય જોઇ ના શકી... માઁ અને નાનકી ગાર્ગી બંન્ને ગોળીથી ઘવાઇને લોહીનાં ખાબોચીયામાં મૃત પડેલાં ના તમે હતાં.. ના મહાદેવ મદદે આવ્યાં.. પાપા...” એમ કહેતો રડી ઉઠ્યો. ક્યાંય સુધી એનાં ડુસ્કાં શાંત ના થયાં ભીની આંખે શંકરનાથે કહ્યું "દીકરા ખૂબ ગોઝારું થઇ ગયું નથી સહેવાતું મહાદેવે ન્યાય નથી કર્યો આપણી સાથે અન્યાય થયો છે દીકરા મહાદેવ એનું ભરણું ક્યારે ભરશે ?”
 “પાપા.. પોલીસ સ્ટેશનમાં તમારી સાથે છેલ્લે વાત થયેલી મેં તમને બધુંજ કીધેલું ખૂબ રડેલો. તમારાં આવવાની રાહ જોઇ રહેલો પણ તમે તો ક્યાં અદશ્ય થઇ ગયેલાં... તમને છેલ્લે સુરત સ્ટેશને... પાપા તમે પણ ખૂબ મુશ્કેલાં હતાં જાણું છું પણ અહીં તો લોહીની હોળી ખેલી હતી મધુડાએ...”
 “બેટા એ મધુનાં લફંગા ગુંડાઓએ પૈસા માટે સોપારી લીધેલી તારી બેન અને માઁ ને મારી નાંખ્યા પછી તને શોધી રહેલાં મને મારવાં મારી પાછળ હતાં. દિકરા અમે ડુમ્મસ હતાં હોટલમાં નારણ અને ભુરો મારી સાથે હતાં અહીંના સમાચાર જાણ્યાં પછી નક્કી થયું હું પહેલાં જુનાગઢ તારી પાસે આવું પણ.. અમારાં પર ગોળીબાર થયો ભૂરો વિંધાયો મરી ગયો મારી પાસે નારણની ગન હતી અમે ભાગ્યાં... નારણ અને હું છૂટા પડી ગયાં.. વિજયનો સંપર્ક કરવો હતો પણ એ એક્સીડન્ટમાં ઘવાઇ બેભાન થયેલો સંપર્ક ના થયો જુનાગઢ આવવા હું પાછો સુરત સ્ટેશને કેમનો પહોંચ્યો મારું મન જાણે છે પણ ત્યાંથી મને મધુનાં ગુંડાઓએ ઉઠાવી હોડીમાં નાંખ્યો ત્યારે મને ભાન આવેલું પછી બસ યાતના તકલીફ સિવાય કંઇ નથી પણ દીકરા તું જુનાગઢથી સુરત ક્યારે અને કેવી રીતે આવ્યો પછી શું થયું ? .....”
 કલરવે કહ્યું "પાપા બસ યાતના... યાતના સિવાય કંઇ નથી પણ અહીં મહાદેવે હિંમત આપી હતી મદદ કરેલી તમારી ઓફીસનો પટાવાળો મહેબૂબ મને ઇમ્તીયાઝને વેચી ગયેલો... એ વિકૃત ઇમ્તીયાઝને મેં પતાવી દીધેલો ત્યાંથી હું મહેબૂબને કારણે પાછો ડુમ્મસ પહોંચેલો.... “
 "ઇમ્તીયાઝ મોટો ગુંડો ખુંખાર હતો અને કેવી રીતે માર્યો... મહાદેવનીજ મદદ મળી તને...." કલરવે બધુજ એનાં પાપાને સવિસ્તાર જણાવ્યું... શંકરનાથ મોં વકાસી આઘાત અને આર્શ્ચથી બધું સાંભળી રહ્યાં....
 કલરવે કહ્યું "પાપા મને નથી ખબર મારામાં આટલી બધી હિંમત કેવી રીતે આવી પણ છેવટે મહાદેવની કૃપાથી ડુમ્મસ વિજય અંકલની હોટલે પહોંચેલો... ત્યાંના મેનેજર બાબુભાઇની મદદથી અહીં દમણ પહોંચેલો વિધીનું કરવું હું અહીં આવ્યો પાછળને પાછળ કાવ્યા પણ એની નાનીને ત્યાંથી અહીં આવી ગઇ.”
 શંકરનાથે કહ્યું "દિકરા આ બધાં ઋણાનુંબંધ છે મારાં વિજયનાં તથા તારાં અને કાવ્યાનાં... "કલરવે શરમાતાં કહ્યું" પાપા મારાં અને કાવ્યાનાં જન્મોથી કોઇ ઋણાનું બંધ છેજ... અમે અહીં મળ્યાં એકબીજાને ઓળખ્યાં.. પણ જાણે જન્મોથી અમે એકમેકને ઓળખીએ છીએ અમે એકમેક માટેજ બન્યાં છીએ પાપા હું આવું બોલું છું પણ સાચેજ એની ફીલીંગ છે."
 શંકરનાથે કહ્યું "દીકરા મારી જીંદગી તો સાપ સીડીની રમત જેવી ગઈ મોટે ભાગે ડંસજ મળ્યાં સીડી ક્યારેકજ પણ આજે તને જોઇ.. આપણી સ્થિતિ અને કાવ્યા સાથે તારો સંબંધ થવાનો થયો છે હવે સારું લાગે છે ઘણું બધુ બની ગયું ઘણું કીધું હજી કહીશું ઘણાં પ્રસંગો વાતો ભૂલવા જેવા છે અમુક યાદ કરવા જેવાં છે પણ હવે આગળ આગળ વાત... દિકરા હવે થોડો આરામ કરી લઊ હવે તો સાથેજ છીએ ઘણી વાતો કરી.... કરવી છે પણ... તું પણ સૂઇ જા..”
******************
 નારણ અને સતિષ સુરતની સીવીલ હોસ્પિટલ પહોંચ્યા અને ઇમરજન્સી વોર્ડમાં ગયા.. દૂરથીજ મંજુબેન અને દોલતને જોયાં એ બેડ પાસે પહોંચ્યાં... નારણે પૂછ્યું "કેમ છે માયાને ? હજી ભાનમાં નથી આવી ? કોણ છે ડોક્ટર ? એની સારવારમાં કોઇ કમી ના રાખશો..”. દોલતે કહ્યું “ના... ના.. શેઠ.. અહીં સરસ સારવાર કરે છે આતો પેઇનકીલરનું ઇન્જેકશન આપેલું છે એટલે....”
 મંજુબેન નારણને વળગીને રીતસર રડવાનું ચાલુ કર્યું “તમે ગયાં અને પેલો તમારો કાળમુખો મધુ ઘરમાં આવ્યો મારું ઘર ભ્રષ્ટ કર્યું.. મારી દીકરીને ... આ દોલત અને તમે બધાંજ જવાબદાર છો એને ગોળીએ દો પછી મને શાંતિ થશે”. ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહેલાં. નારણને ખૂબ ગુસ્સો આવેલો એ ઉતેજીત થયેલો એ દોલત પાસે ગયો એને જોરથી એક ઘોલ મારીને કહ્યું" તારાંજ વઢાયા છે બધાં... તારાં લીધેજ મારી દીકરીની દશા છે......”


વધુ આવતા અંકે ---- પ્રકરણ-123