Featured Books
શ્રેણી
શેયર કરો

સોનું ની મુસ્કાન - ભાગ 14

ભાગ ૧૪

જીનલ એ સોનું ને જે કહ્યું , તે સોનું એ મગજ માં ત્યારે બહુ ના લીધું અને એ જીનલ ને સામે કઈ બોલી પણ નહિ , ત્યાં રેખા જે સોનું ની મિત્ર હતી તેને કહ્યું જીનલ તું કોઈ ની સફળતા જોઈ ને ખુશ થતી નથી વખાણ ના કરી શકે તો
ખોટા વેણ પણ ના બોલીશ,

જીનલ આ સાંભળી ને કઈ બોલ્યા વગર જતી રઈ ત્યાં થી , સોનું એ રેખા ને કહ્યું thank you મારો પક્ષ લેવા માટે.

સોનું ની શાળા નો સમય પૂરો થયો અને તે ઘરે ગઈ , તે થોડી ઉદાસ હતી જીનલ એ કીધું તે યાદ કરી ને, પણ તેને પોતાને હિંમત આપી કે લોકો તો આવું બધું બોલવા ના જ છે જે આપણા થી જલતા હસે આપડે બસ આપડું કર્મ કરતા રેવા નું છે,

મેના એ જમવા નું બનાવી રાખ્યું , સોનું ફ્રેશ થયી ને જમવા બેસી ગઈ, મેના એ કહ્યું સોનું બેટા કેવો ગયો આજ નો દિવસ સ્કૂલ માં? સોનુ એ કહ્યું સારો હતો મમ્મી દિવસ ભણાવે સારું ટીચર એટલે વાંધો નથી કઈ ,

મેના એ કહ્યું સારું બેટા મેહનત કરતી રેજે અને તું આટલું કામ કરે છે સ્કૂલ પણ જાય છે અને શૂટ પણ કરે છે પણ તારે તારા ઉપર પણ ધ્યાન આપવા નું છે મગજ માં કામ નું ટેન્શન ન લેતી અને થોડું થોડું મનોરંજન પર પણ ધ્યાન આપજે એટલે મગજ ફ્રેશ રહે સમજી ને?

સોનું એ કહ્યું હા મમ્મી હું સમજી ગઈ તમારી વાત ચાલો હવે હું મારું થોડું હોમવર્ક કરવા જાઉ છું. અત્યારે સોનું ને કોઈ ફિલ્મ માટે રોલ assign થયો નહતો એટલે તે આ દિવસો ફ્રી હતી

ત્યાં તો સાંજે સુજલ ભાઈ નો ફોન આવ્યો રમેશ ભાઈ ને કે "after school" ફિલ્મ પછી ઘણા સોનું ને ઓળખી ગયા છે તેને એક બીજી ફિલ્મ માં રોલ માટે મારા એક મિત્ર નો ફોન આવ્યો હતો.

તે એક ફિલ્મ બનાવે છે "બાત થી ઉન દીનો કી", તેના માટે તેને સોનું ને એક રોલ ઓફર કર્યો છે તે ફિલ્મ ના હીરો ની બહેન નો .

રમેશ એ કહ્યું અરે વાહ આટલી જલદી બીજી ફિલ્મ માટે રોલ નો ઓફર આવ્યો તે સારું કેહવાય હું સોનું ને જરુર કહીશ.

રમેશ એ સોનું ને કહ્યું ઘરે જયી ને કહ્યું બેટા સુજલ ભાઈ નો ફોન આવ્યો હતો તેના એક મિત્ર તને તેની પિક્ચર માટે રોલ ઓફર કર્યો છે તે પિક્ચર ના હીરો ની બહેન નો ,

સોનું એ કહ્યું અરે વાહ આ તો ઘણી જલ્દી બીજો રોલ નો ઓફર આવ્યો.

સોનું રોજ સ્કૂલ થી આવતી અને તે ફિલ્મ ની શૂટિંગ માટે જતી રહેતી , તે ફિલ્મ ની એક્ટિંગ માટે ખૂબ મેહનત કરતી , આવી રીતે દિવસો જવા લાગ્યા.

મેના બહેન પોતાની દીકરી ની પ્રગતી જોઈ ને ખૂબ ખુશ થતી અને તેને સોનું ઉપર ગર્વ થતો ૭ મહિના વીત્યા આ ફિલ્મ ની પણ શૂટિંગ પતી અને તે રિલીઝ થવા ની હતી , આ પિક્ચર ને જોવા માટે થિયેટર માં આની ટીકીટ ખૂબ વેચાઈ.

અને આ પિક્ચર રિલીઝ થયું , આ ફિલ્મ લોકો ને ખૂબ પસંદ આવ્યું અને તેમાં સોનું એ એક બહેન નો ખૂબ સુંદર રોલ નિભાવ્યો હતો ,

આ ફિલ્મ સુપરહિટ ગઈ અને આ ફિલ્મ ને ખૂબ પ્રોફિટ થયો , સોનું ને પણ સારા પૈસા મળ્યા હતા.

આવી રીતે એક પછી એક ફિલ્મ ના રોલ સોનું ને મળવા લાગ્યા , અને ઘણા ફિલ્મ માં સોનું ને તે ફિલ્મ ની લીડ રોલ તરીકે પણ લેવા લાગ્યા હતા સોનું એ ખૂબ પ્રગતી કરી અને તેના એક્ટિંગ કરિયર માં ખૂબ આગળ વધી.

આવી રીતે ૩,૪ વર્ષ વીતી ગયા સોનું હવે કૉલેજ માં આવી ગઈ તેને ૧૨ ની બોર્ડ એક્ઝામ માં તેની સ્કૂલ ના પેહલા રેન્ક એ પાસ થયી અને તેને ૯૮ ટકા આવ્યા હતા.

અને હવે તે એક ફેમસ હેરોઇન અને લોકો ની ચહિતી બની ગઈ હતી. તે જે ગામ માં રહેતી હતી ત્યાં ના લોકો ને પણ સોનું ની એક્ટિંગ પસંદ આવતી હતી તે તેને મોટા પડદે જોઈ ને ખૂબ ખુશ થતા,

વાર્તા નો આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો આગળ નો ભાગ જલદી આવશે😊