Dropbox શું છે ? Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dropbox શું છે ?

Dropbox શું છે ?

 

આ એક વર્ચુઅલ સ્ટોરેજ છે. મતલબ તમારી જે કોઈ ચીજ તમે તમારી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પુટર કે લેપ ટોપ માં રાખો છો તે બધી જ ચીજ તમે ડ્રોપ બોક્ષ માં પાસ વર્ડ દ્વારા સુરક્ષિત રાખી શકો છો. મુખ્ય ફાયદો એ છે કે તમારી હાર્ડ ડિસ્ક ફેલ થઇ જાય ને તમારા બધા ડેટા ખલાસ ...જો બેક અપ ના હોય તો. જયારે  ડ્રોપ બોક્ષ તમારા ડેટા થાપણ તરીકે પોતાની પાસે રાખે છે. જયારે તમને જરૂર પડે ત્યારે ફરી તમે ઉપલબ્ધ કરી શકો છો. યાદ રહે ૨ જીબી સુધી નું સ્ટોરેજ મફત છે તેની ઉપર ના સ્ટોરેજ માટે વાર્ષિક લવાજમ ભરવું પડશે. ૨ જીબી એટલે તમારા મોબાઈલ થી ૨૦૦૦ જેટલા ફોટો તમે ગ્રુપ બનાવીને રાખી શકો. તેમાંથી કોઈને પણ મોકલી શકો શેર કરી શકો.. ૫૦૦ જેટલા ebooks રાખી શકો જે તમે વિશ્વ માં ગમે ત્યાંથી ઓપન કરી વાચી શકો. તમારા મિત્રોને મોકલાવી શકો. તમારા ૫૦૦ પુસ્તકો સાથે લઇ ફરી નથી સકતા પણ ડ્રોપ બોક્ષ ને મદદ થી ગમે ત્યારે કોઈના પણ કમ્પ્યુટર થી મોબાઈલ  થી  વાચી શકો છો. આહા કેટલું સરળ.. તમારી મનગમતી ફિલ્મ પણ રાખી શકો ને તમારા મિત્રોને શેર પણ કરી શકો.

મેં મારા ૬૦૦ થી વધારે પુસ્તકો સ્કેન કરી તેને ડ્રોપ બોક્ષ માં રાખ્યા છે. ટેબ દ્વારા કે મોબાઈલ થી હું ગમે ત્યારે વાંચી સકું છું. અને શેર પણ કરી સકું છું.

કેનેડા માં ગુજરાતી સમાજે ત્યાની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ફક્ત કેનેડા વાશી માટે રાખ્યા છે. જેનું વાર્ષિક લવાજમ ભરી મેમ્બર બની સકાય છે. વિશ્વ ની સૌથી મોટા પુસ્તકો ઇબૂક્સ રૂપાંતરિત થઇ ઓન લાઈન થઇ ગયા છે. આ સાથે કેટલીએ પુસ્તકોની  વેબ સાઈટ છે જે તમે નીસુલ્ક વાચી શકો છો. મારી પાસે ૭૦ થી વધારે વેબ સાઈટ ના અડ્રેસ છે જે ઈમૈલ દ્વારા મને પૂછે શકો છો. તેમની કેટલીક  આ પ્રમાણે છે.

www.scribd.com

www.issuu.com

અથવા ગુગલ માં સર્ચ કરો ફ્રી ઇબૂક્સ આ પણ ડ્રોપ બોક્ષ જેવો જ આઈડિયા છે. હવે વાત રહી કે તમારા પુસ્તકોની. ઘર માં બૈરું જાન ખાય છે ને ? તમારા પુસ્તકો ને સાફ કરવા જત્થા બંધ રાખવા ઈત્યાદી..તો ચાલો બધા પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ડ્રોપ બોક્ષ માં મૂકી દો. તમારા પુસ્તકો ને કીડા ખાઈ જાય તેની પહેલા. ત્યાર બાદ બધા પુસ્તકો OLX માં વેચી પત્ની ને સોનાનું ઘરેણું લઇ આપો. ( ફક્ત તમારી જ પત્નીને હો..)

 

અથવા કોઈ પુસ્તક તમને પુસ્તકાલય માંથી પસંદ આવે કે મિત્રો પાસેથી મળે તો તેને પણ સ્કેન કરી શકો છો.

તમારા પુસ્તકો ને સ્કેન કેમ કરવા? કેમ ડ્રોપ બોક્ષ માં સુરક્ષિત રાખવા? મને જરૂર ઈ મેઈલ કરજો. harshad30@hotmail.com અથવા વોટ્સ અપ પર સંપર્ક માં રહેજો. ૯૭૩-૬૬૩૩૧૭૮૧

ઓનલાઇન બેકઅપ સુભાષિત :

 

૧) હાર્ડ ડ્રાઇવ ક્રેશ તો લેપટોપ ચોરી થઇ શકે છે, પરંતુ તમે તમારા ડેટાને આવી કોઇ દુધટર્નાથી બચાવી શકો છો.

૨) ૨ જીબી સુધી નું મફત સ્ટોરેજ વાહ ભઈ વાહ

૩) નાં પુસ્તકો રાખવા , નાં સાફ કરવાના

અમે તો ડ્રોપ બોક્ષ માં રાખી, વાચી, ગગન માં વિહરવાના.

૪) છોકરાઓને ગેમ્સ ની આદત થી છોડાવી ટેબ માં પુસ્તકો વાંચવાની આદત એટલે ડ્રોપ બોક્ષ.

૫) પ્રભુ મારું પૈસાનું એક અકાઉન્ટ સ્વીસ બેંક માં ને બીજું મારું સાહિત્યનુ ડ્રોપ બોક્ષ માં થજો.

 

Dropbox ઓનલાઇન બેકઅપ સ્ટોરેજન જેવી કેટલીક સમાંતર સુવિધા ઉપલબ્ધ છે.

 

 

 

૧) ADrive

http://www.adrive.comપર્સનલ યુઝ માટે આ ૫૦ જીબી ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. સાઇન અપ અને વેરિફિકેશનની પ્રક્રિયા પછી યૂઝર્સ વેબ ઇન્ટરફેસ દ્વારા ફાઇલ એડિટ કે સ્ટોર કરી શકે છે. વેબ બેઝ ઇન્ટરફેસ હોવાના કારણે તે બધા પ્લેટફોર્મ પર ચાલે છે. ફાઇલ મેનેજર વિન્ડો દ્વારા ફાઇલ સરળતાથી સર્ચ કરી શકાય છે. તે અપલોડ અથવા એડિટ કરેલી ફાઇલની હિસ્ટ્રી પણ સરળતાથી સેવ કરે છે.

૨) Badongo

http://www.badongo.com સ્ટોરેજની સુવિધા આપે છે, પરંતુ તેમાં ઘણા પેંચ છે. ફ્રી યુઝર્સ એક દિવસમાં ૪.૮ જીબીથી વધારે ડેટા ડાઉનલોડ નથી કરી શકતા. ડાઉનલોડિંગની સ્પિડ પણ ૫૦૦ કેબીપીએસ જ છે. ફાઇલના પ્રકારના આધારે ડેટા સ્ટોર કરી શકાય છે. વેબ ફાઇલ મેનેજરની મદદથી ડેટાને વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકીએ છીએ.

૩) Box

http://www.box.com આ સાઇન અપના આધારે ૫ જીબીથી ૫૦ જીબી સુધીની ડેટા સ્ટોરેજની સુવિધા આપે છે. જો તમે ડેસ્કસ્ટોપથી સાઇન અપ કરો તો ૫ જીબી વધારે અને તમે ફ્રી આઇપેડ સોફટવેરથી સાઇન અપ કરી રાા હો તો ૫૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરવાની સ્પેસ મળે છે. સોફટવેરની મદદથી કન્ટેન્ટ અપલોડ કરવા ઉપરાંત ફાઇલ શેયર પણ કરી શકાય છે. તે ઇમેલ દ્વારા ફાઇલ કે લિંક શેયર કરવાની સુવિધા પણ આપે છે.

૪) dropbox

http://www.dropbox.comકન્ટેન્ટના એસેસના રીતે જોવા જઇએ તો ખૂબ જ સારી સાઇટ છે. અહીં સ્ટોરેજ ડેટાને યૂઝર મોબાઇલમાં ડાઉનલોડ એપ્પ દ્વારા જોઇ શકાય છે. આ સાઇટ શરૂઆતમાં ફકત ૨ જીબીની સ્પેસ ફ્રીમાં આપે છે. પરંતુ વધારાની બીજી સ્પેસ મેળવવા માટે યૂઝર્સને કરવા પડે છે. પીસી પર રાખવામાં આવેલું ડ્રોપ બોકસ ફોલ્ડર જાતે જ સ્ટોર ફાઇલને અપડેટ કરે છે.

૫) Microsoft

Sky Drive http://skydrive.live.comસ્કાયડ્રાઇવ ૨૫ જીબીની ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. તે વિન્ડો એકસપ્લોરરની જેમ કેટલુંક કામ કરે છે. અહીં બધા ફોલ્ડર જમણી બાજુ જોવા મળે છે. આ સોફટવેર દ્વારા ડેટા કે ફાઇલ અપડેટ કરવાની કે એડિટ કરવાની સુવિધા આપતું નથી. ઓફિસ ડોકયુમેન્ટ સીધા જ સેવ થઇ જાય છે. બાકીનાને ડ્રેગ કરીને બનાવેલા ફોલ્ડરમાં નાખવા પડે છે.

હર્ષદ આશોડીયા