પ્રેમ સમાધિ - પ્રકરણ-117 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-117

પ્રેમ સમાધિ 
પ્રકરણ-117

 વિજયે ખૂબ આનંદ સાથે કહ્યું "ભૂદેવ વેવાઇ.. હવે ગઇ ગૂજરી ભૂલી જાવ હવે તો મને બસ આનંદજ આનંદ અનુભવાય છે મને એવું થાય છે નારણને પણ ઘરે આવવા ના પાડી દઊં કે તું ચિંતા ના કરીશ પેલાં મધુને હું જોઇ લઇશ ખોટી મારી દીકરી ડીસ્ટર્બ થાય એવું નથી ઇચ્છતો.”
 ત્યાં શંકરનાથે કહ્યું "વિજય હવે હમણાં કોઇને કંઇ ફોન ના કરીશ... ભલે આવતો નારણ.. તારાં શીપની જાણકારી લે એ બધાં પણ તારાં ઘરે આવી જાય હવે ગોળધાણાં ખાઇશું “ સર્વપ્રથમ, ભૂદેવ નો ચહેરો પણ ખીલી ઉઠ્યો.. બધું શારિરીક દર્દ ભૂલી આનંદીત થયાં. 
 વિજયે કહ્યું "ભૂદેવ મને હવે બધુ યાદ આવે છે કે.. મારી કાવ્યાનીમાં... હું શીપ ઓનર થયો પછી એ લોકોને રાજકોટ રાખતો જેથી કાવ્યા સારી સ્કૂલમાં ભણી શકે પણ ધંધો રોજગાર વધ્યો.. મારું સાસરું પોરબંદર તો મારી પત્નિ એની માં ની પાસે રહી શકે કાવ્યાનું ધ્યાન રહે સારો ઉછેર થાય એટલે ત્યાં શીફ્ટ થયેલો.. જો કે આમાં હું કબૂલ કરું કે મારી ઐયાશી અને એની માં તરફ્નું દુર્લક્ષ પણ વ્યવહાર છે પણ પહેલેથી મનમાં હતું આ બધી જગ્યા છોડી દમણજ ઠરીઠામ થવુ છે વર્ષો પહેલાંથી અહીં મોટી જગ્યા ખરીદી લીધી હતી. બધી રીતે સારું પડે સરકારી હેરાનગતિ નહીં લોકલ સામાજીક માથાકુટ નહીં અને થોડે દૂર છતાં સમાજ મારો મને મળી રહે અને ઇશ્વરે આજે સારો દિવસ દેખાડ્યો.. 
 શંકરનાથે કહ્યું "વિજય મેં જુનાગઢથી નીકળી ઘણી રઝળપાટ કરી દુઃખ વેઠ્યું પિશાચી વ્યક્તિઓથી બચતો બચતો હું તારી હોટલે એકવાર પહોંચેલો મને નારણથીજ ખબર મળી હતી કે.. ના ના ભૂરીયાએ કહેલું કે તમારો દિકરો ડુમ્મસ છે કદાચ એ સુરતથી ડુમ્મસ ગયેલો.. છેલ્લે જાણ થઇ એ પણ પેલા હરામીનાં ફોલ્ડરથી કે કલરવ દમણ છે પછી શાંતિ થયેલી પણ બસ એને ક્યારે મળું... એ પહેલાં હું પેલાં હરામીઓનાં હાથમાં આવી ગયેલો ડુમ્મસથી પકડી મને મધુ એની શીપ પર લઇ ગયેલો.. ઇર્ષ્યાળુ મને બતાવવા કે એ ક્યાંથી ક્યાં પહોંચી ગયો શીપ ઓનર થઇ ગયો મને એની શીપ પર બંદી બનાવેલો.”
 વિજયે પૂછ્યું "ભૂદેવ હું બધું સમજી ગયો.. એણે તમને ડુમ્મસથી ઉઠાવેલા ? શંકરનાથે કહ્યું નારણ, ભૂરીયો અને હું સાથે હતાં ગોળીબારી થઇ એનાં માણસો અમારો પીછો કરી રહેલાં એમાં ભૂરીયાને ગોળી વાગી.. નારણ ત્યાંનો ભોમીયો એ છટકી ગયેલો અને હું પકડાઈ ગયેલો પછી એ બેરહેમે મને ખૂબ હેરાન કર્યો મને ઘેટાની જેમ ઘસડીને લઇ ગયેલો નાની બોટમાં ફેંકેલો ત્યાંથી એની શીપ પર એનો એટલો જુલ્મ સહ્યો છે વિજય હું વર્ણન નહીં કરી શકું મારું અંગ અંગ ભાંગી નાંખ્યુ છે મને જીવતો રાખી બધી એની ગંદકી અને જાહોજલાલી બતાવવી હતી.” 
 “વિજય એ છોકરીઓને ઉઠાવી એનું વેચાણ મુંબઇ અને પોરબંદર કરતો ડ્રગ માફીયો તો થઇજ ગયેલો એને બૈરાઓની આદત પડી ગઇ હતી એની બૌરીને દારૂનાં નશામાં મારીને દરિયામાં ફેંકી દીધી હતી સાલો નપાવટ પછી દુનિયાની કોઇ છોકરી.. બૈરીને હાથમાં આવે છોડતો ન્હોતો બેફામ દારૂ અને ડ્રગ લેવાની આદત પડી હતી એ નશામાં આવે પછી એને ભાનજ નહોતું રહેતું કે એ શું કરે છે મારી ડાબી આંખ સ્હેજમાં બચી ગયેલી છૂટ્ટી બોટલ મને મારી હતી એકવાર એનાં માણસો જોડે એટલો માર મરાયો મારાંથી સહેવાયું નહીં હું "હે મહાદેવ આ નરાધમથી મને બચાવો કાં તમેજ મારી નાંખો" એટલું જોરથી બોલેલો કે એનો નશો ઉતરી ગયો એવી મોટી ત્રાડ પાડી હતી મારું એ વિકરાળ રૂપ જોઇને એનાં માણસો થથરી ગયાં મને છોડીને ત્યાંથી જતાં રહ્યાં... એ પછી એ ચંડાળ થોડો શાંત થયેલો મહાદેવે એ જરૂર પરચો બતાવેલો”. 
 “મારાં નસીબ એણે પોરબંદર કે જુનાગઢ ક્યાંકથી ડ્રગ ઉઠાવેલી એની બાતમી પોલીસ અને નાર્કોટીસવાળાને મળેલી અને રેડ પડી એમાં કસ્ટમવાળા પણ સાથે હતાં શીપ નાની છોકરીઓથી ભરેલી હતી તારાં આ મ્હાત્રે મિત્ર ત્યાં આવ્યાં મને છોડાવી મુંબઇ લઇ આવેલા એમણે તારો સંપર્ક કરેલો કારણ કે બેભાન અવસ્થામાં પણ હું કલરવ અને તારુંજ નામ બોલી રહેલો. ઇશ્વરે મારી પ્રાર્થના સાંભળી મને તું મળી ગયો. “
 આમ બોલતાં બોલતાં શંકરનાથ હાંફી ગયાં. વિજયે એમને હવે શાંત રહેવા કહ્યું... “બસ ભૂદેવ સમજી ગયો બધુ હવે હું જાણી ગયો.. બસ હવે આપણે દમણ પહોંચીએ પછી બધાં સાથે વાત કરીશું”. ત્યાં ડ્રાઇવર બોલ્યો “સર બસ હવે નજીક છીએ માંડ 30-40 કિમી રહ્યું છે વધુમાં વધુ અડધો પોણો કલાકમાં પહોંચી જઇશું....”
 ડ્રાઇવરને સાંભળી અને બરીની બહાર નજર કરતાં વિજય બોલ્યો “બસ ભૂદેવ આપણાં વિસ્તારમાં આવી ગયાં. થોડીવારમાં તો આપણાં છોકરાઓ પાસે હોઇશું “ બંન્નેનાં ચહેરાં પર આનંદ છવાયો.
**************
 મધુએ છાકટા થઇને સાવ બિભત્સ અને ગંદી રીતે રેખાને નિર્વસ્ત્ર થઇને આવવા કહ્યું.. ઊંડા વિચારોમાં ઉતરી ગયેલી રેખા ચમકી એણે ચહેરો ખૂબ આનંદવાળો બનાવીને કહ્યું “શેઠ શું તમે પણ આટલી શું ઉતાવળ છે ? આખી રાત આપણીજ છે ને ? તમે થોડું ડ્રીંક પીઓ મૂડ બનાઓ પછી મજા આવે... પણ હમણાં તમે બીજું કોનું નામ લીધુ ? ......”
 નશામાં ચકચૂર મધુએ કહ્યું “અરે મારી જાન મારે તારાં શરીરને જોવું છે બધે હોઠ મૂકવાં છે સાથે સાથે પેલો દોલત મને અહીં માયાનું વળગણ લગાડીને લાવ્યો છે એ નાજુક કળીને એનો માળી પાછો આવે પહેલાં માણી લઊં એનાં અંગ ઉપાંગ જોઇ ભોગવી લઊં હા.. હાં એનું વળતર પણ ચૂકવી દઇશ.. પેલાં હરામી વિજયાની બધી સંપત્તિ એનેજ મળશે ને હું કલરવ, શંકરનાથ અને વિજય બધાને મારી આસાનીથી પતાવી દઇશ હમણાં સાંજસુધીમાં બધાં અહીં આવી જશે પછી દમણ જંગ છેડીશ....” 
 આમ બોલતાં બોલતાં એણે રેખાના વસ્ત્રો ખેંચવા માંડ્યા... “ઉતારને સાલી તને વેશ્યાને શું શરમ ? તું તો આનાં માટે તો જન્મી છે.. પેલી માયા.. વાહ પછી તને ખબર છે 2-4 વર્ષમાં તો તારી છોકરી પણ તૈયાર થઇ જશે એને તો હું મારી શીપ પરજ રાખવાનો છું... હા... હા.. હા..”. અને રેખાએ એની છોકરીનું નામ સાંભળ્યુ અને એણે પિત્તો ગુમાવ્યો કાબુ ખોયો... અને... 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-118