સરપ્રાઈઝ
"'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામની ફૂડ કોર્ટ વેન જોઈને જાનવી ની આંખો પહોળી થઈ જાય છે.પોતાની લારી તેને ક્યાંય આસપાસ દેખાતી નથી અને તેની જગ્યાએ આ 'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામ ની વેન જોઈ ને જાનવી ના ધબકારા વધી જાય છે. જાનવી ઉતાવળે પગલે તે અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ ની વેન ની નજીક જઈ, તેમાં બધો સામાન ગોઠવી રહેલા વ્યક્તિ ઉપર ત્રાટકે છે.
"એ મિસ્ટર, તમને અહીંયા મારી લારી હટાવી ને પોતાની આ ફૂડ કોર્ટ વેન મુકવાની પરમિશન કોને આપી??તમારી આ ફૂડ કોર્ટ અત્યારે હાલ જ હટાવી લો નહિતર હું..."
જાનવી આગળ કંઈ બોલે તે પહેલા જ તે વ્યક્તિ જાનવી તરફ જોવે છે. જાનવી તેને જોઈને એકદમ મૌન થઈ જાય છે.
"તમે!!"
"હા હું, કેમ ના આવું?"તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કેવિન છે.
જાનવી ફૂડ કોર્ટ માં એક નજર ફેરવે છે. ફૂડ કોર્ટ જોઈને તે અચંબીત થઈ જાય છે.
"એટલે આ ફૂડ કોર્ટ તમે ખોલી???"જાનવી કેવિન ને સવાલ કરે છે.
"કદાચ હા અને કદાચ ના "
જાનવી ને થોડીવાર કેવિન પર ગુસ્સો આવે છે.
"તમે સુખી ઘર ના છો, તો પછી તમારે આમ અમારા જેવા મિડલકલાસ લોકો ના પેટ પર લાત મારી આમ ફૂટપાથ પર ફૂડકોર્ટ ની લારી મીન્સ કે ફૂડકોર્ટ ખોલવાની શું જરૂર પડી??"જાનવી પુરા ગુસ્સામાં છે.
જાનવી નો ગુસ્સો કન્ટ્રોલ બહાર જતો જોઈ કેવિન તેને કન્ટ્રોલ કરવામાં લાગી જાય છે.
"ઓ ઓ મેડમ એક મિનિટ"કેવિન જાનવી ને પાણી નો ગ્લાસ ભરી ને આપે છે.
"લો આ પાણી પી લો, ગુસ્સો શાંત થઈ જશે."
"નથી પીવું, તમે પીવો "
"ઓકે "કેવિન ગ્લાસ બાજુ પર મૂકે છે.
"મેડમ આ ફૂડકોર્ટ મારું નહિ તમારું છે. યાદ છે કાલે રાતે અહીંયા થી જતા પહેલા તમને કહ્યું હતું કે કાલે તમારા માટે સરપ્રાઈઝ છે. તે આ જ સરપ્રાઈઝ છે. અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ ઓનર બાય જાનવી "કેવિન જાનવી સામે સ્માઈલ થી જોવે છે.
જાનવી ફૂડકોર્ટ જોવાને બદલે કેવિન સામે જોઈ રહી છે.કેવિન ફૂડકોર્ટ માંથી બહાર નીકળી જાનવી પાસે આવી ને ઉભો રહે છે. જાનવી તેને તરત જ ભેટી પડે છે.તેની થોડીક સેકેન્ડ માં જ તે તેનાથી વિખુટી પડે છે. તેને ખબર નહિ પણ કેમ કેવિન ની અંદર પોતાનું કોઈ દેખાઈ રહ્યું છે. જે જાનવીને કેવિન તરફ અચાનક જ ખેંચી લે છે.તેને સમજણ નથી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.બન્ને ની આંખો માં એકબીજા ને કહી કહ્યા વગર પણ પ્રેમ દેખાઈ રહ્યો છે.બન્ને વચ્ચે થોડીવાર મૌન સર્જાય છે બસ આંખો થી આપલે થાય છે.
"મને આવડી મોટી સરપ્રાઈઝ આપવાનું કારણ??"જાનવી સહેજ શરમ થી નજર નીચી કરી ને બોલે છે.
"તમારા બિઝનેસ માં પાર્ટનરશિપ કરવી હતી અને આ બિઝનેસ માં જો સારી પાર્ટનરશિપ ચાલી તો..... લાઈફ ટાઈમ તમારી સાથે પણ પાર્ટનરશિપ કરવાનો વિચાર છે."કેવિન જાનવી સામે રોમેન્ટિક અંદાજ માં બોલે છે.
જાનવી તેનો મર્મ સમજી ને ફૂડકોર્ટ તરફ નજર કરે છે.
"જો આ મારાં માટે છે તો શું હું તેમાં પ્રવેશી શકું???"જાનવી હળવેક થી બોલે છે.
"હા કેમ નહિ?"
જાનવી ફૂડકોર્ટ માં જઈને ખુશ થઈ જાય છે. કેવિન તેના ચહેરા પર ની ખુશી જોઈ ને પોતે ખુશ થઈ રહ્યો છે.
"તમને અન્નપૂર્ણા નામ રાખવાનો વિચારે ક્યાંથી આવ્યો??"
"જેના બન્ને હાથ સાક્ષાત માં અન્નપૂર્ણા દેવી જેવા હોય, જેના હાથ ની બનેલી રસોઈ માં અન્નપૂર્ણા જેવી દેવી નો પ્રેમભાવ હોય ત્યારે તેવી છોકરી ના કાર્યસ્થળ માટે નામ રાખવાનો વિચાર ના આવે... બસ એક જ લાગણી ઉદભવે "સાક્ષાત અન્નપૂર્ણા" એટલે નામ રાખી લીધું 'અન્નપૂર્ણા દેશી ફૂડકોર્ટ '" કેવિન જાનવી સામે ડાયલોગ ના તિર ચલાવી ને જાનવી ને ઘાયલ કરી રહ્યો છે.
જાનવી શરમાઈ ને પોતાની આંખો નીચી કરી રહી છે.
"હવે એ કહો કે સરપ્રાઈઝ ગમી કે નહિ??"
"બહુ જ ગમી સાથે.... સરપ્રાઈઝ આપવાવારા પણ.."જાનવી કેવિન તરફ કટાક્ષ ભર્યું તિર ફેંકે છે.
બન્ને એકબીજા સામે જોઈને હસવા લાગે છે.જાનવી ફૂડકોર્ટ ની અંદર છે અને કેવિન બહાર છે.
"એક વાત પૂછું??"
"હા પૂછો!"જાનવી બોલે છે.
"હવે મને રિટર્ન ગિફ્ટ માં શું આપશો??"કેવિન જાનવી ના હાથ પર પોતાનો હાથ મૂકી ને પૂછે છે.
પોતાના હાથ પર પહેલીવાર મનગમતી વ્યક્તિ નો હાથ જોઈને જાનવી શરમાઈ જાય છે.
"શું જોઈએ?"
"બસ તમારા હાથ ના બાજરી ના રોટલા અને ડુંગરિયું ના શાક જેવી સ્વાદિષ્ટ તમારી વાતો સાંભળવી છે."
"વાતો તો મારે પણ તમારી સાથે ઘણી કરવી છે!!કે મારી આ સ્વાદિષ્ટ વાતો નો રસ તમને વળી ક્યાંથી મીઠો લાગ્યો???"જાનવી પોતાની લટ સરખી કરી ને કેવિન સામે જોઈને બોલે છે.
"ઓકે, તો જયારે આ બિઝનેસ માંથી ફ્રી થાવ તો તમારા આ કાઉન્ટર ના ડ્રોવર માં મારો નંબર મુકેલો છે તેના પર મેસેજ કરી દેજો. અન્નપૂર્ણા ની સેવા માં હું હાજર થઈ જઈશ.જય શ્રી ક્રિષ્ના "કેવિન આટલું બોલી ને પોતાની કાર તરફ આગળ વધે છે.
જાનવી ડ્રોવર માંથી કેવિન નો નંબર લઇ ડાયલ કરે છે. કેવિન કાર દરવાજો ખોલે ત્યાં જ રિંગ વાગે છે. કેવિન સ્કિન પર નંબર જોઈ જાનવી તરફ નજર ફેરવી ફોને ઉપાડે છે.
"બોલો શું સેવા કરી શકું?"
"બસ નવી ફૂડકોર્ટ માં આજ ના દિવસ ની શરૂઆત કરતા પહેલા એકવાર તમારો ચહેરો જોવો હતો.. અને હા આવડી મોટી સરપ્રાઈઝ માટે સ્પેશલ thank you thank you, thank you "જાનવી નો પ્રેમ તેના શબ્દો માં ઉભરાઈ આવે છે.
"Most welcom અને જો મારો ચહેરો જોઈ લીધો હોય તો હું જવું ઓફિસ માં મોડું થાય છે."કેવિન ઘડિયાળ માં નજર કરી ને બોલે છે.
"ઓકે સાચવી ને જ્જો , જય શ્રી ક્રિષ્ના "
"જય શ્રી ક્રિષ્ના "
કેવિન કાર લઇ ને ઓફિસે જવા રવાના થાય છે.
* * *
સાંજે જાનવી થોડીવાર માટે ફ્રી થઈ પોતાનો ફોન મચેડતી હોય છે. ત્યાં જ તેના ફોન માં અજાણ્યા નંબર પર થી એક મેસેજ આવે છે.જે વાંચી ને જાનવી ના મગજ માં વિચાર નો એક જબકારો થાય છે.
કે કેવિન ને મેસેજ કરવો હોત તો એને જે નંબર આપ્યો તેના પર કર્યો હોત, પણ આ આવો મેસેજ કોને?? કેમ??? અને શા માટે કર્યો હશે??? શું જાનવી પર કોઈ નજર રાખી રહ્યું છે??શું જાનવી ને કોઈ ફસાવાનું કાવતરું થઈ રહ્યું છે??
તે જાણવા આગળ ની ધારાવાહીક વાંચતા રહો.
* * *