પ્રેમની એ રાત - ભાગ 6 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની એ રાત - ભાગ 6

વેલેન્ટાઈ ડે 

આખું અમદાવાદ શિયાળા ની ઠંડી માં ઠરી રહ્યું છે. ત્યારે સાબરમતી નદી નાં કિનારા પર ની એક હોટેલ માં વેલેન્ટાઈ ડે ની તૈયાર ચાલી રહી છે. તેમાં લાલ ફુગ્ગા, લાલ રીબીન અને લાલ ઝબકારા મારતી લાઈટો વાતાવરણ ને યુગલો માટે પ્રેમભર્યું બનાવી રહી છે.પ્રેમભર્યા વાગતા હિન્દી ગીતો યુગલો માં આ શિયાળા ની ઓસ સામે તેમના માં ઉર્જા ભરવાનું કામ કરી રહ્યા છે.

જાનવી અને કેવિન આજ ની આ પ્રેમનગરી માં હાજર છે. જાનવી પોતાના પહેલા વેલેન્ટાઈ ડે ને પોતાની આંખોમાં કોતરી કોતરી ને ભરી રહી છે. ત્યાં કેવીને જાનવી માટે કરેલું સ્પેશ્યિલ આયોજન જોઈને દંગ રહી જાય છે.

"આ બધું શું છે??"જાનવી ખુશ થઈ પાછુ ફરી ને કેવિન ને પૂછે છે.

ત્યારે કેવિન એક પગ પર નીચે બેસી, પોતાના હાથ માં રહેલું ગુલાબ નું ફૂલ જાનવી સામે ધરી ને પ્રપોઝ કરે છે.

"આઈ લવ યુ જાનવી "

જાનવી કેવિન ને પ્રપોઝ કરતો જોઈને તેના ચહેરા પર એક ખુશી ની લહેર છવાઈ જાય છે.જાનવી ને પ્રપોઝ કરતાની સાથે આયોજન મુજબ આકાશ અવનવા ફટાકડાઓ થી રંગાઈ જાય છે.જાનવી કેવિન નું પ્રપોઝ સ્વીકારી કેવિન ને ભેટી પડે છે.

"આઈ લવ યુ ટૂ કેવિન, તું જ મારી જિંદગી છે."

બન્ને નાં પ્રેમ પર જાણે શિયાળા ની ઓસ પણ એક આંટો મારી ને તેમને અભિનંદન આપતી જાય છે.બન્ને ઠંડી લહેરો ની વચ્ચે હાથમાં હાથ નાખી ને પોતાના જિંદગી નાં પન્ના ફેરવી રહ્યા છે.બન્ને પોતાના પ્રેમાલાપ માં મગ્ન છે.એકબીજા નાં લગ્ન પછી નાં ભવિષ્ય માં બન્ને ખોવાઈ ચૂકયા છે.

ત્યાં જાનવી ને કોઈ નાં મોબાઈલ ની ફ્લેશ લાઈટ પોતાના પર પડી ને તરત બંધ થતી જોઈને કોઈ તેમને ફોલો કરી રહ્યું હોય તેવું તેને લાગી રહ્યું છે.

"કેવિન, તને એવું નથી લાગતું કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે."

"એ તો કોઈ આ સુંદર રાત નો ફોટો પડી રહ્યું હશે એટલે તને એવું લાગે છે કે કોઈ આપણા બન્નેનાં ફોટા પડી રહ્યું છે."કેવીન જાનવી ની વાત હળવાશ માં લઇ લે છે.

"એ બધું છોડ અને એ કહે કે તું આપણા મેરેજ પછી આપણી કંપની જોઈન્ટ કરી ફેમિલી બિઝનેસ ને આગળ વધારવા માં મારી મદદ તો કરીશ ને??"

જાનવી નું મન તે ફ્લેશ લાઈટ ચાલુ થઈ ને બંધ થઈ તે તરફ છે કેમ કે જાનવી ને હજુ પણ શંકા છે. કે કોઈ છે જે તેમની પર નજર રાખી રહ્યું છે છતાંયે તે કેવિન નાં પ્રશ્ન નો જવાબ આપે છે.

"ના બિલકુલ નહિ, હું મારી અન્નપૂર્ણા ફૂડકોર્ટ સાથે બહુ ખુશ છું. તેમાં મને ખુબ જ ખુશી મળે છે."

"કેમ???"કેવિન સ્તબધ થઈ ને પૂછે છે.

"કેમ કે અન્નપૂર્ણા ફૂડકોર્ટ એ મારાં પ્રિય કેવિને મને આપેલી  પહેલી ગિફ્ટ અને મારી મહેનત ની એક અલગ જ દુનિયા છે. અને તે દુનિયા માં હું ખુશ છું."જાનવી આટલું બોલી ને કેવિન નાં ગાલ પર હળવું ચુંબન કરે છે.

"ઓકે ઠીક છે, જેમાં તું ખુશ એમાં હું ખુશ."બન્ને નાં ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

કોઈ એ અંધારી રાત માં કેવિન અને જાનવી ની વાતો ચોરી છુપી સાંભળી રહ્યું છે.પછી તે વાત કોઈ ને ફોન પર પહોંચાડી રહ્યું છે.

જાનવી અને કેવિન પોતાના પ્રેમસાગર માં પુરેપુરા ડૂબી ગયા છે.રાત ક્યાં પસાર થઈ રહી છે. તેની બન્ને માંથી કોઈ ને ભાન નથી. ત્યાં જ જાનવી નાં ફોન માં રિંગ રણકી ઉઠે છે.તેની મમ્મી નો ફોન છે.

"હેલો, બેટા તું ક્યાં છે??"જાનવી ની મમ્મી ગભરાયેલા અવાજે બોલી રહી છે.

"હું કેવિન ની સાથે છું, તને કહી ને તો આવી હતી.કેમ શું થયું???કેમ આટલી ગભરાયેલી છે "

"બેટા તું જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવતી રે, કોઈ નો મારાં પર ફોન આવ્યો હતો કે જાનવી ને કહી દો કે કેવિન થી દૂર રહે."જાનવી નાં મમ્મી નાં અવાજ માં એક ડર સંભરાહી રહ્યો છે.

જાનવી અને કેવિન એક પણ સેકેન્ડ વિચાર કર્યા વગર સીધા ઘરે પહોંચી જવા નીકળે છે.

*                                 *                              *

જાનવી ની મમ્મી જાનવી અને કેવિન ને વિસ્તાર થી બધી વાત જણાવે છે.વાત સાંભળી ને જાનવી અને કેવિન ચિંતા માં મુકાઈ જાય છે.

"બેટા મને તારી બહુ ચિંતા થાય છે??"

જાનવી નાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ આવે છે. તે મનોમન વિચાર કરે છે.. કે એવું તો કોણ હશે જે મને કેવિન થી દૂર કરવા માંગે છે??શું હોટેલ પર જે કોઈ અમારો પીછો કરી રહ્યું હતું, તે કોઈ ભ્રમ હતો કે સાચે જ કોઈ પીછો કરી રહ્યું હતું??? મને અને કેવિન ને અલગ કરવાથી તેને શું ફાયદો થવાનો હતો???

જાનવી નાં મગજ માં અનેક સવાલ ગુમરાઈ રહ્યા છે.ત્યાં જ કેવિન જાનવી નાં મમ્મી નાં ફોન માંથી તે નંબર લઇ તેને રીડાયલ કરે છે.પણ તે ફોન સ્વિચઑફ આવે છે.

જાનવી, કેવીન અને જાનવી ની મમ્મી મૌન થઈ ને બેઠા છે. જાનવી ની મમ્મી નાં ચહેરા પર સૌથી વધારે ચિંતા દેખાઈ રહી છે.

ત્યાં કેવિન નાં ફોન માં રિંગ વાગે છે.કેવિન સ્કિન પર નજર કરે છે. તેના પપ્પા નો ફોન છે.

"બેટા ક્યાં છે?? રાત નાં 12 વાગવા આવ્યા છતાં ઘરે નથી આવ્યો, તારી મમ્મી તારી ચિંતા કરે છે."

"હા, પપ્પા બસ આ ફ્રેન્ડ નાં ઘરે આવ્યો હતો, બસ હવે નીકળવાનું જ કરતો હતો "

"હા, શાંતિ થી આવજે "

"ઓકે "કેવિન ફોન કટ કરી ને જાનવી સામે જોવે છે.

"પપ્પા નો કોલ હતો ઘરે જવુ પડશે, પણ તમે લોકો કંઈ ચિંતા નહિ કરો.. આ કોણ છે તેની હું કાલે તપાસ કરાવીશ લઇશ."એટલું બોલી કેવિન પોતાના ઘરે જવા નીકળી જાય છે.

જાનવી અને તેની મમ્મી લાઈટ બંધ કરી ચિંતા ની ભૂલભુલમણી માં ખોવાઈ જાય છે.બીજા દિવસ નો સુરજ જાનવી અને તેની મમ્મી માટે શુ લઇ ને ઉગે છે. તે તો સવારે જ ખબર પડશે???

*                                   *                             *