પ્રેમની એ રાત - ભાગ 9 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની એ રાત - ભાગ 9

સગાઈ


"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિંકી ને જોઈને ભેટી પડે છે.બન્ને બહેનપણીઓ ઘણા ટાઈમ પછી મળી છે.

"બીજી બધી વાત છોડ અને જલ્દી થી તૈયાર થઈ જા. તારી માટે એક સરપ્રાઈઝ છે."

"મારાં માટે સરપ્રાઈઝ!!કંઈ બાબત ની સરપ્રાઈઝ??"જાનવી ચિંકી પર સવાલો નો વરસાદ વરસાવે છે. જાનવી વિચારવા લાગે છે કે મારો બર્થડે નથી કે નથી બીજું કંઈ તો પછી આમ અચાનક આ સરપ્રાઈઝ કંઈ વાત ની??

"તું સરપ્રાઈઝ શેની, કોની, કંઈ બાબત ની એ બધું વિચારવાનુ બંધ કર અને જલ્દી થી તૈયારી થઈ જા."

જાનવી તૈયાર થઈ ને ચિંકી સાથે તેની મોંઘી કાર માં બેસે છે. ચિંકી જાનવી ની આંખો પર એક કાળી પટ્ટી બાંધી દે છે. જેથી ચિંકીએ રાખેલું સરપ્રાઈઝ તેને ખબર નાં પડે.

"પણ મને એ તો કહે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ."

"થોડીવાર શાંતિ થી બેસ. તને બધી ખબર પડી જશે "

થોડીવાર માં કાર એક મોંઘી હોટેલ આગળ આવી ને ઉભી રહે છે. ચિંકી જાનવીને લઇ હોટેલ માં પ્રવેશે છે.

*                               *                             *

આ હોટેલ નાં હોલ માં કેવિન અને રિયા ની સગાઇ રાખેલી છે. જે વાત થી જાનવી સાવ અજાણ છે. કેવિન તેના પરિવાર સાથે આવી પહોંચ્યો છે. બીજા આમંત્રિત મહેમાનો પણ આવી ગયા છે. કેવિન નાં ચહેરા પર પોતાની સગાઈ છે તે વાત ની કોઈ ખુશી દેખાતી નથી.

સગાઈ નાં મુહૂર્ત નો સમય થઈ ગયો છે. રિયા ને હોલ માં લાવવા તેની બહેનપણીઓ તેના રૂમ ગઈ છે.

હોલ માં લોકો રિયા ની આવવાની રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ રિયા તેની સાથે જાનવીને લઇ ને આવે છે. રિયા નું તેના ફ્રેન્ડ સર્કલ માં નામ ચિંકી છે. ચિંકી એ જ રિયા અને રિયા એ જ ચિંકી છે.

રિયા ઉર્ફે ચિંકી જાનવી ની આંખો પર ની પટ્ટી દૂર કરે છે. જાનવી પોતાની નજર સામે કેવિન ને જોઈને તેની આંખોમાં ભૂતકાળ તરી આવે છે. કેવિન પણ તેને જોતો જ રહે છે.

"જોઈ શું રહી છે. આજે આ સગાઇ મારી નહિ પણ એકબીજાને સાચો પ્રેમ કરનાર જાનવી અને કેવિન ની પ્રેમસગાઇ છે."રિયા જાનવી નો હાથ કેવિન નાં હાથ માં ધરી ને ક્હે છે.

"આ બધા શું નાટક માંડ્યા છે???"કેવિન નાં પપ્પા આ બધું જોઈ ગુસ્સે થઈ જાય છે.

"અંકલ આ કંઈ નાટક નથી, સાચો પ્રેમ કરનારા કોઈ બે જીવ ને એની જ્ઞાતિ કે રૂપિયા થી તોલી તેમને અલગ કરવાનો આ દુનિયામાં કોઈ ને અધિકાર નથી."

"મને ખબર છે આ રોટલાવાળી એ જ આ બધા દાવપેચ રચ્યા છે. મારાં છોકરાની મિલ્કત પડવવા.નીકળ અહીંથી એ રોટલાવાળી "કેવિન નાં પપ્પા ગુસ્સે થી જાનવી તરફ આગળ વધે છે.

રિયા જાનવી આગળ આવી ને ઉભી રહી જાય છે.

"એક મિનિટ અંકલ, આમાં જાનવી નો કોઈ વાંક જ નથી. હું અને જાનવી બન્ને કોલેજ ફ્રેન્ડ છીએ. હું જાનવી ની સારી રીતે ઓળખું છું. અને વાત રહી કેવિન ની. તો કેવિન ધારોત તો મારી સાથે જાનવી ની વાત છુપાઈ ને રૂપિયા ખાતર મારી સાથે લગ્ન કરી શક્યો હોત. પણ તેને મને બધી વાત સચ્ચાઈપૂર્વક જણાવી. જયારે મેં બધી વાત જાણી.ત્યારે મને ખબર પડી કે એ છોકરી તો મારી ફ્રેન્ડ જાનવી છે. તો મારાં ફ્રેન્ડ નાં જીવન માં હું જાણીજોઈને કેવી રીતે આગ લગાવી શકું."

"મિ. શાહ આ બધું શું છે??"

"હા મને બધી ખબર છે. મારી દીકરીએ મને પૂછીને જ આ બધું કર્યું છે..ખોટું નાં લગાડતાં પણ ખાલી 80 કરોડ નાં કોન્ટ્રાક્ટ માટે તમે પોતાના બાળકો નું ભવિષ્ય પોતાના હાથમા કેવી રીતે લઇ શકો??કાલે કોઈ 180 કરોડ નો કોન્ટ્રાક્ટ આપે તો કેવિન નાં લગ્ન તમે શું એની સાથે કરાવશો?? રૂપિયા થી કોઈ દિવસ સંબંધ નાં બને. સંબંધ લાગણીઓ થી બને."

"જો કેવિન તે આ રોટલાવાળી સાથે સગાઇ કરી ને બધા મહેમાનો વચ્ચે મારી ઈજ્જત કાઢી છે તો હું તને ઘર માંથી કાઢી મુકીશ."કેવિન નાં પપ્પા ગુસ્સે થઈ જાય છે.

કેવિન જાનવી સામે જોવે છે.

"રિયા એ તેના માં બાપ નાં સંસ્કાર બતાવી મને અને જાનવી ને એક કરવા આટલું સાહસ ખેડ્યું હોય, અને હવે જો હું જાનવી સાથે સગાઇ નાં કરું તો. રિયા નાં સંસ્કાર અને તેની હિમ્મત ની મેં અપમાન કર્યું કહેવાય. એટલે હવે તો જાનવી સાથે જ સગાઇ કરવાનો."કેવિન જાનવી ની આંગળી માં રિંગ પહેરાવી પોતાના જીવન માં આવવાના દરવાજા માં પ્રવેશ આપી દે છે.

આખો હોલ બન્ને નાં પ્રેમ ની સાક્ષી બન્યો છે. પણ કેવિન નાં પપ્પા ગુસ્સામાં હોલ છોડી ને જતા રહે છે.
"સાંજે ઘરે ના આવતો, નફ્ફટ "

જાનવી અને કેવિન તેના દાદા -મમ્મી અને બીજા સગા વહાલા નાં આશીર્વાદ લઇ નવી જિંદગી ની શરૂઆત કરે છે.

"મમ્મી ઘરે તો આવીશ એ પણ જાનવી ને લઇ ને, બસ થોડોક સમય આપજે."કેવિન તેના મમ્મી નાં આશીર્વાદ લેતા કહે છે.

"એ તો મને તમારા બન્ને પર વિશ્વાસ છે."

જાનવી અને કેવિન રિયા ઉર્ફે ચિંકી પાસે જાય છે.

"ભગવાન ને પ્રાર્થના કરીશ કે તારા જેવા ફ્રેન્ડ ભગવાન બધાને આપે, thank u રિયા "

"Thank u થી કામ નહિ ચાલે,આવી શિયાળા ની મોસમ માં રાતે બધાને તારા હાથ નાં બાજરી નાં રોટલા અને ડુંગરીયા ની શાક ની પાર્ટી આપવી પડશે "

"કેમ નહીં??"
જાનવી રિયા ને ખુશી થી ભેટી પડે છે.

*                              *                          * 
    
પરંતુ  કેવિન અને જાનવી ને ખબર નથી કે તેમના જિંદગી નાં સંઘર્ષ ભર્યા દિવસો ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં કેટલી મુશ્કેલીઓ તેમનું સ્વાગત કરવા ઉભી છે.

*                                *                          *