પ્રેમ સમાધિ - પ્રકરણ-115 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 52

    "ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! સિ પાઈરેટ્સ...

  • તલાશ 3 - ભાગ 14

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-115

    પ્રેમ સમાધિ પ્રકરણ-115 વિજય અને શંકરનાથ મ્હાત્રેએ સાથે મોકલે...

  • ભાગવત રહસ્ય - 85

    ભાગવત રહસ્ય-૮૫   શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજ...

  • પ્રેમની એ રાત - ભાગ 3

    તીખી - મીઠી વાતોશિયાળા ની રાત પૂરજોશ માં જામી રહી છે. ઠંડા પ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-115

પ્રેમ સમાધિ 
પ્રકરણ-115

 વિજય અને શંકરનાથ મ્હાત્રેએ સાથે મોકલેલ બંદૂકધારી બોડીગાર્ડસ સાથે મુંબઇથી દમણ જવા નીકળી ચૂક્યાં હતાં. વિજય નવીજ વોક્સવેગનમાં અને બોડીગાર્ડસ ઇનોવામાં સાથેજ નીકળ્યાં હતાં. પન્ના સાલ્વે, મ્હાત્રે, ડો.કેતન બાંધણીયા બધાનો ખૂબ આભાર માની ફરીથી સંપર્ક કરવાની ખાતરી સાથે નીકળ્યાં. શંકરનાથને ખૂબ રીલેક્ષ રીતે બેસી શકાય એમ પાછળની સીટ પર બેસાડ્યાં હતાં લગભગ અર્ધશવાસનમાંજ હતાં. વિજય ડ્રાઇવર સાથે આગળની સીટ પર બેઠો હતો. શંકરનાથે કહ્યું. "વિજય આપણાં ક્યાં ઋણાનુબંધ છે કઇ સગાઇ છે કે આમ આપણે સાથે.... “
 વિજયે કહ્યું “ભૂદેવ, આપણે ફક્ત આ જન્મ નહીં ઘણાં જન્મોથી દોસ્ત હોઇશું અથવા ભાઇ... તમારાં કર્મો મારાં કરતાં વધારે સારાં હશે તો તમને બ્રાહ્મણનું ખોળીયું મળ્યું મને ટંડેલ ખલાસીનું.. પણ ખલાસી... નાવિક પણ ઓછા નથી ભૂદેવ રામાયણમાં રામને પોતાની હોડીમાં બેસાડી ગંગા પાર કરાવી હતી.”
 શંકરનાથે હસતાં હસતાં કહ્યું. "મિત્ર એ તો ઇશ્વર જાણે પણ આ જીવનમાં અત્યારનાં સંજોગોમાં મારાં જીવનનો તું જ સાચો નાવિક છે... ટંડેલજ મને કામ આવ્યો એક નાવિક અને જો બીજો ટંડેલ મધુ નામ કેવું અને કર્મ ચંડાળનું એણે મારાં જીવનમાં પ્રેમ ભર્યુ મારું કુટુંબ.... મારી પત્નિ મારી માસુમ સાવ નાનકી દીકરીને જાનથી મારી નાંખી..”. બોલતાં બોલતાં શંકરનાથનું ડુસ્કુ નીકળી ગયું.. “એ ચંડાળનો હું બદલો લઇશ એને ઇશ્વર પણ માફ નહીં કરે મર્યા પછી પણ મારાં જીવને શાતા નહીં વળે...”
 વિજય દુઃખી હૃદયે શંકરનાથની વાતો સાંભળી રહેલો વિજયને મનમાં ને મનમાં અનહદ આક્રોશ વ્યાપી રહેલો કે ક્યારે મધુને જુએ અને એની છાતીમાં ગોળીઓ ઘાંય... ઘાંય... કરી ઘરબી દે “સાલાને જીવતો સળગાવી દેવો જોઇએ. "
 શંકરનાથે હૈયાવરાળ કાઢી વિજયને જે ઘટના બની હતી એને શરૂઆતથી સંભળાવી રહ્યાં હતાં. વિજયે કહ્યું “મેં તમને મને ફોન કરવાની ના પાડેલી... બધુ જાણીને મને પણ ટેન્શન થયેલુ. મેં સમજીને તમને મને ફોન કરવા ના પાડી હતી કારણ કે હું સંડોઉ તપાસમાં એ પહેલાં તમારી સલામતિ અને તમને બચાવવાની કામગીરી કરી શકું..” 
 શંકરનાથે કહ્યું “હું બધુ સમજી ગયેલો.... ઓફીસથી નીકળી ઘરે ગયેલો ઘરે મારી પત્નિ અને દીકરાને માનસિક તૈયાર કરેલાં. હું શું કહું ? બદલાતી જીંદગીની તાસિર અને ભવિષ્યની અંધકારમય ભયાનકતા જોઇ રહેલો. ભગવાન ભરોસે બૈરી છોકરાને મૂકી સુરત આવવા નીકળી ગયેલો. વિજય તેં ફોન કરવા ના પાડી હતી પણ મારાં દિકરાને મારો મોબાઇલ આપી કીધેલું કે વિજય ટંડેલ લખેલુ નામ આવે તો ફોન ઉપાડવાનો બાકી કોઇનાં ફોન નહીં ઉપાડવાનાં... “
 “વિજય, મારાં ઘરે એલોકોને ઘણાં પૈસા આપેલાં હું પાછો ના ફરું ત્યાં સુધી એમને કોઇ ચિંતા ના થાય માટે... પણ એ પૈસા મારાં દીકરાએ... મારી દીકરી અને પત્નિનાં અગ્નિ સંસ્કારમાં અને દોડા કરવામાં વાપર્યા હશે 12માં માં ફર્સ્ટકલાસમાં પાસ થઇ મોટાં સિટીમાં ભણવાં આવવાનાં સમપનાં જોતો હતો અને હાય... ક્યાં ફસાયો અમારી જીંદગીની ધૂણધાણી થઇ ગઇ વિજય…” આમ બોલતાં બોલતાં ફરી ભૂદેવ રડી પડ્યાં....
 વિજયે કહ્યું “હવે તમે દીલ નાનું ના કરો આટલો શોક ના કરો હવે કોઇ ચિંતા નથી કલરવને કોઇ ચિંતા ના રહે એવુંજ થશે સાચું કહું ભૂદેવ... કલરવને હું મારી કાવ્યા પરણાવવા માંગુ છું જો તમે મને લાયક ગણો તો... કલરવને શીપ આપી સાચો ધંધો કરાવીશ તમે મારી સાથે રહેજો આપણે આપણાંજ સંતાનોને આંખ સામે આનંદ કરતાં જોઇશું... “
 શંકરનાથે કહ્યું "વિજય તું તો મિત્ર છે મારો ભલે તું મારી જેમ બ્રાહ્મણ નથી પણ... તું ઊતરતો પણ નથી તું શ્રેષ્ઠ છે મારાં માટે હું તને મારો શ્રેષ્ઠી વેવાઇ બનાવવા તૈયાર છું ઘરે પહોંચી બધું સરખું કરી પહેલાંજ આ નવા સંબંધનો કંસાર ખાઇશું”.. વિજય આગળની સીટથી હાથ લાંબા કરી હળવે હાથે શંકરનાથનાં હાથ પકડી કહ્યું "ભૂદેવ થેક્યું આ સંબંધ સ્વીકારી મારું માન રાખ્યું છે મારુ સન્માન કર્યું છે આજે આ સંબંધ મૈત્રીથી વેવાઇ તરીકે માન પામ્યો છે નામ મળ્યું છે. “
 થોડીવાર આનંદ જળવાઈ ગયો. વિજયે ડ્રાઇવરને કહ્યું “આગળ સારી હોટલ આવે બંન્ને ગાડી ઉભી રાખજો કંસાર તો રાંધીશું ઘરે પણ પેંડા મળે તો ખુશીના હમણાંજ ખાઇ લઇશું...” 
*************
 કાવ્યા અને કલરવ ખૂલેલાં કબાટને આશ્ચ્રર્યથી જોઇ રહેલાં એ કબાટમાં ઓટોમેટીક ગન, રીવોલ્વર, દૂરબીન, મશીનગન એક ખાનામાં કોટનની જાડી બેગમાં સોનાનાં બિસ્કીટ, 500 ત્થા બે હજારની નોટો, 100 ની નોટોનાં બંડલ, ડોલરનાં બંડલ... કાવ્યા અને કલરવ બંન્ને એકબીજા સામે જોઇ રહેલાં ત્યાં કલરવે એક સાયલન્સરવાળી રીવોલ્વર ઉઠાવી અને કાવ્યાને કહ્યું “પાછું હતું એમ લોક કરી દે આપણે બીજા કશાની જરૂર નહીં પડે.. ભલે તારાં પાપાએ કંઇક વિચારીનેજ તને ચાવીની જગ્યા બતાવી કબાટ ખોલી જોઇ લેવા કહ્યું... “
 કાવ્યાએ કબાટ પાછું બંધ કરતાં કલરવને પૂછ્યું "આ રીવોલ્વર ? કેમ તારી પાસે રાખી ?" એમ પૂછી મજબૂત કબાટની કળી બંધ થઇ લોક થઇ ગયું અને કાવ્યાએ ચાવીથી લોક કરી ચાવી એની જગ્યાએ પાછી મૂકી દીધી. 
 કલરવે કાવ્યાને પોતાની તરફ ખેંચીને કહ્યું “ખાલી મેં રીવોલ્વર નહીં એની બુલેટ્સ પણ કાઢી છે એનાં મેગઝીન પણ લીધાં છે આપણી સ્વરક્ષા માટે લીધી છે ચિંતા ના કરીશ જરૃર પડેજ ઉપયોગ કરીશ.”
 કાવ્યાએ હસતાં કહ્યું “એ તો હું સમજીજ ગયેલી પણ તને ના થરરાટ થયો કે સંકોચ ફટાક દઇને રીવોલ્વર લઇ લીધી એટલે પૂછ્યું જોકે પાપાએ એટલેજ મને ચાવી બતાવી ખોલીને જોવા કીધુ હશે.” 
 કલરવે રીવોલ્વર બેડ પર મૂકી અને પોતે ત્યાં લંબાવ્યું એણે કહ્યું “કાવ્યા રૂમનો દરવાજો બંધ કરી અંદરથી લોક કરી મારી પાસે આવી જા... બધાં આવે એ પહેલાં.. “
 કાવ્યા મારકણું હસી.. એણે દરવાજો બંધ કર્યો અંદરથી લોક કર્યો. બારીઓ બધી જ બંધ કરી AC ચાલુ કર્યું અને કલરવની બરાબર બાજુમાં આવીને સૂઇ ગઇ.
 કલરવે કહ્યું "કાવ્યા આવતીકાલે કે આજે શું થવાનું છે ખબર નથી થોડાંક સમયમાં નારણ અંકલ તારાં મારાં પાપા.. રામભાઉ બધાં અહીં હશે એ પહેલાં આપણે...” આટલું બોલતાં બોલતાંમાં તો કાવ્યા કલરવની ઉપરજ આવી ગઇ કલરવનાં રતુંબડા હોઠ પર હોઠ મૂકી ચૂસવા લાગી અને ત્યાં.... 


વધુ આવતા અંકે ---- પ્રકરણ-116