આપા રતા ભગત Bipin Ramani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપા રતા ભગત

આપા રતા ભગત

મોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડાની કાળીયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડીયા ના ઓથે નિંભાડો પલડયો નહિ. આ ઘટના સાક્ષી મોલડીના દરબાર આપા રતા મેપા કુંભારની ભગતી થી પ્રભાવીત થયા અને બન્નેની મિત્રતા ઘનિષ્ઠ બને છે. આપા રતા મેપા ભગતને એમના ગુરુ વિશે પુછ્તા મેપા ભગત થાનગઢના ભોયરામાં રહેતા સિધ્ધ ગેબીનાથ કે જે પોતાના ગુરુ છે એમ કહી એક વખત રતાબાપુ ને પણ ગેબીનાથ ના ભોયરે લઇ જઇ દર્શન કરાવે છે. ગુરુને વિનંતી કરતા આપા રતા પણ ગેબીનાથના શિષ્ય બને છે. ગુરુગેબીનાથ પાસેથી સતસંગ નો લાભ લેતા લેતા ગેબીનાથ, આપામેપા, આપા રતા ચોપાટ મંડી જામવા.

ગુરુ ગેબીનાથનો આદેશ થતા આપા રતા ગ્રુહ્સ્થાશ્રમી મોક્ષનો અધિકારી કઇ રીતે બને શકે? તેનો જગત સામે દાખલો બેસાડતા આપા રતા સતત પ્રભુ સ્મરણમાં લીન રેહ્તા.

બોપરની કાળઝાળ ગરમી માં વડલીવારા ખેતરે આપારતા સાંથી હાંકી અધુરો હ્ળાયો પુરો કરવાની ઉતાવળમાં હોય. આપા રતાના ડ્ચકારે બળદો માટીના પોળા ઉથલાવતા સડ સડાટ આગળ વધી રહ્યા હતા. અચાનક હ્ળની કોશમાં કાઇક ભરાતા આપા રતાએ બળદ ઉભા રાખી તપાસ કરતા સોના મહોરથી ભરેલો ચરુ દેખાયો. સર્વે ધાતુ જેના માટે ધૂળ સમાન હોય એવા સમર્થ ગુરુ ગેબીનાથના શિષ્ય રતાભગત મયાથી લેશમાત્ર પણ લોભાતા નથી. વડલીવારા ખેતરમાં જાણે કે અખૂટ ધનનો ભંડાર હોય તેમ સોના ના ચરું એક કરતા વધારે જગ્યામાં હળ મા ભરાવા લાગ્યા પરંતુ આપાએ તેની માથે ધૂળવાળી હળાયો પુરો કર્યો. એજ રાતે માયાએ સ્વપનામાં આવી કિધુ કે રતાભગત તમારી નિષ્કામ ભક્તિથી હું પ્રસ્ન્ન થઇ છુ, તમે આજીવિકા માટે ક્ઠોર પરીશ્રમ કરો છો તો હું આપને સતકાર્યોમાં મદદરુપ થવા માગું છું. આપા રતા કહે છે કે હે જગજનની આપ મદદ કરવા ઇચ્છતા હોવ તો મારા ઘરે દિકરી થઇ પધારો.

આપા રતાના ઘરે શુધ્ધ-સતરુપી અનિત્યા માયાએ જન્મ લેતા તેનુ નામ માંકબાઇબા રાખવા માં આવ્યુ. ‘દિકરી ને વધતા વાર નથી લાગતી’ એમ દિકરી માકબાઇ ઉમરલાયક થતા તેને થાનગઢ નજીક આવેલા સોનગઢમાં જળૂ શાખા ના કાઠી આપા જાદરા સાથે પરણાવ્યા.

સોનગઢમાં રેહતા વિધવા માતા ના લાડકોડથી ઉછરેલ અને ક્રોધી અને અલગ જ પ્રકૃતિ ના, રાત પડતા જેનો દિવસ ઉગતો તેવા આપા જાદરા ના જીવનમાં તલવાર અને ધોડી સિવાય કોઇ નુ સ્થાન ન હતું, પરંતુ માક્બાઇએ તેમના વૃધ્ધ માંની સેવા કરતા અને મુંગે મોઢે આપા જાદરા નો ત્રાસ સહન કરી ખોરડાની ખાનદાની મર્યાદા રાખી હતી. એક વખત ગુસ્સા ના આવેશ મા આપા જાદરાએ આઇ માંકબાઇ ઉપર ત્રણ ચાર કોરડા જીકી દીધા, પરંતુ માકબાઇબાએ ઉહકારો પણ ના ભણી ઘરના કામ મા લાગી ગયા.

એ વખતે મોલડી ના ત્રમટા સાખાની રબારણ બેહનો હટાણુ કરવા સોનગઢ આવે છે, ધી ના ધરમટા વેહચી હ્ટાણુ કરી નવરાશ મલતા તે બેહનો સોનગઢ આપા જાદરાની ડેલીયે આવે છે. પોતાની સખી માકબાઇબા ને મળતા તે ભેટી પડે છે, અને સમાચાર આપે છે કે રતા ભગતતો માળા ફેરવવામાંથી નવરા નથી થતા અને આઇમા ની તબીયત નરમ ગરમ રહે છે અટ્લે આઇમા માકબાઇને મોલડી તેડાવે છે. સખીઓ પાસેથી સમાચાર સાભળી માકબાઇ કહે છે કે “ફુઇ તમે રજા આપો તો હું મોલડી મારા બા નુ મોઢુ જોઇ આવુ?”

હા બેટા! માંક્બાઇ પણ જાદરો ?,
તોય માકબાઇબા નું મન જોઇ આઇ મોલડી જાવા ની તેને રજા આપે છે.
આ બાજુ આપા જાદરા ડેલીમા પગ મુક્તા ક્યાય માક્બાઇ ને ન જોતા પોતાના માતા ને પુછે છે કે ” ક્યા ગયા ?” માં કહે છે કે માકબાઇ મારી રજા લઇ મોલડી ગયા છે, એમ મને પુછ્યા વગર મોલડી શી રીતે જઇ શકે. તરત જ ક્રોધ માં આપા જાદરા ઘોડી પલાણી હાલી નિક્ળે છે એમના માતા દિકરા જાદરા ને રોકે છે પણ એ માનતા નથી.

માકબાઇ બા તેનાં મોલડી આવી હિબકે હિબકે રડી પોતાની માં ના ખોળામાં પડ્તુ મૂકે છે,અને આપા જાદરા ના જુલમ ની વાત મા-બાપુને કરે છે. આપા રતા પણ ઘરમા આવી દિકરી માકબાઇ માથે હાથ મુકી કહે છે કે “બેટા માકબાઇ! રો મા બાપ કંચનની પરખ તો આગળથી થાય, ધીરજ રાખ ઠાકર સૌ સારાવાના કરશે.”

મોલડી આવી આપા રતાના ધરમાં પગમુકતાની સાથે જ આપા જાદરા જોવે છે કે અપા રતા માકબાઇ ને આશ્વાસન આપતા આસુ લુછે છે. ઘરમાથી ઓસરી મા આવી આપા રતા જમાઇ જાદરાને આવેલા જોઇ તેનુ સ્વાગત કરે છે, બન્ને સાજનું વાળુ કરે છે માક્બાઇ ના મા્તા પણ જમાઇ ને પ્રેમથી જમાડે છે અને એવુ દર્શાવે છે જાણે કાઇ બન્યુ જ ના હોય. જમીને બે ઘડી હોકો ગગડાવી આપા રતા કહે છે કે બેટા જાદરા હું ખેતરે વાહું(રખોપુ)કરવા જાવ છું, તુ આજની રાત રોકાઇ જા અને આય જ સુઇજા!

પરતું આપા જાદરા કહ્યુ કે, ‘હાલો! હુય ભેગો જ આવુ છુ.’
આપા રતા સાથે આપા જાદરા ખેતરે આવે છે. આપા જાદરા માટે સુવાનો પ્રબંધ કરી આપા રતા થોડે દૂર ખાખર પતા નો ધૂણો પ્રગટાવી હાથમાં માળા લઇ પ્રભુ સ્મરણ કરવા બેસે છે. આપા જાદરાને નિંદર આવતી નથી અને મનમાં ને મનમાં પારાવાર પસ્તાવો થાય છે કે મે આવા નિર્દોશ માણસ અને ભોળા આપા રતાના દિકરી ઉપર જુલમ કર્યા. આવુ વિચારતા તેમનુ મન ઉદાસ થઇ જાય છે. આપા રતા ખેતર વચ્ચે ધૂણો ધખાવી પ્રભુસ્મરણ કરતા અને ખાખરાના ખોણસાને ધૂણામા સંકોરતા, ત્યારે ગોદળુ ઉચું કરી ને આપા જાદરાએ આપા રતા સામુ જોઇ તેણે શરમાયને પડખુ ફેરાવી લીધુ, એ જોઇ આપા રતાએ દિકરી માંક્બાઇ નું દુઃખ સ્મરણ પટ પર આવતા એક ભજન ઉપાડયુ.

મારા વલા વેલા પધારો,સંતોની વારે;
સાચવીને તમે છોડ ઉછેર્યો,બીજ તારે આધારે.

રાત્રીનો બીજો પ્રહર પુરો થતા ઉતર દિશામાંથી કાળજુ કંપાવી દે તેવી ડણકુ દેતા ડાલામ્થથા સાવજ ના આગમનથી રાતના જપી ગયેલા જાનવરોએ કોલાહલ કરી મુક્યો. પંચાળ ના પથ્થર ને ધણેણાવી નાખતા, સાડા અગીયાર હાથ લાંબો, ઘૂઘવાટા બોલાવતો બે મશાલો બળતી હોય એવી અંધારા માં એની આખો ના ટમકારા, ધીરે ધીરે નજીક આવતા સાવજની ત્રાડ સાંભળી આપા જાદરાના શરીર માંથી કંપારી છૂટી ગઇ.

આપા રતા એ એ સાવજ ને હેત સાથે બોલાવ્યો,,
“બાપ મોતીરામ!! આજે મોડુ કેમ કર્યુ? ! ભણે! હાલો તાપવા!

મોતીરામ નામનો સાવજ મોડુ થતા માફી માંગતો હોય તેમ માથુ ધુણાવી વિકરાળ મોઢામાંથી જીભ કાઢી આપા રતાના પગ ચાટતા ચાટતા તેના પડખા મા બેઠક લીધી. આપા રતાએ મોતીરામની પીઠ હેતથી થપ થપાવી ધૂણાના લાકડા સંકોર્યા અને આ ગંગારામ હજુ કેમ નથી આવ્યો?”

ત્યાંતો દક્ષીણમાં આવેલ ઠાંગાના પર્વત પરથી ડણકુ દેતો ડાલામ્થથો બીજો સાવજ ધુરુરાટી કરતો ધુણા પાસે આવી આપા રતાને જોતા જમણો પગ ઉચોં કરી ઉભો રહ્યો. આપા રતા એને પણ આવકાર્યો અને કિધિ કે ઓહો બાપ ગંગારામ! પગમા કાંટો વાગ્યો છે, પછી નાના ચીપીયા વડે સાવજ ના પગ માંથી કાટો કાઢી દિધો અને અહિ જાદરા ના હૃદય માંથી ક્રોધ સ્વભાવ રુપી કાંટો કાયમ માટે નીકળી ગયો. તેઓ આપા રતા ના પગ માં પડી ગયા.

તેઓ દરરોજ મોલડી પહોંચે છે અને આપા રતા ના દર્શન કરી પાછા ફરે છે. આવુ ૩-૪ દિવસ સુધી બનતા આપા રતા એ પુછ્યુઃ ભણે જાદરા! નીત્ય ઉઠી ૧૦ ગાવ નો પથ સા સારુ? આપા જાદરા એ કહ્યુ મામા બસ આપ ના દર્શન નુ નીમ છે. મને સત નો મારગ દેખાડો, આપા રતા એ એને અહિ દુર સુધી નહિ, પણ તેમને નજીક થાન માંજ પ્રજાપતી મેપા ભગત નો સતસંગ કરવા કહ્યુ.