હમસફર - 26 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 26

અ/મ : મને સમજાતું નથી હું શું કહું 

વીર : મોમ મને ખબર છે અમે ભૂલ કરી છે પણ અમે સાચે જ એકબીજાને પ્યાર કરીએ છીએ 

અ/મ : રુચી તને આ વિશે ખબર હતી ?

રુચી: મોમ વાત એમ છે કે મને પણ આજે સવારે જ ખબર પડી 

અ/ડ : તારા મોમ ડેડ શું વિચારશે આ બધા વિશે , આ ઠીક નથી 

રુચી : ડેડ આપણે એમને સમજાવશુ કે જે કંઈ થયું એ આપણા હાથમાં નહોતું પણ હવે આગળ શું કરવું એ આપણી ઉપર છે અને મને લાગે છે આપણે જલ્દી જ આ બંને નાં મેરેજ કરાવી દેવા જોઇએ 

અ/ મ : મને લાગે છે રુચી ઠીક કહે છે  ( અમન ના ડેડ પણ હા કહે )

પછી અમન પણ ત્યાં આવે છે એ રુચી ને જોઈ ને ખુશ નથી થતો પણ રુચી અમન સામે જોઈ ને સ્માઈલ કરે છે

અમન : તમે બધા ક્યારે આવ્યા ? અને તમે બધા શું વાતો કરી રહ્યા હતા ?

અ/મ : વીર અને પીયુ મેરેજ કરવા માંગે છે 

~ અમન વીર સામે જોવે

અમન : અચાનક ?

અ/ડ : હા.... પીયુ પ્રેગ્નેન્ટ છે 

અમન : ( શોકડ ) શું ? વીર ડેડ શું બોલી રહ્યા છે ?

વીર : ભાઈ ડેડ ઠીક કહે છે અને અમે મેરેજ કરવાં માંગીએ છીએ 

અમન : વાહ...કોન્ગ્રેચ્યુલેશન 

અ/ડ : અમન મારી પાસે તારા માટે હજુ એક ન્યૂઝ છે 

અમન : શું ?

અ/મ : તું પણ જલ્દી જ ડેડ બનવાનો છે 

અમન : શું ?

અમન વધુ શોક્ટ થઈ જાય અને રુચી તરફ જોવે રુચી અમન સામે જોઈ ને સ્માઈલ કરે છે પછી અમન ને યાદ આવે કે રુચી અને રાહુલ એકબીજાને કિસ કરી રહ્યા હતા અને આજે પણ એકબીજાને ગલે લગાડતા જોયા હતા 

હા , અમન રાહુલ અને રુચી ને ગલે લગાવતા જોઈ લ્યે છે એ પેહલા ઘરે જ ગયો હતો ત્યારે એને જોયુ કે રુચી અને રાહુલ એકબીજાને ગલે લગાવે છે એને કંઇ સાંભળ્યું નહોતું કારણ કે થોડોક દૂર હતો પણ એ બંને ને જોઈ ને અમન કાંઈ બોલ્યા વગર ત્યાં થી નીકળી જાય છે

અમન : વાહ....કોન્ગ્રેચ્યુલેશન રુચી શું તે રાહુલ નેકોન્ગ્રેચ્યુલેશન કહ્યું  ? ( બધા શોકડ થઈ જાય રુચી પણ ) ઓહ....હા કહ્યું જ હશે તમે બંને સાથે જો હતાં 

રુચી ને કાઈ સમજાતું નથી અમન શું કેહવા માંગે છે

રુચી : અમન શું બોલી રહ્યા છો ? 

અમન : એ જે સચ્ચાઇ છે 

અ/મ : અમન તારો મતલબ શું છે ?

અમન : મોમ મારો મતલબ છે કે આ બાળક મારું નથી રાહુલ નું છે 

આ સાંભળીને વધુ શોક્ટ થઈ જાય છે અને બધા ને ઝટકો લાગ્યો આ સાંભળીને

રુચી : અમન તમને ખબર પણ છે તમે શું બોલી રહ્યા છો ? 

અમન : હા...બીલકુલ મને ખબર છે એ દિવસે હું નશામાં હતો આજે નથી 

રુચી : એ દિવસે ?

અમન : તું ભૂલી ગઈ એ દિવસે તમે બંને એ રાહુલ નાં ઘરે શું કર્યું હતું ?

પછી રુચી ને સમજાઈ અમન શું કહી રહ્યો છે

રુચી: અમન હું તમને સચ્ચાઇ કહેવા માગું છું 

અમન : ખુદ ને કેટલી સાબિત કરીશ ? તું મને અને તારી જાતને કેમ છેતરે છે ? હવે તો સચ્ચાઇ કહી દે શું કામ આ બાળક ને મારું નામ આપવા માંગે છે જ્યારે આપણને બંને ને ખબર છે કે આ બાળક રાહુલ નું છે 

રુચી ની આંખો માં આશું આવી આ સાંભળીને  અને બધા એની તરફ સવાલ ભરેલી નજર થી જોવે છે પીયુ સિવાય 

અ/મ : અમન મને સમજાતું નથી અંહીયા ચાલી શું રહ્યું છે ?

અમન : મોમ હું તમને સાફ રીતે જણાવું રુચી અને રાહુલ એકબીજાને પ્યાર કરતા હતા પણ રાહુલ રુચી સાથે મેરેજ કરવા નહોતો માંગતો એટલે એ રુચી ને ઈન્ડિયા માં છોડી ને આવતો રહ્યો , મેં પહેલી વાર એને જોઈ અને પ્યાર કરવા લાગ્યો અને મેં એની સાથે મેરેજ કર્યા અને હવે એ બંને અંહીયા યુએસ માં મળીઆ અને હજુ પણ એ બંને રિલેશન શિપ માં છે અને રુચી હવે પ્રેગ્નેન્ટ છે આ બાળક રાહુલ નું છે મારું નહીં કારણ કે અમારા બંને ની વચ્ચે કોઈપણ શારીરિક સંબંધ હતો જ નહીં તો આ બાળક મારું કેવી રીતે હોય શકે ? 

હવે રુચી ને સમજાઈ છે કે અમન બધુ ભૂલી ગયો છે એ રાત ના વિષય માં એ કશું નથી બોલતી બસ આંસુ ભરેલી આંખો થી અમન સામે જોવે છે 

પીયુ : ના....એ સચ્ચાઇ નથી 

અમન : રીયલી ? શું તને સચ્ચાઇ નથી ખબર ? અત્યારે તમે બંને અમારી ફેમીલી ને જુઠ બોલી રહી છો , વીર તું આની સાથે મેરેજ કરવા માંગે છે ? એ પણ આની ( રુચી ) જ બહેન છે શું ખબર આ બાળક બીજા કોઈ નું હશે અને આ તારું નામ દઈ રહી હશે 

વીર : ભાઈ મને ખબર છે આ બાળક મારું છે પ્લીઝ આ બકવાસ બંધ કરો 

અમન : રીયલી ? શું તારી પાસે પ્રુફ છે કે આ બાળક તારું જ છે ?

વીર : ભાઈ મારે પ્રુફ ની જરૂરત નથી 

પીયુ ની આંખો માં આંસુ આવી જાય કારણ કે વીર એના માટે લડી રહ્યો હતો

અમન : સાચું કહું , મને હવે આ બંને બહેનો ઉપર જરા પણ વિશ્વાસ નથી , કોને ખબર એમને કેટલા અફેર હશે 

રુચી આ સમયે ગુસ્સે થઈ જાય અને અમન ને જોરદાર થપ્પડ મારે છે

રુચી : જ્યારે તમને આખી સચ્ચાઇ ખબર ના હોય ત્યારે ચુપ રહેવાય , હવે બહુ થયું મને નહોતી ખબર કે તમે આટલા મતલબી હશો 

આ બોલી ને રુચી ત્યાં થી નીકળી જાય

પીયુ : દી....દી... સાંભળો ( રુચી ને આવાજ આપે છે પણ રુચી ચાલી જાય )

વીર : ભાઈ અત્યારે જે કંઈ પણ થયું એ નહોતું થવું જોઈતું તમે હંમેશા સાચાં ન હોય શકો  

પછી વીર પીયુ ને લઈ ને રૂમ માં જાય

અમન પણ ગુસ્સા માં એના રૂમમાં જાય 

અમન ના મોમ ત્યાં બેસી જાય અને રડવા લાગે અમન ના ડેડ કહે " ડોન્ટ ક્રાય " 

અ/મ : મારા બાળકો સાથે શું થઈ રહ્યું છે

રુચી પુરી રીતે તુટી ચુકી હતી એ સુમસામ રોડ ઉપર ચાલી રહી હતી સતત રડતા ની સાથે એ ચીલ્લાવે છે કારણ કે એનુ દિલ પુરેપુરી રીતે તુટી ચુક્યુ છે