રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠીક થવાનું હોય ત્યારે પાછુ બધુ બીખરાય જાય
પીયુ અને વીર રુચી ને ગોતે છે પણ એમને રુચી નથી મળતી ઓલરેડી સવાર થઈ ગઈ રુચી બસ માં હતી એ પાછી જાય છે આશી ના ઘરે
થોડીક વાર પછી એ આશી અને સમ્રાટ ના ઘરે પહોંચી જાય
આશી તૈયાર થઈ રહી હતી એની જોબ ઉપર જવા માટે સમ્રાટ ઘરે નહોતો આશી રુચી ને જોઈ ને સ્માઈલ કરે છે
પણ રુચી આશી ને ગલે લગાવી ને રડવા લાગે
આશી : રુચી શું થયું તુ રડે છે કેમ ?
રુચી : આશી ( આંસુ ભરેલી આંખો થી કહે )
આશી : રુચી ... વાત શું છે મને જણાવ હવે મને ડર લાગે છે
પછી આશી રુચી ને પાણી નો ગ્લાસ આપ્યો અને એને સોફા ઉપર બેસાડે છે
આશી : પેહલા શાંત થઈ જા ( રુચી પાણી પીવે છે ) બોલ શું થયું ?
પછી રુચી એને બધી વાત કરે છે એના અતિત , ની રાહુલ ની અને છેલ્લી રાત ની અને એ હજુ પણ રડે છે
આશી : પેહલા તો તુ રડવા નું બંધ કર આનું બાળક ઉપર ખરાબ અસર થઈ શકે ખબર છે ને તને ? અને મને હજુ વિશ્વાસ નથી આવતો કે અમન આવુ કરી શકે મેં એની આંખો માં તારા માટે પ્યાર જોયો હતો અને તારી લાઇફ માં આટલુ બધુ ચાલી રહ્યું હતું તે મને એકવાર પણ કેહવુ જરૂરી નો સમજ્યું અને રાહુલ આવુ કેમ કરી શકે છે
રુચી : આશી મારે તારી મદદ જોઇએ છે
આશી : હા, હું અત્યારે જ અમન ને વાત કરુ
રુચી : નહિ તુ કોઈ સાથે વાત નહીં કરે અને કોઈ ને પણ નહિ કેહતી કે હું અહીંયા આવી હતી સમ્રાટ ને પણ નહિ
આશી : પણ રુચી
રુચી : આશી પ્લીઝ મારે બસ તારી થોડીક મદદ જોઇએ છે
આશી : હા , બોલ શું મદદ જોઇએ છે
પછી રુચી એને એ કહે જે એ વિચારે છે
આશી : પણ આ ખતરનાક હોય શકે છે
રુચી : પણ મારે આ કરવું પડશે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી
આશી : ઠીક છે મારો હોસ્પિટલ માં મારો એક ફ્રેન્ડ છે તો આપણ ને કાઈ પ્રોબ્લેમ નહીં થાય પણ આમાં લગભગ એક અઠવાડિયુ લાગશે ... ત્યાં સુધી તુ અહીંયા મારી સાથે રહીશ
રુચી : ના , હું બીજે ક્યાંય રહી લઈશ
આશી : ના, તુ બીજે ક્યાંય નહીં જાય
રુચી : આશી.... પ્લીઝ
આશી : ઠીક છે .....તુ અહીંયા નો રહી શકે પણ મારા જુના ફ્લેટમાં તો રહી શકે છે ને હવે તું કાંઈ નહીં બોલે નહીંતર આપણી દોસ્તી ખતમ સમજી લે
રુચી : ઠીક છે પણ તું પ્રોમિસ કર કે તું આ વિષય માં કોઈ ને નહિ કહે...... સમ્રાટ ને પણ નહિ
આશી : પ્રોમિસ
લગભગ એક અઠવાડિયુ થઈ જવા આવ્યું રુચી આશી ના જુના ફ્લેટમાં રહે છે એ ફ્ક્ત આશી , પીયુ અને વીર ને ખબર હતી વીર અને પીયુ પછા આવવાનુ કહે છે રુચી ને પણ રુચી કહે મારે એકલું રહેવું છે થોડાક સમય માટે
~ રુચી નો ફોન વાગ્યો
{ ફોન ઉપર }
રુચી : હા , આશી
આશી : તું ઠીક તો છે કે નહીં ?
રુચી : હમ્મ
આશી : તારી રીપોર્ટ આવી ગઈ છે
રુચી : ઠીક છે હું લેવા આવુ છું
આશી : ઠીક છે
રુચી એ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો એના બાળક નો અમન ને સાબિત કરવા માટે પણ હવે રુચી ને પછતાવો થાય છે કે એને આ શું કામ કર્યું એને આ પછતાવો અંદર થી તોડી રહ્યો હતો એને ખુદ ને વિશ્વાસ નથી થતો કે એને આવુ કર્યું
થોડીક વાર પછી એ હોસ્પિટલમાં પહોંચી અને એ રીપોર્ટ વાંચે જેમાં સાફ લખ્યું હતું કે બાળક અમન નું છે જે રુચી ને પેહલા થી ખબર હતી એની આંખો માં આંસુ આવી જાય એ એનો હાથ પેટ પર રાખી ને કહે
રુચી : આઈ એમ સોરી , આઈ એમ રીયલી સોરી હવે હું કોઈ ને પ્રુફ દેવા નથી માંગતી તારા માટે તારી મમ્મા કાફી છે મમ્મા લવ યુ સો મચ
પછી રુચી નો ફોન વાગ્યો રાહુલ નો કોલ હોય રુચી કોલ કાપી નાખે છે પણ રાહુલ વારંવાર કોલ કરે છે એટલે રુચી કોલ ઉપાડ્યો
{ કોલ ઉપર }
રાહુલ : રુચી પ્લીઝ મને ઇગ્નોર ના કર
રુચી : રાહુલ હું પછી તારી સાથે વાત કરીશ
રાહુલ : રુચી હું કાલે યુએસ છોડી ને જઈ રહ્યો છું અને પ્લીઝ રુચી હું તને છેલ્લીવાર મળવા માગું છું
રુચી : પણ રાહુલ
રાહુલ : રુચી પ્લીઝ એક ફ્રેન્ડ તરીકે પ્લીઝ
રુચી : ઠીક છે
રાહુલ : એક્સ વાય ઝેડ રેસ્ટોરન્ટ માં હું તારી રાહ જોઈ રહ્યો છું
રુચી : ઠીક છે
રુચી રાહુલ ને મળવા રેસ્ટોરન્ટ જાય છે જ્યાં રાહુલ પેહલા થી જ બેઠો હતો અને રુચી ની રાહ જોઈ રહ્યો હતો
રાહુલ : અંહીયા આવવા બદલ થેન્ક યુ
રુચી કાંઈ જવાબ નથી આપતી એનું ધ્યાન રીપોર્ટ વાળી ફાઈલ ઉપર હોય
રાહુલ : આશી એ મને બધું કહ્યું જે અમને કર્યું , આઈ એમ રીયલી સોરી રુચી , આ બધું મારા કારણે થઈ રહ્યું છે
રુચી રાહુલ તરફ જોવે છે
રાહુલ : આઈ એમ રીયલી સોરી રુચી ( એની આંખો માં આંસુ હતા ) કાશ મેં એ દિવસે એ બધું નાં કર્યું હોત તો શાયદ આ બધું ના થયું હોત
રુચી : શાયદ આ મારી કિસ્મત માં લખાયું હશે
રાહુલ : રુચી ચાલ અમન સાથે વાત કરીએ અને એને સમજાવીએ કે એ જે કંઈપણ વિચારી રહ્યો છે એ ખોટું છે
રુચી : ના.... હું ક્યાંય જવા નથી માંગતી અને હું શું કામ જાઉં , હું શું સાબિત કરું એમને જ્યારે મેં કંઈ ખોટું નથી કર્યું મારી પાસે એમને સમજાવવા માટે કંઈ જ નથી
રાહુલ : પણ રુચી
રુચી : બસ હું આ ટોપિક ઉપર વાત કરવા નથી માંગતી ( રુચી ઉભી થઇ ) મારે જવું જોઈએ પ્લીઝ ( પછી એ નીકળી જાય ત્યાં થી )
રુચી રીપોર્ટ ની ફાઇલ ત્યાં જ ભુલી જાય છે રાહુલ ની નજર ફાઇલ ઉપર જાય એ ફાઇલ લઈને વાંચે છે એ ડીએનએ ની રીપોર્ટ જોઈ ને ખુદ ને કહે
રાહુલ : રુચી તારી સાથે આ બધું મારા કારણે થયું છે, હવે આ ગલતફહેમી હું દુર કરીશ
પછી રાહુલ રીપોર્ટ ની ફાઇલ લઈને ત્યાં થી નીકળી જાય
બીજી તરફ અમન એની વિચારવા ની શક્તિ ખોઈ બેઠો છે એ રુચી ના વિષય માં અને એની સાથે વિતાવેલા સમય ના વિષય માં વિચારે છે પણ બીજી તરફ એ ગુસ્સે થઈ જાય એ વિચારે કે રુચી એ એને ધોકો આપ્યો છે એ વિચારવા નું છોડી દે છે એજ સમયે રાહુલ ત્યા આવે છે
અમન રાહુલ ને જોઈ ને ગુસ્સે થઈ જાય