રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્યારેય બીજી છોકરીઓ સાથે ન કરતો , કેટલું દુઃખ અને કેટલું હર્ટ થાય છે ( રાહુલ એની વાત થી સેહમત હોય )
રાહુલ : થેન્ક યુ રુચી જે કંઈ પણ મેં કર્યું એનાં બાદ મને માફ કરવા બદલ , હવે બસ મારે તારા થી એક જ વસ્તુ જોઈએ છે
રુચી : શું ?
રાહુલ : હું તારો ફ્રેન્ડ બનવા માંગુ છું છેલ્લા શ્વાસ સુધી શું તું મારી ફ્રેન્ડ બનીશ ?
રુચી રાહુલ ની વાત થી સેહમત હોય અને સ્માઈલ કરે એ બંને હાથ મીલાવી ને નવી શરૂઆત કરે ફ્રેન્ડશીપ ની
રાહુલ : થેન્ક યુ સો મચ હું હંમેશા આ ફ્રેન્ડશિપ નિભાવીશ હું પ્રોમિસ કરું છું
રુચી : હમ્મ
પછી રાહુલ ની નજર ટેબલ ઉપર પડેલા રીપોર્ટ ( રુચી ની ) પર જાય એ રીપોર્ટ લઈ ને વાંચે છે એ સ્માઈલ કરે અને કાંઈ પણ વિચાર્યા વગર રુચી ને ગલે લગાવે
રાહુલ : હું તમારા બંને માટે ખુશ છું મને વિશ્વાસ નથી થતો કે હું જલ્દી જ અંકલ બનવાનો છું આ સાચે જ ગ્રેટ ન્યૂઝ છે
રુચી : થેન્ક યુ સો મચ રાહુલ
રાહુલ : શું તે આ વાત અમન ને જણાવી ?
રુચી : ના....હજુ નહીં હું એને સરપ્રાઇઝ આપવા માગું છું એ ગમે ત્યારે આવતા જ હશે
રાહુલ : આ તો સારું છે
3 કલાક થઈ ગઈ વીર હજુ પણ નથી આવ્યો રુચી એની રાહ જોવે છે એ વિચારે કે શાયદ અમન ની ફ્લાઈટ મોડી થઈ હશે રાહુલ પણ થોડીક વાર રાહ જોવે છે પણ પછી એને એક જરૂરી કામ હોય એટલે એ ચાલ્યો જાય
પછી ફાઈનલી વીર આવે રુચી સ્માઈલ કરી ને વીર ની પાછળ જોવે એને લાગે કે અમન વીર ની પાછળ હશે પણ પાછળ કોઈ પણ નથી હોતુ
રુચી : વીર અમન ક્યાં છે ?
વીર : એ હજુ ઘરે નથી આવ્યા ?
રુચી : પણ તું તો એમને લેવા ગયો હતો ?
વીર : હા.... પણ જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે એ ત્યાં નહોતાં
રુચી : પણ એ હજુ નથી આવ્યા ?
વીર : મને લાગ્યું એ પહેલાં ઘરે આવી ગયા હશે હું કંપની એ ગયો હતો કારણ કે મારે થોડુંક કામ હતું પણ ભાઈ ત્યાં પણ નહોતા
રુચી : તો પછી એ ક્યાં છે ?( ચિંતા માં કહે )
પછી રુચી નો ફોન વાગ્યો અમન ની મોમ નો કોલ હોય
રુચી : મોમ ( વીર ને કહે )
{ ફોન ઉપર }
રુચી : હેલો...મોમ
અ/મ : હાય.... રુચી તું કેમ છે ?
રુચી : હું ઠીક છું મોમ
અ/ મ : મેં બસ એ કહેવા માટે કોલ કર્યો છે કે અમન અંહીયા આ ઘરે છે અને એને કહ્યું કે એ સીધો એરપોર્ટ થી અંહીયા આવ્યો છે એટલે મને લાગ્યું કે શાયદ એને તને કહ્યું હોય કે ન કહ્યું હોય એટલે મેં તને કોલ કર્યો
રુચી : હે ભગવાન એ ત્યાં છે મને એમની ચિંતા થઈ રહી હતી
અ/મ : મને ખબર હતી એને તને હજુ નહીં કહ્યું હોય આ માણસ કેટલો લાપરવાહ છે
રુચી : હમ્મ....મોમ મારે તમને કંઈક કહેવું છે
અ/મ : હા.....બોલ ...... અમન ની શિકાયત કરવાં ની તને છુટ છે
રુચી : ના...મોમ એવું કંઇ નથી
અ/મ: તો પછી ? બધું ઠીક છે ?
રુચી : હા... બધું ઠીક છે , હું તમને એ કહેવા માગું છું કે તમે જલ્દી જ દાદી બનવા જઈ રહ્યા છો
અ/મ : શું ? તું શું બોલી ? ( શોકડ થઈ જાય )
રુચી : તમે દાદી બનવા નાં છો
આ/મ: વાહ....રુચી આ તો અમેઝિંગ ન્યૂઝ છે શું તે અમન ને કહ્યું ?
રુચી : ના... હું એમને સરપ્રાઇઝ આપવા માગું છું
અ/મ : ઠીક છે....રુચી તે મને સૌથી મોટી ખુશી આપી છે થેન્ક યુ સો મચ
રુચી : મોમ હજુ એક વાત
અ/મ : શું ? બોલ ડોક્ટર એ કંઈ કહ્યું છે ?
રુચી : ના...મોમ તમે બે બાળકો નાં દાદી બનવા નાં છો no ( રુચી વીર ની સામે જોઈ ને કહે છે )
અ/મ : સાચે જ ?( એ વધુ ખુશ થઈ ગયા ) હું તને અત્યારે જ મળવા માગું છું વીર સાથે મારી વાત કરાવ
રુચી : પણ મોમ સાંભળો
અ/મ : રુચી હવે મળી ને જ વાત કરશું
પછી રુચી ફોન ને વીર તરફ કરે
વીર : હા....મો....મોમ
અ/મ : અત્યારે જ રુચી ને લઈ ને અંહીયા આવવા માટે નિકળી જા અને હા ધ્યાન રાખજે ઠીક છે
વીર : પણ મોમ અત્યારે
અ/મ : મારા થી રાહ નથી જોવાતી એને જોવા માગું છું પ્લીઝ અંહીયા આવી જાવ અને ધ્યાન આવજો ઠીક છે
વીર : ઠીક છે મોમ
પછી એ કોલ કાપી નાખે
વીર : ભાભી મોમ નાં ઘરે જવા માટે તૈયાર થઈ જાવ , હું ખૂબ જ નર્વસ છું ભાભી
રુચી : ડોન્ટ વરી હું તારી સાથે છું ( રુચી સ્માઈલ સાથે કહે વીર હા માં મોઢું હલાવે )
થોડાક સમય પછી રુચી , વીર અને પીયુ બધા અમન ના મોમ ડેડ ના બીજા ઘરે પહોંચી ગયા
અમન ના મોમ રુચી ને જોઈ ને તરત જ એને ગલે લગાવે છે કારણ કે એ બહુ જ ખુશ અને ઉત્સાહીત હતા એ રુચી ના માથા ઉપર કિસ કરે
અ/મ : થેન્ક યુ મને આ ખુશી આપવા બદલ
રુચી શરમાઈ ગઈ અને ખુશ થઈ
રુચી : મોમ.....અમન ?
અ/મ : ઓહ...હા...એને નથી ખબર હજુ કે તું અંહીયા છે આપણે એને સરપ્રાઇઝ આપીશું ( બધા હાં કહે )
રુચી : પણ એ છે ક્યાં ?
અ/મ : એ ફ્રેશ થવા ગયો છે
રુચી : ઠીક છે
અ/મ : વીર શું થયું તું અને પીયુ નર્વસ કેમ લાગી રહ્યાં છો ?
ત્યારે અમન ના ડેડ પણ ત્યાં આવે
વીર : મોમ....હું તમને અને ડેડ ને કંઈક કહેવા માગું છું
અ/ડ : શું થયું બધુ ઠીક છે ?
અ/મ : હા.... શું વાત છે ?
વીર એક ઊંડો શ્વાસ લ્યે અને આંખો બંધ કરી ને બોલવા લાગ્યો
વીર : મોમ ડેડ પીયુ અને હું એકબીજાને પ્યાર કરીએ છીએ અને એ પ્રેગ્નેન્ટ છે મારા બાળક ની અને અમે મેરેજ કરવાં માંગીએ છીએ
વીર આ બધું એક જ શ્વાસ માં બોલી નાખે
અમન ના મોમ ડેડ શોકડ થઈ જાય અને વીર અને પીયુ તરફ જોવે વીર અને પીયુ એકબીજાના હાથ પકડી ને ઉભા હતા એ બંને નર્વસ થઈ ને એકબીજા ની સામે જોવે છે