પ્રેમ સમાધિ - પ્રકરણ-110 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-110

પ્રેમ સમાધિ 
પ્રકરણ-110

 પીધેલો છાટકો થયેલ મધુ હવે ધીમે ધીમે નશાથી ચકચૂર થઇ રહેલો એણે કહ્યું "દોલત...... શું વાત કરે છે વાહ... વાહ માયા... ત્યાં એની નજર રેખા ઉપર પડે છે... બોલ્યો આ સાલી માયાજ છે ને ? જ્યાં જુઓ ત્યાં માયા છે કોઇને પૈસાની, ધન દૌલત મિલ્કતની..... કોઇને શરીરના કામ વાસનાની.... મને તો... કોઈને વેરની વસૂલાતની... પણ... મને તો બધી માયા માથા ઉપર ચઢી ગઇ છે. આ રેખાડીને.... માયા બતાવી માયા જોઇએ છે. મને માયામાં સંડોવી માયા જોઇએ છે તને દોલતીયા.”.. પછી વિચિત્ર અને બિભત્સ હસીને કહે છે “ દોલતને પણ માયા... પણ કેવી માયા.... હા... હા... બધાને પોતપોતાની માયા મળી જશે... હું માયામાં ખોવાઇ જઇશ... એને મેળવીશ.. ભોગવીશ.. છેક છેલ્લા ઘૂંટડાના સંતોષ સુધી ભોગવીશ....” 
 ત્યાં દોલતે કહ્યું “મધુ શેઠ નારણ શેઠનો બંગલો આવી ગયો.. તમે ક્યાંક બાફી ના મારશો સંભાળજો. ખાસ બોલવામાં રેખા... મધુશેઠને જોઇલેજે સંભાળજે..”. ત્યાં મધુએ કહ્યું “એય દોલત.. નશેડી છું પણ ભાન નથી ગુમાવતો... મારી સફળતાનું આજ રહસ્ય છે હું એકદમ નોર્મલ વર્તીશ.. ચિંતા નકો..”. 
 “ચિંતા નકો...” સાંભળી રેખા હસી પડી.....” વાહ મધુ શેઠ મરાઠી લહેકો દોલત ચિતા ના કર શેઠ નોર્મલજ છે”. એમ કહી મધુનો ગાલ ખેચ્યો. મધુએ હસીને પછી આંખો કાઢતાં કહ્યું “એય સંભાળીને રહેજે વર્તજે આ નારણની બાયડી બહુ શાતીર છે અહીં મારો પ્લાન ફેલ ના થવો જોઇએ અને જો ફેલ થયો તો સમજી લેજો બધાંજ "ફેઇલ"....”
 રેખા એલર્ટ થઇ ગઇ દોલતે બંગલાનાં ગેટ પાસે દબાવીને ગાડી પાર્ક કરી અને પાછળનો દરવાજો ખોલ્યો જેમાંથી મધુ ટંડેલ અને રેખા ઉતર્યા.. મધુ ટંડેલ એકદમ રોફમા ઉતર્યો એણે ઉપર નીચે સફેદ કપડાં પહરેલાં આંખે ગોગલ્સ ચઢાવેલાં હાથમાં ગળામાં સોનાની જાડી ચેઇન હતી, દોલતે કહ્યું “ શેઠ ચલો હું પછી સામાન લઇ જઊં છું” રેખાએ એનું પર્સ અને નાની એટેચી લઇ લીધી. દોલતે આગળ જઇ ગેટ ખોલ્યો.
 ગેટ ખોલવાનો અવાજ આવતાંજ મંજુબેનની બૂમ સંભળાઇ "એ કોણ છે ગેટ પર અત્યારે ?" ત્યાં દોલતે બૂમ પાડી જવાબ આવ્યો “ ભાભી એતો અમે છીએ હું દોલત અને મધુશેઠ.”. એમ જવાબ આપી દરવાજો પાછો બંધ કર્યો મંજુબેન બહાર દોડી આવ્યા.. દોલતને જોઇ થોડાં આશ્ચ્રર્ય પામ્યા પછી મધુટંડેલ સામે જોવા લાગ્યા... એણે દોલતને પૂછ્યું "આ ભાઇ કોણ અને આ બાઇ ?” મધુ ટંડેલને જોયો અને કંઇક વિચિત્ર હાવભાવ કર્યા મધુટંડેલ પૂછ્યું “કેમ ભાભી મને ના ઓળખ્યો ? હું મધુ.... મધુ ટંડેલ નારણનો ભાઇબંધ. આ મારી ઘરવાળી રેખા... નારણ સાથે વાત થઇ તો એણે કહ્યું કે અગત્યનાં કામે દમણ જાય છે પછી આવી જશે અમે પણ પછી દમણ જવાનાં પણ અહીં થોડો હિસાબ બાકી છે.. અહીં એટલે સુરતમાં... મારાં માણસો પણ બોલાવ્યાં છે ડુમ્મસથી બધાં કાલ સવાર સુધીમાં આવી જશે પછી બધાં દમણ... “ એમ કહી હસ્યો.
 મંજુબેન કચવાતા મને અને ના મરજી હોવાં છતાં બોલવું પડ્યું "એ આવો આવો મધુબાઇ એમને હમણાં ફોન કરીને જણાવું છું મારો દિકરો પણ એનાં પાપા સાથે ગયો છે અમે અહીં એકલાંજ છીએ.... એટલે...” ત્યાં મધુટંડેલ બોલ્યો “મને બધી ખબર છે આ દોલતેજ બધુ ગોઠવ્યું છે” એમ વાતો કરતાં કરતાં ઘરમાં આવીને ગોઠવાઇ ગયાં..
 મંજુબેને કહ્યું "બેસો બેસો હું પાણી લાવું પછી...” મધુટંડેલ દિવાન ખંડમાં ગોઠવાઇ ગયો પાછળ પાછળ રેખા આવીને સાથે બેઠી. દોલત ગાડીમાંથી બે બેગ કાઢીને ઘરમાં લઇ આવ્યો. મધુ ટંડેલની નજર બધે ફરી રહેલી જાણે કોઇને શોધી રહેલો એણે રેખાને કહ્યું" સંકોચ ના કરીશ આપણુંજ ઘર છે જા અંદર ભાભીને મદદ કર કંઇક નાસ્તો લઇ આવ પછી પાર્ટી કરીએ પેલાં નારણ સાથે પણ વાત કરી લઇએ”. 
 દોલતે કહ્યું "શેઠ એ તો હું ફોન લગાવું છું આમ તો મારે બધી વાત જઇજ ગઇ છે”. એમ કહી પોતાનાં મોબાઇલથી નારણને ફોન લગાવ્યો.. તરત ફોન ઉપાડ્યો નારણે પૂછ્યું “દોલત તમે લોકો પહોંચી ગયા ? કોણ કોણ છો ? મધુ ટંડેલ ?” દોલતે કહ્યું “ હાં હાં શેઠ અહીંજ છે એમને સુરતમાં કંઇક કામ છે એ પતાવશે અને કાલે અમારી ગેંગ આવી જાય એટલે સુરતથી દમણ.... આજની રાત તમારે ત્યાં કાઢીશું....” નારણ આગળ કંઈ જવાબ આપે પહેલાં બોલ્યો “લો લો મધુ શેઠનેજ ફોન આપું..”. 
 મધુએ દોલતનાં હાથમાંથી ફોન લીધો અને બોલ્યો" હાં નારણ જો તું દમણ ગયો અને અમે તારાં ઘરે આવ્યાં મારે સુરતનું એક કામ છે પછી સવારે દમણ... પહેલાં હું દમણ શિપ પર જઇશ પછી મામલો જોઇ સંભાળી વિજયનાં ઘરે એને ખેદાનમેદાન કરવા મારી આર્મી સાથે આવીશ તારી અને દોલતની ઇચ્છા છે એમ બધુ કરીશ.. મારે તો બીજું કશું નથી જોઇતું પેલો બામણ-એનો છોકરો... અને વિજયનું કોસળ કાઢી નાંખુ એટલે ગંગા ન્હાયાનું પુણ્ય કમાઇ લઇશ. કાવ્યા તારાં છોકરાને અને વિજયની શિપ વગેરે તારાં હવાલે... બધુ બરોબર પ્લાનીંગ છે અહીં ભાભી થોડાં ડીસ્ટર્બ લાગે છે વાત કરી લેજે ચાલ મૂકું..” નારણ કશું બોલે છે એ સાંભળવા પણ ના રોકાયો અને ફોન કાપી નાંખ્યો...
 નારણ હેલો હોલો... કરતો રહ્યો અને મધુએ દોલત તરફ ફોન ફેંક્યો અને બોલ્યો “હવે તારો ફોન સ્વીચ ઓફ કરી દે... ડુમ્મમસથી જે ફોન આવશે એ મારાં ફોન પરજ આવશે લે ફોન સ્વીચ ઓફ કર..”.. 
 દોલતે હાંજી કહીને ફોન લીધો સ્વીચ ઓફ કર્યો અને પોતાનાં ખીસામાં મૂકી દીધો... નારણએ દોલતને કહ્યું" અલ્યા ક્યાં છે માલ ?” દોલતે રેખા જુએ નહીં એમ ઉપર તરફ ઇશારો કર્યો અને મધુ સમજી ગયો. ત્યાં મંજુબેન ચા નાસ્તો પાણી બધુ લઇને આવ્યા અને મંજુબેનનાં મોબાઇલની રીંગ વાગી.. 
 મધુએ કહ્યું “ભાભી શા માટે તકલીફ લીધી ? એક ફોન કરીશ બધુ હાજર થઇ જશે. પેલાં નારણનો ફોન આવ્યો તમે ઉઠાવી લો.”. મંજુબેને ટ્રે મૂકી અને ફોન લીધો અને ધ્યાનથી સાંભળવા લાગ્યાં હાં... હાં... સમજી એમ બોલતાં હતા.. મધુએ કહ્યું “નારણને કહો કોઇ ચિંતા ના કરે એનાં કામમાં ધ્યાન આપે... મૂકો ફોન”. એમ એણે સત્તાવાહક અવાજે કહ્યું.. મંજુબેન અંદરથી ફફડી ગયેલાં મધુ ટંડેલ વિશે ઘણું સાંભળેલુ આજે સાક્ષાત જોયો મધુને ખ્યાલ આવી ગયો કે પરિસ્થિતિ નાજુક છે મારે સંભાળીને કામ લેવું પડશે... એણે દોલત સામે જોઇને કહ્યું “બેસ અહીં અને ભાભીને સમજાવ કોઇ ચિંતા ના કરે બધુ એમનું ઇચ્છેલુંજ થશે”. 
 “જુઓ મંજુભાભી હું મધુ ટંડેલ તમને જુબાન આપું છું કે પેલા વિજયની દીકરી કાવ્યા તમારાં પુત્ર સતિષને અને કલરવનું નક્કી નથી કહેતો અમે તો... પણ વિજયની શીપ મિલક્ત બધુંજ નારણને મળશે..”. ત્યાં માયા હાંફળી હોફળી ઉપરથી નીચે આવી બોલી મં”મી કોણ છે બધાં ?...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-111