હમસફર - 21 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 21

રુચી : ઠીક છે..... તું મને પ્યાર કરે છે , શું જોઈએ છે તારે કારણ કે હું જાણું છું આ પ્યાર નથી ( ગુસ્સો + રોવુ ) જો તું મને પ્યાર કરતો હોત તો તે આ ક્યારેય ન કર્યું હોત.... તું એ રાહુલ નથી જેને હું જાણતી હતી કે પછી પ્યાર કરતી હતી  . તું આટલો નીચે કેમ ગીરી શકે છે કે તું તારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ દગો દેવા તૈયાર થઈ ગયો ? એ ફ્રેન્ડ જે તારી ઉપર આંખો બંધ કરી ને વિશ્વાસ કરે છે  અને હું તારા માટે કંઈ પણ નથી ... હું જાણું છું જો તને મારી ચિંતા હોત તું લગ્ન નાં મંડપ માં મને એકલી છોડી ને ભાગ્યો ન હોત....... તને તો એ પણ ખબર નથી કે ત્યારે મારી હાલત શું હતી .....જો અમન મારી જીંદગી માં ન આવ્યો હોત તો આજે હું જીવતી પણ ન હોત...... હું પાગલ હતી જે તને મેરેજ માટે ફોર્સ કરી રહી હતી કારણ કે તું તો મેરેજ માટે ક્યારેય તૈયાર હતો જ નહીં......તારે બસ મારી સાથે શારીરિક સંબંધ જોઈતો હતો ..... અને અત્યારે પણ તું એવો જ છે..... મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આ હદ સુધી જઈ શકે છે  , રાહુલ હવે હું વિચારું છું કે કાશ તું મારી લાઇફ માં આવ્યો જ ન હોત .....પણ થેન્ક યુ સો મચ કારણ કે તારા કારણે અમન મારી લાઇફ માં આવ્યા....પણ અમન તારા જેવો ફ્રેન્ડ જરાય પણ ડિસર્વ નથી કરતા.....જે હંમેશા પોતાના ફ્રેન્ડ ને દગો દેવા તૈયાર હોય....કોઈપણ રીતે , આ તારો નેચર છે કે તું બધાને દગો આપે.....કારણ કે આ તારા માટે સરળ છે કે તું દગો આપે કોઈ નું દિલ તોડે કોઈ ને છોડી દે 

રાહુલ : રુચી.... પ્લીઝ આવું ન બોલ 

રુચી : શું કામ ?...... ખરાબ લાગ્યું પોતાની સચ્ચાઇ સાંભળી ને ? પણ શું કામ ? આ સચ્ચાઇ છે ..... આ સાચો રાહુલ છે ....જે બધા ની જીંદગી બરબાદ કરવા હંમેશા તૈયાર રહે છે , ઠીક છે.... હું તૈયાર છું બધા માટે જે કરવું હોય એ કરી લે ....... કારણ કે હું આ બધું રોજ બરદાસ્ત નથી કરી શકતી આજે જ આ ખતમ કરી દઈએ ચાલ બધા ને કહી દઈએ કે તું મારો એક્સ છે અને અત્યારે મને ખુદ ની બનાવવા માગે છે 

રાહુલ : રુચી આ બધું બોલવાનું બંધ કર 

રુચી : શું કામ બંધ કરુ રાહુલ ? કારણ કે હું જે બોલું છું એ તને પંસદ નથી ?

~ પછી રાહુલ કશુ જ નથી બોલી શકતો રુચી ત્યાં થી નીકળી જાય છે પણ એ અંદર થી બહુ જ ખરાબ રીતે રડે છે રુચી ખુદ ને સંભાળે છે અને પાછી જ્યાં બધા હોય ત્યાં જાય છે એ જોવે કે અમન આખો નશામાં છે અને એ કંઇક બોલી રહ્યો છે જે કોઈ સમજી નથી શકતું  રુચી અમન પાસે જાય છે

રુચી : અમન .....

~ અમન રુચી સામે ગુસ્સાથી જોવે અને રુચી નો હાથ હટાવી લે છે 

આશી : અમન આ તું શું કરી રહ્યો છે ? એ તારી વાઇફ છે....... મને લાગે છે એને કંઇ જ હોશ નથી....એ નશામાં ધૂત છે 

સમ્રાટ : હા....હા તું ઠીક કહે છે ચાલ આપણે આ બંને ને ઘરે છોડી દઈએ 

રુચી : ઠીક છે 

સમ્રાટ : હવે... રાહુલ ક્યાં છે ?

રીતિક : ગાય્સ તમે જાવ ......અમે એને કહી દઈશું 

સમ્રાટ : ઠીક છે 

અમન રસ્તા માં પણ રુચી સાથે ખરાબ વર્તન કરે છે કોઈ ને પણ નથી સમજાતું રુચી ને લાગે કે શાયદ એ નશામાં છે એટલે એવું વર્તન કરે છે 


                      ✨ થોડાક સમય પછી ✨


સમ્રાટ અને આશી બંને અમન અને રુચી ને ઘરે છોડી જાય છે રુચી એના રૂમમાં જાય છે નશામાં રહેલા અમન ને લઈને પણ અમન એને ધક્કો દે છે પણ રુચી વધુ એની પાસે આવે અને એને પકડે અને એની આંખો માં જોવે

અમન : તું મારી છે......ફક્ત મારી 

રુચી ને નથી સમજાતું કે અમન આ શું કામ બોલે છે પછી અચાનક જ અમન એના હોંઠ રુચી ના હોંઠ પર રાખે છે અને કિસ કરવા લાગ્યો પેહલા રુચી એને દુર કરવાની કોશિશ કરે છે પણ અમને એને વધુ ટાઈટ પકડી લીધી જેમકે એ ચાહતો હતો કે રુચી પણ એને પાછી કિસ કરે અને રુચી એને કિસ કરવા લાગી કિસ કરતા કરતા અમને રુચી ને બેડ તરફ ધક્કો માર્યો રુચી બેડ ઉપર પડી

રુચી : અમન..... શું કરી રહ્યા છો ?

અમન : શ્શ્.....તું મારી છે .......ફક્ત મારી 

અમન એનો શર્ટ ઉતારીને નાખી દે છે રુચી એને રોકવા માંગે છે પણ એને ખબર છે કે અમન નશામાં છે અને એ અત્યારે કઇ પણ વિચારવા ના કે કઇ પણ સમજવા ના મૂડ માં નથી અને ક્યાંક ને ક્યાંક એ ખુદ પણ એજ ચાહતી હતી કે અમન અને એ એકબીજા ના થઈ જાય અને આ રુચી ની પેહલી રાત અને ખુબસુરત રાત હતી અને એ બંને ઇન્જોય કરે છે

બીજે દિવસે રુચી એની આંખો ખોલે એ જોવે કે અમન તેની પાસે સુતો છે રુચી ના ચેહરા પર સ્માઇલ આવે જ્યારે એને રાત્રે વીતાવેલા પલ યાદ આવે રુચી અમન ના ગાલ ઉપર કિસ કરે છે બેડ ઉપર થી ઉતરતા પેહલા એ સ્માઈલ કરતા કરતા જ બાથરૂમ તરફ જાય છે 

રુચી તૈયાર થઈ ને બ્રેકફાસ્ટ બનાવવા નીચે આવી અને ખુશી સાથે બ્રેકફાસ્ટ બનાવવા લાગી પીયુ પણ એના રૂમમાં થી નીકળી ને નીચે આવી એ જોવે કે રુચી ખુશ છે અને બ્રેકફાસ્ટ બનાવે છે

પીયુ : મોર્નિંગ દી 

રુચી : મોર્નિંગ ( હસતા કહે )

પીયુ : શું વાત છે આજે બહુ ખુશ લાગો છો તમે ?

રુચી : હા , ખુશ તો છુ 

પીયુ : કાઈ ખાસ કારણ ?

રુચી : કાંઈ નહીં તુ બ્રેકફાસ્ટ કર ( આપતા કહે )

પીયુ : દીદી મારે તમારી સાથે વાત કરવી છે 

રુચી : પેહલા નાસ્તો કરી લે પછી વાત કરીએ

~ પછી વીર પણ ત્યાં આવે

વીર : ગુડ મોર્નિંગ ભાભી....ગુડ મોર્નિંગ પીયુ 

રુચી : ગુડ મોર્નિંગ વીર

~ પણ પીયુ કંઈ નથી બોલતી 

રુચી : ચાલ બ્રેકફાસ્ટ કરી લે 

વીર : હા.....મારે જરુરત છે 

~ પીયુ ઉભી થઇ અને એના રૂમ તરફ જવા લાગી

રુચી : પીયુ શું થયું ? નાસ્તો તો કરી લે

પીયુ : ભુખ નથી દીદી  ( જતા જતા બોલે )

રુચી એના મનમાં - આને શું થયું ? આટલું અજીબ બિહેવ કેમ કરે છે ?

~ વીર પણ પીયુ નો બિહેવ નોટિસ કરે છે 

વીર : શું પીયુ એ તમને કંઈ કહ્યું છે ?

રુચી : ના ..... તું કેમ પૂછી રહ્યો છે ? શું કંઈ થયું છે ?

વીર : ન....ના હું બસ એમ જ પૂછી રહ્યો હતો 

રુચી : પાકું ?

વીર : હમ્મ ( નાસ્તો કરતા કહે )

~ બીજી તરફ અમન ઉઠે માથા ના દુખાવા સાથે 

અમન : આહ...... મારું માથું.....હે ભગવાન !! બહું જ દુઃખે છે

~ પછી એ ડ્રોવર માં થી પેઈનકિલર લ્યે છે પેઈનકિલર લીધા પછી એને બધું અચાનક યાદ આવે એ સમય જ્યારે રાહુલ અને રુચી કિસ કરી રહ્યા હતા એ એનો ગુસ્સો બેડ ઉપર ઉતારે છે અને બાથરૂમ તરફ જાય છે અમન ને ફક્ત એજ યાદ હોય છે જે શરાબ પીધા પેહલા થયું હતું શરાબ પીધા પછી એના અને રુચી વચ્ચે જે થયું એ એને યાદ નહોતું


વધુ આવતા અંકે........

( પહેલો પેરે ગ્રાફ ખુબ જ લાંબો હતો જો એ પેરે ગ્રાફ માં કંઈ પણ ભૂલ હોય તો માફ કરજો)