Featured Books
શ્રેણી
શેયર કરો

સોનું ની મુસ્કાન - ભાગ 12

ભાગ ૧૨

અત્યાર સુધી આપડે જોઉ કે સોનું એ પોતાનો એક સીન પતાવી નાખ્યો હતો હવે આગળ વધીએ.

સોનું એક્ટિંગ સારી કરી રહી હતી હા થોડી તકલીફ એને પડતી હતી કારણ કે તેને પેહલા ક્યારેય એક્ટિંગ કરી નહતી , પણ તેને ગમે તે હાલ માં શીખવું હતું,

તે તેના પપ્પા નું સપનું હતું , સોનું એ તે સપના ને પોતા નું સપનું પણ બનાવી લીધું હતું , જ્યાં જ્યાં સોનું ના રોલ ની જરુર પડતી હતી તેને બોલવા માં આવતી અને તે સીન પતાવતા જતા હતા.

શૂટ કરતા કરતા રાત ના ૮ વાગી ગયા હતા સુજલ એ કહ્યું સોનું રમેશ ભાઈ હવે તમે ઘરે જાઓ , સોનું આજે તે ખૂબ સારી એક્ટિંગ કરી બધા સીન એક દમ સારા આવ્યા છે,

રમેશ પણ આજે આખો દિવસ સોનું જોડે રહ્યો હતો કારણ કે સોનું નો આજે પેલ્લો દિવસ હતો એટલે , સુજલ એ કહ્યું સોનું આવી જ રીતે મેહનત કરીશ તો તને આગળ ખૂબ સારી સારી ફિલ્મો મળશે,

તને લીડ રોલ પણ મળશે અને એક દિવસ તું એક popular actress બની જઈશ અને રમેશ ભાઈ તમારું સપનું પણ પૂરું થયું જશે.

સોનું એ કહ્યું હા sir હું ખૂબ મેહનત કરીશ અને સફળ થયી ને બતાવીશ , રમેશ એ કહ્યું હા હવે અમે જઈએ, સુજલ એ કહ્યું હા કાલે સોનું ની સ્કૂલ પણ છે ને.

રમેશ અને સોનું ઘરે જતા રહ્યા , આજે સોનું ની ખૂબ મજા આવી હતી શૂટ કરી ને તેના માં એક પોઝિટિવ વિશ્વાસ આવ્યો કે ના હું કરી શકીશ.

મેના એ કહ્યું મને તારા પપ્પા એ કહ્યું તને મજા આવી આજે શૂટ કરવા માં , ખૂબ સારું કેવાય ચલ હવે જમી લે જમવા નુ બની ગયું છે અને આજે વેહલી સૂઈ જજે કાલે સ્કૂલ એ પણ જવા નું છે ને તારે.

સોનું એ કહ્યું હા મમ્મી પછી બધા એ જોડે બેસી ને જમ્યુ રમેશ એ કહ્યું સોનું બેટા તું કાલે એકલી શૂટ એ જઈશ ને મારે દુકાન પણ હસે ને , હું તને દુકાન જતા વખતે મૂકી જઈશ .

સોનું એ કહ્યું હા પપ્પા તમે ચિંતા ના કરો હું કાલે એકલી જતી રઈશ શૂટ ઉપર તમે ના આવતા , બધા એ જમી લીધું હવે સોનું એક વાર આજે ટીચર એ સ્કૂલ માં જે સમજાવ્યું હતું તે જોતી હતી,

તેને બધું જ જોઈ લીધું જેથી તેને revesion થતું રહે અને તે કઈ ભૂલે નહીં પછી તે સૂઈ ગયી , કારણ કે કાલે વેહલુ સ્કૂલ માટે જવા નું હતું.

સવાર પડી મેના એ સોનું ને ઉઠાડી , ચલ સોનું જલદી તારે સ્કૂલ જવા નું છે ને , સોનું ફટાફટ ઉઠી ગયી હવે તેને મેહનત કરવા નું નક્કી કરી લીધું હતું

તેને વિચાર્યું હવે તેના જીવન નો એક એક દિવસ મેહનત થી ભરેલો હોવો જોઈએ,

જેથી તેને આગળ જાય ને જીવન માં અફસોસ ના કરવો પડે, તે ફટાફટ સ્કૂલ ગઈ ત્યાં તેને બધા લેક્ચર સરખી રીતે ભર્યા , તે સરખું યાદ રાખી લેતી ,

આજે તેને જાતે શૂટિંગ ની જગ્યા એ જવા નું હતું
તેના શૂટિંગ નો બીજો દિવસ હતો , તેને ત્યાં જય ને એક્ટિંગ માં ખૂબ મેહનત કરી તે હાર માને તેમ ન હતી.

ભલે ગમે તેટલા ટેક લેવા પડતા તે ક્યારેય થાકતી નહિ....... આમ નમ દિવસો જવા લાગ્યા તેનું શૂટિંગ ના દિવસો ફટાફટ ચાલવા લાગ્યા સોનું ના જીવન માં અત્યારે બે જ વસ્તુ હતી એક ભણવું અને એક શૂટિંગ.

આવી જ રીતે ૪ મહિના વીત્યા ફિલ્મ ની શૂટિંગ પૂરી થયી હવે ફિલ્મ નો સિનેમા માં રિલીઝ નો દિવસ આવ્યો , આજે સોનું અને તેના મમ્મી પપ્પા ખુશ હતા,

જે ફિલ્મ માં દીકરી હોય અને તે આજે સિનેમા માં આવા નું હોય તેના મમ્મી પપ્પા કેટલા ખુશ હશે.

આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો વાર્તા નો આગળ નો ભાગ જલદી આવશે😊