એક પંજાબી છોકરી - 60 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 60




વાણી તરફ નજર પડતાં વીરના મમ્મી બહુ ગુસ્સામાં આવી ગયા તે વાણી પાસે ગયા અને તેને કહ્યું તારી હિંમત કઈ રીતે થઈ અહીં આવવાની? વીરના મમ્મી ખૂબ જ ગુસ્સામાં હતા તેથી જ્યારે વાણી પર તેમને ગુસ્સો કરવાની શરૂઆત કરી ત્યારે વાણી વીરના પપ્પા તરફ બચાવ માટે નજર કરે છે પણ વીરના પપ્પા વીરના મમ્મીનાં ગુસ્સાથી ડરી જાય છે તેથી કંઈ જ બોલવાની હિંમત કરતા નથી.આ વાત સોહમના પપ્પા સમજી જાય છે તેથી તે વીરના મમ્મીને કહે છે," પેનજી તુસી શાંત હો જાઓ વાણી દાક્તરી કી પઢાઇ કર દી હૈ તો સાડે દાક્તરને ઉન્કો હમારે વીર દા ઈલાજ કરને દે વાસ્તે બુલ્વાયા હૈ ઔર યે કુડી બડી ચગી દાક્તર હૈ ઈસકે આને સી હી સાડા વીર એકદમ ચંગા હો ગયા હૈ જી" આ વાત સાંભળી વીરના મમ્મીનો ગુસ્સો એકદમ જ શાંત થઈ જાય છે પછી તે કહે છે તો હવે તો વીર ખતરાથી બહાર આવી ગયો છે તો આ હજી આ કેમ અહીં જ છે? વાણી થોડી હિંમત કરીને કહે છે હજી વી...પેશન્ટને હોંશ આવ્યો નથી તેમને હોંશ આવે પછી હું તેમનું ચેકઅપ કરીને અહીંથી જતી રહીશ.વીરના મમ્મી આ વાત માની જાય છે. સોનાલી મનોમન વિચારે છે કે અંકલ એ બધું કેટલું સુંદર રીતે સાચવી લીધું અને વાણી એ પણ વીરને મળવાનું મસ્ત બહાનું આપી દીધું.સારું થયું વાણી એ મમ્મીની સામે વીરનું નામ ના લીધું.

વીરના પપ્પા અત્યાર સુધી સાવ ચૂપ હતા,હવે તે વીરના મમ્મીને કહે છે ચાલ આપણે બહાર જઈ થોડા ફ્રેશ થઈને આવીએ.વીર હોંશમાં આવશે તો આપણા આવા ઉદાસ ચેહરા જોઈ દુઃખી થઈ જશે.વીરના મમ્મી હાલ ખુશ હતા તેથી તે જવા માટે તરત માની જાય છે અને જલ્દીથી બહાર જતા રહે છે.વીરના પપ્પા તેના મમ્મીને કહે છે તમે બહાર રાહ જુઓ હું હમણાં આવું,વીરના પપ્પા વાણી,સોનાલી,સોહમ ને સોહમના પપ્પા ઊભા હતા ત્યાં આવીને કહે છે તમે લોકો બધું બહુ સરસ રીતે સાચવી લો છો.વાણી પૂતર તું કેટલી સારી ને સમજદાર છો બની શકે તો મને માફ કરી દેજે.જ્યારે તારે મારી જરૂર હતી હું સાવ ચૂપ બેસી રહ્યો.તું મારા કહેવાથી અહીં આવી હતી તો પણ મેં તારો સાથ ન આપ્યો.વાણી કહે છે કંઈ વાંધો નહીં અંકલ,જતા જતા સોહમના પપ્પાનો આભાર માનતા કહે છે તમે ઉમદા રીતે ખોટી વાતને સાચી પુરવાર કરી બતાવી.સોનાલી ને સોહમ પણ બોલી ઊઠે છે હા આ વાત તો અમને પણ ખૂબ ગમી.સોહમના પપ્પા બધાને કહે છે આ વાતમાં એક પણ શબ્દ ખોટો નહોંતો. વાણી એક મેડિકલની સ્ટુડન્ટ છે તે તો બધાને ખબર જ છે હાલ વાણી આ હોસ્પિટલમાં જ તેની ઇન્ટર્નશીપ કરે છે અને વીરનું ધ્યાન રાખવાને ચેકઅપ કરવાનું કહેવા માટે થોડી વાર પહેલા જ વાણીને કૉલ આવ્યો હતો પણ વાણીને થયું બીજા કોઈ પેશન્ટ માટેનું કહ્યું છે તેથી તેને ના પાડી દીધી પછી તેને ખબર પડી તેને વીરને જ એટેન્ડ કરવાનો હતો.વાણી કહે છે હા અંકલ સાચું કહે છે.મને ત્યારે ખબર નહોતી કે વીરનું ચેકઅપ કરવાનું કામ મને આપવામાં આવ્યું છે પણ જ્યારે હું ડૉકટરને વીરના ઈલાજ માટેની વિનંતી કરવા ગઈ ત્યારે સરે કહ્યું આ પેશન્ટને એટેન્ડ કરવા જ મેં તમને કૉલ કર્યો હતો.

સોનાલી ને સોહમ એકસાથે બોલી પડે છે ખૂબ સારું કહેવાય, વાણી હવે તું વીરનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકીશ.વાણી કહે છે હા હું વીરને ખૂબ જલ્દી સાજો કરી દઈશ.વીરના પપ્પા ઝડપથી તેના મમ્મી પાસે જાય છે અને તેની માફી માગતા કહે છે સોરી હું ડૉકટરને મળવા ગયો હતો એટલે મારે આવવામાં થોડું મોડું થયું.વીરના મમ્મી તેના પપ્પાએ બોલેલા જૂઠને સત્ય માની લે છે અને કહે છે વીર જલ્દીથી સાજો થઈ જશે ને! તેના પતિ કહે છે હા ખૂબ જલ્દી,ચલ આપણે પહેલા મંદિર જઈ આવીએ અને વીર માટે પ્રાર્થના કરીએ.આ બાજુ વાણી તેનો વ્હાઇટ કોટ પહેરી વીરના રૂમમાં જાય છે.વાણી વીરનું ચેકઅપ કરે છે અને તેની દવાઓને એ બધું ચેક કરતી હોય છે ત્યાં વીરને હોંશ આવે છે.વીર હોંશમાં આવતા જ વાણી શબ્દ બોલે છે વાણી ત્યાં જ હોવાથી તેની પાસે પહોંચી જાય છે પણ વીર કંઈ બોલે તે પહેલાં જ વીરની આંખ ફરીથી બંધ થઇ જાય છે.વાણી એકદમ ડરી જાય છે અને તે વીર વીર કરવા લાગે છે બહાર સોહમ ને સોનાલી આ સાંભળી લે છે તે દોડીને અંદર જાય છે.

અચાનક વીર ફરી કેમ બેભાન થઈ ગયો હશે?
શું વીર ફરી પાછો આવશે કે હંમેશાં માટે આ દુનિયા છોડી ચાલ્યો જશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી સુંદર સુંદર કૉમેન્ટ્સ મારી સ્ટોરીની સફરને ખૂબ આગળ લઈ જાય છે તો આ સ્ટોરીમાં મારે કેવા કેવા બદલાવ લાવવા અથવા તો શું નવું લઈ આવવું તે જરૂરથી જણાવજો.