Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 61 (છેલ્લો ભાગ)

વીર ફરીથી બેભાન થઈ ગયો.વાણીમાં સોહમ અને સોનાલીને જોઇને હિંમત આવી ગઈ તેને જલ્દીથી વીરની આંખો અને હદય ચેક કર્યું અને તેને ખબર પડી કે ત્રણ દિવસથી બેભાન હોવાથી વીરે કંઈ જ ખાધું પીધું નહોતું તેથી તેને હોંશ આવતાની સાથે જ ભૂખ ને તરસના લીધે ચક્કર આવી ગયા.વીરનો તાવ માટેનો ઈલાજ ચાલતો હતો અને ડૉકટરને વધુ પેશન્ટ હોવાથી વીરને ગ્લુકોઝનો બાટલો ચડાવવામાં આવ્યો નહોંતો.જોકે આ ડૉકટરની લાપરવાહી કહેવાય પણ હાલ વાણી જલ્દીથી નર્સ ને બોલાવી ગ્લુકોઝનો બાટલો ચડાવવાની વ્યવસ્થા કરે છે તેને હવે તેના હેડ ડૉકટર પર ભરોસો ન હોવાથી તે તેમને જાણ નથી કરતી અને ખુદ જ બધું હેન્ડલ કરે છે.વાણી એ ખુદ પર ભરોસો કરી વીર પરનો બધો પ્રેમ જાણે એકસાથે લૂંટાવી દીધો હોય તેમ વીરની બધી જ સારવાર ખૂબ સુંદર રીતે કરી પણ હજી તેનો આ પહેલો કેસ હતો તેથી તેને વિચાર આવ્યો કે કંઈ પણ ગડબડ થશે તો વીર મૃત્યુ પામશે.આથી તેને બીજી હોસ્પિટલમાંથી સારામાં સારા અને જાણકાર ડૉકટરનો સંપર્ક કર્યો જોકે આ માટે વાણીને તો શું પણ અહીં રહેલા કોઈપણ નાના મોટા ડૉકટર ને પરમિશન લેવી પડતી.આના માટે ડૉકટર  એ અહીંના માલિક અને હેડ ડૉકટરને પૂછવું પડતું પણ વાણી પાસે હાલ એટલો સમય નહોંતો તેથી તેને વગર મંજૂરીએ હેડ ડૉકટરને બોલાવ્યા અને તેમની પાસે વીરનું રી ચેક અપ કરાવ્યું. બહારથી આવેલા ડૉકટર એ વાણીના ખૂબ વખાણ કર્યા.

વીર માટે તે ડૉકટર એ કહ્યું,"બડી જલ્દી ઇન્કો હોંશ આ જાયેગા યે કુડી બડી હોનહાર તે ચંગી હૈ."બધા ખૂબ ખુશ થઈ ગયા.તે ડૉકટરની ફી વાણીએ આપી પણ આ વાત વીરના ડૉકટર પાસે અને આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ અને વાણીને તથા ડૉકટરને બોલાવવામાં આવ્યા.આ હોસ્પિટલના માલિક જે પોતે ડૉકટર જ હતા તેમને વાણીને આ ભૂલ બદલ માફ કરી પણ તેને ફરીવાર આવું ન કરવા પણ જણાવ્યું.વાણીની નોકરી માંડ માંડ બચી.વીરના ડૉકટર એ કરેલી લાપરવાહી વિશે વાણી હેડ ડોકટરને જણાવે છે અને કહે છે એમની ભૂલના લીધે આ પેશન્ટની મોત થઈ જાત તો!કોણ જવાબદારી લેત? હેડ ડૉકટર ને એવો ડર હતો કે ક્યાંક આ બહાર જઈને આ વાત કરશે તો મારી હોસ્પિટલનું નામ ખરાબ થશે અને બીજા પેશન્ટ આવતા પહેલા વિચાર કરશે.પોતાની હોસ્પિટલને બચાવવા માટે તેને વાણીને બહારથી ડૉકટર બોલાવવા બદલ માફ કરી હતી.થોડી વારમાં વીરને હોંશ આવી જાય છે. વાણી એ પહેલેથી જ સોહમને ફ્રૂટ જ્યુસ લઈ આવવાનું જણાવ્યું હતું હોંશ આવતા જ વાણી વીરને જ્યુસ આપે છે અને બે કલાક પછી વીરને ઘરે જવાની રજા મળે છે.વાણી છેલ્લીવાર મન ભરીને વીરને જોઈ લે છે પણ તેને કંઈ કહેતી નથી.ઘરે પહોંચીને વીરના પપ્પા બધા સાથે વાત કરે છે કે વાણી જેવી છોકરી આપણને વીર માટે બીજી કોઈ નહીં મળે.આ વાત સાથે વીરના મમ્મી પણ સહમત થાય છે અને તેમની વાતથી તેના દાદા દાદી પણ સહમત થાય છે અને બધા નક્કી કરે છે કે વીર અને સોનાલીના લગ્ન એક સાથે એક જ મંડપમાં કરીશું.વીર અને સોનાલી બંનેના પ્રેમની જીત થાય છે તે ચારેય બહુ ખુશ હતા.બધાના ઘરે જોરશોરથી લગ્નની તૈયારી ચાલતી હતી.લગ્ન માટે એક બેંકવેટ હોલ બુક કરવામાં આવે છે જ્યાં ચારેય લોકો માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે.બધા જ ફંકશન સાથે રાખવામાં આવે છે. સોહમ,સોનાલી,વીર અને વાણી ખૂબ જ ખુશ હતા.વીરના દાદુ વીરને કહે છે,"ખોતે દે પૂતર અબ તો તું ખુશ હૈ ના અબ સબ ચંગા હી ચંગા હોગા." બધા હસવા લાગે છે.વાણીની ફેમીલી બધા માટે અજાણી હોવા છતાં સાવ જાણીતી જ લાગે છે.આ સિવાય લગ્નના જમણવારમાં બધી જ વેરાયટીઓ રાખવામાં આવી હતી.પંજાબી,ચાઇનીઝ,સાઉથ ઇન્ડિયન બધી વાનગીઓ સાથે પાણી પૂરી,પીઝા, ચાટ,જ્યુસ, આઇસક્રીમ, પાન અને ગુજરાતી મુખવાસ રખાયો હતો.મહેમાનો એ પણ આવા લગ્ન પહેલીવાર જોયા હતા.સોહમ - સોનાલી,વીર - વાણી લગ્ન પહેલા જે રીતે એકબીજાને સાથ સહકાર આપતા હતા તેમ જ લગ્ન પછી પણ આપે છે જે વાતો ફેમીલી સાથે કરવા જેવી ન લાગે તે કરતા નથી.સોનાલી તેનું સ્ટડી પૂરું કરી કંપનીમાં નોકરી કરે છે.સોહમ પણ એજ કંપનીમાં તેની સાથે હોય છે.વીર સ્ટડી પૂરું કરી વકીલ બને છે અને વાણી એક નામાંકિત ડૉકટર બની જાય છે.આ રીતે આ કથાનો સુંદર અંત થાય છે.


તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી સારી કૉમેન્ટ્સ આપી મને વધુ સારું લખવાની પ્રેરણા આપવા વિનંતી.