મન ની લાઈફ સ્ટોરી - 3 Story cafe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન ની લાઈફ સ્ટોરી - 3

પ્રકરણ 3 : તારા દીદી

હકલું અને ઢગલુંની ફોનમાં જ્યારે વાત ચાલતી હતી ત્યારે મનની મોટી દીદી (તારા) કઈક કામ થી ત્યાં આવી પહોંચી હતી. ત્યારે દીદીએ ફોન ની પેલી વાતો સાંભળી લીધી. ક્યાં કામ માટે દીદી આવ્યા હતા, એ પોતે ભૂલી ગયા હતા. જ્યારે મનએ પોતાની વાતો પૂરી કરી અને કઈક કામથી વળ્યો ત્યારે તેને શું દેખાય, દરવાજાની બીજી બાજુ દીદી ઊભા છે. મનની આંખો ચમકી. તે કોઈ પણ શ્રણ વેડફ્યા વગર ફરીથી વળ્યો. મન નાં પરસેવા ચૂંટવા લાગ્યા હતા. એનું મન ભૂતકાળ અને ભવિષ્યકાળ માંથી ફરી ફરી ને અચાનક વર્તમાનમાં આવ્યું હતું. સામાન્ય જ વાત છે, જો કોઈ વ્યક્તિ પોતાનાં જ વિચારોમાં પડ્યો હોય અને એને અચાનક કોઈ બીજું બોલાવે તો એને વર્તમાનમાં આવતા એ થોડી વાર લાગે. કઈક મોટો અચકો લાગે તો એ વ્યક્તિ, મછલી ને જેમ ઑક્સિજન ગેસ આપો અને કેમ તડપે એવી રીતે, તડપવા લાગે. એમાં એની ભૂલ ન હોય પણ ત્યારે શું કરવું અને શું ન કરવું એ ન સૂઝતાં કોઈ પણ વ્યક્તિ બેબાકળો થઈ જાય છે. મન એવી સ્થિતિઓ થી ઘણી ફેરે નીકળ્યો છે. જેમ કે, એક વાર એને સ્કૂલ નો વાઇટ બોર્ડ થોડી નાખ્યો હતો, એક વાત અંજલિ નામની છોકરી ના બેગ માં ખોટી ગળોળી નાખી દીધી હતી અને એક વાત તો દીદીનાં ફોન થી એક ફ્રેન્ડ ને 'I love you' નો મેસેજ કરી દિધો હતો. પણ એ બધી વસ્તુઓ એ જ્યારે નાનો હતો ત્યારે કરતો. અને જ્યારે પકડતો, સ્પેશિયલી પેલા મેસેજ વાળા કાંડ માં, ત્યારે શું કરવું અને શું ન કરવું એ ન સુજતા એ કંઈ પણ બોલી કે કરી દેતો અને પછી જ્યારે ધ્યાન આવે કે એને શું કર્યું ત્યારે ઘણી પછતાવો થાય. આ વખતે એવું કંઈ ન થાય એટલે પોતે કોઈ સૈનિક મહારાણી ને જુવે અને કેવો સીધો અને ટટાર ઊભો રહી જાય, એવી રીતે મન પણ દીદી ને જોતા ઊભો રહી ગયો હતો.
'શું દીદીએ મારી બધી વાતો સાંભળી લીધી હશે ? કે પછી end end માં દરવાજા પાસે આવ્યા છે. જો એવું હોય તો હું બચી ગયો. પણ જો એવું ન હોય તો...તો પછી હું તો ગયો. દીદી ને શું કહું ? જો દીદી પપ્પા ને કહી દેશે તો ? નાં, પપ્પા ને તો હું સમજાવી લઈશ, પણ મમ્મી ને ! મમ્મી ને કેવી રીતે સમજાવા ? મારે અહીંયાથી ચાલી નીકળવું જોઈએ. નાં ! જો દીદીને મેક્સ વિશે સાંભળ્યું છે કે નહિ એ મારે જાણવું પડશે. ખાલી ખોટો જો હું ભાગ્યો તો હું જ ભાસાઈશ.'
જ્યારે મન ઉપરના વિચારો કરી છે ત્યારે તારા દીદી મન પાસે આવી જાય છે. દીદી ને જોઈને મન ખોટી સ્માઈલ કરે છે. બદલામાં દીદી પણ એક સ્માઈલ કરે છે. મન ને શું કહેવું અને જે જાણવું છે એ કંઈ રીતે પૂછવું એ ન સુજ્યું.
"ગાંઠિયા કેવા લાગ્યાં ?" ખોટું હસતા મનએ પૂછ્યું.
"તે બનાવ્યા હતા." દીદી એ કહ્યું.
જવાબ સાંભળતા મન ઉચા અવાજે હસ્યો. ત્યારે દીદી એ પૂછ્યું,
"આ મેક્સ કોણ છે ?"
મનના કાન સરવળ્યા, તેની આંખો ચમકી, મગજ થડથડ્યું અને મોઢું ખુલું રહી ગયું પણ કંઈ અવાજ ન નીકળ્યો. એ ટાણે રૂમમાં હવા ઉજાસ ઘણો સારો હતો. પવનની લહેરખીથી મનનાં વાળ ડાન્સ કરતા હતા, દીદીએ અંબોડો વળ્યો હતો. ત્યારે મનની કપાળ થી એક પરસેવાની ધાર નીચે ઉતરે છે.
"અરે," દીદી એ મન થી કહ્યું, "આટલો મસ્તીનો પવન છે અને તને ગરમી થાય છે ?"
'મને ગરમી વાતાવરણથી નહિ, તમારી વાતો થી થાય છે.' મન મનમાં બ્બડ્યો.
તેને કંઈ પણ ન સૂજતાં એ તરત નીચે બેઠો અને દીદી નાં પગ પકડી લીધા.
"આ શું કરશ મન ?" દીદી એ મનને જોતા ગુસ્સેથી કહ્યું.
"મેકસની વાત મમ્મી ને ન કહેતા." મનએ દીદી થી કહ્યું.
"ઓહ, એવી વાત છે. હવે તો મમ્મી ને કહેવું..."
"શું મળશે તમને આ વાત મમ્મીને કહીને ?"
"શુકુન આનંદ."
"અરે, પોતાના નાના ભાઈની વાત મમ્મીને ન કહેતા, પ્લીઝ."
"નાં, હું તો કહીશ. પેલા મેસેજવાળા કાંડ નો બદલો પણ મારે લેવાનો છે."
"હવે ભાઈ બહેન માં બદલો લેવો. અને ત્યારે તો હું નાનો હતો, નાદાન હતો."
"એ તો તું અત્યારે પણ છો."
"હા, તો પછી વાતને ભૂલી જાવ ને."
"હા, ઠીક છે." આ સાંભળતા મનએ દીદી નાં પગ છોડ્યા. એ ઊભો થયો.
"Thank you, દીદી." આ કહેતા મન રૂમની બહાર નીકળવા વળ્યો.
"એક મિનિટ !" દીદી એ કહ્યું.
મન થોભ્યો અને દીદી તરફ વળ્યો.
'હવે શું બાકી રહી ગયું ?'
દીદી એ મનના ગાલ ખેંચ્યા અને કહ્યું, "મારા નાના ભાઈની વાત હું ભૂલી તો જઈશ, પણ મને શું મળશે."
"અરે, એક ગરીબ પાસે તમે શું ભીખ માંગો છો ?"
"શું બોલ્યો ?" દીદી એ ગુસ્સે થી કહ્યું.
"મારી પાસે કંઈ નથી જે હું તમને દઈ શકું."
"એ હું કંઈ ન જાણું." દીદી એ થોડો વિચાર કર્યો અને કહ્યું, "હા ! કાલે મારે એક પાર્ટીમાં જવાનું છે. તો મારી માટે તું મસ્તીના ઇએરરીંગ આજે લેતો આવ."
"પણ દીદી મારી પાસે એટલા પૈસા નથી."
"મને કંઈ સાંભળવું નથી. સમજે ૧૦ વાગ્યા સુધીમાં મને ઇએરરીંગ જોઈએ. નક્કર મેક્સ સાથે તારો મેળ પડવાની પહેલા જ તૂટી જશે."
"અરે...! હા, ઠીક છે. ૯ વાગ્યે હું લેતો આવીશ. પણ આ વાત આપણા બેય વચ્ચે જ રહેવી જોઈએ."
"હા. એની તું ચિંતા ન કર, છોટુ."
આ કહેતા દીદી રૂમ ની બહાર નીકળી ગયા.

રાત્રે ૯.૩૦ વાગ્યે મનએ એક મસ્તી ની ઇએરરીંગ દીદી ને આપી.
"અરે વાહ, ભાઈ. તારી તો ચોઈસ એ વન છે."
"હા, તો છે." મનએ હસતા કહ્યું.
"જા, હવે સૂઈ જા. કાલે ૬ વાગ્યે ગાર્ડનમાં રાનિંગ માટે જવાનું છે ને."
મનએ એક સ્માઈલ કરી. "હા, દીદી."

(આગળ ની પ્રકરણ ત્યારે જ લખાશે ત્યારે તમે Comment કરશો કે આવતી કાલે સવારે 6 વાગ્યે મન વહેલો ઉઠી શકશે કે નહિ.)

-To Be Continued