મન ની લાઈફ સ્ટોરી - 4 Story cafe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન ની લાઈફ સ્ટોરી - 4

પ્રકરણ 4 : running

સવારે 6 વાગ્યાનો એલાર્મ વાગે છે. મધુર સ્વપ્નમાં પડેલો મન પોતાની પથારીમાં આરામથી સુતો હતો. એ સ્વપ્ન માં તે મેક્સ ની સાથે અસ્ક્રીમ ખાતો હતો. જ્યારે મન વાત કરતો ત્યારે મેક્સ હસતી. એને જોઈને મન પણ ખુશ થતો. બંને જણાને દૂર ઊભેલો સચિન જોતો. જ્યારે મેક્સ મન નાં જોક ઉપર હસતી હતી ત્યારે મન સચિન ની તરફ જોતો. સચિન થમઉપ કરીને એક સ્માઈલ કરતો. તેને જોતા મન પણ સ્માઈલ કરીને હકારમાં માથું ધુણાવતો. ત્યાર બાદ ફરી મેક્સ અને મન વાતો ચડતા. મન મેક્સ ને આઇસક્રીમ અવડાવે, મેક્સ મન ને આઇસક્રીમ ખવડાવે અને આ પ્રેમ સબંધ જોઈને સચિન ની આંખોમાં પાણી આવે...કે ત્યારે એલાર્મ નો કર્કશવાળો અવાજ મધુર સ્વપ્નને ચીરીને મનને જગાડે છે. મન હાથ લાંબો કરીને એલાર્મ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. થોડી વાર પછી મનના ફોનની ઘંટડી વાગે છે. હાથ લાંબો કરીને ફોન લે છે અને ઉપાડે છે.
"Hello ?"
"ક્યાં છો તું ?"
"અરે હકલું ! Good morning bro."
"અરે, bro ની ક્યાં દેશ સવારમાં. તું હજી ઉઠ્યો નથી ?"
"શા માટે ?...અરે તારી ! આજે તો રનિંગ માટે જવાનું હતું ને."
"હા તો ઉઠ જલદી અને મિલન ગાર્ડન માં આવ. ભાઈ, હું તો પહોચી ગયો છું અને તારી રાહ જોતો હતો. કે મને મેક્સ દેખાણી."
"એ આવી ગઈ ?"
"વઇ પણ જાશે. તું જલદી આવને !"
"હા, બસ 5 મિનિટ માં આવ્યો."
મન ફોન કાપીને જલ્દી જલ્દી તૈયાર થાય છે. જોગિંગ સુટ પહેરે છે, બૂટ પહેરે છે અને ભરપેટ સેન્ટ લગાવે છે. એ ઘરથી નીકળવા માટે તૈયાર જ હોય છે કે ત્યારે તેની મમ્મી આવે છે. મમ્મી ને જોતા મન ગભરાઈ જાય છે.
'અરે ! મમ્મી આટલી જલદી ઉઠી જતા હોય છે. હવે તો હું ગયો.'
"ક્યાં જાશ?" મન ની મમ્મી એ ગુસ્સાથી પૂછ્યું.
"અરે, મમ્મી જાગી ગયા ?" મન એ હસતા કહ્યું.
"મારા પ્રશ્ન ની જવાબ દે."
"મેં તમને કીધું નહોતું કે માટે સચિન ની સાથે મિલન ગાર્ડન માં દોડવા જવાનું છે."
"આટલું સવારમાં ?"
"તો મમ્મી દોડવાનું અને સેહત બનાવવાની તો સવાર સવારમાં જ હોય ને."
"હા, ઠીક છે જા. પણ ત્યાં ઘણી છોકરીઓ પણ આવે છે. ક્યાંક ખોટા રસ્તે ન ચડતો."
"નાં મમ્મી એમને રસ્તો યાદ છે."
"શું ?"
"એટલે કે, હકલ...(મન નકારમાં માથું ધુણાવી ને બોલે છે,) સચિન પણ મારી સાથે છે, મમ્મી. તમે ખાલી ખોટી ચિંતા ન કરો."
"હા, ઠીક છે જા...અને જલદી આવતો રેહજે."
"હા."
મન ઘરની બહારે કોઈ વિજેતા યુદ્ધની જેમ નીકળે છે.
'પેલો પડાઉ પાર'.
સચિન મિલન ગાર્ડન નાં બાકડા ઉપર બેસીને મન ની રાહ જોતો હતો. અડધી કલાક થવા આવી હતી. પણ હજુ સુધી મન આવ્યો ન હતો. બેઠો બેઠો સચિન બોર થવા લાગ્યો હતો. એટલા માં મન આવે છે. એને જોતા સચિન બાકડા ઉપરથી ઊભો થાય છે.
"ક્યાં રહી ગયો તો ?" મનને જોતા સચિન બોલે છે.
"અરે યાર, મારા મમ્મી અમિતા બચન બનીને મારી સાથે કરોડપતિ રમતા હતા એમાં વાર લાગી ગઈ."
"કંઈ વાંધો નહિ, ચાલ. નક્કર મેક્સ નીકળી જશે."
"હા, ચાલ."
બન્ને પરમમિત્રો મિલન ગાર્ડન ની અંદર જાય છે. મિલન ગાર્ડન વર્તુળ આકારમાં બનેલું હોવાથી ઘણા લોકો સીધી બાજુ દોડતા હોય છે અને ઘણા લોકો ઉંધી બાજુથી શરૂ કરીને દોડતા હોય છે. કોઈ રોકટોક અને નિયમ ન હોવાથી દોડવાનો તંત્ર આમને આમ ચાલ્યા કરે છે.
"ઉધી બાજુ કે સીધી બાજુ ?" ગાર્ડન માં એન્ટર થતા મન સચિન ને પૂછે છે.
"સીધી બાજુ." સચિન તરત જવાબ આપે છે.
"તો ચાલ." મન ઉંધી બાજુ સચિન ને ખેંચીને કહે છે.
"અરે." સચિન મનને ઊભી રાખીને પૂછે છે, "મેક્સ સીધી બાજુ દોડે છે તો તું એમને ઉંધી બાજુ શા માટે લઈ જાશ ?"
"અરે ટોપા, જો આપણે સીધી બાજુ જશું તો ક્યારે મેક્સ મળશે ? આપણે તો એના પાછળ પાછળ જ દોડતા રહીશું. પણ જો ઉંધે થી દોડિશું તો એ આપણને સામે જ મળી જશે."
"સાચું યાર. તો દોડ હવે."
સચિન અને મન ઉંધી બાજુ દોડવાનું શરૂ કરે છે.
થોડી જ વારમાં મનને મેક્સ દેખાઈ જાય છે. પણ મેક્સ નું ધ્યાન તેની તરફ જતી નથી. એતો ઇએરબર્ટ માં ગીત સાંભળતા સાંભળતા મન અને સચિન સામે જોયા વગર નીકળી જાય છે. આ જોતા મન નું મોઢું ખુલ્લું રહી જાય છે. સચિન પણ મેક્સ ની તરફ જોવા લાગે છે. કે ત્યારે તેને કોઈ બીજી છોકરી આવતી દેખાય છે. ખુલ્લાં વાળ હવામાં ઉડતા હતા. એ છોકરી કોઈ સ્પેશિયલ જોગિંગ સુટ પહેર્યું ન હતું. ન તો એ ઇએરબર્ટ નાં song સાંભળતી હતી. એ તો ખાલી દોડતી હતી. સચિન એને ઓળખતો હતો. સચિનનાં સવારના ટ્યુશન, જ્યારે આજે તે ગયો નહતો ત્યાં, શરૂઆતમાં એ છોકરી આવતી હતી. સચિનને પેલાથી જ એ પસંદ હતી. પણ એ ક્યારે પણ કહી ન શક્યો. એ છોકરી થોડા દિવસો જ ટ્યુશનમાં આવી હતી, પછી તે બીજે ક્યાંક જવાનું શરુ કરી દીધું હતી. પણ સચિન એને ફરી કેદી મળી શક્યો ન હતો. એ છોકરીનું નામ જાનવી. જાનવી ને જોતા સચિન નું મોઢું ખુલ્લું રહી ગયો. જાનવીએ સચિન તરફ જોયું. પણ તેને અવગણી ને એ નીકળી ગઈ.
એક પણ મિનિટ બરબાદ કરતા વગર મન મેક્સની પાછલ દોડ્યો અને સચિન જાનવી ની પાછળ. થોડું દોડ્યા બાદ બેય જણાને ધ્યાન પડ્યુ કે બેય એક સાથે નથી. એટલે બન્ને મિત્રો પોતપોતાની જગ્યાએ દોડતા ઊભા રહ્યા અને પાછળ ફરીને એક બીજા સામે જોયું. મન સચિન ને હાથનો ઈસરો કરીને ત્યાં આવવાની કહે. જ્યારે સચિન મનને હાથનો ઈસરો કરીને પોતાની પાસે આવવાનું કહે. બંનેનું ધ્યેય એક જ હતું, પણ બન્નેના રસ્તા અલગ અલગ હતા.



-TO be continued