ગુજરાતના વધુ એક રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું માનીયે તો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની પકડ મજૂબત કરવાની સાથે સાથે ભાજપને પણ મજબૂત બનાવી. નરેન્દ્ર મોદી ગુજરાતી મતદારોને તે સમજાવવામાં સફળ રહ્યા હતા કે, કેન્દ્રની યુપીએ સરકારના કારણે જ ગુજરાતનો વિકાસ અવરોધાયો છે. તો બીજી તરફ વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાએ એક અંગ્રેજી ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સંઘે પહેલાથી જ હિંદુત્વની ફળદાયી જમની તૈયાર રાખી હતી. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. જેથી ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને મળેલી સહાનુભૂતિ વચ્ચે પણ ભાજપને બે બેઠક મળી હતી. જેમાંથી એક બેઠક ગુજરાતમાં હતી.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને એક નવી દીશા મળી જેની સાથે સાથે ભાજપે ગુજરાતી મધ્યમવર્ગીય મતદારોમાં હિંદુત્વવાદી વિચારધારાના બીજ રોપ્યાં. જેનાથી મધ્યમ વર્ગ ભાજપ તરફ વળ્યો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય સમાજના ત્રણ વર્ગો છે. ધનવાન, મધ્યમ અને ગરીબ. જેમાં ઇંદિરા ગાંધી અને કોંગ્રેસની છાપ ગરીબ તરફી હતી. જેથી ગરીબ વર્ગ હંમેશા કોંગ્રેસનો વફાદાર મતદારો રહ્યો છે. જેથી જ ભાજપે મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રીય કર્યુ અને તેમાં તેને સફળતા પણ મળી. જાેકે, ગુજરાતમાં મધ્યમવર્ગનું પ્રમાણ સંખ્યાની દ્રષ્ટિએ ખુબ જ મોટું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને જનસંઘ દ્વારા પહેલાથી જ રોપેલાં હિંદુત્વના બીજને ભાજપ દ્વારા ઉછીરીને વૃક્ષ બનાવી દેવામાં આવ્યું.
જાેકે, અમુક અપવાદોને બાદ કરતા દલિત અને આદિવાસી બેઠકો કોંગ્રેસનું જ પ્રભુત્વ રહ્યું છે. પરંતુ થોડા વર્ષોમાં કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠકોમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી છે.
રાજ્યના એક વરિષ્ઠ સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ એક અંગ્રેજી એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતંુ કે, દાયકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક જ શિક્ષક ભણાવતોહ ોય તેમ એકલશાળાના માધ્યમથી પડક વધારવાના પ્રયાસો કર્યા છે. જેમાં રાજ્ય સરકાર અને હિંદુ ધામિર્ક સંપ્રદાયોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ અભિયાન હેઠળ જ આદિવાસી યુવાનોને હિંદુત્વના રંગે રંતી તેમને પૂજાપાઠ અને મંદિરો તરફ વાળવામાં આવી રહ્યા છે. આદિવાસી અને દલિતમાં મુસ્લિમ તેમજ ખ્રિસ્તી ધર્માંતરણ સામે વિરોધ સાથે મતોનું ધ્રુવીકરણ કરાય છે. રાજકારણનો એક મહત્વનો નિયમ છે કે, કોઇ પણ સમાજમાં માળખાકોીય સુધારા કરવાને બદલે ભાવનાત્મક મુદ્દા ઊભા કરવામાં આવે તો તેમના મત મેળવવામાં સરળતાં રહે છે. એટલું જ નહીં સમાજના આગેવાનો પૈકી કેટલાકને સત્તામાં ભાગીદારી આપવામાં આવે જેથી તેમને પણ આ મુદ્દાની વાંધો હોતો નથી.
કોર્પોરેશન હોય કે પછી વિધાનસભા અને લોકસભા ચૂંટણી હંમેશા પરિબળો અને સમીકરણ પર લડાતી હોય છે. કોઇ પણ પક્ષની ચડતી અને પડતી માટે પણ એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. જેને નકારી શકાય તેમ નથી. પરંતુ ગુજરાતમાંથી કોંગ્રેસના અધપતન માટે પણ અનેક કારણો જવાબદાર છે. જેમાં હાલની નિષ્ફળ નેતાગીરી પણ એક છે. પછી તે પ્રદેશની હોય કે કેન્દ્રની. કોંગ્રેસના નેતાઓ હોય કે કાર્યકરો સક્ષમ ઉમેદવાર જ નથી. જેના કારણે કોર્પોરેશન, વિધાનસભા કે પરી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની ફિક્સ વોટબેંકમાંથી મત મેળવવામાં પણ નિષ્ફળ નિવડી રહી છે. જાેકે, તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપની ૨૬માંથી ૨૬ બેઠકો જીતી હેટ્રીક કરવાની આશા પર ગનીબહેન ઠાકોરે રોક તો લગાવી છે. પરંતુ આ રોક કેટલો સમય રહેશે અને આ ઘટના બાદ કોંગ્રેસ કેટલી મજબૂત થશે અને ભાજપ કેટલા પાઠ ભણશે તે તો આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ જ બતાવશે.
આવનારી વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી તેમાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જંપ લાવશે. જેમા ગત ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં થયું હતું. ત્યારે તેના પરિણામો જ બતાવશે કે ભાજપ સામે આમ આદમી પાર્ટીનું અસ્તીત્વ વધે છે કે પછી કોંગ્રેસની જેમ તેનું પણ પતન ગુજરાતમાંથી નક્કી જ છે. હાલની ગુજરાત કોંગ્રેસમાં ભાજપ સામે ટક્કર આપવા માટે મોટા નેતાઓ નથી તે વાત તો બધા જાણે જ છે. પરંતુ આવનારી ચૂંટણી પહેલા રાષ્ટ્રીય મોવડી મંડળ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકી શકે છે કેમ તે પણ આવનારી ચૂંટણીના પરિણામો જ બતાવશે.