ગુજરાત અને કોંગ્રેસ - 4 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાત અને કોંગ્રેસ - 4

ફરી એક વખત વાત ભૂતકાળની શરૂ કરીએ. વાત ૧૯૮૫ની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ. જેમાં બહુચચિર્ત કામ થિયરી અને ઇંદિરા ગાંધીની હત્યા પછી ગુજરાતીઓ કોંગ્રેસ પ્રત્યેના સહાનુભૂતિના પ્રવાહમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય હતયો હતો. જેની સાથે જ માધવસિંહ સોલંકીએ પુનઃ સત્તા પર આરૂઢ થયા. જાેકે, માધવસિંહે તે સમયે તેમની કેબીનેટમાં સવર્ણ ધારાસભ્યોની ઉપેક્ષા કરી હતી. જે મુદ્દો પણ ભારે ચર્ચામાં રહ્યો હતો. એટલંુ જ નહીં તે સમયે માધવસિંહ સોલંકીએ આર્થિક શૈક્ષણિક અનામત લાગુ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે તે સમયે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ફાળી નિકળ્યાં હતા. જે પ્રદર્શન રાજ્યના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યાં હતા. જેથી પાટીદાર એન ઉચ્ચ જ્ઞાતિઓ કોંગ્રેસની વિમુખ થઇ હતી.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિભાઇ દેસાઇના કહ્યા અનુસાર એવું વ્યાપક રીતે ચર્ચાતું હતું કે, પ્રદર્શનકારીઓને કોંગ્રેસના જ નેતાઓ દ્વારા છુપા આશિર્વાદ અને સમર્થન હતું. જે બાદ માધવસિંહ સોલંકીના સ્થાને ગુજરાતની સત્તા અમરસિંહ ચૌધરીના હાથમાં આવી. જેઓ ગુજરાતના અત્યાર સુધીના એક માત્ર આદિવાસી મુખ્યમંત્રી હતા. પરંતુ અમરસિંહ વહિવટી તંત્ર પર પોતાનું પ્રભુત્વ છે એવું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા.

 

ગુજરાતમાં કોંગ્રેસ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકે તે પહેલાં જ કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે મંડલપંચની ભલામણ પરથી ધૂળ ખંખેરી. જેની સાથે જ દેશભરમાં અનામત લાગુ કરવામાં આવ્યું. ગુજરાત સહિત દેશભરમાં ફરી એક વખત અનામત વિરોધી આંદોલનની શરૂઆત થઇ. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં આ આંદોલનની અસર વધારે જાેવા મળી હતી. જેનો સૌથી મોટો ફાયદો ભાજપને થયો હતો. આ આંદોલનના ફળ સ્વરૂપે ભાજપને આ વર્ગ સુધી પહોંચવા ખુબ જ મદદ મળી હતી. જેના પગલે જ શરૂઆતના વર્ષોમાં ભાજપની ઓળખ વાણિયા--બ્રાહ્મણના શહેરી પક્ષ તરીકે થતી હતી.

હરિભાઇ દેસાઇ કહે છે કે, ૧૯૯૦માં વિધાનસભાની ચૂંટણી પહેલા માધવસિંહ સોલંકી વધુ એક વખત મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ કોંગ્રેસને હારનો સ્વાદ વધુ એક વખત ચાખવો પડયો અને ગુજરાતમાં જનતાદળ અને ભાજપની યુતિ સત્તા પર આવી. ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી તો કેશુભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં જનતાદળને ૬૭, ભાજપને ૬૫ અને કોંગ્રેસને ૩૩ બેઠક મળી હતી.

રાજકીય પવન સાથે પોતાની જગ્યા બદલી ચીમનભાઇ પટેલ બે વર્ષમાં ત્રણ વખત સત્તા બચાવવામાં સફળ રહ્યા. જાેકે, ચાલુ ટર્મમાં જ તેમનું નિધન થયું અને ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ છબીલદાસ મહેતાને પહેરાવવામાં આવ્યો. જે બાદની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી સાથે ભાજપ આગળ આવ્યું. ભાજપની સરકારમાં કેશુભાઇને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તે સરકાર લાંબો સમય ટકી શકી નહીં. શંકરસિંહ વાઘેલાના ખજૂરાહો પ્રકરણ પછી સુરેશભાઇ મહેતા મુખ્યમંત્રી બન્યાં. જાેકે, સુરેશભાઇ મહેતાની સરકાર પણ પડી અને તે બાદ કોંગ્રેસના બહારના ટેકાથી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસ દ્વારા બહારથી આપવામાં આવેલો ટેકો પાછો ખેંચવામાં આવ્યો અને વાઘેલાના વિશ્વાસુ એવા દિલીપ પરીખને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જે સરકાર પણ લાંબો સમય ટકી શકી નહીં. ભાજપ, કોંગ્રેસ અને રાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો અને ૧૯૯૮માં ભાજપનો વિજય થયો. જે બાદ શંકરસિંહે પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યુ. કેશુભાઇ ફરી મુખ્યમંત્રી બન્યા, પરંતુ કાર્યકાળ પૂર્ણ કરી શક્યાં ન હતા. ૨૦૦૧માં ગુજરાતની ધરાને ભૂકંપને ધમરોળી નાખ્યું હતું. જેથી કેશુભાઇ પટેલને હટાવી હાલના વડા પ્રધાન એવા નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ કરવામાં આવ્યા. જાેકે, શંકરસિંહ વાઘેલાના બળવા સમયે સમાધાનના ભાગ રૂપે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા હતાં. જે હવે, મુખ્યમંત્રી બન્યાં હતા. પરંતુ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત થાય તે પહેલા ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરા કાંડની ભયાવહ ઘટના બની. જેના પગલે ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યાં હતા. જેમાં મોટી ખાનાખરાબી થઇ હતી. જાેકે, ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી સાથે ભાજપને સત્તા મળી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સત્તાની ધરા સંભાળી.