પ્રેમ સમાધિ
પ્રકરણ-102
દોલત સાથે વાત કર્યા પછી નારણ વિચારમાં પડ્યો... દોલત જે કહી રહેલો એમ કરી શકાય ? દોલત એક નંબરનો ચરસી છે એને શીપ પર બધુ મળી નહોતું રહેવાનું ? એણે મુંબઇમાં વિજયની શીપ છોડી અંદર સીટીમાં જવાની શું જરુર છે ? એ પેલાં મધુને... ના.. ના.. એનામાં એટલી ઓકાત નથી વિજય સામે પડવાની... પણ હવે એ વિજય પાસે પાછો નહીં જઇ શકે એ શીપ પરથી નીકળી ગયો એમાજ વિજય બધુ સમજી જશે અને વિજયને ખ્યાલ નહીં આવે તો ભાઉ તો સમજાવીજ દેશે...વિજયને થોડો વખત પછી ફોન કરીને બધુ.. જાણું.. પણ મેં ફોન કેમ કર્યો શું કહીશ ?
ત્યાં સતિષ બોલ્યો “પાપા ક્યારનાં શું વિચાર કરો છો ? શેના માટે મુંઝાવ છો ? મને આખો કેસ સોંપી દો પછી જુઓ.... તમે સૌ પ્રથમ દમણ જાવ કાવ્યા અને કલરવને અહીં લઇ આવો એ "માસ્ટર કી" પહેલાં હાથ કરી લો કોઇપણ રીતે એવુ પ્લાન કરો અને એ લોકો કોઇપણ આનાકાની વિના તમારી સાથે આવી જાય એવું ગોઠવો.”
નારણની પિશાચી સોચ કામે લાગી એ વિચારવા લાગ્યો એક કોઇને પણ શકના આવે એવું ફુલપ્રુફ ષડયંત્ર વિચાર્યું... ત્યાં મુંબઇ પોર્ટ ઉપર....
************************
મ્હાત્રે વિજયને બધી વાત કરી રહેલો... વિજયે સ્પષ્ટ પૂછ્યુ “મ્હાત્રે મને એ માણસમાં રસ છે તમે શું બોલ્યા ? એ માણસ જુનાગઢનો શંકરનાથ છે ?..”. વિજયની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં એ એની જગ્યાએથી ઉભો થઇ ગયો અને મ્હાત્રેને રીતસર વળગી ગયો.. બોલ્યો "સખારામ ભાઉ... તમે તો તમારાં નામ પ્રમાણે સાચેજ મારાં આજે "સખા" સાબિત થયાં "રામ" બનીને આવ્યા.. સખારામ ભાઉ તમારો ઉપકાર માનું એટલો ઓછો છે મારો એ ભૂદેવ.... હું એનો ઋણદાર છું.. એની વાત કહો... પુરુ કરો..” વિજય હવે ઉતાવળો થયો....
મ્હાત્રેએ કહ્યું “વિજયભાઇ હું આ કામ માટે તો આવ્યો છું અને તમારું હું ઋણ ઉતારવા આવ્યો છું... પછી તમે તમારાં પરમમિત્રને મળો... તમારું ઋણ ઉતારજો. એ ભાઇ જૂનાગઢનો શંકરનાથ... પોસ્ટ માસ્ટર એ ખૂબ ઘવાયેલો મરવાનાં વાંકે જીવી રહેલો... અમે એનો કબ્જો લીધો... “
કંડલામાં પોર્ટ ઉપર ઉતારી ત્યાં સીટીમાં સારવાર ચાલુ કરાવી. એનાં ઘા ઋઝાયાં પણ એને પૂર્ણ ભાન નહોતું આવતું આ જંગલી સુવરોએ એનાં માથામાં ખૂબ ઘા કરેલાં.. એ લોકોને ટાર્ગેટ એવો હતો કે આ માણસ મરવો ના જોઇએ.. જીવવો પણ ના જોઇએ.. અર્ધબેભાન અવસ્થામાંજ રીબાવો જોઇએ. એ લોકો મહદઅંશે સફળ પણ થયેલાં... “
“આમ ને આમ સારવારમાં મહીના ઉપર નીકળી ગયેલું અમે લોકોએ એની સારવારમાંજ ધ્યાન કેન્દ્રીત કરેલું એનાં અંગે કોઇ માહિતી ક્યાંય બહાર લીક ના થાય એનુંજ ધ્યાન રાખેલું પેલો હરામી મધુ ટંડેલ કંડલાની જેલમાંથી છટકી ગયેલ એનો ફરીથી ટાર્ગેટ આ શંકરનાથજ હતો પછી અમને જાણ થઇ કે પેલો મધુટંડેલ પોરબંદર તરફ ક્યાંય સંતાયો છે એની પાસે ઘણો પૈસો છે.....”
વિજય ખૂબ ગુસ્સા અને દાઝ સાથે ધીરજથી બધુ સાંભળી રહેલો.. એનાંથી પૂછાઇ ગયું કે “મધુ ટંડેલ ભાડમાં ગયો એને હું પછી જોઇ લઇશ પણ મારા મિત્રનું શું થયું ? તમે સારું કર્યું શંકરનાથની કસ્ટડી ટાઇટ રાખી એની સારવાર ચાલુ કરાવી.... “
મ્હાત્રેએ કહ્યુ "વિજયભાઇ" એવું નથી અમારાં જે બાતમીદારો છે એમણે કહ્યું આ શંકરનાથને કંડલાથી હટાવો પેલો મધુ ટંડેલ ખૂબ દાઝીલો અને ધાતકી છે આમનાં ફેમીલીને તલવારથી કપાવી નાંખેલ એક છોકરો છે એ ક્યાંય રખડે છે આમને ફરીથી હુમલો કરી પતાવી દેશે... પણ વિજય ટંડેલને આ શંકરનાથની શોધ છે એમનાં ખાસ મિત્ર છે... “
વિજયથી રીતસર બે હાથ જોડાઇ ગયાં અને બોલ્યો “મ્હાત્રે... આ શંકરનાથ... આ ભૂદેવ મારાં જીગરી છે એમનો દીકરો ઇશ્વરની કૃપાથી મારી પાસે છે દમણમાં મારાં ઘરે શંકરનાથનું શું છે ? એ ક્યાં છે ?”
મ્હાત્રેએ કહ્યું “હું એમનીજ વાત કરી રહ્યો છું એમનાં માટે તો તમારી પાસે આવ્યો છું શંકરનાથની કસ્ટડી ટાઇટ કરી અમુકજ ઓફીસરોને જાણ હતી કે અમે એમને કંડલાથી શીફ્ટ કરી મુંબઇ લઇ જવાનાં છીએ એ ખૂબ ખાનગી રાખ્યું... અંતે અમે વફાદાર ઓફીસરોને વિશ્વાસમાં લઇ શંકરનાથને ડોક્ટરે જ્યારે અમને શીફ્ટ કરવા પરમીશન આપી શીપ દ્વારાજ મુંબઇ લઇ આવેલાં.. ખૂબ ખાનગી મીશન રાખેલું. કંડલાથી મેં મુંબઇ ટ્રાન્સફર માંગેલી જેટલો સમય હતો મેં કંડલા પોર્ટનું કામ પતાવી દીધેલુ. પાછા કંડલા જ જવાની શરત મંજૂર કરી હતી મેં અને મુંબઇ ટ્રાન્સફર કરાવી. “
“અહીં મુંબઇમાં લીલાવતીમાં શંકરનાથને દાખલ કરેલાં... એમાં પણ કેવું બન્યું.”.. એમ કહી વિજયની સામે જોયુ.. વિજયે આશ્ચર્યથી મ્હાત્રેની સામે જોયું... મ્હાત્રેએ કહ્યું “વિજયભાઇ લીલાવતી હોસ્પીટલમાં મૂળ જામનગરનો એક યુવાન ડોક્ટર છોકરો એનાં હાથમાં શંકરનાથનો કેસ હતો... એ યુવાન ડોક્ટર કેતન બાંધણીયા એ આ શંકરનાથને ઓળખી ગયો.. ખબર નહીં કેવી રીતે પણ એણે ખૂબ સારી સારવાર કરી.... "
વિજયની ધીરજ ખૂટી ગઇ એણે કહ્યું" સાહેબ બધુજ સમજી ગયો.. બધુજ જાણી ગયો.. ભગવાન કેતન બાંધણીયાનું ભલુ કરશે પણ મારાં ભૂદેવ હવે કેમ છે ? ભાનમાં આવ્યા ? પાછા સાજા નરવા થઇ ગયા ? હવે એ ક્યાં છે ? એમની માહિતી આપો એમની સાથે મારી મુલાકાત કરાવો તમે જે માંગશો એ આપી દઇશ...”
વિજય બોલી રહેલો ત્યાં મ્હાત્રેનો મોબાઇલ રણકયો... મ્હાત્રેએ સ્ક્રીન તરફ જોયું.. નંબર વાંચી એમનાં ભાલની રેખાઓ તંગ થઇ... આંખોમાં ઉશ્કેરાટ આવ્યો એ કઈ બોલે પહેલાં વિજયનો મોબાઇલ પણ રણક્યો એની સ્ક્રીન ઉપર નારણનું નામ આવ્યું...
વિજયને આશ્ચર્ય થયું નારણનો ફોન ? અત્યારે અહીં ? મેં એને તો કશી... એણે મોબાઇલમાં ફરીથી નામ વાંચ્યું અને ફોન કાપી નાંખ્યો.
ત્યાં મ્હાત્રેએ ફોન ઉંચક્યો.... વિજયની સામે જોયું પછી ફોન લઇને કેબીનની બહાર નીકળી ગયાં વાત કરવા વિજયને આશ્ચર્ય થયું એવો કોનો ફોન આવ્યો ? વિજયે થોડીવાર મ્હાત્રેની ફોન પતાવી અંદર આવવાની રાહ જોઇ પણ... પછી એ બહાર ગયો અને મ્હાત્રેને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-103