રુહી (એક છલાવા) - 2 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુહી (એક છલાવા) - 2

અંકુશ ને રુહી ની વાત સાંભળી ને ઝટકો લાગે છે અને એ રુહી પાસે આવી ને બોલ્યો " શું થયું છે તું આ શું બોલી રહી છે ? " 

રુહી અંકુશ ની વાત સાંભળી ને મનમાં બોલી " આ વ્યક્તિ ને હું એક મિનિટ પણ બરદાસ્ત નથી કરી શકતી પણ હવે કરવો પડશે " 

રુહી ખુદ નાં ગુસ્સા ને કન્ટ્રોલ કરી ને સ્માઇલ કરતા બોલી " બસ જોઈ રહી હતી અંકુશ રાયચંદ કેવી રીતે રીએક્ટ કરે છે મારા ગુસ્સા પર " 

"  આવું મજાક હવે ન કરતાં મારો જીવ નીકળી જાય છે " અંકુશ રુહી પાસે આવી ને રુહી નાં ગાલ તરફ પોતાનો હાથ લઈ જતા બોલ્યો 

અંકુશ રુહી ગાલ પર હાથ રાખે એ પહેલાં જ ચેર ફેરવી ને કહે " મારે એક જરૂરી કામ છે " 

" ઠીક છે હું સમજી શકું છું તમારે કામ છે પણ હું એક જરૂરી કામ થી આવ્યો હતો " અંકુશ બોલ્યો 

" શું કામ છે ? " રુહી એ પૂછ્યું 

" આજે રાયચંદ મેન્શન માં એક શાનદાર પાર્ટી છે એનું ઇન્વીટેશન દેવા આવ્યો હતો તમે આવશો તો પાર્ટી માં ચાર ચાંદ લાગી જશે " અંકુશ રાયચંદ રુહી ને ફ્લર્ટિંગ કરતા કહે 

" ઠીક છે હું આવી જઈશ " રુહી એ જવાબ આપતા કહ્યું 

અંકુશ રુહી ને કંઈક કહેવા જઈ રહ્યો હતો ત્યાં જ એનો મોબાઇલ રણક્યો એને જોયું તો એનાં ફ્રેન્ડ નો કોલ હતો અંકુશ કોલ ઉપાડે છે 

" યાર એ છોકરી એ તારી અને મારી ખીલાફ કેસ કરી દીધો છે " બીજી તરફ થી અંકુશ નો ફ્રેન્ડ ( નીલ ) બોલ્યો 

" એમાં શું નવી વાત છે આવા કેસ તો કેટલાય લોકો એ કર્યા અને એ કેસ બંધ પણ કરી દેવામાં આવ્યા" અંકુશ નીલ ને ચિંતા ન કરવાનું કહેતા કહે 

" પણ આ કેસ ઉપર વધુ પ્રેશર કરવામાં આવે છે પેલા શર્મા ( પુલિસ ) નો કોલ આવ્યો હતો એને કહ્યું કે આ કેસ એ નહીં પણ એનાં સીનીયર હેન્ડલ કરી રહ્યા છે "નીલ બીજી તરફ થી બોલ્યો 

" તો શું થયું મારા ડેડ બધું જ હેન્ડલ કરી લેશે મને ફર્ક નથી પડતો કે કેસ કોણ હેન્ડલ કરી રહ્યું છે અને એ..." અંકુશ કંઇક બોલવા જઈ રહ્યો હતો ત્યાં જ એનું ધ્યાન રુહી ઉપર જાય છે એટલે એ રુહી ને કહે " સોરી એક જરૂરી કોલ છે ઉમ્મીદ છે કે તમે ચાર ચાંદ લગાવવા જરૂર આવશો પાર્ટી માં " 

" હા.... જરૂર આવીશ " રુહી એ જવાબ આપતા કહ્યું 

અંકુશ કોલ પર જ હતો એટલે એ તરત જ બહાર નીકળી જાય છે કંપની એ થી નીકળી ને નીલ ને કોલ પર કહે " એ છોકરી ની તો એવીની તેવી પુરેપુરી મજા તો આપી નહીં અને ચાલી છે કેસ કરવા એ છે ક્યાં અત્યારે ? "

" ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ છે હું ખુદ એને શોધી રહ્યો છું તે જે પેનડ્રાઈવ મને આપી હતી એ હોટલ નાં રૂમમાં જ રહી ગઈ હતી જે મને નથી મળી અને મને લાગે છે કે એ પેનડ્રાઈવ એ છોકરી પાસે જ છે " નીલ બોલ્યો 

" તું શું પાગલ છે મજા લેવા નાં ચક્કર માં તું પેનડ્રાઈવ ને કેમ ભૂલી શકે છે જો એ પેનડ્રાઈવ પાછી ન મળી ને તો ખબર નહીં શું થશે આકાશ પાતાળ એક કરી ને પણ એ પેનડ્રાઈવ શોધ એ છોકરી ને પછી જોઈ લેશું પહેલા પેનડ્રાઈવ જરૂરી છે " અંકુશ ગુસ્સા માં બોલ્યો અને કોલ કાપી નાખ્યો 

બીજી તરફ રુહી કોઈ ને કોલ કરી ને કહે છે " આજે રાત્રે તમારી એક હેલ્પ જોઈએ છે મળી શકશે ? "

" શું હેલ્પ જોઈએ છે ? " બીજી તરફ થી અવાજ આવ્યો 

રુહી કોલ ઉપર બધું જણાવે છે કે એ શું કરવાં માંગે છે બીજી તરફ રહેલો વ્યક્તિ રુહી ની વાત સાંભળી ને કહે " હવે મજા આવશે એ જોવા ની કે તાહીર રાયચંદ કેવી રીતે બચાવશે પોતાના દીકરા અંકુશ રાયચંદ ને " 

" ઠીક છે હવે હું કોલ રાખું " રુહી બોલી અને કોલ કાપી નાખ્યો 

રુહી કંપની એ પોતાનું બધું જ કામ કમપ્લીટ કરી ને ઘરે જવા નિકળી જાય છે રસ્તા માં જ એનું ધ્યાન રુહાન ઉપર જાય છે જે એની કાર ની બાજુ ની કાર માં જ હતો 

રુહાન ને જોઈ ને રુહી અસ્તવ્યસ્ત થઈ જાય છે એ ખુદ ને સંભાળતા ડ્રાઈવર ને કહે " સિગ્નલ બદલવા ની તૈયારી માં જ છે જલ્દી કાર ચલાવો " 

ડ્રાઈવર રુહી નાં કહેવા પ્રમાણે કાર ચલાવવા લાગ્યો રુહી થોડીકવાર માં જ જાણે કંઈ ન થયું હોય એમ નોર્મલ થઇ જાય છે ઘરે પહોંચ્યા બાદ એ જોવે છે કે એનાં બાબા એની રાહ જોઈ રહ્યા છે 

" બાબા " રુહી બોલી અને એનાં બાબા ને ભેટી પડી 

" કેમ છે ? એ નહીં પૂછું કારણ કે હું જાણું છું તું હજુ ઠીક નથી " મિસ્ટર અધીરાજે રુહી નાં માથે હાથ ફેરવ્યો અને કહ્યું

પછી એ બંને સોફા પર બેસી ને વાતો કરે છે 

"હમ્મ... બાબા આજે એક શાનદાર પાર્ટી છે રાયચંદ મેન્શન માં જેનું ઇન્વીટેશન મળ્યું છે એટલે મારે ત્યાં જવું જરૂરી છે અને હું ચાહું છું કે તમે પણ મારી સાથે એ પાર્ટી માં ચાલો " રુહી એ કહ્યું 

" ના.... હું આરામ કરવા માગું છું મારે ત્યાં નથી જવું " મિસ્ટર અધીરાજે કહ્યું 

" પણ બાબા પાર્ટી માં એક સરપ્રાઇઝ પણ છે " રુહી એ એક ખુશી જાહેર કરતા કહ્યું 

" લાગે છે તું રાયચંદ મેન્શન માં જતા ની સાથે જ બધા ને સરપ્રાઇઝ આપવા ની છે " મિસ્ટર અધીરાજે કહ્યું 

બીજી તરફ અંકુશ અને એનાં ફ્રેન્ડ નીલ ને પકડવા માટે પુલિસ નીલ નાં ફાર્મ હાઉસ એ પહોંચી જાય છે નીલ પુલિસ ને જોઈ ને અંકુશ ને કહે " યાર પુલિસ આવી ગઈ છે તારા ડેડ તારો કોલ કેમ નથી ઉપાડતા ? " 

" મને શું ખબર તારી જેમ હું પણ અંહીયા ટેન્શન માં જ છું " અંકુશ ગુસ્સે થઈ ને બોલ્યો 

અંકુશ ઘણા વિચાર કર્યા બાદ એક નંબર ડાયલ કરે છે બીજી તરફ રહેલ વ્યકિત કોલ ઉપાડે છે 

" હેલ્લો મિસ.મહેતા કેમ છો ? " અંકુશ બોલ્યો 

" હું ઠીક છું ? પણ તે મને કેમ કોલ કર્યો ? " મિસ.મહેતા એ પૂછ્યું 

" મારે તમારી સાથે નહીં પણ મારા ડેડ સાથે વાત કરવી છે મને ખબર છે કે કોલ સ્પીકર ઉપર છે એટલે કહેવા માગું છું કે ડેડ પુલિસ ને કોલ કરી ને રોકી લો નહીંતર હું શું કરીશ એ મારે કહેવા ની જરૂરત નથી " અંકુશ એટલું કહીને કોલ કાપી નાખે છે 

બીજી તરફ અંકુશ નાં ડેડ મિસ્ટર અશોક રાયચંદ મિસ.મહેતા નું મોઢું પકડી ને કહે " કોલ ઉપાડવા નું કોણે કહ્યું હતું ? " 


વધુ આવતા અંકે........



  ~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~


જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો

😇