" ઘ બીઝનેસ મેન ઓફ ધ ઇયર મિસ્ટર અંકિત રાયચંદ"
" કોનગ્રેટ્સ ડેડ " રુહાન ટીવી જોતા જોતા એનાં ડેડ ને કહે
" થેન્કસ માય ડિયર સન " અંકિત રાયચંદ એક શેમ્પેઇન ની બોટલ લઈને પોતાના અને પોતાના દીકરા માટે ડ્રીંક તૈયાર કરી ને પોતાના દીકરાને આપે અને ખુદ પણ ડ્રીંક કરવા લાગે
" ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર ઈસ મિસ.રુહી રાવ "
ટીવી પર આ નામ સાંભળીને રુહાને પૂછ્યું " આ કોણ છે "
" એ લંડન થી આવી છે અને આ વર્ષે એને પોતાના બીઝનેસ ને ખૂબ જ આગળ વધાર્યો છે અને ખાસ વાત એ છે કે એ બીઝનેસ સાવ ઠપ થઈ ગયો હતો પણ આ છોકરી એ એ બીઝનેસ ને એક જ વર્ષ માં પાછો ઉઠાવ્યો છે " મિસ્ટર અંકિત રાયચંદ જવાબ આપતા કહે
બીજી તરફ આર.આર કંપની માં એ વાત ફેલાઈ ગઈ કે એમની બોસ ને ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર નું ખીતાબ મળ્યું છે
રુહી ને આવતા જોઈ ને બધા જ પોતપોતાની જગ્યાએ પહોંચી ને કામ કરવા લાગ્યા
" વેર ઈસ નીધી ? " રુહી એ પોતાની ઓફિસ તરફ જતા જતા પૂછ્યું
" મેમ એ હજુ સુધી નથી આવ્યા " એક ન્યુ ઇમ્પ્લોય ઉભો થઈ ને બોલ્યો
રુહી ઉભી રહી ગઈ અને એ ઇમ્પ્લોય પાસે આવી ને બોલી " ન્યુ ઇમ્પ્લોય છે રાઇટ "
" મેમ મિસ્ટર રાયચંદ તમારી સાથે મિટિંગ કરવા માંગે છે " નીધી હાંફતા હાંફતા બોલી
" મિસ્ટર રાયચંદ ને કહો હું વ્યસ્ત છું " રુહી બોલી અને પોતાની ઓફિસ માં જતી રહી
" તું કેમ ઉભો છે ? " નીધી એ ન્યુ ઇમ્પ્લોય ને ઉભો રહેલો જોઈ ને સવાલ કર્યો
" મેમ તમારા વિશે પૂછી રહ્યા હતા મેં જવાબ આપતા કહ્યું કે તમે હજુ સુધી નથી આવ્યા " એ એમ્પ્લોય જવાબ આપતા કહે
" મેમ એ શું કહ્યું ? " નીધી એ અદબ વાળી ને સવાલ કર્યો
" મેમ એ કહ્યું હું ન્યુ ઇમ્પ્લોય છું " એ એમ્પ્લોય નજર નીચે કરી ને કહે
" મેમ ને બસ કામ થી મતલબ છે વધારા ની બકવાસ થી નહીં એટલે કામ ઉપર ધ્યાન આપીશ તો વધુ સારું રહેશે " નીધી એ કહ્યું અને રુહી ની ઓફીસ માં ચાલી ગઈ
" મેમ મિસ્ટર રાયચંદ ને તમે ખૂબ જ ઇગ્નોર કરી રહ્યા છો તમને શું લાગે છે એ વધુ સમય સુધી રાહ જોઈ શકશે ? " નીધી એ રુહી ને પૂછ્યું
રુહી કંઈ પણ જવાબ આપે એ પહેલાં જ એનો મોબાઇલ રણક્યો રુહી એ મોબાઇલ સ્ક્રીન તરફ જોયું તો " બાબા " નામ ફ્લેશ થઇ રહ્યું હતું
" આપણે આ વિશે પછી વાત કરીશું " રુહી એ નીધી સામે જોઇને કહ્યું
" ઠીક છે " નીધી બોલી અને ત્યાં થી નીકળી ગઇ
રુહી એ કોલ ઉપાડ્યો
" કોન્ગ્રેટ્સ બેટા તે સાબિત કરી દીધું કે તું લંડન નાં વન ઓફ ધ બેસ્ટ બીઝનેસ ટાયકૂન ની દીકરી છે " બીજી તરફ થી મિસ્ટર અધીરાજ રાવ બોલ્યા ( રુહી નાં ડેડ )
" થેન્ક યુ બાબા " રુહી એ કહ્યું
" તો પોતાની મંઝીલ સુધી પહોંચવા માટે તું એક કદમ આગળ વધી છે " મિસ્ટર અધીરાજે કહ્યું
" બાબા બસ એક કદમ આગળ વધી છું મંઝીલ ખૂબ જ દૂર છે પણ જલ્દી જ હું વધુ એક કદમ આગળ જવાની છું " રુહી એ કહ્યું
" શું મતલબ છે તારો ? " મિસ્ટર અધીરાજે પૂછ્યું
" મિસ્ટર રાયચંદ મળવા માંગે છે " રુહી એ કહ્યું
" આ તો સારી વાત કહેવાય શું જવાબ આપ્યો તે ? " મિસ્ટર અધીરાજે પૂછ્યું
" મેં ના પાડી દીધી છે હું ચાહું છું કે અંકુશ રાયચંદ ખુદ મને મળવા આવે " રુહી એ કહ્યું
" શું જ્યારે એ સામે આવશે ત્યારે તું ખુદ ને સંભાળી શકીશ ? "
" હા....બાબા હું ખુદ ને સંભાળી લઈશ " રુહી એ જવાબ આપ્યો
" એક સરપ્રાઇઝ છે તારા માટે " અધીરાજે કહ્યું
" સરપ્રાઇઝ ? " રુહી એ પૂછ્યું
" હા.... હું દિલ્હી માં છું " મિસ્ટર અધીરાજે કહ્યું
" બાબા... તમે અંહીયા આવવાનાં હતાં એ તમે પહેલાં કેમ ન કહી ? " રુહી એ પૂછ્યું
" જ્યારે તને એકલી અંહીયા મોકલી હતી ત્યારે મેં તને કહ્યું હતું તારે તારી મંઝીલ સુધી ખુદ એકલા જ આગળ વધવાનું છે પણ તારી ખુબ જ યાદ આવી રહી હતી અને ચિંતા પણ થઈ રહી હતી કારણ કે તું હવે ચક્રવ્યૂહ માં જઈ રહી છે જ્યાં હું ચાહી ને પણ તારી મદદ નહીં કરી શકું " મિસ્ટર અધીરાજે કહ્યું
" બાબા તમે અંહીયા આવ્યા એનાં થી મને વધુ મજબુતી સાથે આગળ વધવાની હિંમત મળી છે " રુહી એ કહ્યું
" ઠીક છે હું ઘરે જઈ રહ્યો છું ઘર ની ચાવી ક્યાં મૂકી છે ? " મિસ્ટર અધીરાજે પૂછ્યું
" ત્યાં જ જ્યાં હું મૂકી શકું " રુહી એ હસતા અવાજે કહ્યું
" ઠીક છે તું તારા લક્ષ્ય તરફ આગળ વધતી રહે હવે હું કોલ રાખું છું ખુદ નું ધ્યાન રાખજે " મિસ્ટર અધીરાજે કહ્યું અને કોલ કાપી નાખ્યો
" અરે... તમે આમ કેવી રીતે અંદર આવી શકો છો ? " નીધી એ એક બ્લેક શર્ટ અને જીન્સ માં રુહી ની ઓફીસ માં આવતા યુવાન ની પાછળ આવતા બોલી
" મારે મિસ.રુહી સાથે વાત કરવી છે " એ યુવાન રુહી તરફ જોઈ ને બોલ્યો
રુહી એ ઈશારો કરીને નીધી ને જવાનું કહ્યું નીધી નાં ગયા પછી રુહી બોલી " આજે તમારે મારી ઓફિસ પર કેમ આવવાનું થયું ? "
" તું જાણે છે હું શું કામ આવ્યો છું " એ યુવાન બોલ્યો
" અરે અંકુશ રાયચંદ આટલા ગુસ્સા માં " રુહી એ હસતા કહ્યું
" તું કાલે આવી કેમ નહીં ? " અંકુશે સવાલ કર્યો
" કાલે એક જરૂરી મિટિંગ હતી મારી એટલે હું ના આવી શકી સોરી ફોર ધેટ " રુહી એ કહ્યું
" મેં સાંભળ્યું છે કે તું ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર બની છે એટલે હું તારા માટે એક ગિફ્ટ લઈ ને આવ્યો છું " અંકુશ બોલ્યો અને પોતાની પોકેટમાં થી એક કાર કી કાઢી ને રુહી તરફ આવવા લાગ્યો
રુહી અંકુશ નાં હાથ માં કાર કી જોઇને બોલી " તો મારા અવોર્ડ ની કિંમત બસ એક કાર જ છે ? "
" તું કહે તો તું જે બોલ એ તારી સામે હાજીર કરી દઉં તું બસ એકવાર બોલી તો જો અને રહી વાત કાર ની તો આ એકદમ ન્યૂ મોડેલ ની કાર છે જે સૌથી પહેલા તારી થઈ રહી છે " અંકુશ જવાબ આપતા કહે
" હું કહી તો દઉં શું તું મને એ આપી શકીશ જે મારે જોઇએ છે ? " રુહી એ પૂછ્યું
" એકવાર બોલી તો જો નો આપી શકું તો એ હું નહીં " અંકુશ બોલ્યો
" આજે અત્યારે જ ખુદ ની ગિફ્ટ લઈ ને અંહીયા થી નીકળી જા " રુહી એ ગુસ્સા માં કહ્યું
વધુ આવતા અંકે.......
~~~~~~~~~~~~×~~~~~~~~~~
જો કહાની સારી લાગી હોય તો પ્રતિભાવ આપી જણાવજો 😇