રુહી (એક છલાવા) - 3 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુહી (એક છલાવા) - 3

ખાસ નોંધ :- આ કહાની માં 18 પ્લસ સીન આવશે એટલે જેને પણ પ્રોબ્લેમ હોય એ અંહીયા થી જ કહાની વાંચવા નું છોડી શકે છે અને જે લોકો ને વાંચવું હોય એ લોકો આગળ વધી શકે છે પણ હજુ એકવાર રીપીટ કરી દઉં કે આવા સીન આ કહાની માં આગળ જઈને પણ આવશે તો આગળ વાંચવી કે ન વાંચવી એ પુરેપુરી રીતે તમારી ઉપર છે આ કહાની કાલ્પનીક છે હકીકત સાથે આ કહાની નું કંઇ પણ લેવા દેવા નથી 

                                * * * 

અશોક રાયચંદ તરત જ પોતાના કનેક્શન નો ઇસ્તેમાલ કરીને પુલિસ ને અંકુશ અને એનાં ફ્રેન્ડ ને અરેસ્ટ થવા થી રોકી લે છે 

" એક વાત કહું " મિસ.મહેતા એ અશોક રાયચંદ ને જોઈ ને પૂછ્યું 

" હા...પૂછ ને " અશોક રાયચંદ બોલ્યો 

" તું શું કામ ડરે છે અંકુશ કંઈ જ નહીં કહે તારી વાઇફ ને એ બસ તને ડરાવી રહ્યો છે " મિસ મહેતા એ કહ્યું 

" એ મારો દીકરો છે એટલે જ હું એને સારી રીતે જાણું છું પોતાના ફાયદા માટે એ કોઈપણ હદ સુધી જઈ શકે છે " અશોક રાયચંદ એ પોતાના હાથમાં રહેલા શરાબ નાં ગ્લાસ ને પીતા બોલ્યો 

" જો તારી વાઇફ ને મારા વિશે ખબર પડી પણ જશે તો શું થઈ જશે એ આપણા સંબંધ થી અજાણ થોડીક છે " મિસ મહેતા એ કહ્યું 

" એ અજાણી નથી તારા અને મારા સંબંધ થી પણ એ નથી ચાહતી કે આ વાત બહાર આવે અને એ જ વાત નો ફાયદો અંકુશ હંમેશા ઉઠાવે છે એની પાસે તારા અને મારા સંબંધ નો એક વિડીયો છે જેના કારણે હું એનાં કરેલા બધા જ કાંડ ને દબાવી રહ્યો છું " અંકુશ ગુસ્સા માં બોલ્યો 

" ઓહ.... સોરી મારા કારણે તને આટલો ગુસ્સો આવી ગયો પણ અત્યારે તું મારી સાથે છો અને જ્યારે હું તારી પાસે હોય ત્યારે તને ગુસ્સે થવાની મનાઇ છે " મિસ મહેતા બોલી અને અશોક નાં જાંઘ પર બેસી અને અશોક નાં હોંઠ પર હોંઠ રાખી ને કિસ કરવા લાગી 

" એક તું જ છે જેની સાથે હું ખુશ હોઉં છું " અશોક રાયચંદ કિસ કર્યા બાદ માયા ( મિસ.મહેતા ) નાં ખુલ્લા વાળ ની લટ ગાલ પરથી હટાવી ને કાન પાછળ કરતા માયા ને કહે 

બીજી તરફ રુહી રેડ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને રાયચંદ મેન્શન માં પાર્ટી માટે જવા તૈયાર થઈ ગઈ હતી એ ખુદ ને અરીસા માં જોવે છે રુહી ની આંખો સામે રુહાન નો ચહેરો આવી ગયો 

" રુહી બેટા તૈયાર થઈ ગઈ ? " અધીરાજ રુહી ને અવાજ લગાવતા કહે 

" હા...બાબા તૈયાર થઈ ગઈ પણ તમે મારી સાથે પાર્ટી માં આવો તો મને સારું લાગશે " રુહી એ કહ્યું 

" ના... હું તારી જીત ને ખુશ થઈ ને જોવા માગું છું એટલે હું અંહીયા જ રહીશ હું રાહ જોઈશ એ ન્યૂઝ ની જે ન્યૂઝ રાયચંદ ફેમિલી ને બરબાદી તરફ એક કદમ આગળ લઈ જશે " અધીરાજ બોલ્યા 

" ઠીક છે બાબા જેવી તમારી ઈચ્છા " રુહી એ કહ્યું 

રુહી રાવ હાઉસ માં થી નીકળી જ રહી હતી ત્યાં જ એનો મોબાઇલ રણક્યો રુહી એ કોલ રિસીવ કર્યો 

" મેડમ સોરી અમે તમારું કામ નથી કરી શકતા અમને ઉપર થી પ્રેશર કરી રહ્યા છે સીનીયર જેનાં કારણે અમે એ અંકુશ રાયચંદ ને અરેસ્ટ નથી કરી શકતા " બીજી તરફ થી દવે ( પુલિસ મેન ) બોલ્યો 

" પણ દવે સર તમારી પાસે સબૂત છે અરેસ્ટ વોરંટ છે તો તમે એ અંકુશ રાયચંદ ને કેમ અરેસ્ટ નથી કરી શકતા " રુહી ગુસ્સે થઈ ને બોલી 

" મેડમ જેમ કે મેં કહ્યું ઉપર થી પ્રેશર છે અને જો હું એને અરેસ્ટ કરી પણ લઈશ તો પણ એ વધુ દિવસો જેલ માં નહીં રહે તમે જાણો છો કે એ કઈ ફેમિલી થી બિલોંગ કરે છે એ બહાર આવશે પછી બધા ને બરબાદ કરી નાખશે " દવે સર બોલ્યા 

" દવે સર..." રુહી કંઇક બોલવા જઈ રહી હતી ત્યાં જ અધીરાજ રાવ રુહી નાં હાથ માં થી મોબાઇલ લઈને દવે સર ને કહે " થેન્ક યુ સર તમે કોશિશ કરી એ માટે " 

" હમ્મ , હું પણ એ અંકુશ રાયચંદ ને સજા આપવા માગું છું પણ એની પાછળ એની ફેમિલી નાં કનેક્શન છે જેનાં કારણે એ હંમેશા બચી જાય છે એટલે હું પણ કંઈ નથી કરી શકતો હું માફી માગું છું " દવે સર એ કહ્યું 

" ઓકે " અધીરાજ બોલ્યા અને કોલ કાપી નાખ્યો 

" બાબા...." રુહી બોલી 

" રુહી આ સમય ગુસ્સે થવા નો નથી એમ પણ એ અંકુશ ને સજા તારે આપવા ની છે એ જો અરેસ્ટ થઈ પણ ગયો હોત તો એની ફેમિલી એને છોડાવી લેત અને આ વાત તું સારી રીતે જાણે છે " અધીરાજ રુહી ને સમજાવતા કહે 

" હમ્મ " રુહી એ કહ્યું 

" બેસ્ટ ઓફ લક " અધીરાજ એ કહ્યું 

" થેન્ક યુ બાબા " રુહી એ કહ્યું અને પાર્ટી માટે જવા નીકળી ગઈ 

આ તરફ અશોક રાયચંદ નાં નાના ભાઈ એટલે કે બીઝનેસ મેન ઓફ ધ ઇયર અંકિત રાયચંદ પોતાની ફેમિલી સાથે રાયચંદ મેન્શન એ જવા તૈયાર થઈ જાય છે 

" શું ત્યાં જવું જરૂરી છે ? " અંકિત રાયચંદ ની વાઇફ મહીમા રાયચંદ એ પોતાના હસબન્ડ અંકિત રાયચંદ ને પૂછે છે 

" હા....ભાભી સાહેબ ની બર્થડે પાર્ટી છે જવું જરૂરી છે" અંકિત રાયચંદ જવાબ આપતા કહે 

" મોમ આપણે બસ બર્થડે પાર્ટીમાં જઈ ને આવતા રહેવાનું છે " રુહાન એની મોમ ને પાછળ થી હગ કરીને કહે 

" હા.... ખબર છે પણ હું એ દિવસ હજુ પણ નથી ભૂલી જ્યારે ભાભી સાહેબ એ તારા ડેડ ઉપર એકાઉન્ટ માં ગડબડ કરવાનો આરોપ નાખ્યો હતો " મહિમા એ અંકિત તરફ જોઈ ને કહ્યું 

" મોમ બસ પાર્ટી માં જ જવાનું છે પછી તરત જ ત્યાં થી નીકળી જશું એમને ઇન્વિટેશન આપ્યું છે એટલે આપણે ના ન પાડી શકીએ " રુહાને કહ્યું 

" રુહાન ઠીક કહે છે , હવે આપણે જવું જોઈએ લેટ થઇ રહ્યું છે " અંકિત એ કહ્યું 

બીજી તરફ રાયચંદ મેન્શન એકદમ શાનદાર અને નવા બાંધકામ સાથે અમેઝિંગ વ્યુ જે સાંજ પડ્યાં ની સાથે એકદમ લાઇટો નાં કારણે ઝગમગી રહ્યું હતું 

રાયચંદ મેન્શન માં પાર્ટી ની શરૂઆત થઈ ગઈ હતી મહેમાનો આવવા લાગ્યા હતા 

" મેડમ હજુ સર અને અંકુશ નથી આવ્યા " રાયચંદ મેન્શન માં છેલ્લા પાંચ વર્ષથી કામ કરતી માલતી પોતાની મેડમ એટલે કે સીમા રાયચંદ ને કહે 

" ઠીક છે તું જઈ શકે છે " સીમા રાયચંદ તૈયાર થતા થતા જવાબ આપે 

માલતી નાં ગયા પછી સીમા અશોક રાયચંદ ને કોલ કરે છે 

બીજી તરફ અશોક રાયચંદ જે માયા ને કિસ કરી રહ્યો હતો એ મોબાઇલ ની રીંગ સાંભળીને ને સમજી ગયો કે પાર્ટી માં જવાનો સમય થઈ ગયો છે એટલે એ માયા થી અલગ થઈ જાય છે 

" સોરી આજે બસ આટલું જ પાર્ટી જરૂરી છે જવું પડશે , તું પણ જલ્દી જ તૈયાર થઈ ને આવી જજે આ ડ્રેસ તારા માટે છે તારી ઉપર સારો લાગશે અને હા લિપસ્ટિક સારી છે " અશોક એ માયા ને જોઈ ને સ્માઇલ કરતા કહ્યું 


વધુ આવતા અંકે......