પ્રેમ વિયોગ - 6 Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્રેમ વિયોગ - 6

( નિશા, વિજય ને છોડી ને જતી રહે છે. વિજય નિશા ને સમજાવા ની બહુ કોશિશ કરે છે પણ નિશા તેની વાત માનતી નથી. છતાં વિજય આશા છોડતો નથી........ )


મે નિશા ની બહેનપણી પાસે થી,  નિશા ને જે છોકરો જોવા આવ્યો હતો તેની બધી જ ઇન્ફોર્મેશન લઈ લીધી. અને મે તેનું સરનામું પણ લઈ લીધું.

હું તેને મળવા પહોંચી ગયો, તેનું નામ શ્રીકાંત હતું. તેમનું નટ - બોલ્ટ બનાવાનું કારખાનું હતું. હું તેને મળ્યો અને તેને બધી વાત જણાવી દીધી. મે તેને તે પણ જણાવ્યું કે મારો ને નિશા નો સ્કૂલ ટાઇમ થી સંબંધ છે અને અમે ઘણી બધી વાર તમામ મર્યાદા ઓળંગી છે કેમ કે અમે જોડે રહેવાના હતા.

મે એના માટે થઈ છૂટાછેડા પણ લઈ લીધા છે અને તેને પણ મારા પ્રત્યે એટલો જ પ્રેમ છે તેણે કેમ આવું કર્યું મને નથી સમજાતું.પણ તું તો સમજદાર વ્યક્તિ દેખાઈ રહ્યો છે. તું તો સમજી શકે છે. 

મારું આટલું બધું કહેવા છતાં પણ શ્રીકાંત ન માન્યો. તેને કોઈ પણ ફર્ક નતો પડતો, તે વાત થી કે અમારો શું સંબંધ હતો અને કેટલા સમય થી હતો. અમારો માનસિક કે શારીરિક સંબંધ પણ હતો. શ્રીકાંત ને સમજાવવું પથ્થર પણ પાણી સમાન હતું. હું નિરાશ થઈ પાછો ફર્યો.

મારી સ્થિતિ એ હતી કે હું ઘરે કંઈ કહી શકતો નહીં. રાધિકા જોડે હવે વાત કર્યે કંઈ અર્થ હતો નહિ. નિશા ને હું ફોન કરી કરી સમજાવતો. તે ફોન ઉપાડતી, વાત કરતી. પણ મને કહેતી કે જે થયું તે ભૂલી જા. હવે રસ્તો અલગ કરી લે.હું તેને વચન યાદ કરાવતો, અમારો પ્રેમ થી વિતાવેલો સમય યાદ અપાવતો. તે સાંભળતી, યાદ પણ કરતી તો પણ બસ એ જ કહેતી કે હવે નહી થાય, "ભૂલી જા બધું".

હું તૂટી પડ્યો. સાવ ભાંગી પડ્યો. જોત જોતા માં મારી ૨૮ વર્ષ ની ઉમર થઈ ગઈ હતી. શું વિચાર્યું હતું ને શું થઈ ગયું હતું. મે છેલ્લો ઉપાય કર્યો કે જીવન ટૂંકાવી દઉં.પણ મારા મિત્ર એ મને એ પગલું ભરવા ન દીધું. મને સમજાવ્યો કે બધા એ પોતાનું જોયું, પોતાની જીંદગી સુધારી લીધી, કોઈ એ મરવાની વાત નથી કરી.હું પણ કહેતો કે મારા લગ્ન વખતે નિશા મરવા માટે તૈયાર હતી. કેટલો પ્રેમ હતો પણ એક જાટકે તેણે આટલા વર્ષ નો પ્રેમ છોડી દીધો. ભૂલી ગઈ બધું.

હું હવે સાવ શાંત થઈ ગયો હતો. ઘર માં કઈ બોલતો નહિ. મારા મમ્મી મને જોઈ જીવ બાળતા. મારું ધ્યાન રાખતા,મને પૂછતા. મે તેમને જણાવ્યું કે નિશા એ સાવ આવું કર્યું. તે બહુ દુઃખી રહેતા. મારા પપ્પા મારાથી નારાજ રહેતા તે મારી જોડે વાત કરતા નહિ. તે એવું માનતા કે મારા લીધે તેમની સમાજ માં આબરૂ ના રહી.

મારા મમ્મી એ મારા પપ્પા ને સમજાવ્યા કે આમાં વિજય નો કોઈ વાંક નથી. અને જો વિજય નો વાંક છે તો ક્યાંક આપણો પણ છે. ક્યાંક આપણી રૂઢિચુસ્તતા નો વાંક છે.

થોડા સમય પછી મારા પપ્પા પીગળી ગયા. મારા માટે એક છોકરી ની વાત આવી. અમે બધી પરિસ્થિતિ સમજાવી દીધી. આમ પણ સમાજ માં બધા ને જાણ હતી જ.

છોકરી વાળા અમારા જેટલા પૈસા ટકે સુખી સંપન્ન હતા નહી પણ છોકરી ડાહી હતી. તેણે મારી પરિસ્થિતિ સમજી મને અપનાવી લીધો.અમારા લગ્ન થયા. મારી માનસીક સ્થિતિ જે પણ હોય તે છોકરી બહુ ખુશ હતી.મે તેની ખુશી માં મારી ખુશી જોઈ લીધી.

ને થોડો સમય લાગ્યો પણ મે તેને બધું જ સુખ આપવાની કોશિશ કરી.તે પણ મારી જોડે અને મારા ઘરના જોડે બહુ જલ્દી ભળી ગઈ. ને તેણે પોતાનું ઘર બનાવી દીધું.નિશા ના સમાચાર મને મળ્યા કે તેણે પણ ધામ ધૂમ થી લગ્ન કરી લીધા અને તેના સંસાર માં પડી ગઈ.

બસ ૧૨ મહિના જેવું થયું મારા ઘરે દીકરા નો જન્મ થયો. તેના જન્મ થતાં ની સાથે મારી લાગણી બદલાઈ ગઈ. હવે કોઈ ને યાદ કરવાનો સમય નથી. મારો દીકરો મારા માટે સર્વસ્વ બની ગયો. કામ, ધંધો, ઘર ચલાવવું, બાળક, પત્ની આ બધી જવાબદારી થઈ ગઈ.જવાબદારી માં માણસ બધું ભૂલી જાય છે.

બાળક આવતા વિજય ના મન માં એ તો પાક્કો નિશ્ચય થયો કે જે મારી સાથે થયું તે આવનારી પેઢી સાથે ન થવું જોઈ એ.........

( આ મારા મિત્ર ના જીવન ની સત્ય હકીકત હતી. મે અટક કોઈ ની નથી લખી કારણ કે મારા માટે મારો દેશ મહત્વ નો છે. હું ધર્મ, નાત, જાત ના ભેદભાવ માં નથી માનતો. તથા કોઈ પણ સમાજ ની લાગણી ને ઠેસ પોહોંચાડવા માંગતો નથી. મારો મિત્ર અત્યારે રાજી ખુશી થી જીવન જીવે છે, છોકરા ને ભણવા મૂક્યો છે બસ તેની જ ચર્ચા કરે છે મારી જોડે વાત કરે ત્યારે..... )

[ આમાં વાંક કોનો ગણીએ એ જવાબ તમારે એટલે કે મારા વાચક મિત્રો એ આપવાનો છે....

શું આમાં વાંક વિજય નો છે? જેણે નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો...

શું નિશા નો છે? તેણે પણ પ્રેમ કર્યો જ હતો....

શું રાધિકા નો છે? જેના માટે તેના ઘર ની આબરૂ ને મર્યાદા મહત્વ ની હતી....

શું આરવ નો છે? જેને પોતાનું સ્વમાન વહાલું હતું........

શું રાધિકા અને વિજય ના પિતા નો છે? જેમણે નાત અને મિત્રતા ને પ્રાધાન્ય આપ્યું.......

શું વાંક આપણા દેશ ની આ ભેદભાવ વાળી માનસીકતા નો છે? જે આઝાદી પહેલા થી સદીઓ થી આપણા મગજ માં ઘર કરી ગઈ છે.......

ને આઝાદી ના આટલા વરસ પછી પણ નીકળતી નથી.......

શું વાંક સંકુચિત માનસીકતા ધરાવતા લોકો નો છે? જે માણસ ને નહિ, દીકરા દીકરી ને નહિ, લાગણી ને નહિ, પ્રેમ ને નહિ, પણ ધર્મ, નાત, જાત, ને મહત્વ આપે છે........

શું ભેદભાવ, નાત, જાત, ધર્મ, આ બધું માનવતા થી વધુ છે???????

શું પ્રેમ નો કોઈ મહત્વ નથી?????

શું લાગણી ની કોઈ મહત્વ નથી??????

શું સમાજ એટલો મહત્વ નો છે કે તે માણસ ને મરવા પર મજબૂર કરી દે છે????

ઘણા સવાલ છે જે આપણે ને હેરાન કરી નાંખે છે.........

શું આપણા દેશ માં આવનારી પેઢી ને આ બધા થી આગળ આવવું જોઈ એ કે પછી રૂઢિચુસ્ત માનસીકતા માં જ રહેવું જોઈ એ?????

આવા ઘણા વિજય,નિશા,રાધિકા,આરવ ના જીવન બગડ્યા છે..... ને હજી બગડતા રહેશે..... શું સમાજ ની આ સ્થિતિ સુધરી શકે છે??????

શું આપણા દેશ ને ફક્ત ભારત અને ભારત ના નાગરિક ને ફક્ત ભારતીય ના માની શકાય??? 

શું માણસ ને ફક્ત માણસ ના માની શકાય??????