પ્રેમ વિયોગ - 5 Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્રેમ વિયોગ - 5

( વિજય અને રાધિકા ની સગાઈ નક્કી થઈ જાય છે. વિજય ચિંતા માં છે. રાધિકા પણ સગાઈ કરવા નથી માંગતી )

" તું આરવ ને કહે કે તે તારા પપ્પાને કોલ કરીને કહે કે તેને તારી જોડે લગ્ન કરવા છે અને એનાથી પણ સારું એ કે,તેના પપ્પા વાતનો પ્રસ્તાવ મૂકે, તારા ને આરવ ના લગ્ન ની. અને પ્રેમ થી વાત કરે તો ફરક પડે. જોડે હું પણ નિશાને આવું કરવાનું કહું છું. કદાચ કંઈ મેળ પડે. "

" યાર, આમાં કંઈ બોલાચાલી થઈ જાય તો? ને આપણા મા-બાપ બદનામ થાય તો?" રાધિકાને ચિંતા થઈ.

"એ જ તો જોઈએ છે, કાં તો ઘરના ને એવું થાય કે, વાત બહુ આગળ વધી ગઈ છે, નથી કરાવવા લગ્ન આપણા બંને ના, અથવા આપણા બેમાંથી કોઈ સમાજમાં બદનામ થાય કે આમનું તો લફડું ચાલે છે બીજા જોડે, તો આપણા લગ્ન ના કરાવી શકાય. કરી જોઈએ, શું કહેવું તારું?" હું તો બસ જલ્દી બધું પૂરું કરવામાં હતો.

"મને ડર લાગે છે, પણ હું કરું. " રાધિકાએ પણ મન મક્કમ કર્યું.

બંને એ એકબીજાને આપવીતી સંભળાવી અને આ નુસખો અજમાવાનું નક્કી કર્યું, આરવ ના પિતા માની ગયા પણ નિશાના પિતા ના માન્યા. બહુ મનાવ્યા પછી તેમણે હા પાડી.

આરવ ના પપ્પા એ વાત કરી પણ તેની ઊંધી અસર થઈ. રાધિકા ના પપ્પાએ કહી દીધું કે અમે નાત સિવાય અમારી દીકરી ના આપીએ. માટે તમારા છોકરાને કહી દેજો કે આ બધું આગળ ના ચલાવે. અને આરવના પપ્પાએ ઊંધું આરવ ને સંભળાવ્યું.

અહીંયા નિશાના પપ્પાએ પણ મારા પપ્પા જોડે વાત કરી. પણ તેની કોઈ અસર ના થઈ. મારા પપ્પા એ પ્રેમથી કહી દીધું કે, " અમે મિત્રતાને સંબંધમાં ફેરવવાનો નિર્ણય વર્ષોથી લીધો હતો. અને નાત સિવાય બીજે પરણાવું કેમ? સમાજમાં રહેવું છે. માટે લગ્ન તો ત્યાં જ થશે. છોકરાઓ અણસમજુ છે. સમજાવીશું તો સમજી જશે."

મારો આઈડિયા ફ્લોપ થઈ ગયો. સગાઈ થઈ ગઈ હું ને રાધિકા કઈ ના કરી શક્યા.

આવું થવાથી આરવ એ તો રાધિકા જોડે સંબંધ તોડી નાખ્યો. કદાચ એમનો સંબંધ એટલો મજબૂત નહીં હોય.

પણ નિશા, તે રોજ રોતી ને હું પણ, હું કોઈપણ ભોગે નિશા ને જવા દેવા નતો માંગતો.

હું અવાર નવાર ઘરમાં મગજમારી કરતો. બહુ સમજાવ્યું પપ્પાને. મમ્મી એક વખતે માની પણ જતા ને જીવ પણ બાળતા. મને સમજાવતા કે તે પપ્પાને કહેશે, મનાવશે પણ તેની કોઈ અસર મારા પપ્પા પર ના થઈ.

અંતે ૮ મહિના પછી અમારા લગ્ન કરાવી દીધા.

હું ગરબાની રાતે દારૂ પી ગયો ને વિચારી લીધું કે મરી જ જઈશ. ત્યાં નિશા એ પણ નક્કી કર્યું કે તે પણ મરી જશે. પણ મારા મિત્રો ( એટલે કે લેખક પોતે અને અન્ય મિત્રો ) મને સમજાવતા અને આખી રાત મારી જોડે રહ્યા.

બીજી બાજુ નિશા પણ નદીમાં પડવા જતી તો ત્યાં પણ એની બહેનપણી તેને શોધીને ઘરે લઈ ગઈ. જો થોડુક મોડું થઈ જાત તો નિશા નદીમાં ઝંપલાવી દેત ને હું પણ ના જીવત.

આટલી મગજમારી થઈ તો પણ મારા અને રાધિકાના લગ્ન થઈ જ ગયા.

મને રાધિકા ક્યારેય ગમતી નહીં. હું તેની જોડે એક રૂમમાં રહેતો નહીં. રાતે તે અંદર સુધી ને હું બહાર ફળિયામાં સૂતો. હું તેની જોડે વાત પણ ના કરતો.

ક્યારેક મને એના પર દયા આવતી કે આમાં તેનો તો કંઈ વાંક નથી. વાંક તો આરવ નો છે ,જો તેણે હાર ન માની હોત તો?

બીજી તરફ મને એવું પણ થતું કે આરવ એ કોશિશ તો કરી જ હતી. તે તેના પિતા પાસે લાચાર થઈ ગયો.

પણ તોય મારી આત્મામાં તો બસ નિશા જ હતી. નિશા ને નિશા સિવાય મને કંઈ સૂઝતું ન હતું.

મારો પરિવાર સુખી હતો. આર્થિક થી લઈ બીજી કોઈ પણ તકલીફ હતી નહીં. પણ આ તકલીફ બધી સુખ શાંતિને જીવતા જીવ ગળી જતી.

હું રોજ નિશા જોડે વાત કરતો ને રોતો. સમય વિતતો ગયો. આ જ સિલસિલો ચાલુ રહ્યો.

મેં રાધિકાને હજુ સુધી હાથ નતો લગાડ્યો ના તેણે ક્યારેય કોશિશ કરી હતી મારી પાસે આવવાની.

મારા માતા પિતા ને હતું કે આજ નહીં તો કાલ બંને ને એકબીજા પ્રત્યે લાગણી થશે જ પણ તેવું થયું નહીં.

મેં વકીલ ને પૂછી રાખ્યું હતું કે છૂટાછેડા માટે કેટલો સમય જોડે રહેવું પડે. મેં નક્કી કરી લીધું કે હું રાધિકાને છુટાછેડા આપી દઈશ અને પછી નિશા જોડે લગ્ન કરીને ઘર છોડી જતો રહીશ.

નિશા પણ મારી જોડે આવવા તૈયાર હતી.
એક વરસ જોડે રહ્યા પછી રાધિકાને મેં જણાવી દીધું કે મારે છુટા થવું છે અને તું મારી જોડે તારી જિંદગી બગાડ નહીં ને રાજી ખુશીથી જતી રહે.

રાધિકાના માતા પિતાને આ જાણ નહોતી કે મારે રાધિકા જોડે કોઈ શારીરિક માનસિક સંબંધ નથી, કદાચ બંને પરિવારના સંબંધ બગડવાની બીકમાં રાધિકાએ એવું દર્શાવ્યું નહીં.

પણ વાત સામે આવી જ ગઈ અને રાધિકાના પિતાએ મારી જોડે બહુ જ ઝઘડો કર્યો.

મારા પિતાને પણ સંભળાવી દીધું કે," તમારો છોકરો આવું કરશે એ તમને ખબર હતી તો કેમ તમે અમારી છોકરી ની જિંદગી બગાડી? "

મારા લીધે બંને પરિવારના સંબંધો તૂટ્યા અને એમ કહું તો મારા લીધે નહીં તેમની નાત જાત અને જૂની માનસિકતા ના લીધે. અમે તો પ્રયાસ કર્યો જ હતો.

વર્ષ પછી અમારો કેસ કોર્ટમાં ગયો અને જજ એ છેલ્લા ત્રણ મહિના જોડે રહેવાની મુદ્દત આપી. જો ત્રણ મહિના જોડે ના ફાવે તો છુટ્ટા પડવાનો ચુકાદો આપ્યો.

ત્રણ મહિના મેં આમ જ નીકાળી દીધા. ઘરમાં હું રહેતો જ નહીં. પિતાની દુકાન પર જતો રહેતો અને રાતે આવતો, જમી ફળિયામાં સૂઈ જતો.

રાધિકા ઘરનું કામ કર્યે રાખતી. અંદર ક્યારેક રોઈ લેતી કે મારો શું વાંક? પણ તોય મને કંઈ કહેતી નહીં કદાચ આ પણ એની મારા પ્રત્યે નિસ્વાર્થ લાગણી જ હતી.

ત્રણ મહિના વીતી ગયા અને અમારા છૂટાછેડા થઈ ગયા. આખા સમાજમાં અમારી વાતો થઈ ગઈ બધે લોકો વાતો કરતા ને અમારા પરિવારની હાંસી ઉડાવતા. ( અત્યારના જમાનામાં પણ યુવાનોના જીવન ઉગારવા અને બગાડવામાં આ પરિવાર અને સમાજનો બહુ મોટો ફાળો છે.)

રાધિકા નું બે મહિનામાં બીજે નક્કી થઈ ગયું. અમારી નાત નો જ છોકરો મળી ગયો આમ પણ નાતે જ બધું બગાડ્યું હતું તો સુધારવાની પણ એ જ હતી.

છોકરાએ પરિસ્થિતિ સમજીને રાધિકાને અપનાવી લીધી. આમાં મેં પણ થોડું યોગદાન આપ્યું. તે છોકરાનો સંપર્ક કરી જણાવી દીધું કે મેં ક્યારેય રાધિકાને અડી નથી ને તે પવિત્ર જ છે. માટે મનમાં કોઈ સંકોચ ન રાખે અને તેને સાચા મનથી અપનાવે અને તેને સુખી રાખે આવું કરી મને તેના જીવનના અમૂલ્ય જુવાનીના બે વર્ષ જે મેં બગાડ્યા અને તેણે જે ફરજ બજાવી તેનો બદલો વાળવાની ખુશી હતી.

રાધિકા પણ સંસારમાં પડી ગઈ .થોડો સમય વીત્યો , હું નિશાને કહેતો કે હવે બધું પૂરું થઈ ગયું છે. આપણે ભાગીને લગ્ન કરી લઈએ હું મારા ઘરથી દૂર જતો રહીશ. બેય ભણેલા છીએ, યુવાન છીએ આપણે આપણી દુનિયા વસાવસુ.

નિશા મને કહેતી કે બસ આ મહિનામાં ભાગીએ.

હું કહેતો કે ચાલ હવે ક્યારે જવું છે તો તે આગલા મહિનાનું કહેતી.

તેના વર્તનમાં રાધિકાના લગ્ન થઈ ગયા નું ખબર પડ્યા પછી ફરક પડી ગયો હતો તેવું મને દેખાઈ રહ્યું હતું.

એ વાત કરતી પણ બહુ મનથી નહીં, ને હું જ્યારે ભાગી જવાની વાત કરું તો બહાનું કાઢતી. મને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે, પણ મારો પ્રેમ એ માનવા તૈયાર ન હતો.

મેં તેને મળવા માટે બોલાવી, અમે રવિવારે મળવાનું નક્કી કર્યું.

" ક્યારે જવું છે બબલુ, તારા માટે મેં છુટાછેડા લઈ લીધા તેને અડી પણ નથી. મારા પરિવારથી પણ જુદો થઈ ગયો છું, હવે બસ કર આપણે જોડે રહેવાનું છે. આટલા વરસનો આપણો પ્રેમ છે , ચાલ હવે અત્યારે જતા રહીએ." હું કરગર તો હતો.

"ના મારે નથી કરવા લગ્ન, તું બે વર્ષ જેવું બીજી છોકરી જોડે રહ્યો. હું કેમ માની લઉં કે તે એની જોડે કંઈ સંબંધ નથી રાખ્યો ,હું કંઈ તને જોવા તો નથી આવી ને?" નિશા ની આંખમાં હવે લાગણી નોતી દેખાતી.

"આપણે રોજ વાત કરતા હતા ને બબલુ? આ શું બોલી રહી છે તું? આપણે પતિ પત્નીની જેમ જ રહ્યા છીએ, ને તું આવો અવિશ્વાસ કેવી રીતે બતાવે? " હું બોલતો બોલતો રડી રહ્યો હતો.

મેં બહુ સમજાવી પણ નિશા ન માની મને પોતાના પર બહુ પછતાવો થયો.

નિશા ઊભી થઈ બોલી ,"મને કોઈક બીજું મળી ગયું છે. મારી વાત આવી હતી, અમારી નાતના છે અને સગામાં સગુ છે ને મને છોકરો ગમે છે મને ભૂલી જા. હું આગળ વધવા માંગુ છું બહુ થાકી ગઈ આટલા વરસ ની મગજમારી થી." ને તે જતી રહી.

હું તેને એકટીવા માં બેસી જતા જોઈ રહ્યો. હું બેસીને બહુ રડ્યો, બહુ જ રડ્યો. મને કંઈ સૂઝતું ન હતું કે હું શું કરું? મેં જે છોકરી માટે આટ આટલું કર્યું, તેના માટે મેં રાધિકા જોડે, જેનો કોઈ વાંક ન તો, તો પણ તેને મેં હેરાન કરી, કોના માટે? મને સમજાતું નહોતું કે શું કરું? હું રડતો રહ્યો ને ત્યાં જ બેસી રહ્યો.

મારો મિત્ર (એટલે કે હું "લેખક" નહીં, બીજો) મને શોધતો શોધતો આવ્યો અને એની જોડે લઈ ગયો.

આજે હું પોતાને બહુ જ એકલો માની રહ્યો હતો, અને મને થઈ આવ્યું કે હું મરી જાવ. પણ મારા મિત્ર એ મને તેવું ન કરવાની સલાહ આપી.

મેં હજી પણ આશા છોડી નહીં, મેં વિચાર્યું...................

( વિજય એ શું વિચાર્યું?????? વિજય નું શું થશે?????? રાધિકા એ તો બધું અપનાવી લીધું... શું નિશા બીજા જોડે લગ્ન કરશે??????? )