( આગળ જોયું કે વિજય ના લગ્ન ની વાત રાધિકા જોડે થાય છે. વિજય ચિંતા માં છે )
મારું મન નિશા ના પ્રેમ મા એટલું ગળાડૂબ હતું કે નિશા સિવાય બીજો કોઈ વિચાર ન હતો.... અત્યારે મારી સ્થિતિ પાંખ વગરના પક્ષી જેવી હતી.... ઊડવું હતું તો મારે નિશા જોડે પણ પાંખ કપાઈ ગઈ હતી...બહુ વિચાર બાદ એક રસ્તો સૂજી આવ્યો...
થયું કે રાધિકા ને જઈ મન ની વાત જણાવી દઉં કે મને નિશા પસંદ છે તો ...એ વાત સાંભળી જો નિશા ના પાડી દે લગ્નની તો તો વચન ની કોઈ વાત જ વચ્ચે ના આવે...પણ બીજી બાજુ થયું કે ક્યાંક રાધિકા ને હું ગમતો હોઉ ને એ એવું ના કરે તો????
ને આ વાત ની જાણ મારા ઘર માં થઈ આવે તો? ઉલ માંથી ચૂલ માં પડ્યા જેવું થાય ......
બહુ બધી મન ની ગડમથલ બાદ પાકકા નિર્ણય સાથે યલગાર કર્યો .... ભલે વાત કરી જ દઉં ક્યાંક એ માની જાય તો નિશા જોડે જિંદગી સુખી સુખી વિતાવી દઉં......
શંકા ને આશા સાથે ને રાધિકા જોડે વાત કરવાનો નિર્ણય કર્યો ને મે એને ફોન કર્યો....
" હેલ્લો રાધિકા, મારે વાત કરવી છે. જો તું ફ્રી હોય તો આપડે મળીયે. "
સામેથી રાધિકા નો એ જ અધીરાઈ સાથે જવાબ મળ્યો .. " મારે પણ મળીને તારી જોડે વાત કરવી છે વિજય. . હું તને ફોન કરવા ની જ હતી.. તો ક્યારે મળવું છે???"
હું કઈ સમજી ના શક્યો. રાધિકા એ પણ મળવાની વાત કેમ કરી?
" આજે સાંજે તારા ઘરે મળીયે ? આપડે વાત કરીશું ? "
હું વિચાર કરતો કરતો રાધિકા ના ઘરે પહોંચ્યો.. એના પિતા ઘરે હતા નઈ... રાધિકા ના મમ્મી એ મને આવકાર્યો કદાચ ભવિષ્ય ના જમાઈ સમજી ને !!!!
હું બેઠો ને પાણી પીધું ને પૂછ્યું " રાધિકા ક્યાં છે? "
" એ તો ઉપર તારી રાહ જોવે છે.ચા બનાવું કે કોફી? " એમણે પૂછ્યું.
" ચા " મે જવાબ આપ્યો " સારું તો તું ઉપર રાધિકા જોડે બેસ હું ચા લઈ આવું છું." ને એમણે ચા બનાવવા જતા રહ્યા..
હું રાધિકા ના રૂમ માં દાખલ થયો.. રાધિકા ભણી રહી હતી.
" આવ ને વિજય " . રાધિકા એ મને આવકાર્યો. હું બેડ ની સામે પડેલી ખુરશી પર બેઠો.
" બોલ રાધિકા શું કહેવું હતું ?"
" તારે પણ કઈ વાત કરવી હતી ને ? "
રાધિકા એ પ્રત્યુતર આપ્યો.
"પહેલા તું કહે ." મે કહ્યુ
" હું કેમ કરી કહું મને સમજાતું નથી. પણ વાત એવી છે કે.... આપણા લગ્નની વાત ચાલી રહી છે..મને તારામાં કઈ વાંધો નથી વિજય.. તું સારો છોકરો છે... પણ..... "
" પણ, પણ શું ? " મે પૂછ્યું.
" મને આરવ ગમે છે... તે મારી કોલેજ માં જ છે. અમે ૩ વર્ષ થી જોડે છીએ.... ખબર નતી કે અમારી મિત્રતા પ્રેમ માં પરિણમ શે.
જો તને મારા પ્રત્યે લાગણી ના હોય તો તું ના કહી દે. "
હું તો ખુશખુશાલ થઈ ગયો. હરખાતા કહ્યું " હું પણ તને આ વાત કરવા જ આવ્યો હતો.... મને પણ નિશા ગમે છે... હું તને ના કહી દેવાનું કહેવા આવ્યો હતો ... "
બંને ને પોતાના મનગમતા સાથી જોડે પરણવાનો એક મોકો મળી ગયો વિચાર્યું ન હતું એવું થઈ ગયું...
રાધિકા ને વિજય બંને હરખાતા મમ્મી એ બનાવેલી ચા પી રહ્યા....
બંને એ વિચાર્યું કે આપણે ના કહેવી કઈ રીતે??????
( બંને ના કહેવાનો રસ્તો કઈ રીતે નિકાળશે.... શું બંને ને તેમના મનગમતા સાથે મળશે?????? જોઈ એ... આવતા અંક માં )