સૌથી વધારે ભણવાની મજા દસમા ધોરણમાં માં આવે. એમાં ચોમાસામાં તો જલસા પડી જાય. એમાંય અમારી નિશાળ તો નળિયાની હતી. થોડોક વરસાદ પડે તોય રજા આપી દેય. એમાંય શ્રાવણ મહિનામાં ૩ દિવસ સુધી એકધારો વરસાદ પડ્યો અને નિશાળે જવાનું બંધ થઈ ગયું.
ત્રણ દિવસ પછી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું. મને નિશાળ ની યાદ આવવા લાગી, નિશાળે જવાનું મન થયું બસ પછી શુ હુ થેલો લઈને નિશાળે જવા નિકળ્યો. ઘરેથી મમ્મી પપ્પા, સામેવાલા, અને રસ્તામાં જે ઓળખીતા મળ્યા ઈ બધાય ના પડવા લાગ્યા કે નિશાળે ના જા નિશાળ બંધ હસે પણ મેં કોઈની વાત ના માની નિશાળે પહોચી ગ્યો. ત્યા જઈને જોયુ તો મારા શિવાય કોઈ હતું નહી ખાલી આચાર્ય બેઠા તા. મેં પૂછ્યું સાહેબ કોઈ આવ્યું નથી સાહેબ કે આજે રજા છે બધા રૂમમાં હજી પાણી ભરેલું છે. અચાનક મારી નજર મારા રૂમ તરફ ગઈ એ ખૂલ્લો હતો અને અમારા વિજ્ઞાનના સાહેબ રૂમ માં હતા મેં સાહેબને પુછ્યું તો કે એ તો ખાલી જોવા ગયા છે. તો હું પણ જોવા ગયો. વિજ્ઞાનના સાહેબે પણ એ જ કીધું કે આજે રજા છે તું પાછો જતો રહે એટલું કહીને સાહેબ નીકળી ગયા.
હું પણ નીકળવા જતો હતો એટલામાં પાછો જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો. હું અમારા રૂમમાં મારી જગ્યા ઉપર બેસી ગયો અને બહાર પડતા વરસાદને જોવા લાગ્યો.
એવા ધોધમાર વરસાદ માં કોઈક છત્રી લઈને આવતું દેખાયું. એ અમારા રૂમ તરફ જ આવતું હતું. જેવો જ એને રૂમમાં પ્રવેશ કર્યો હું ઓળખી ગયો. એ હતી અમારા ક્લાસની સૌથી હોશિયાર અને સુંદર છોકરી. એની બેસવાની જગ્યા મારી બાજુમાંજ હતી.
હું દરરોજ એને જોતો રહેતો મને એ બહુ જ ગમતી તી. હોશિયાર હતી, સુંદર હતી.અને એની આંખો એકદમ મસ્ત. નિશાળે બે ચોટલી બાંધીને આવતી દેખાવ માં એકદમ મનમોહક લગતી. નિશાળમાં હંમેશા એનો પહેલો નંબર જ આવતો. એને જોઈને મને મનમાં કંઈક અલગ જ લાગણી ઉત્પન્ન થતી. ત્યારે પ્રેમ બ્રેમ ની તો કઈ ખબર નતી પડતી પણ મને તો એને જોઈને કૈક કૈક થવા મંડતું. એની સામે બોલવાની કે એની સામે જોવાની હિંમત પણ નથી થતી.હંમેશા હું એને તીરશી નજર જ જોતો. બીક પણ લગતી તી સાહેબ ને કહી દેશે તો.
આજે રૂમમાં આવીને છત્રી બંધ કરીને ઉભી રઈ અને બહાર પડતાં વરસાદને જોતી રહી હતી એનો થેલો અર્ધો પલડી ગયો હતો પાઇશા પણ પલળી ગયા હતા. વર્ષાદ વધતો જતો હતો તો એ એવીને મારી બજુમા આવીને એની બેંચીસ પર બેસી ગઈ અને બહાર જોવા લાગી. મને એને જોવામા તો બિક લગતી તી પણ આજે તો કોઈ હતુ નહી હું અને ઈ બે જ રૂમમા એકલા જ હતા.
હું એની સામે જોવા માંડ્યો એકદમ પરી જેવી લાગતી થી એની આંખો જોઇને એમાં ડૂબવાનું મન થતું તું અચાનક એ પણ મારી સામે જોવા લાગી અને અમારા બંનેની આંખો મળી ગઈ. થોડીવાર માટે અમે બંને એકબીજાની આંખોમાં જોતા રહ્યા. અને ઈ શરમાઈને નીચે જોવા લાગી મને પણ શરમ આવવા લાગી તો હું પાછો બહાર જોવા લાગ્યો.
થોડીવાર પછી એ મારી બાજુમા આવીને બેસી ગઈ. એનો હાથ મારા હાથને અડ્યો મને તો શરીરમાં ધ્રુજારી થવા મંડી. એક અલગ જ અહેસાસ થવા માંડ્યો લાગે કે મને સ્વર્ગ મા
મલી ગયું. એ ધીમેકથી બોલી પ્રદિપ. એના મોઢેથી મારુ નામ સાંભળીને મને જાણે સુખા રણમાં પાણી મળી ગયું. એને કીધું મારી સામે જોવો. ફરીવાર અમે એકબીજાની સામે જોઇ રહ્યા. મારે એને ઘણું બધું કહેવું તું પણ જીભ ઉપડતી જ નતી. એ વાત સમજી ગઈ અને એને બંને હાથ મારા ગાલ પર મુક્યા અને મારી નજીક આવવા લાગી.
ધીમે ધીમે અમારા બંનેના ચહેરા એકબીજાની નજીક આવી ગયા એનો શ્વાસ મારા ચેહરા પર અથડાવવા લાગ્યો, એને આંખ બંધ કરી દીધી મેં પણ આંખ બંધ કરી દીધી. જેવો જ એના હોઠનો સ્પર્શ મારા હોઠ સાથે થવાનો હતો એમાં અચાનક મારા મમ્મી આવી ગયા.
એમને જોરથી કીધું જલ્દી ઉભો થા, ૮ વાગી ગયા ઓફિસે નથી જવાનું.
અને મારુ સપનું તૂટી ગયું. આજે ઘણા વર્ષો પછી એ છોકરી નું સપનું આવ્યું જે મને સ્કૂલમાં બહુ ગમતી તી.
એક ખુશી સપનું આવ્યાની અને
એક દુઃખ એ મારી સાથે નથી.