પ્રેમ સમાધિ - પ્રકરણ-96 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પરિવર્તન

    ગરમીની તીવ્ર ગરમીમાં, વડીલ દાદા જી એક ઢાંઢલોના છાંયા હેઠળ ગમ...

  • નિતુ - પ્રકરણ 49

    નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધ...

  • ભીતરમન - 52

    તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-96

પ્રેમ સમાધિ 
પ્રકરણ-96
  વિજયે કાવ્યા સાથે લાંબી વાત કરી અમુક ખૂબ ખાનગી વાત આજે એણે એની દીકરી સાથે કરી. ઘરમાં ક્યાં કઇ જગ્યાએ સાવ ચોર..ખાનાં જેવાં કબાટમાં કેશ અને કેટલી છે બધુંજ કહી દીધું સાથે સાથે ખૂબ યોક્કસ અને ચોકન્ના રહેવા તાકીદ કરી... આ વાત કોઇપણ સાથે શેર ના કરવી એનાં બેડરૂમમાં કોઇને જવા ના દેવા અને વિજયનાં રૂમની સાફસફાઇ પણ એની નજર હેઠળજ કરાવવી વગેરે સૂચનાઓ આપી. કલરવને પણ એક વાત આમાંથી શેર ના કરવી એવું ખાસ કીધું... 
 કાવ્યા વિચારમાં પડી ગઇ કે આજે પાપાએ મને આટલી બધી અંગત અને ખાનગી વાત મને બધીજ કરી દીધી ? કેમ શા માટે ? મારે શું જરૂર હતી અને પાપા એવાં ક્યાં અગત્યનાં કામે ગયા છે કે એમને અસલામતી મહેસૂસ થઇ ? મને આ બધું કહેવા માટે મજબૂર થયાં ? શું ચાલી રહ્યું છે અને વળી કલરવને પણ કશુંજ ના કહેવું એ પણ સખતી સાથે કીધું ? એમનાં બેડરૂમમાં કોઇને જવા ના દેવા એમની પરવાનગી વિના... માત્ર મારે જવાનું... સાફસૂફી ફક્ત મારી નજર હેઠળજ કરાવવી ? આપણી પાસે આટલાં બંધાં પૈસા ? આટલું બધુ સોનું... હીરાં.. ઝવેરાત ? કાવ્યા નું માથું ચકરાઇ ગયું હતું.... 
 કલરવે એની સામે જોયું એને પણ આર્શ્ચય થયું કે કાવ્યાએ એનાં પાપા સાથે એવી શું વાતો કરી ? એનાં પાપાએ એને શું સૂચનાઓં આપી ? એવું શું કીધુ કે કાવ્યાનો આખો ચહેરો બદલાઇ ગયો અને વાત પુરી થયાં પછી એ ઊંડા વિચારોમાં પડી ગઇ ? કોઇ ચિંતાજનક વાત હતી ?
 કલરવે પુછ્યું “કાવ્યા... કાવ્યા... શું થયું ? પાપા સાથે વાત કરતી હતીને ? શું થયું ? એમણે શું કીધું ? તું આમ વિચારોમાં ને ચિંતામાં કેમ પડી ગઇ ? મને કહીશ પ્લીઝ..”. 
 કાવ્યા થોડીવાર ચૂપ રહી પછી બોલી "કલરવ.. પાપા કોઇક અગત્યનાં કામે ગયાં છે એ નક્કી... એમણે સાવધ રહી રહેવાં કહ્યું છે તેઓ ફોનથી સંપર્કમાં રહેશે શીપ લઇને નીકળે છે. પેલાં દિનેશ મહારાજને ઘરે રહેવા મોકલ્યાં છે એ ધ્યાન રાખશે... તું મારી સાથે છે એટલે એમને ચિંતા નથી.. પણ મને એમની ફીકર છે...” આમ કહી બાકીની બધી વાતો ગળી ગઇ અને ફરી વિચારોમાં ઘેરાઇ... 
                       ……………

 શીપમાં બધું ચેક થઇ ગયું. ભાઉએ બધી તૈયારીઓ જોઇ લીધી વિજય અને ભાઉ મુખ્ય કેબીનમાં બેસી ગયાં. રાજુ તથા અન્ય કર્મચારીઓ પોતપોતાની ફરજ પર લાગી ગયાં ભાઉએ શીપ સ્ટાર્ટ કરી રવાના થવા હુકમ કર્યો. શીપનું એન્જીન સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે શીપ દરિયામાં ગતિ કરવા લાગી. 
 આજે સુમન પણ ખૂબ એક્સાઇટેડ - ઉત્તેજીત હતો એનાં જીવનમાં પ્રથમવાર શીપમાં સવારી કરીને નીકળ્યો હતો એ સતત રાજુની સાથે રહેતો અને રાજુ સાથે એનો રેપો સરસ સેટ થઇ ગયેલો રાજુને પણ એની સાથે ફાવટ આવી ગઇ હતી આમેય શેઠનો વ્હાલો ભાણો હતો અને સ્વભાવે બહાદુર મહેનતુ અને ઉત્સાહીત હતો. રાજુએ સુમનને કહ્યું "જીવનની શીપમાં તારી પહેલી યાત્રા શરૃ થઇ છે ખૂબ ખૂબ અભિનંદન."
 સુમને કહ્યું "થેક્યુ રાજુભાઇ.. શીપમાં ખાસતો મામાની આટલી મોટી શીપમાં પ્રથમ વાર ખેપ કરી રહ્યો છું.. ખૂબ શીખવા જાણવાં ફરવાં મળશે. મારે અવવલ નંબરનો કેડેટ્સ બનવું છે ખૂબ પૈસા કમાવવા છે દેશ પરદેશ ફરવું છે જોવું છે ખૂબ માણવું છે એનાં માટે જેટલી મહેનત કરવી પડશે હું કરીશ. મારા પાપા પણ ખેપ કરતાં... હું ઘણો નાનો હતો ઘરમાં આવુંજ વાતાવરણ હતું પણ નાની સ્ટીમર હતી અમે એટલાં પૈસાવાળા નહોતાં વળી મારાં દાદા.. મારાં પાપા ખૂબ નાનાં હતાં અને ગૂજરી ગયેલાં.. પાપા આપમેળે.. સ્ટીમર લીધેલી પણ એમનું આયુષ્ય પણ ખૂટી ગયેલું...”.સુમન વાત કરતાં કરતાં ઉદાસ થઇ ગયો. 
 રાજુએ બધું સાંભળી કહ્યું “અરે અરે સુમન આમ નિરાશ શા માટે થાય છે તારી વાત દુઃખ થાય એવી છે પણ હવે તો મામા સાથે છે કેમ ચિંતા કરે છે ? મામા તારા બધાં સ્વપ્ન પુરાં કરશે તારાં માટે એમને ખૂબ લાગણી છે.” 
 સુમનનાં ચહેરાં પર પાછી ખુશી છવાઇ બોલ્યો “ હાં હાં મારાં મામા તો મારાં ગુરુ છે એમનાંથી મારે બધુ છે તેઓ અત્યારે મારા બાપનાં સ્થાને છે મારાં મામા અને મારી મંમી મારાં માટે ખૂબ...” બોલતાં બોલતાં લાગણીવશ થયો... બોલ્યો “મામા મારાં છે એવાં કોઇનાં નહીં હોય” ત્યાં રાજુ પર કોલ આવ્યો અને..... 
                         ……….
 બીજા દિવસની રાત્રી પસાર થઇ સવાર થવા આવી વિજયે આળસ ખંખેરી શીપની બહાર તરફ નજર કરી... પછી પોતાની આસપાસ નજર કરી એ કેબીનનાં એનાં બેડ પર સૂતો હતો ભાઉ બહાર હતાં. એણે ઘડીયાળમાં સમય જોયો સવાર નાં 6 વાગ્યાં હતા. એણે ફરી સમય જોઇ ખાત્રી કરી અને સફાળો બેઠો થયો કેબીનની બહાર નીકળ્યો. “ભાઉ... ભાઉ.. ત્યાં ભાઉ દૂર શીપ પર રાજુ સાથે કંઇક ચર્ચા કરી રહેલાં વિજયનો અવાજ સાંભળી હાથ કરી ઇશારૌ કર્યો કે આવું છું...” 
 ભાઉ નજીક આવ્યાંને વિજયે પ્રશ્ન કર્યો “ભાઉ આપણે કેટલાં કિલોમીટર સફર કરી ? મુંબઇથી કેટલાં ? આમ દૂર દૂર લાઇટ્સ દેખાય છે બાતમી પ્રમાણે આગળની કાર્યવાહી ? “
 ભાઉએ કહ્યું “વિજય તું ખૂબ થાકેલો હતો.. શારીરીક કરતાં માનસિક... એટલે તને ઉઠાડ્યો નહીં બધુ બરાબર છે મુંબઇ પણાં ઘક્કા ઉપર શીપ લાંગરી જે સામાન ચઢાવવાનો છે એ ચઢાવી દઇએ... ઉતારવાનો છે ઉતારી દઇએ ત્યાં સુધીમાં ઉત્સવ બર્વેનો સંપર્ક કરી લઊં છુ એ આપણી રાહમાંજ હશે ઘરે પણ નહીં ગયો હોય હું બધી વાતચીત કરી લઊં છું. “
 વિજય ભાઉ સામે જોયું અને બોલ્યો “રાજુને કહો કાબરાનો જે ઓર્ડર હતો એ પ્રમાણે એનાં કાર્ટુન ઉતારી લે તથા ભાઉ તમે પેમન્ટ લઇ લો બધુ પતી જાય ત્યાં સુધી હું... પછી ભાઉ સામે જોઇને કહ્યું તમે આટલુ કરી લો પછી વાત કરીએ ભાઉ જે બાતમી મળી છે એ બર્વે સાથે હુંજ ચર્ચા કરી લઊં છું તમે લેવડ દેવડનું પતાવો તમે સુમનને સાથે રાખજો એને ફીશનું ડીલીંગ સમજાવો અને એમાં સાથે રાખો હું બર્વે સાથે વાત કરું છું આપણે પછી આવતાં અસલ ટાર્ગેટનું કામ કરીએ.”
 ભાઉએ ઓકે કહ્યું ત્યાંથી વિદાય થયાં. વિજય પાછો કેબિનમાં આવ્યો બર્વેને ફોન લગાવ્યો.. બર્વેએ તરતજ ફોન ઉપાડ્યો. બર્વેએ કહ્યું “વિજય તમે ડોક્ પર આવી ગયાં ? મારી પાસે બીજી ઘણી માહિતી આવી છે તમારે એનાં અંગે સખારામ મ્હાત્રે સાથે વાત કરવાની છે એણેજ મને બધી માહિતી આપી છે સીધીજ એમની સાથે વાત કર આ નંબર છે.”.. અને... 
વધુ આવતા અંકે ---- પ્રકરણ-97