આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 5 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 5








ગતાંકથી.... કાર્તિક બિલાડીની જેમ ચૂપચાપ પગના અંગૂઠા ઉપર જરા પણ અવાજ વગર દોડ્યો. બલવીર સિંહ તેની ધૂનમાં ને ધૂનમાં ઝડપથી જઈ રહ્યો હતો. લાખ જોઈ કાર્તિકે થોડુક અંતર રહેતા કોટના ખિસ્સામાંથી એક લાંબી છરી કાઢી, ચિતાની માફક કુદ્યો, અને પોતાના બધા જોરથી આખો છરો બલવીર સિંહની પીઠમાં ખોસી દીધો.
હવે આગળ....

બલવીર સિંહ ગભરાટમાં રાડ પાડતા પહેલા તો નીચે પટકાયો નીચે પટકાતા જ કાર્તિકે બીજો ઘા ગરદન ઉપર કર્યો અને ત્યાર પછી એક- બે ઘા જુદા જુદા ભાગમાં કર્યા બલવીર સિંહ નો આત્મા ટક્કર જીલી ન શક્યો અને તે તેની ફરજ ઉપર બલી બની લાંબા પંથે ચાલી નીકળ્યો.

કાર્તિક ને હવે લાગ્યું કે આની ઝડપી વ્યવસ્થા થવી જોઈએ તેણે છરો પોતાના રૂમાલથી લૂછી નાખ્યો, અને બલવીર સિંહને ત્યાંથી ઉપાડ્યો. નદી થોડે જ દૂર હતી, ત્યાં જઈ તેણે તે શબને નદીમાં તરતું મૂકી દીધું. તેણે તેના કપડાં બધા કાઢી નાખ્યા અને છરો પણ નદીમાં ફેંકી દીધો. કપડાં ઉપર લોહીના તાજા ડાઘ સાફ કરી પાછા તે ભીનાં ને ભીનાં પહેરી લીધા. સખત ઠંડીને તેમાંય નદી કાંઠો .આ વાતાવરણ કાર્તિકને કોઈ માણસની દખલ, વગર સમય આપવા અનુકૂળ હતું .એ બધું તો પત્યું, પણ છૂપી પોલીસ બલવીર સિંહ માટે તુરંત જ તપાસ કરશે જ એટલે જરા જેટલો પુરાવો મળે ને પાછળ પડે તો? એ સ્થિતિ કેમ ટાળવી? એ પ્રશ્ન થતા કાર્તિકને લાગ્યું કે પગલા પણ ન પડવા દેવા એ જ વધારે સલામત છે. કાંઠે આવવાના ભલે પડ્યા, પણ પાછા ફરવાના તો ન જ પડવા જોઈએ. એમ વિચારી તેણે નદીમાં પડતું મૂક્યું. તે તરતો તરતો પચાસેક કદમ દૂર નીકળી કાંઠે આવ્યો, અને ત્યાંથી તે સડસડાટ કરતો પેલા વિસ્તાર પાસે પહોંચ્યો. ત્યાં જઈ તેણે ટક... ટક... ટક... ત્રણ ટકોરા માર્યા, કે તરત જ બારણું ધીમેથી ખુલી ગયું,.પણ ખોલનાર માણસનો આછો ઓછાયો પણ ત્યાં જણાયો ન હતો.

અજાણ્યા માણસ માટે ખરેખર આશ્ચર્યની વાત હતી, પણ આ બધા ભેદોથી જાણકાર કાર્તિકને એમાં કોઈ આશ્ચર્ય જેવું ન લાગ્યું .તેણે બારણું બંધ કર્યું અને લાકડાં વચ્ચેના ઘોર અંધારામાં આગળ વધ્યો. થોડે દૂર ગયો ત્યાં તેના ઉપર ટોર્ચનો પ્રકાશ પડ્યો. તુરંત જ તેણે કંઈક નિશાની કરી અને પ્રકાશ બંધ પડ્યો. તે આગળ ચાલ્યો. થોડે દૂર પહોંચતા એવો સાંકડો રસ્તો આવ્યો કે તેને નીચા વળીને પચીસેક ફૂટનું અંતર પસાર કરવું પડ્યું .એ રસ્તો પૂરો થયો તે તુરંત જ એક વિશાળ ચોક આવ્યો અને સામે જ ડેલીના લાકડાઓથી અદ્રશ્ય રહે એવા બેઠા ઘાટનું પણ સુંદર મકાન દેખાયું .લાઈટનું તો ક્યાંય નામ નિશાન ન હતું, એટલે તે લાલ કલરનું મકાન અંધારામાં ડેલીના લાકડા ગોઠવેલા હોય તેવું લાગતું હતું.

કાર્તિક પગથિયાં ચડી મકાનમાં પ્રવેશ્યો વચ્ચેના હોલમાંથી પહોંચ્યો ,ત્યાં દસ-બાર જણા ભુતના ટોળાની માફક ચુપ થઈ બેઠા હતા. આખો રૂમ સિગારેટના ધુમાડાથી છવાઈ ગયો હતો. ઓરડામાં વાદળી રંગની જાડા કાચની બરણીઓમાં દીવા સળગતા હતા એટલે ઓરડાના બેઠેલા માણસોના રંગ આસમાની જણાવતા હતા. કાર્તિક આ દ્રશ્ય જોતો ઘડીભર ઊભો રહ્યો. તેણે એક નજર બધી બાજુ ફેરવી, અને તરત જ સતર્ક થયો. ઓરડામાં એક બાજુના ખૂણેથી બોડમાંથી કોઈ કેસરી નીકળતો હોય તેમ એક પડછંદ માણસ ધીમે ધીમે ઊભો થતો હતો. અંધારી રાત્રે કોઈ વિકરાળ સિંહને વાળ ખંખેરી તમારી સામે આંખો માંડતો કોઈ વખત જોયો છે? એ ચક્ષુઓમાંથી લોહીભયોૅ ત્રાસ ઝરતો હોય તેવા પ્રકાશનો કોઈ વખત અનુભવ થયો છે ?નહીં જ થયો હોય .એ આંખનો ત્રાસ તો માણનાર જ સમજી શકે. ખૂણા માંથી ઉભા થતા માણસની આંખો વનરાજ કેસરી ની આંખો કરતાં પણ વધારે આગ ઝરતી હતી .છ ફૂટ અને ચાર ઇંચ ઊંચા એ માણસના પાડા જેવા કાંધ ઉપર આવેલ મસ્ત ફાટેલ વનરાજ કેસરીના મસ્તક જેવું જ હતું. તેમાં રાઠોડી હાથથી તેણે માથામાં ઝુલ્ફો પીખ્યાં અને જરા નજીક આવ્યો.
કાર્તિક એ માણસને નજીક આવતો જોઈને નમન કરતા બોલ્યો સુલતાન સાહેબ આપના ફરમાનને ઝીલવા આવી પહોંચ્યો છું
કાર્તિક નવ મહિનાની મેં મહેમાનગતિ ચાખ્યા પછી પણ તું તરત જ હાજર થયો છે તારા જેવા સાગરિતથી મને આનંદ થાય છે એ સિંહ જેવા પુરુષના સ્વરમાં કોમળતા હતી તે વધારે નજીક આવ્યો અને હર્ષદ ના ખંભે હાથ મુકતા બોલ્યો બોલ શું નવીન લાવ્યો છું
સાહેબ નવીન તો સારા છે પણ તે પહેલા એક વાત આપને કહેવી જોઈએ હું પહેલા ઇન્સ્પેક્ટર બલવીર સિંહ નું ખૂન કરીને આવ્યો છું.

"શું....! ખૂન કરીને તું સીધો જ આપણા અડ્ડા ના ડેલે આવ્યો.?''

'સાહેબ, ખૂબ સાવચેતી રાખીને આવ્યો છું. ખૂનનો એક પણ પુરાવો જમીન ઉપર રહેવા નથી દીધો."
"સારું ચાલો! એ તો ઠીક કર્યું .પણ આપણી કારકિર્દી માં પહેલું ખૂન તે કર્યું છે. પણ હશે !બનતા સુધી ખૂનમાં હાથ ન રંગવાનું હવેથી બધાએ ખ્યાલમાં રાખવાનું છે. બોલ બીજું શું?"

આ પ્રશ્નના જવાબમાં કાર્તિકે વિશાલ અને વિજય બંને ભાઈઓ ની વાત કરી. વિજયની મૂર્ખાઈ અને વિશાલની લુચ્ચાઈ તેને વર્ણવી. ઉપરાંત વિજય છ મહિના જેલમાં ઝૂરી ઝૂરીને આઠમે મહિને જેલમાં મૃત્યુ પામ્યો તે પણ તેણે અત્યાર સુધી છુપાવેલું હતું, તે સુલતાન ને કહ્યું.

સુલતાન આ સાંભળી ઘડીભર ચૂપ રહ્યા ,અને બોલ્યા: 'હં. તે... હવે આપણે કેવી રીતે કામ લેવાનું છે?'

'કેમ સાહેબ, વિશાલ ને તેના સાચા સ્વરૂપે બહાર પાડી દેવાની ધમકી દેવી અને પૈસા પડાવવા.

'હં. ના, ના,ઓહ..... કાર્તિક એની પાસેથી તો ધમકાવી પૈસા પડાવવા કરતા એક વધારે મસ્ત કામ લઈ શકીશું.તે એક મોટા માલદાર બિઝનેસમેન નો પ્રાઇવેટ સેક્રેટરી છે ને?'

'હા ,સુલતાન સાહેબ. બરાબર તે એકદમ વિજય જ જોઈ લ્યો પછી તેના માલિક ને શું શક પડશે?'

'બરાબર ,હવે મારો હુકમ સાંભળી લે કાલે રાત્રે તેને કોઈપણ ભોગે અહીં હાજર કરવાનો છે. એના દ્વારા લગભગ ૨૫-૫૦લાખ નો જબરો તડકો આપણને પડશે.'

'શું કહો છો! સુલતાનના શબ્દોથી કાર્તિક તથા બીજા જેવો અત્યાર સુધી શાંત બેઠા હતા તેઓ આશ્ચર્યથી બોલી ઊઠ્યા.

પેલી સરહદની સુંદરીનું તો તમે નામ સાંભળ્યું છે ને ?' સુલતાને શરૂઆત કરી.

પેલી બ્યુટી ક્વીન મોનલ જ ને?ઓહ!ગજબ પૈસાદાર .દિવસ ઉગ્યેથી આથમે ત્યાં સુધીમાં લાખો રૂપિયા ઉડાવે છે.'

'હં, એ જ .એ અને બીજા દસબાર મોટા મોટા માલદાર લોકો આવતા શુક્રવારે દરિયાની સફરે ઉપડવાના છે .અહીંથી દોઢસો કિમી દૂર વિલ્સન ટાપુ પર જવાના છે.મળલી સુચના અનુસાર તેઓ સાથે પંદર થી વીસ કરોડનું તો ગોલ્ડ રાખવાના છે. તેમાં મોટા મોટા બિઝનેસમેનોને પણ આમંત્રણ છે . વિજયના બોસ ને પણ તેમાં આમંત્રણ છે.બસ, કાર્તિક, મારે વિશાલની કાલે રાત્રે જરૂર છે. કોઈપણ ભોગે તેને લાવવાનો છે .તેમાં જરા પણ ભૂલ કે ગફલત નહીં ચાલે બાકીની યોજના અને તૈયારીઓ પછી કહીશ. ગરીબોનાં ગળા પકડનાર પૈસાદારોના ખિસ્સા હલકાં કરવામાં આ સુલતાન ને અનેરો આનંદ આવે છે. ઝુંપડીઓમાં કંઈક ગરીબો રોટલીના ટુકડાના અભાવે વલવલતા હશે ત્યારે તેઓ લાખોના ખર્ચે ફક્ત આનંદને ખાતર સફરો ખેડે છે એ અસહ્ય છે .એમની પાસેથી પડાવવામાં કોઈ પાપ નથી. પણ સાચું પુણ્ય છે. બસ ત્યારે ગુડ.... બાય ....સૌ...ને....'સુલતાન જે ખૂણે ઉભો હતો ત્યાં અત્યારે ફક્ત જમીનમાં સમાતો હાથ જ જણાતો હતો .તે પણ અદ્રશ્ય થયો .બધા સુલતાનની 'જે' બોલાવી એક પછી એક જુદા જુદા રૂમમાં ચાલ્યા ગયા. કાર્તિક પણ નવ મહિના પહેલા જે રૂમમાં રહેતો હતો ત્યાં ગયો. જરા પણ ફેરફાર વગર રૂમમાં જાણે કાલે જ તેમણે બધું ગોઠવ્યું હોય તેમ જ પડ્યું હતું. તેણે બેડ સાફ કર્યો .સુલતાનના હુકમ મુજબ વિશાલ ને કઈ ચાલથી કાલે હાજર કરો તેનો વિચાર કરતો બેડમાં પડ્યો.

શું વિશાલ પર તેમની ચાલ કામ આવશે?... જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ........