Aakhari Anjaam - 3 books and stories free download online pdf in Gujarati

આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 3

ગતાંકથી....

વિજયે બેંકમાંથી ઉચાપત કરેલ દસ લાખ રૂપિયાની વાત કહી ઉપરાંત કાલ ને કાલ દસ લાખ બેંકમાં પહોંચતા કરી શકાય તેમ ન હતું તે પણ કહ્યું . પોતે મોટી ભૂલ કરી એમ કહેતા એ રડી પડયો.છેવટે બેંકમાં હિસાબ બાબતે કાલે જ તપાસ છે એટલે તે કેવો સપડાશે તેની પણ વાત કરી. વિજય ગમે તે વિચાર કર્યો હોય પણ તેણે પટાવાળાની ધમકીની વાત વિશાલ ને ન કરી .

હવે આગળ.....

વિજયની વાત સાંભળી વિશાલ ઘડીભર વિચારમાં પડી ગયો. છેવટે એ ભોળા દિલના માણસને પોતાના ભાઈ માટે બંધુપ્રેમ ઉછળી આવ્યો અને બોલ્યો :"વિજય ,તુ એ રૂપિયા લઈને અત્યારે ને અત્યારે રાતની બાર વાગ્યાની ટ્રેનમાં ચાલ્યો જા. એ ચોરીનો આળ હું મારા માથે લઈશ તારોને મારો ચહેરો એક સરખો છે, એટલે હું તારા નામથી કાલે બેંકમાં જઈશ, અને તે દિવસે જ હું પકડાઈ જઈશ. તું ત્રણેક મહિના બહાર રખડી પછી મારું નામ ધારણ કરી પાછો આવજે અને મને છોડાવવાનો પ્રયત્ન કરજે. તારી ભાભીની પણ પાછો આવે ત્યારે ખબર લેજે .વાત એનાથી પણ છુપી રહેશે. તેને તો હું એટલું જણાવીશ કે તું ક્યાંય ચાલ્યો ગયો છે. તને છે શોધવા હું વિદેશ જાઉ છું આ વિશાળ શહેરમાં તેને બીજી ખબર તો નહીં જ મળે. બાકી બીજાઓ જાણશે તો પણ તું પકડાયો છો એમ જ જાણશે."

વિજય પોતાના ભાઈનો આભાર માની નીકળી ગયો. બહાર જઈ તેણે લુચ્ચાઈ ને લાલસાભર્યું હાસ્ય કર્યું. બીજા દિવસે વિશાલ પત્નીને બહારગામ જાઉં છું એમ કહી અગાઉની યોજના મુજબ તેના ભાઈ વિજયનું નામ ધારણ કરી બેંકમાં ગયો. જતી વખતે તેની પત્નીને એક તેનો ફોટો આપ્યો અને બે અઢી વર્ષ થાય તો પણ ચિંતા ન કરવાનું સૂચવ્યું. બાકી બીજી બધી તો વકીલ મારફત વ્યવસ્થા રાખી જ હતી. વિજયનું નામ ધારણ કરીને વિશાલ બેંકમાં આવ્યો ત્યારે પહેલો પટાવાળો પણ બેંકમાં આવ્યો હતો. વિશાલ કે જે ગઈ રાતની પટાવાળા સાથેની વાતચીત થી અજાણ્યો હતો તે તો રોકડ તપાસવા આવનારની રાહ જોઈ શાંત રીતે કાગળિયાં જોતો બેઠો હતો આ શાંતિ પહેલા પટાવાળા ને રૂચિ . પટાવાળો બીજો કોઈ નહીં પણ તે કાર્તિક હતો. તે વિશાલ પાસે ગયો કાર્તિક તો તેને વિજય જ સમજતો હતો .જતાં જ તેણે પ્રશ્ન કર્યો : " કેમ વિજય તું શાંત કેમ છો? રાતની વાત યાદ છે ને? બોલ ,પૈસા ક્યાં છે? તેને બહાર લઈ જવાની સગવડ ઝડપથી કરીએ.'

"શેના પૈસા? તું એક પટાવાળો ઓફિસમાં આવીને આવી વાત કરતા શરમાતો નથી?

"એમ !મેં ધાર્યું જ હતું. પણ યાદ રાખજે, પાછળ સુલતાનની ટોળી છે, હોં !"

અરે જા ,જા !તારા જેવા તો ઘણા જોયા હું કઈ તારી ધમકી થી ડરીશ નહીં અને મને દબાવીને પૈસા લેવા આવ્યો છે ?"
"જીવ જશે હોં ."
"અરે તારી એવી હિંમત...?ત્રેવડ નથી તારી , ચાલ બહાર નીક...ળ"

"અરે શું છે ?
કેમ વિજય, મુસ્તાક સાથે શું વાંધો પડ્યો છે? વિજયની ક્રોધ ભરી બોલચાલ સાંભળી ત્યાંથી જતા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અંદર આવ્યા.
"સાહેબ, આ પટાવાળો નથી પણ કોઈ બદમાશ છે તે રૂપિયા માંગે છે અને ન આપું તો મારી નાખવાની ધમકી દે છે."

"શું છે??? અલ્યા!"
"અરે, સાહેબ એણે જ રૂપિયાની ઉચાપત કરી છે. અને મારા ઉપર આડ ચડાવે છે તમે રોકડા રૂપિયા તિજોરીમાં જુઓ તેમાં દસ લાખનો ગોટાળો છે દસ કોથળીઓમાં પૈસા ને બદલે કોરા કાગળ ભર્યા છે એ પહેલાં જુઓ."

"વિજય શું કહે છે આ માણસ!!?? આ બધો શું ગોટાળો છે ."મેનેજિંગ ડિરેક્ટર તો આશ્ચર્ય પામી ગયો. તેણે તુરંત જ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ ને ટેલીફોન કર્યો ઇન્સ્પેક્ટર ના આવતા સુધીમાં બેંકમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી બંનેને ત્યાં રોકી રાખ્યા.
ઇન્સ્પેક્ટર અજુૅન તરત જ આવી પહોંચ્યો તપાસ કરી તો પહેલા પટાવાળાની સૂચના મુજબ બરાબર દસ બેગની અંદર ઓછા રૂપિયા નીકળ્યા . વિજયના વેશમાં વિશાલને તથા મુસ્તાક ના વેશ માં કાર્તિકને પકડવામાં આવ્યા.
કેસ ચાલ્યો. વિશાલે આ કામમાં મુસ્તાકનો હાથ હોવાની જુબાની આપી. ઇન્સ્પેક્ટર અર્જુનસિંહે એ કોથળીઓ ઉપરની ફિંગર પ્રિન્ટ તપાસી તો તે ઉપર વિશાલના આંગળાની પ્રિન્ટ જણાય નહિ પણ આથી તે ફિંગર પ્રિન્ટને ઓફિસની જૂની ફાઈલો સાથે મેળવી તો મુસ્તાકના નામે બેંકમાં રહી ગયેલો જૂનો બદમાશ કાર્તિક ખુલ્લો પડી ગયો.આમ છતાં બેંકના કેશિયર નો ગુનો વધારે ગણવામાં આવ્યો અને તેને ત્રણ વર્ષની સખત જેલની સજા થઈ. કાર્તિકને નવ મહિનાની જેલની સજા કરવામાં આવી. બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જેલમાં વિશાલે છ મહિના કાઢ્યા પણ વિજયે તેને છોડાવવાનો કોઈ પણ પ્રયત્ન ન કર્યો. થોડા દિવસ પછી વિશાલ સમજ્યો કે વિજયે જ તેને ફસાવ્યો છે અને ખરેખર તેમ જ હતું. વિજય મુંબઈમાં જ વિશાલ ને સજા થઈ ત્યાં સુધી સંતાઈ રહેલો હતો. તે તેને તેના ભાઈને આ રીતે જેલમાં મોકલીને પોતે મોજ મજા કરવા માગતો હતો. વિશાલ ની પત્ની તો વિજય ભાગી ગયાનું અને પોતાનો પતિ જેલ ગયાનું જાણતી ના હતી. કારણ કે વિજય તેનાથી દૂર જ રહેવા જ પ્રયત્ન કરતો હતો. બાકી સાચી રીતે તો વિજય વિશાલનું નામ ધારણ કરી એના બિઝનેસ ઉપર બધું હડપ કરવા માટે ના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા.
વિશાલ જેલમાં વિજય તેને છોડાવવા માટેના પ્રયત્નો કરે તેની રાહ જોઈને થાક્યો એટલે તેણે કાર્તિકને એક વખત જેલમાં મળી વિજય સાથેના પોતાના સંબંધ ની વાત કરી અને પોતે વિજય નથી પણ તેનો ભાઈ વિશાલ છે તેમ કહ્યું. કાર્તિક જેવા અઠંગ ઉઠાવગીરને આ વાતમાં ખૂબ રસ પડયો અને બહાર નીકળી વિજયને શોધી તેની પાસેથી પૈસા પડાવવાનો નિશ્ચય પણ કરી નાખ્યો.

વિશાલ અને વિજય બંનેનો ચહેરો આબેહૂબ એક સમાન અને નાક નક્ષી પણ એકદમ સરખી હતી એટલે વિશાલ પોતાને વિજય કહેતો એ પ્રશ્નનો પણ એ ઉઠાવીને નિર્ણય કરી નાખ્યો તેણે વિશાલ પાસેથી જાણી લીધું કે વિજય અને વિશાલમાં એક જ નજીવો ફેર રાખ્યો છે વિજયની જમણી સાથળ પર એક તીલ છે જે વિશાલને નથી.
કાર્તિકે બહાર આવતા જ તરત તપાસ કરી તો વિજય વિશાલ ના નામે તેની કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતો હોવાનું સાંભળ્યું. આ આખો જ ભેદ સુલતાન પાસે મૂકી કેવી રીતે કામ લેવું તેનો હવે વિચાર કરવાનો હતો તે પહેલા તેણે ઇન્સ્પેક્ટર અર્જુનસિંહને મળવાનું રાખ્યું. આગળ જોઈ ગયા તેમ તે ઇન્સ્પેક્ટરને મળી આવ્યો, અને હવે તે ત્યાંથી સુલતાનના અડ્ડામાં જવા માંગતો હતો.
આ રીતે...કાર્તિક પેલા બંને ભાઈઓનો પૂર્વ સંબંધી હતો. અત્યારે તે મુંબઈના તોરલ ચોકમાં એક સ્ટેચ્યુ પાસે ઉભો રહીને ઇન્સ્પેક્ટરે કોઈને તેની પાછળ મોકલ્યો છે કે નહિં તે જોવા માટે ચારે બાજુ દ્રષ્ટિ ફેરવતો હતો અચાનક તેની દ્રષ્ટિ સામે આવેલી એક બુક સ્ટોલ ઉપર પડી, અને તેણે એક માણસને ન્યુઝ પેપરમાં માથું રાખી વાંચતો જોયો પણ તે તેમ છેતરાય તેવો ન હતો. કારણ કે પેલા એ ફક્ત મોઢું જ પેપરમાં રાખ્યું હતું. બાકી તીરછી નજરે તે કાર્તિકની હિલચાલ જોઈ રહ્યો હતો .કાર્તિકે તુરંત જ પોતાના ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી અને તે સળગાવવા લાગ્યો.
એ વખતે જ પેલાએ પૂરું મોઢું પેપર માંથી બહાર કાઢ્યું. તે જોતાં જ કાર્તિક ચમક્યો :'ઓહ! આ તો બલવીર સિંહ!'

શું બલવીરસિંહ તેને પકડી શકશે? શું કાર્તિક તેના કાવતરા માં સફળ થશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED