એક પંજાબી છોકરી - 41 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 41

સોનાલી રૂમમાં જઈને વિચારે છે કે મયંકને મારા અને સોહમ વિશે જાણવાનો પૂરેપૂરો હક છે મારે તેને બધી વાત કરવી જોઈએ.સોનાલી બધું કહેવા માટે મયંકને કૉલ કરે છે પણ તે કૉલ ઉપાડતો નથી તેથી સોનાલી વિચારે છે કે રાત બહુ થઈ ગઈ છે તેથી મયંક સુઈ ગયો હશે એટલે કૉલ એટેન્ડ નહીં કર્યો હોય.તેને કાલે કૉલેજમાં રૂબરૂ મળીને વાત કરી લઈશ.આવું વિચારી તે સુઈ જાય છે.

સોહમ એકલો બેસીને સોનાલીના જ વિચાર કરતો હતો. સોનાલી તેને આજે મળી ગઈ તે વિચારી વિચારીને ખુશ થતો હતો.તેની અને સોનાલીની અત્યાર સુધીની બધી જ જર્ની તેને એક પછી એક યાદ આવતી હતી.તેને સોનાલીની પહેલી કિસ જે તેને મયંકને કરી હતી તે પણ યાદ આવે છે.તે થોડો ઉદાસ થઈ ગયો સોનાલી ને મયંકનો તેને જોયેલો તે સીન તેના મગજમાં ફરવા લાગ્યો પણ તેને સોનાલી પર પૂરો વિશ્વાસ હતો તેથી તે આ વાત ભૂલવાનો વિચાર કરે છે.

મયંક સોનાલીના વિચારોમાં ખોવાયેલો હતો.રાત બહુ થઈ ગઈ હતી ને આજે તેને દોડભાગ પણ ખૂબ કરી હતી પણ તેની આંખ પલકારો મારવાનું નામ લેતી નહોંતી.તેને સોનાલીની આજની બધી હરકતો એક પછી એક યાદ આવતી હતી અને તેને મનોમન લાગતું હતું કે કંઇક તો ખરાબ બનવાનું છે મારી સાથે પણ શું તે સમજવા માટે તે જાગતો હતો ને વિચાર કરતો હતો. સોનાલીએ કૉલ કર્યો પણ મયંક એ તેની સાથ વાત ન કરી કારણ કે તેનું મૂડ બહુ ખરાબ હતું ને ક્યાંક ગુસ્સામાં તેનાથી સોનાલીને કંઈ કહેવાય જાય તો પોતે પોતાની જાતને ક્યારેય માફ ના કરી શકે આથી તે કૉલ ઉપાડવાનું ટાળે છે.

આમ કરતા કરતા સવાર થઈ જાય છે. સોનાલી ઊઠીને કૉલેજ જવા માટે તૈયાર થઈ જાય છે સોહમને પણ કૉલેજે જવાનું ખૂબ મન થાય છે તેથી તે પણ તૈયાર થાય છે.સોનાલી જતા પહેલા સોહમની ઘરે જાય છે તો સોહમ એકદમ રેડી થઈને બેઠો હતો.તેને જોઈને સોહમ એકદમ ગુસ્સામાં આવી જઇને કહે છે,"તું ઈથે કી કર રહા હૈ ચલ અપને કમરે વિચ ઘુસ જાકે,તેનું મેં કીથે જાન નહીં દેના,ચૂપ કરકે લેટ ઈથે હી." સોનાલીને આટલી ગુસ્સામાં જોઈને સોહમ એકદમ ડરી જાય છે પછી સોનાલીનો હાથ પકડી તેને પોતાની પાસે બેસાડતા કહે છે,યાર આટલો ગુસ્સો કેમ કરે છે? ફરવા નથી જતો કૉલેજમાં જ જવાનું કહું છું.આ બંને વાતો કરતા હતા ત્યાં મયંક ત્યાં આવી જાય છે અને સોહમ ને સોનાલીને સાવ પાસ પાસે બેઠેલા અને એકબીજાના હાથમાં હાથ પરોવેલા જુએ છે તેને ખુબ જ દુઃખ થાય છે,ત્યાં સોહમના મમ્મી ત્યાં આવી જાય છે. સોહમ ને સોનાલી તરત જ દૂર થઈ જાય છે.

મયંક અંદર આવીને સોહમને કહે છે હવે તું કેમ છે સોહમ ?સોહમ કહે છે અરે મયંક તું અહીં! હું એકદમ મસ્ત છું.મયંક કહે છે હા સોહમ તને મળવા આવ્યો હતો અને કૉલેજ જવું હોય તો લઈ જવા પણ આવ્યો છું.સોહમના મમ્મી એકદમ ખુશ થતાં કહે છે, સારું કર્યું મયંક બેટા તું સોહમને લેવા આવ્યો નહીં તો મને સોહમની ખૂબ ચિંતા રહેત.સોહમના મમ્મી સોનાલી અને મયંકને ચા,કૉફી અને નાસ્તાનું કહે છે પણ તે બંને ના પાડે છે, પછી ત્રણેય કૉલેજે જવા માટે ઘરની બહાર નીકળે છે સોનાલી પોતાનું સ્કુટી લેવા ઘરે જતી હતી ત્યાં મયંક તેને રોકતા કહે છે. અમારી સાથે જ આવી જા.હું કાર લઈને આવ્યો છું.સોનાલી કહે છે ઓકે મયંક હું ઘરેથી મારું બેગ લઈને આવું.

સોનાલી પોતાના ઘરે જઈને તેના મમ્મી અને દાદીને કહે છે હું મયંક ને સોહમ સાથે કારમાં જાઉં? તેના મમ્મી ને દાદી થોડી વાર વિચાર કરીને કહે છે સારું જા પણ ધ્યાનથી જજે બેટા. સોનાલી,મયંક ને સોહમ જવા માટે નીકળે છે.સોનાલી પાછળ બેસે છે અને સોહમ ને મયંક આગળ બેસે છે.સોનાલી એકદમ ચૂપ હતી ને વિચારતી હતી કે આજે તેને મયંકને મોકો શોધીને બધું કહેવાનું છે.મયંક વિચારતો હતો શું સોહમ ને સોનાલી એકબીજાને લવ કરે છે?

શું સોનાલીને મોકો મળશે મયંકને બધી હકીકત જણાવવાનો?
શું સત્ય સાંભળી મયંક સોનાલીને માફ કરી દેશે?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.