એક પંજાબી છોકરી - 40 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 40

સોનાલી અવાજ દઈને બધા લોકોને કહે છે કે સોહમને હોંશ આવી ગયો છે અને ડૉકટર સાહેબને પણ બોલાવે છે.બધા લોકો સોહમને સાજો જોઇને ખૂબ જ ખુશ થઈ જાય છે. ડૉકટર સોહમને ચેક કરીને કહે છે,હવે તે એકદમ ફાઇન છે. સોહમના બચવાના કોઈ જ ચાન્સ નહોતા.ખબર નહીં આ ચમત્કાર કઇ રીતે થયો.સોહમ સોનાલી સામે જોઈ એક સ્માઇલ આપી આંખ મારે છે.સોનાલી શરમથી પાણી પાણી થઈ જાય છે.મયંક આ બધું જોઈ જાય છે,પણ તેને કંઈ જ સમજાતું નથી.થોડી જ વારમાં ડૉકટર સાહેબ સોહમને ઘરે જવાની પરમિશન આપી દે છે.અત્યારે તો સોનાલી સોહમની ચિંતા કરવામાં પડી હતી તેથી તેને મયંક યાદ આવતો નથી.

આજે તેને મયંકને ઘણો ઇગ્નોર કર્યો હતો પણ મયંક સોહમની હાલત ખરાબ હોવાથી કંઈ જ બોલતો નથી.સોહમ,તેમના મમ્મી અને સોનાલીને ઘરે છોડીને મયંક પોતાના ઘરે જાય છે પણ જતા જતા તે સોહમના મમ્મીને કહીને જાય છે કે કંઈ પણ મદદની જરૂર પડે તો ગમે ત્યારે કૉલ કરજો હું આવી જઈશ. વીર સોહમની દવા અને બીજા દવાખાનાના રિપોર્ટ લઈને સોહમના મમ્મીને આપવા આવે છે.સોનાલીનું તો આજે ઘરે જવાનું મન જ નથી કરતું પણ તે ક્યાં સુધી સોહમના ઘરે રહી શકે તેથી વીર આવે છે ત્યારે સોનાલીને કહે છે ચાલો દીદી ઘરે બધા તમને બોલાવે છે.વીરના કહેવાથી સોનાલીને જવું પડે છે એનું મન તો નહોતું પણ રાત બહુ થઈ ગઈ હતી તેથી સોનાલીને જવું પડે છે પછી સોહમ સોનાલીને સમજાવતા કહે છે.સોનાલી તું બિલકુલ ચિંતા ન કર.હું એકદમ ફાઇન છું.તું બિન્દાસ ઘરે જા.

સોનાલી ને વીર બંને સાથે ઘરે આવે છે સોનાલીની પૂરી ફેમીલી સોનાલીની રાહ જોઈને જ બેઠી હતી.સોનાલીને જોઇને તેના મમ્મી તરત બોલ્યા સોનાલી તને અમે કંઇક વધુ જ છૂટ આપી દીધી છે નહીં.સોનાલી કહે છે ના મમ્મી તું આવું કેમ બોલે છે? સોનાલીના દાદી કહે છે હા અમે છૂટ આપી એટલે જ તું સાવ બગડી ગઈ છો.તને જેમ મન પડે તેમ જ તું કરે છે.સોનાલી કહે છે મમ્મી દાદી તમે આવું કેમ કહો છો? મને કંઈ જ સમજાતું નથી.સોનાલીના મમ્મી ફરી બોલે છે તે આજે સવારથી શું કર્યું તે જાણે છે?.સોનાલી કંઈ બોલે તે પહેલા તેના દાદી બોલી પડે છે, સવારથી તું ઘરે આવી જ નથી.કૉલેજમાંથી છૂટી તારે સીધું ઘરે આવવાનું હોય તેને બદલે તું સીધી સોહમના ઘરે જતી રહી. સોહમના ઘરે ગઈ તો ગઈ પણ ઘરે કહેવા પણ ન આવી કે હું ઘરે નહીં આવું ને સીધી હોસ્પિટલે ચાલી ગઈ. એ તો વીરને તેના કોઈ ફ્રેન્ડ એ કહ્યું કે સોહમ આજે કૉલેજ આવ્યો નથી,હોય શકે બીમાર હશે તેથી અમે બધા સોહમને જોવા તેના ઘરે જતા હતા ત્યાં તમે સોહમને હોસ્પિટલે જતા હતા એટલે અમને ખબર પડી નહીં તો તું ઘરે કહેવા થોડી જ આવવાની હતી.ના તો એક કૉલ કરીને કહ્યું.સોનાલી ચૂપચાપ તેના મમ્મી ને દાદીની બધી વાત સાંભળે છે પણ તેને આંખમાંથી જાણે મેહનો વરસાદ વરસતો હોય તેવું લાગે છે.સોનાલી આજે અહીં ખોટી હતી પણ તેનો ઇરાદો તેની ફેમીલીને હર્ટ કરવાનો જરા પણ નહોંતો.ઘણી વાર સુધી સોનાલી બધું સાંભળે છે પછી બોલે છે," બિજી બેબે મેનુ માફ કર દો મેરે સે બહોત વડી ગલતી હો ગઈ."મે તમને લોકોને ખૂબ હેરાન કર્યા છે આજ પછી આવું ક્યારેય નહીં થાય. સોનાલીના દાદુ ને તેના પપ્પા સોનાલીની આંખમાં એક બુંદ આંસુ જોઈ નહોતા શકતા પણ આજે સોનાલીની ભૂલ હોવાથી તે બંનેને ચૂપ રહેવાની સલાહ પહેલેથી જ અપાઈ ગઈ હતી.

સોનાલી જ્યારે માફી માંગે છે તરત તેના દાદુને અને પપ્પાને મોકો મળી જાય છે સોનાલીની તરફદારી કરવાનો.તેથી તે બંને પણ બોલી પડે છે," અબ બચ્ચીનું માફ ભી કર દો." પછી બંને વારાફરતી સોનાલીને ગળે લગાવી લે છે અને સમજાવે છે કે બેટા હવે પછી આવી ભૂલ નહોંતી કરતી.સોનાલી ઓકે કહીને તેના રૂમમાં જતી રહે છે અને મયંકને સોહમની બધી વાત કરવાનો વિચાર કરે છે.

શું મયંક સોનાલીની વાતને સમજી શકશે?
શું સોનાલીની ફેમીલી સોહમ ને સોનાલી વચ્ચેના પ્રેમની ખબર પડી જશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી...